“ખબર નહીંભાભીએ પણ ક્રિતી સાથે સુસાઇડ કરી લીધું.”રિકીએ ભાવુક થતાં કહ્યું.
કબાટની પાછળ ઉભેલી પ્રીતિની આંખો ક્રોધથી લાલ થઇ ગઇ.અચાનક સ્ટોરરૂમની બારણું આપમેળે બંધ થઇ ગયું અને પ્રીતિ કબાટ પાછળથી જ બોલી, “શું તું એ બધું ભુલી ગયો?”
અચાનક આવેલાં આ ભયાનક અને ઘોઘરા અવાજથી બધા ડરી ગયાં.
…
રાત્રીનાં અઢી વાગ્યાં હતાં. પ્રીતિ અને ક્રિતી ઉપરનાં રૂમમાં સૂતાં હતાં. તેમનાં ઘરનો ડોરબેલ વાગ્યો.
“અત્યારે કોણ હશે?”પ્રીતિએ વિચાર્યું.ત્યાં જ તેનાં મોબાઇલની રિંગ વાગી અને સ્ક્રીન પર એક નામ દેખાણું.
“આ સમયે કેમ ફોન કર્યો હશે?”.પ્રીતિએ મોબાઇલમાં નામ વાંચીને કહ્યું.
….
હા, ખોલું છું. એટલું કહી પ્રીતિએ પોતાનો મોબાઇલ બાજુમાં મુક્યો.મોબાઇલમાં રિંગ વાગવાથી ક્રિતી પણ ઉઠી ગઇ.
પ્રીતિએ ક્રિતીનાં માથાં પર હાથ ફેરવ્યો અને કહ્યું, “બેટા, તું સુઇ જા. હું દરવાજો ખોલીને હમણાં આવું.”
“ના મમ્મી, હું પણ તારી સાથે આવીશ.મને એકલાં બીક લાગે.”ક્રિતીએ કહ્યું.
“હા ચાલ.”પ્રીતિ ક્રિતીને તેડી નીચે ગઇ અને તેને સોફા પર બેસાડી દરવાજો ખોલ્યો.સામે ઉભેલી વ્યક્તિને ગભરાયેલ જોઇ તેણે પૂછ્યું, “રિકી, શું થયું?તું કેમ આટલાં ગભરાયેલો છો?”
“ભાભી, મને ફટાફટ અંદર આવાં દો. એ લોકો આવતાં જ હશે.”એટલું કહી રિકી અંદર આવ્યો.
પ્રીતિ પાછળ ફરી બારણું બંધ કરવા ગઇ ત્યાં તો રિકી ચિલ્લાયો, “ના ભાભી,દરવાજો બંધ ન કરો.”
“કેમ?”પ્રીતિએ રિકી સામે જોઇને પૂછ્યું.
“કારણકે તું બારણું બંધ કરી દઇશ તો મારાં માણસો કેવી રીતે અંદર આવશે.”રિકીએ ક્રુરતાંભર્યું હસતાં કહ્યું.હજું તો પ્રીતિ કંઇ સમજે એ પહેલાં જ રિકીએ પ્રીતિનાં ગાલ પર એક તમાચો મારી દીધો. તમાચો લાગવાથી પ્રીતિનાં હોઠ પાસેથી લોહી નીકળવા લાગ્યું. તે નીચે બેસી પડી. આ બધું જોઇ રહેલી ક્રિતી દોડીને તેની મમ્મી પાસે આવવા ગઇ પરંતુ રિકીએ તેને પકડી લીધી અને પોતાના ચારેય માણસોને અંદર બોલાવી લીધાં.
પ્રીતિને થપ્પડ લાગવાથી તમ્મર આવી ગયાં.તેણે ઉભી થવાનો પ્રયત્ન કર્યો પણ તે નિષ્ફળ રહી. તે બેઠાં બેઠાં જ બોલી, “રિકી, તું આ શું કરી રહ્યો છે?હું તારી ભાભી છું.”
“હું તને મારી ભાભી નથી માનતો.”રિકીએ ગુસ્સાથી કહ્યું અને ક્રિતીને બોડીગાર્ડને સોંપી.
રિકીએ પ્રીતિનો હાથ જોશથી પકડી અને તેને ઉભી કરી.
“તે મારાં ભાઇને તારી જાળમાં ફસાવ્યો હતો. તેથી જ જે ભાઇ મને કોઇ ઠપકો આપે એ પણ સહન ન કરતો એ જ ભાઇ મારાં પર તારાં લીધે ચિલ્લાયો હતો.”રિકીએ કહ્યું.
“નહીં રિકી, તું મને ખોટી સમજી રહયો છે.”
“નહીં, તને સમજવામાં મેં કંઇ પણ ભુલ નથી કરી.તે એક એક કરીને બધાને મારાથી દુર કરી નાખ્યા અને એટલું ઓછું હોય તેમ ભાઇની મૃત્યું બાદ તેનાં નામે જે પણ પ્રોપર્ટી હતી એ તે તારાં નામે કરાવી લીધી.”
“તું આ બધું શું બોલી રહ્યો છે અને એ પણ આ સમયે. હું હમણાં જ પપ્પાને ફોન કરું છું.”પ્રીતિએ કહ્યું. તેણે પોતાનો ફોન લેવાં ખિસ્સામાં હાથ નાખ્યો પણ તેને યાદ આવ્યું કે તે ફોન તો ઉપર જ ભુલી ગઇ છે. તેથી તેને લેન્ડલાઇનમાં નંબર ડાઇલ કર્યો પણ લેન્ડલાઇન બંધ હતી. તેણે રિકી સામે જોયું. રિકી હસ્યો.
“મેં પહેલાથી જ લેન્ડલાઇનનું વાયર કાપી નાખ્યું છે અને તને ફોન કર્યાં બાદ નેટવર્ક જામર પણ લગાઇ દીધું છે. એટલે ના તું કોઇને ફોન કરી શકીશ કે ના કોઇ તને.”
“પણ કેમ?તું શું ઈચ્છે છે?”પ્રીતિએ ઉદાસ થઇને પુછ્યું.
રિકી તેની પાસે ગયો અને તેની બોચી જોશથી પકડી.
“આ બધી પ્રોપર્ટી,જે તારાં નામે છે.”રિકીએ કહ્યું.
“જો આ વાતની મમ્મી-પપ્પાને ખબર પડશે તો તેઓ તને ક્યારેય માફ નહીં કરે.”પ્રીતિએ કહ્યું.
રિકી હસ્યો અને કહ્યું, “ખબર પડશે તો ને.”તેણે પ્રીતિને ધક્કો માર્યો અને પોતાના ખિસ્સામાંથી ગન કાઢીને ક્રિતી તરફ તાકી અને ક્રુરતાથી કહ્યું, “હું જે પેપરમાં કહું એમાં ચુપચાપ સાઇન કરી દે નહીં તો ક્રિતીને મારી ગોલીથી કોઇ નહીં બચાવી શકે.