I Hate You - Can never tell - 55 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - 55

Featured Books
Categories
Share

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - 55

આઇ હેટ યુ
પ્રકરણ-55
વિરાટે ફોન પર વાત ના કરી લેપટોપથી કરી એમણે પાછળથી રાજ બોલ્યો અરે તારી તારાં મંમી-પાપા સાથે વાત થઇ ગઇ ? આજે ઘણી લાંબી કરી બધાં મઝામાં છે ને ? વિરાટે કહ્યું રાજ હાં પાપા મંમી એકદમ મજામાં છે હવે તો એમની સાથે મારાં દીદી રહેવા આવી ગયાં છે હવે એ લોકોને કંપની મળી ગઇ છે મને પણ શાંતિ થઇ છે. રાજે પૂછ્યું પણ તારો કોઇ કઝીન પણ રહે છે ને ?
વિરાટે કહ્યું હાં રહેતો હતો એને જોબ મળી ગઇ છે એટલે હવે શાંતિ છે એક્ચુલી એમની હાજરી મને નહોતી ગમતી માથે પડેલાં હતાં પણ દીદી આવી ગયાં પછી સારુ લાગે છે. અરે રાજ તારુ અમદાવાદ જવાનાં પ્લાનીંગ નુ શું થયું ? મારાં પાપાની બર્થ ડે આવે છે તો... રાજે કહ્યું યાર હું અમદાવાદ જઊં છું સુરત નહીં અને હજી એકદમ પાકુ નથી.. મારે જેને ખાસ મળવાનું છે એનનો કોન્ટેક્ટ થાય પછી પાકુ પ્લાનીંગ કરીશ અને ટીકીટ બુક કરાવીશ. 
વિરાટે કહ્યું અરે એવું ખાસ કોણ છે ? ખાસ એટલે કોઇ લવર ? કે એનાંથી ખાસ કોઇ છે ? રાજે કહ્યું યાર લાંબી સ્ટોરી છે લવરથી ખાસ કોણ હોય ? મારે અહીં આવી ગયે 6 મહિના ઉપર થઇ ગયાં એને જોવી છે મળવું છે. પાપા પાસે પૈસા નથી લેવાનો મારાં કમાઇને ભેગા કરીને જવું છે. અને સીધાં એનાં ઘરે જવું છે મારાં ઘરે નહીં તોજ સાચી ખબર પડશે. 
વિરાટ રાજની સામે જોઇ રહ્યો પછી બોલ્યો લાંબી સ્ટોરીજ લાગે છે. તું તારાં ઘરે નહીં સીધો એનાં ઘરે જવાનો છે ? તારાં પેરેન્ટસ એને પસંદ નથી કરતાં ? શું વાત છે ? જરા મને થાય એવી હોય તો શેર કરને... 
રાજ વિરાટની બાજુમાં બેસી ગયો એણે કહ્યું તારે કંઇ કામ નથી ? આજે રસોઇ તારે બનાવવાની છે. વિરાટે કહ્યું અરે હુંજ બનાવીશ મારે તો નાઇટ છે પણ તું આજે જોબ પર ના ગયો ? તું કહેતો હતો ને કે સન્ડે એક રેસ્ટોરોમાં કામ મળ્યું છે. 
રાજે કહ્યું મને અને અમીતને બંન્ને ને મળ્યું છે અમીતને પણ જરૂર છે પૈસાની મારે પણ. પણ આજે મોમની સાથે વાત કર્યા પૂછી મૂડ આઉટ થઇ ગયો. એટલે અમીતને કહ્યું તુ જા મારો મૂડ નથી. આમેય રોકડીજ હતી કાયમી જોબ ક્યાં છે ? મન્ડેથી ફાઇડે તો આપણે કોલેજ પછી રેગ્યુલર જોબમાં જઇએજ છીએને ભણવાનું અને કામ કરવાનું બીજુ કોઇ નથી. તું નાઇટમાં જવાનો ને ? કેસીનોમાં તને પૈસા સારાં મળે છે પણ ખબર નહીં મને ત્યાં જવું નથી ગમતું. 
વિરાટે કહ્યું આપણને ગમે કે ના ગમે પૈસા મળે છે એ પણ ડોલરમાં એ વિચારવાનું છે ઠીક છે પણ તું તારી સ્ટોરી કહેને મને એ જાણવામાં રસ છે. 
