Dhup-Chhanv - 39 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 39

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 39

પરોઢિયે ચારેક વાગ્યે ઈશાન ભાનમાં આવ્યો અને પોતાને અસહ્ય થઈ રહેલા દુખાવાને કારણે બૂમો પાડવા લાગ્યો.

સીસ્ટરે ઈશાનના ભાનમાં આવ્યાના સમાચાર અપેક્ષાને અને તેના મમ્મી-પપ્પાને આપ્યા. અપેક્ષા ઈશાનને મળવા માંગતી હતી પરંતુ ઈશાન આઈ સી યુ માં હતો તેથી તે મળવા જઈ શકી નહીં.

બીજે દિવસે ઈશાનને થયેલા ફ્રેક્ચરનું
ઓપરેશન હતું. સવારે અક્ષત હોસ્પિટલમાં હાજર થઈ ગયો હતો અને ઈશાનની ઉપર આ રીતે જીવલેણ હુમલો કરાવનાર શેમની ઉપર કેસ દાખલ કરવા માટે કહી રહ્યો હતો.

ઈશાનના મમ્મી-પપ્પા શેમની ઉપર કેસ દાખલ કરવાની ચોખ્ખી ના પાડી રહ્યા હતા કારણ કે તે ખૂબજ ખતરનાક ગુંડો હતો અને અક્ષત તેમને સમજાવી રહ્યો હતો કે, આપણે આવા ગુંડાઓથી ડરી જઈને તેમને છોડી દઈશું તો કેમ ચાલશે?

પરંતુ ઈશાનના મમ્મી-પપ્પા શેમની ઉપર કેસ દાખલ કરવા માટે બિલકુલ તૈયાર ન હતા અને તેને માટે કારણ બતાવી રહ્યા હતા કે, ઈશાન તેમનું એક જ સંતાન છે જો તેને કંઈપણ થઈ જશે તો તેનું દુઃખ તે બરદાસ્ત નહીં કરી શકે.

અને છેવટે અક્ષતે વિચાર્યુ કે આ બાબતે નિર્ણય લેવા માટે ઈશાનનું ઓપરેશન થઈ જાય અને તેની તબિયત થોડી સુધારા ઉપર આવી જાય ત્યાં સુધી રાહ જોવી પડશે અને ઈશાનની ઈચ્છા હશે તો કેસ કરીશું.

ઈશાનના ઓપરેશનની બધીજ તૈયારી થઈ ચૂકી હતી. ડૉક્ટર સાહેબ ઈશાનને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. હોસ્પિટલમાં અપેક્ષા, અર્ચના અને ઈશાનના મમ્મી-પપ્પા હાજર હતા. બધાજ ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા કે, ઈશાનના બંને હાથ અને પગનું ઓપરેશન સરસ રીતે થઈ જાય અને ઈશાન જલ્દીથી પહેલાની જેમ ચાલતો થઈ જાય.

છ કલાક ચાલેલા ત્રણેય ઓપરેશન બાદ ડૉક્ટર સાહેબે ઈશાનને મળવા અને જોવા માટે ફક્ત એકજ વ્યક્તિને ઓપરેશન થિયેટરમાં જવાની છૂટ આપી હતી.

ઈશાનના મૉમ ઈશાનને જોવા માટે અંદર જાય છે અને રડી પડે છે. નર્સ તેમને રડતાં જોઈને તેમને હિંમત આપે છે.

આખો દિવસ ચાલેલા ઓપરેશન બાદ રાત્રે દશ વાગે ઈશાન ભાનમાં આવે છે અને વારાફરથી બધા તેને મળી શકે છે.

એ દિવસે રાત્રે ઈશાનની સાથે હૉસ્પિટલમાં અક્ષત જ રોકાય છે. બીજે દિવસે સવારે અક્ષત ઈશાનને શેમ ઉપર કેસ કરવો કે નહીં તે પૂછી લે છે.

ઈશાન પોતાની સાથે થયેલા અન્યાયને ભૂલી શકે તેમ ન હતો તેથી તે શેમ ઉપર આજે જ કેસ દાખલ કરવાનું અક્ષતને કહે છે.

સવારે ઈશાનના મૉમ હોસ્પિટલમાં આવે છે એટલે અક્ષત પોતાના ઘરે જવા નીકળે છે અને પોતાના કામ ઉપર જતાં પહેલા શેમ ઉપર કેસ દાખલ કરવા માટે વકીલની સલાહ લઈને કેસની અરજી તૈયાર કરાવી લે છે.

બીજે દિવસે શેમ ઉપર કેસ દાખલ કરી દેવામાં આવે છે અને ચોવીસ કલાકમાં શેમ જેલના સળિયા પાછળ પહોંચી જાય છે.

શેમને અંદાજ ન હતો કે ઈશાન તેની ઉપર કેસ કરશે અને તેને આ રીતે જેલના સળિયા ગણવા પડશે. તે ધૂંઆપૂંઆ થઈને પગ પછાડતો પછાડતો જેલમાં જાય છે અને ઈશાનને જીવતો નહીં છોડવાની પોતાના મનમાં ગાંઠ વાળી દે છે.

બપોર થતાં થતાં તો અપેક્ષા હૉસ્પિટલ પહોંચી જાય છે અને ઈશાનના મૉમને ઘરે જઈને આરામ કરવા માટે કહે છે.

ઈશાનના મૉમ પણ ઈશાનને આ હાલતમાં છોડીને ઘરે જવા તૈયાર નથી પણ ઈશાન તેની મૉમને કહે છે કે, " મૉમ તમે ઘરે જઈને આરામ કરો અને આમેય મને અપેક્ષાની કંપની વધારે ફાવશે." એટલે ઈશાનની મૉમ બંનેને એકલા છોડીને ઘર તરફ રવાના થાય છે.

ધૂંઆપૂંઆ થઈને સમસમી રહેલો શેમ પોતાના માટે વકીલ રોકે છે અને જામીન ઉપર છૂટવા માટે કોર્ટમાં અરજી કરે છે.

શું શેમના જામીન મંજૂર થશે? શેમ ઈશાનની ઉપર બીજો હુમલો તો નહીં કરાવેને? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
12/8/21