The Tales Of Mystries - 2 in Gujarati Fiction Stories by Saumil Kikani books and stories PDF | The Tales Of Mystries - 2

Featured Books
Categories
Share

The Tales Of Mystries - 2

સ્ટોરી 2:
ઇનવીઝીબલ કિલર

એપિસોડ 2
પૂર્ણિમાં ના મોઢા માંથી ફિણ નીકળી રહ્યા હતા અને હોઠ ની આસપાસ નો ભાગ આછો ભૂરો થઈ ગયો હતો સને આંખો અર્ધી ખુલી અને અર્ધી બંધ અવસ્થા માં હતી અને આ અનેક્સપેક્ટેડ દ્રશ્ય જોઈ ને રેવતી બેન પોતાનો એક ધબકારો ચુકી ગયા અને કમજોર હૃદય વાળાઓ નું હાર્ટ ફેલ થઈ જાય એટલી જોર થી અને દર્દ થઈ "પૂર્ણિમા" ના નામ ની ચીસ પડી.

આ સાંભળી નીચે થી રામણિક ભાઈ દોડતા ઉપર આવી ગયા અને જે દ્રશ્ય જોયું એ જોઈ ને ગમ ખાઈ ને ત્યાં જ જમીન પર બેસી પડ્યા.

રેવતી બેન પોતાની દીકરી ને ખોળા માં લઇ ને નીચે બેઠા આક્રંદ કરતા રહ્યા અને એના કારણે પોતાનો હોશ ખોઇ બેઠા અને બેભાન થઈ જમીન પર ફસડાઈ પડ્યા .

અહીં રામણિક ભાઈ મુરત બની ને બેઠા રહ્યા. હોશ કોષ ગુમાવી ને ...

અવાજ સાંભળી ને આસ પડોશ માંથી 10 એક લોકો આવી પહોંચ્યા અને એ લોકો પણ આશ્ચર્ય અને દુઃખ ના મિશ્રિત લાગણી માં આવી ગયા . જેમાં થઈ5 એક એ 108 માં કોલ કર્યો અને એક એ પોલીસ ને. અને બને લગભગ એક સાથે 20 મિનિટ એ આવી પહોંચ્યા.

પોલીસ કાર માંથી 5 ઓફિસર્સ ઉતર્યા જેમાં થી 3 કોન્સ્ટેબલ હિરેન , પ્રતીક અને રાજેશ , એક ઇન્સ્પેક્ટર રાજગોર અને સી. ઇન્સ્પેક્ટર ગોહિલ હતા. ગોહિલ વિશે કહેવાતું કે ઉડતા પંખી ના પાંખ ગણી લેતો. અને આ કેસ એના જયુરિડીક્શન માં આવતો હોવા થી જ એ અહીં પોતાની બેસ્ટ ટિમ સાથે હજાર હતો.

હોસ્પિટલ સ્ટાફ ને રાહ જોવા નું કહી ને પોતાના માણસો ને પંચનામું કરવા નું કહ્યું સને ત્રણે જણ એ ઘટના સ્થળ ના ઈંચે ઇંચ ખૂણે ખૂણા ના ફોટોસ લીધા, પૂર્ણિમા ની બોડી ના દરેક એન્ગલ થી ફોટો લીધા, દરેક જગ્યા એ થી ફિંગરપ્રિન્ટસ અને બીજું જે પણ કાંઈ જરૂરી લગે એ કલેક્ટ કર્યું અને ફોરેન્સિક માટે મોકલવા કહ્યું સાથે સાથે ફોન લેપટોપ વગેરે જેવી વસ્તુનો પણ કલેક્ટ કરવા માં આવી .

પછી ગોહિલ દ્વારા પૂછપરછ કરવા માં આવતા ઉપરોક્ત ઘટના ઓ જેવી કે કિચન માં રસોઈ ની તૈયારી કરતા હતા, રામણિક ભાઈ કોનફરન્સ કોલ પાર હતા જેવી વિગત વાર રામણિક ભાઈ અને રેવતી બેન એ જણાવી.

એ દરમિયાન ગોહિલ એ રાજગોર ને ઈશારો કર્યો અને ઈશારો સમજી જતા રાજગોર ઘર ની બહાર જઈ ને પાડોશી ને પૂછ પરછ કરી. જેમાં સરવાળે એક જ જવાબ મળ્યો કે "તમામ લોકો પોતપોતાના ઘર માં હતા , રવિવાર હોવાથી શાંતિ થી તમામ લોકો દિનચર્યા પતાવી રહ્યા હતા. ત્યા રેવતી બેન ની ચીસ સાંભળતા કાંઇક ખોટું થયું હિવું જઈએ એમ જાણી ને ભાગતા ભાગતા અહીં આવ્યા "

"જોવો, છોકરી ના મોઢા માંથી ફીણ નીકળ્યા છે અને હોઠ ની આસપાસ નો ભાગ ભૂરો પડી ગયો છે ધેટ મીન્સ ઝેર શરીર માં ગયું છે. હવે જાતે ગયું છે કે કોઈ ના દ્વારા એ જાણવા નું છે. જેથી તમે લોકો પણ આ કેસ સોલવ ના થાય ત્યાં સુધી ક્યાંય જતા નહીં. ગમે ત્યારે જરૂર પડી શકે છે." રાજગોર એ પરિસ્થિતી વિશે કહ્યું.

" જાતે ક્યાં તો કોઈ ના દ્વારા એટલે? આત્મહત્યા ?" એક ભાઈ એ પૂછ્યું.

"ક્યાં તો મર્ડર" રાજગોર એ સામે જવાબ આપતા કહ્યુ.

આ બાજુ ગોહિલ એ રામણિક ભાઈ અને રેવતી બેન ની પૂછપરછ કરતા પણ ખાસ કંઈ જાણવા ના મળ્યું. દેખીતિ રીતે .. આ આત્મહત્યા નો કેસ જ લાગતો હતો.

પણ ગોહિલ ની માનવું હતું કે જો આત્મહત્યા પણ હોય તો એની પાછળ પણ કોઈ વ્યક્તિ જવાબદાર હોઈ શકે છે. એટલે પણ આ કેસ ને ઊંડાણ પૂર્વક તપાસવું પડશે એવું એમને નક્કી કર્યું અને પોતાની ટિમ ને જાણ કરી.

હવે મેડિકલ અને ઇલેક્ટ્રોનિક ફોરેન્સિક ના રિપોર્ટ ની રાહ જોવા ની હતી. જેમાં 24 એક કલાક ની રાહ જોવા ની હતી.

શુ પૂર્ણિમા એ આત્મહત્યા કરી હતી.? જો હા તો કેમ? અને જો એની હત્યા થઈ હતી તો કેમ અને કઈ રીતે?..

વધુ આવતા અંકે...