(આગળ ના ભાગ માં આપડે જોયું કૃપા અને કાના ની વધતી મુલાકાત રામુ ના નજર માં આવી જાય છે,અને તે જ રાતે કૃપા અને કાનો રામુ ને કોઈ સાથે મોકલે છે.હવે આગળ...)
" તને શું લાગે છે?કાઈ વાંધો તો નહીં આવે ને આમ રામુ ને મેં પહેલીવાર કોઈ સાથે જાવા દીધો છે?"કૃપા ચિંતાતુર સ્વરે બોલી
" તું ગજબ છે,કૃપા એ માણસે તારી સાથે કેવું કેવું કર્યું છે, તો પણ તને એની દયા આવે છે.અરે જાવા દે જે થવું હોય તે થાય તેને પૈસા મળી ગયા ને!તો બસ"કાના એ જવાબ આપ્યો
"એ ગમે તેવો હોઈ કાના,પણ મેં એકવાર એને પ્રેમ કર્યો છે.મારા માટે આજે પણ એની જિંદગી એટલી જ મહત્વ ની છે, જેટલી પેલા હતી."એમ કહી ને કૃપા રહસ્યમય હસી.
કાનો કૃપા ને જોઈ રહયો અને બોલ્યો"વાહ તમે સ્ત્રીઓ પણ કંઈક અલગ માટી માંથી બની હોય છો.જેને પ્રેમ કરો એના નામે પૂરો જન્મારો કરી દ્યો છો,ભલે ને તે માણસ ને તમારી કદર ના હોઈ"
આ સાંભળી ને કૃપા હસી અને બોલી "જો કાના પુરુષ ગમે તેટલી સ્ત્રી પ્રત્યે ઈમાનદારી રાખે ને, તો પણ એ કોઈ સામે જોવે ને તો એને બેવફા જ કહેવામાં આવે છે,જ્યારે અમારી પાસે ઈમાનદારી ની આશા રખાય છે.અને હા કાના
રામુ એ જે કર્યું ને એ તો એનો સ્વભાવ,તો હું મારો સ્વભાવ કેમ છોડું.ક્યારેય સાંભળ્યું છે ગુલાબે સુગંધ કે સૂરજે પ્રકાશ આપવાનું છોડી દીધું.તો એકલી હું આખી નારી જાતિ ને કેમ બદનામ કરી શકું.આ બધું તો હું તેને સબક શીખવવા કરું છું.કેમ કે જો અમે અન્નપૂર્ણા છીએ, તો દુર્ગા પણ બની શકીએ,જો પદ્માવતી છીએ,તો ઝાંસી ની રાણી પણ બની શકીએ.અને હા મારો પ્રેમ સાચો,પણ એના વિશ્વાસઘાત નો તમાચો એને નહીં સંભળાય તો એ ક્યારેય કોઈ નારી ની કદર પણ નહીં કરે."
કાનો કૃપા સામે અહોભાવથી જોઈ રહ્યો. ત્યાં જ એક
દારૂડિયો આવી ને કૃપા ની નજીક ઉભો રહી ગયો,અને કૃપા ડરી ગઈ.તે કૃપા ને ઉપરથી નીચે સુધી જોતો હતો,કાના એ તેને ધમકાવી ને કાઢી મુક્યો. અને બંને એ ત્યાં થી ઘરે જવા પગ ઉપાડ્યા.મુંબઈ ની એ બદનામ ,અંધારી અને સુમસામ બદબુભરી ગલીઓ માં માત્ર કૂતરા ના ભસવાનો અવાજ આવતો હતો,ક્યાંક કોઈ ઘર ની બહાર દારૂ પીધેલી હાલત માં પુરુષો દેખાતા હતા.તો કોઈ એકાદ ઘરમાંથી કોઈ ની પ્રેમ ગોષ્ટિ નો અસ્પષ્ટ અવાજ આવતો હતો.