રાજે કહ્યું એક મીનીટ એમ કહી સોફા પરથી ઉભો થયો અને ફીઝમાંથી બે બીયરનાં ટીન લાવ્યો અને પાછો બેસી એક વિરાટને. આપી ચીયર્સ કર્યું.
વિરાટે કહ્યું વાહ સાકી વિના કહાની નહી નીકળે ? એમ કહીને હસવા લાગ્યો. પણ... રાજ ગંભીર થઇ ગયો. એણે કહ્યું યાર વિરાટ થોડાંક જ સમયમાં આપણે ખૂબ નજીક આવી ગયાં છીએ તું મારાં ભાઇ જેવો છે. આટલાં સમયમાં આપણે એકબીજાનાં દીલની વાતો નથી કરી. તું તો બેચલર છે કોઇ કૂંડાળામં નથી પડ્યો પણ હું તો મારી માશુકાનાં ગળાડૂબ પ્રેમમાં છું એની સાથેજ લગ્ન કરવાનો છું મારી નંદુ મને કેટલી મીસ કરતી હશે એ હુંજ જાણું છું હું એને ખૂબ મીસ કરુ છું. જો સાંભળ એની સાથેનો સંબંધ મારાં પેરેન્ટસે સ્વીકારેલો એ મારાં ઘરે પણ આવેલી એનાં દબાણથી સમજાવવાથી US ભણવા આવ્યો અને મારાં પાપા એ પોલીટીકસ કર્યુ અમને ફોન પર પણ વાત ના કરવા નંદુને સમજાવી એણે સમ આપ્યાં આપણે વાત નહીં કરીએ અને એનાં સમ હું કેવી રીતે તોડું ? એજ મારું જીવન છે એજ મારો એકમાત્ર પ્રેમ છે હું એને ખૂબ પ્રેમ કરું છું એમ કહેતાં કહેતાં ઇમોશનલ થઇ ગયો આંખો ભીંજાઇ ગઇ, કેન હાથમાં રહી ગયું. 
વિરાટે કહ્યું અરે યાર તું તો સેન્ટી થઇ ગયો. યાર આમ દુઃખ ના કર તને સમ આપ્યાં છે ને મને એનો નંબર આપ હું તારાં સમાચાર આપી દઊં એની ખબર લઇ લઊં પછી બંન્ને જણાં વીડીયોકોલ પર વાત કરો સમ ફોક કરો. 
રાજે કહ્યું એનો નંબર એણે બંધ કરી દીધો છે લાગે બીજો નંબર લીધો હશે. હું ઇન્ડીયાથી નીક્યો ત્યારેજ એનાં પાપા ખૂબ સીરીયસ હતાં. ખબર નહીં શું થયું પછી ? ઓહ હા.. યાર વાત માં આઇડીયા આવ્યો હું ડોક્ટર અંકલને ફોન કરીને પૂછી લઊને ? બધી માહીતી મળી જશે. જો એમની પાસે નંદુનો નંબર હશે તો એ પણ મળી જશે. બાકીની સ્ટોરી પછી કહુ ડોક્ટર અંકલને ફોન કરું. 
વિરાટ રાજને જોઇ રહ્યો અને રાજે તરતજ ફોન લીધો ને ડૉ.જયસ્વાલને ફોન લગાડ્યો. ફોન તરતજ ઉપાડ્યો. ડોક્ટરે અંકલે પૂછ્યું રાજ ? દીકરા કેમ છે ? તારો અવાજ સાંભળીનેજ ઓળખી ગયો ? કેમ ચાલે છે ? તારો સ્ટડી ? હવે તો એક સેમેસ્ટર પુરુ થઇ ગયું હશે ને ? રાજે કહ્યું અંકલ બધુ સારું ચાલે છે પણ ડોક્ટર અંકલ મેં ખાસ એક વાત જાણવા ફોન કર્યો છે.. અને ડોક્ટર જયસ્વાલ સમજી ગયાં. નંદીનીનાં પિતાની ટ્રીટમેન્ટનાં પૈસા રાજનાં પાપા આપતાં આવ્યાં ત્યારે કીધેલી વાત યાદ આવી ગઇ કે રાજને કોઇજ માહિતીના આપતાં પ્લીઝ એ ભણવા ગયો છે ભણી લે પછી વાંધો નથી હમણાં એ ડીસ્ટર્બ થશે પ્લીઝ.. બધી વાતો યાદ આવતાં સાવધાન થઇને બોલ્યાં હાં બેટા રાજ બોલ શું પૂછવું છે ? રાજે કહ્યું અંકલ નંદુના પાપાને હવે કેમ છે ? એ દવા લેવા આવે છે ? મને એનાં કોઇ સમાચાર નથી. 
