ગાર્ગી, તું ? અહીં કેમ ? તું અહીં શું કરે છે ?
ગાર્ગી એ પાછળ વળી જોયું તો વેદ અને અક્ષર ઊભા હતા. વેદનાં ચેહરા પર અકળામણ અને ગુસ્સો સ્પષ્ટ દેખાતા હતા.
"વેદ,જે તું અહીં કરવા અહીં આવ્યો છે, એ જ હું પણ અહીં કરવા આવી છું,કિવા ને શોધવાં." ગાર્ગીની આંખમાં ઝળઝળીયાં હતા.
"પણ, પણ ગાર્ગી તને અહીં કિવા છે તેની ખબર કેમ પડી?"વેદ આશ્ચર્યચકિત હતો.
"તું ફોન કટ કરતા ભૂલી ગયો ત્યારે મેં તારી અને અક્ષર ભાઇ વચ્ચેની વાતચીત સાંભળી લીધી હતી."
"ભાભી,તમારે અહીં આવવાની જરૂર ન હતી, અહીં બહુ મોટું ષડયંત્ર ચાલે છે. કોઈ ભયાનક સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે."અક્ષર બોલ્યો.
"હા, બની શકે કે ભયંકર આફત આવે, આપણા દુશ્મનો ખતરનાક હોય શકે. પણ હું એટલા ખાતર ' કિવા' ને આફતમાં છોડી દઉં!"
"પણ અમે બંને અહીં છીએ ને તો તારે આફતમાં મુકાવાની શી જરૂર છે?"વેદ કંઈક ગુસ્સામાં બોલ્યો.
"વેદ, પહેલી વાત તો એ કે હું કોઈ અબળા નથી, ને ' કિવા' ની જેટલી જવાબદારી તારી છે એટલી જ મારી છે. હું કોઈ સંજોગોમાં પાછી નઈ જાઉં."
"ગાર્ગી, હું તને અબળા માનતો પણ નથી. બસ, મને તારી ચિંતા થાય છે, એટલે તને આ બધામાં ન ફસાવાનું કહેતો હતો.પણ જેવી તારી મરજી."વેદ નીચું જોઇ ગયો.તેનાં ચહેરાં પર કિવાને નાં બચાવી શકવાની નિષ્ફળતા સ્પષ્ટ દેખાતી હતી.
--------------------------------------------------------------
વેદ ને અક્ષર ઘણા સમયથી દોસ્ત હતા. અક્ષર એ હંમેશાં વેદ ને ઉત્સાહમાં જ જોયો હતો. કોલેજમાં પણ વેદની છાપ એવી હતી કે કોઈ તેને હેરાન કરવાનુ વિચારતું પણ નહી.નાં, તે ગુંડો ન હતો, કે ક્યારેય ગુંડાગર્દી નહોતી કરી.હા, પણ કોઈ હેરાન કરવા આવે તો બરાબર ની મજા પણ ચખાડે. ને અંજાય તો કોઈ થી પણ નહી.
એક વખત જ્યારે વેદ ફર્સ્ટ યર માં હતો,ત્યારે થર્ડ યર સ્ટુડન્ટ્સ એ વેદ અને તેના ફ્રેન્ડ્સનું રેગિંગ કરવાની કોશિશ કરી હતી.પણ વેદે એ લોકોની બરાબરની ધોલાઇ કરી અને એ લોકોની ફરિયાદ પણ કોલેજ ઓથોરિટી ને કરી દીધી. ત્યારથી તે એન્ટી રેગિંગ કમિટીનો મેમ્બર હતો.
ગમે તે પરિસ્થિતિ હોય, વેદ એ હંમેશા તેનો હિંમતથી સામનો કર્યો. તે કોલેજમાં હતો ત્યારે જ તેણે મમ્મી- પપ્પા ને એક એક્સિડન્ટમાં ગુમાવી દીધા હતાં. તે પછી આર્થિક પરિસ્થિતિ બગડી છતાં, ક્યારેય તેણે કોઈ ની મદદ નહોતી લીધી.
આજે વેદ મુંબઈની પ્રખ્યાત કંપનીમાં H.R. મેનેજર ની પોસ્ટ પર હતો.
_____________________________________
"Ok. વેદ અને ભાભી,તો હવે આપણે આગળનો પ્લાન વિચારીએ."
" અક્ષર ,મને લાગે છે કે જરૂર કંઇક તો છે જ, જે કદાચ આપણે નજરઅંદાજ કરી રહ્યા છે. પણ અહીં 'હર કી પૌરી '.માં આટલી ભીડ વચ્ચે આપણે કેવી રીતે વાત કરશું?"
"હા, અક્ષર ભાઈ વેદ સાચું જ કહે છે. આપણે મે અહીં નજીકમાં જ રૂમ બુક કરાવ્યો છે, ત્યાં જઈને વાત કરીએ."
"હં અ અ", અક્ષર કંઇક તંદ્રામાં બોલ્યો.
શું થયું અક્ષર?
"વેદ, હું એવું વિચારું છું કે, આપણે રૂમ પર જવાને બદલે કોઈક એવી જગ્યાએ જવું જોઈએ કે જ્યાં માણસો નહિવત્ હોય ને એટલી શાંતી પણ હોય કે આપણે વાત સરળતાથી કરી શકીએ."
"પણ, અક્ષર ભાઈ આપણે રૂમ પર શાંતિથી વાત કરી શકીએ ને!"
"ભાભી, મને અત્યારે એવું લાગે છે કે થોડો વખત તમે બધાની નજર સામે ન આવો.અને જાહેરમાં પણ આપણે ત્રણેય વધારે નાં મળીએ."
"અક્ષર, શું થયું?તું આવું કેમ કહે છે?'