કૃપા નું ઘર આવી ગયું.એટલે કાના એ પોતાના ઘરે જવા માંડ્યું તો કૃપા એ તેને રોક્યો"કાના બેસ ને થોડીવાર "
બંને કૃપા ના ઘર ની બહાર જ બેઠા.કાના એ કૃપા ને પૂછ્યું
"એક વાત તો કે તું આ મુંબઇ માં આવી કઇ રીતે?"
"મારા નસીબ માં આ મુંબઇ જોવાનું લખ્યું હતું ને એટલે"
એમ કહી ને કૃપા હસી અને પછી પોતાના ભૂતકાળ ની બધી વાતો એને કાના ને કહી.કાના એ જોયું કે એ દરમિયાન ના તો કૃપા ની આંખ ભીની થઇ,ના તો ક્યાંય અફસોસ..
પછી કૃપા એ કાના ને પૂછ્યું "તું અહીં પેલે થી જ છે? કે તારી પણ મારા જેવી કોઈ સ્ટોરી છે."
"ખરેખર તો હું એક મોટા પરિવાર માંથી આવું છું,મારુ નાનપણ રાજકુમારો ની જેમ વીત્યું છે,મારા ઘર માં કોઈ જ વસ્તુ ની કમી નહતી.હું જે માંગુ તે હાજર થઈ જાય.બે નોકર હંમેશા મારી સેવા માં રહેતા.મારી સાથે રમવું ,ફરવું બધે તેઓ સાથે જ હોય .આટલું હોવા છતાં મારા માં મારા માતા પિતા એ સારા સંસ્કાર જ આપેલા,મારી કોઈ પણ ખોટી માંગણી તેઓ સ્વીકારતા નહિ.આમ ને આમ હું યુવાન થયો,મારા પિતા ની સારી સાખ,અને પૈસાપાત્ર પરિવાર એટલે મારા માટે સારા પરિવાર માંથી તેમની કન્યા માટે લગ્ન પ્રસ્તાવ આવવા લાગ્યા.ખબર નહિ પણ મને મનમાં કોઈ ઉત્સાહ જ નહતો,કદાચ મને મારી ખામી નો અહેસાસ હતો.હું કાયમ લગ્નની વાત ટાળતો.મારા પિતા એવું સમજતા કે મારા મન માં કોઈ છે,તો એમને મારા મન ને ઢંઢોળવા ના ઘણા પ્રયત્ન કર્યા.એમના એ પ્રયત્નો થી કંટાળી ને અંતે મારાથી મારી ખામી એમને કેહવાઈ ગઈ.
એ દિવસે એમના દિલ પર શુ વીતી હશે,એ તો હું કદાચ સમજી ગયો,પણ તેઓ મારા મન સુધી ના પહોંચી શક્યા, અને છેવટે આગળ ભણવાના બહાને મને અહીં મોકલી દીધો,કે જેથી તેમના નામને ક્યાંય લાંછન ના લાગે.
આ સાથે જ કાના એ એક ઊંડો નિસાસો નાખી પોતાની વાત પૂરી કરી.કૃપા એ તેની આંખ માં એક અલગ જ દર્દ જોયું.તે સમજી ગઈ કે પરિવાર ને દગો કરી ને ભાગી જવું,કરતા પરિવાર નું તરછોડવું કેટલું દર્દનાક હોઈ છે.બંને એકબીજા નું દુઃખ સાંભળી પોતાને વધુ સુખી સમજતા હતા.ત્યાં જ કૃપા નો ફોન રણક્યો
"હેલો કૃપા જી કેમ છો"સામે થી એક કર્કશ અવાજ આવ્યો.
કોણ બોલે છે?
"તમે અમને નહિ ઓળખો,પણ અમે તમને ખૂબ સારી રીતે ઓળખી છીએ.તમે કામ જ એવું કરો છો કે "આટલું કહી તે માણસ હસવા લાગ્યો...
(કોણ છે આ માણસ જેને કૃપા ને ફોન કર્યો છે?અને શું છે તેના ઈરાદા.જોઈશું આવતા અંક માં...)
આરતી ગેરીયા...