વિરાટ ઉભો થઇને બીજુ બીયરનું ટીન લેવા ગયો એણે જોયુ રાજ વાતોમાં છે .. રાજે કહ્યું અંકલ નંદીનીની ખૂબ ચિતાં થાય છે મને કહોને ત્યાં બધું કેવું છે ? એનો ફોન પણ નથી લાગતો. 
ડૉકટર અંકલે કહ્યું દીકરા રેગ્યુલર દવા ચાલે છે. એમની તબીયત ઉપર નીચે થાયાં કરે છે કંઇ કહેવા નહીં પણ દવા ઇન્મોશન છે એટલે ટકી રહ્યાં છે પણ કહેવું પડે નંદીની ખૂબ સેવા કરે છે બાકી બીજી મને કંઇ ખબર નથી હાં તારા પાપા બધાંજ સારવારનાં પૈસા ચૂકવી ગયાં છે. બીજુ કેમ છે ? સરસ ભણજે અને અહીંની ચિંતા ના કરતો ઓકે બાય મારે પેશન્ટ છે પછી વાત કરીશું અને એમણે ફોન કટ કર્યો. 
રાજને થયું આટલી ઉતાવળ ? આજે તો સન્ડે છે અને ત્યાં તો નાઇટ... અંકલે એવું કેમ કીધુ કે તારાં પાપા બધાં પૈસા ચૂકવી ગયાં છે હવે દવા આગળ નથી લેવાની ? કંઇ ગરબડતો નથી ને ?
વિરાટ પાસે આવીને ઇશારામાં રાજને પૂછી રહેલો શું થયું ? રાજે કહ્યું એક મીનીટ એમ કહીને એવા ડોક્ટર અંકલને ફરીથી ફોન કર્યો પણ ફરીવારમાં રીંગ પૂરી થઇ ગઇ પણ ફોન ઉંચકાયો નહીં. 
રાજ નિરાશ થઇ ગયો. એણે એક સાથે બીયર પુરી કરી અને વિરાટ લાવેલો બીજુ ટીન પણ તોડીને પીવા લાગ્યો. વિરાટે કહ્યું પણ થયું શું કહેને ? આમ અચાનક ચિંતામાં કેમ પડી ગયો. 
રાજે કહ્યું વિરાટ ચોક્કસ નંદુનાં ઘરે કંઇક ગરબડ થઇ ગઇ છે ડોક્ટર અંકલ એવું બોલી ગયાં કે તારાં પાપા બધાં પૈસા ચૂકવી ગયા છે. એનો અર્થ ? ટ્રીટમેન્ટ ચાલુ હોય તો બધાં પૈસા ચૂકવી ગયાં છે ના બોલે.. નંદુનાં પાપા... શું થયું હશે ?
વિરાટે કહ્યું આમ ચિંતા ના કર કોઇ રસ્તો મળી આવશે તારી નંદુનો સંપર્ક થઇ જશે. તારી પાસે એની કોઇ ફ્રેન્ડનો કોઇ સગાવહાલાનો ફોન નંબર નથી ?
રાજે કહ્યું હુંજ એનો ફ્રેન્ડ એનો સગાવ્હાલા એને કોઇ ફ્રેન્ડ કે સગાવ્હાલા છેજ નહીં એ લોકો સાવ એકલાંજ... હોય તો મને ખબર નથી ત્યાં વિરાટે પૂછ્યું તારી નંદુ એટલે એનું આખું નામ શું છે ? આખુ નામ બોલને તો કોઇ રીતે શોધીએ. 
રાજે કહું નંદીની નંદકિશોર અને ...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-56