Education in Gujarati Children Stories by Bhanuben Prajapati books and stories PDF | શિક્ષણ

Featured Books
Categories
Share

શિક્ષણ

એક ચકી અને ચકો રહેતા હતા .બાજુમાં એમનું નવું પાડોશી કોયલબેન રહેવા આવ્યા આ કોયલબેનને બે બાળકો હતા અને બંને નાના બચ્ચા હતા .ચકો અને ચકી રોજ કોયલબેનના બચ્ચાને જોતા હતા તો રોજ સાંજ પડે અને બંને બચ્ચાને લઈને કોયલબેન્ ભણાવવા બેસી જાય અને રોજ નવું નવું શીખવે,ચકો અને ચકી દરરોજ જોઈ રહેતા.

ચકી ચકાને કહે ;કોયલ બેન તેમના બચ્ચા ને રોજ કેવું સરસ ભણાવે છે આપણે તો આપણા બચ્ચાને કંઈપણ શીખવાડતા નથી.

ચકો કહે ;પણ મને ક્યાં કશું આવડે છે!

ચકી કહે; ભલે ન આવડતું હોય આપણે કોયલબેન ને વાત કરીએ કે આપણા બંને બચ્ચા છે એમને પણ ભણાવે અને એના બદલામાં આપણે એમને અનાજના દાણા લાવીને આપી દઇશું.

ચકોકહે ;એ વાત સાચી છે, તે બહુ સરસ વાત કરી. આજે જ હું વાત કરું બંને જણા ચકો અને ચકી કોયલબેન પાસે ગયા અને કહેવા લાગ્યા; તમારા નાના બચ્ચા છે એમની જોડે મારા બે બચ્ચા ને ભણાવો છો ને??

કોયલબેન કહે; કેમ નહીં! શિક્ષણ આપવું એ તો સારી બાબત છે .હું તો મારા બંને બચ્ચાને ભણાવી રહી છું એની બાજુમાં તમારા બે બચ્ચા બેસી રહેશે . તમને વાંધો ન હોય તો એક વાત કહું??


ચકો અને ચકી કહે; અમને કહો શું વાત છે?

કોયલ બેન કહે; તમે પણ ભણવા આવવું હોય તો તમે પણ આવીને ભણી શકો છો તમે ભણશો તો તમે પણ તમારા બચ્ચાને ભણાવી શકશો.

ચકો ,ચકી હસવા લાગ્યા !!

કોયલ બેન કહે;અરે તમે હસો નહિ. જુઓ મારા બંને બચ્ચા ને હું ભણાવી રહી છું ને ..

ચકો કહે ;એ વાત સાચી !પણ લોકો શું કહેશે! આપણા સમાજમાં લોકો વાતો કરે એ અમારા ચકો ,ચકી ગાડાં થઈ ગયા છે તે ભણવા માટે ગયા છે.

કોયલ કહે; પહેલાતો મારા સમાજમાં બહુ વાતો કરતા હતા કે કોયલબેન ને આ ભણવાની ઉંમર છે એવું કહેતા હતા. પરંતુ મેં તો કોઈ વિચાર કર્યો નથી અને ભણવા આવી ગઈ અને આજે મારા બંને બચ્ચાને શિક્ષણ આપી રહી છું .

ચકો.,ચકી કહે;એ વાત સાચી કોયલ બેન, ચકી આપણે આવતીકાલે ભણવા આવીશું.

કોયલ બેન ન,મ,ગ,જ ભણાવે અને ચકો ચકી તેમના બાળકો અને કોયલના બંને બાળકો આ શીખવા લાગ્યા.

બધાને મજા પડી ગઈ .શિક્ષણ કેટલું મહત્વ છે ચકો ,ચકી જ્યારે વાંચવા લાગે ત્યારે થયું. નાનપણથી મહેનત કરીને આપણે ભણ્યા હોત તો આજે કેટલા બધા આગળ હોત.

કોયલ બેન કહે; જાગ્યા ત્યારથી સવાર હવે આપણે નિયમિત રીતે તમારે ભણવાનું છે બીજું કઈ વિચારવાનું નથી.

કોયલબેન કહે; મિત્રો ભણવાની કોઇ ઉંમર હોતી નથી કદાચ તમે નાનપણમાં ભણવાનું છોડી દીધું હોય તો પણ તમે ફરીથી શિક્ષણ ચાલુ કરીને ભણી શકો છો શિક્ષણનું જીવનમાં ખૂબ જ મહત્વ છે.

ઘણા લોકો ની ઉંમર થઈ જવાથી એ અભ્યાસ કરવાની ના પાડતા હોય છે પરંતુ શિક્ષણ માટે કોઇ ઉંમર હોતી નથી અને શિક્ષણ મેળવવું એ દરેકનો જન્મસિદ્ધ અધિકાર છે ભલે તમે કોઈ કારણવશ ભણવાનું છોડી દીધું હોય કે સ્થળાંતરના લીધે તમારા શિક્ષણમાં વિક્ષેપ આવ્યો હોય તો પણ તમે ફરીથી કોઈ પણ સ્કૂલમાં દાખલ થઈને શિક્ષણ પ્રાપ્ત કરી શકો છો આ દુનિયામાં કેળવણી વગરનું જીવન નકામું છે અને શિક્ષણ શીખવાની કોઇ ઉંમર હોતી નથી કદાચ વારંવાર નાપાસ થવાના કારણે તમે શિક્ષણ છોડી દીધો હોય તો ફરીથી શરૂ કરી શકાય છે અને ફરીથી નાપાસ થવાય એવું વિચારાય પણ નહીં જીવનના અઘરા પાઠ આપણને કેળવણી દ્વારા જ શીખી શકાય છે એટલે જે કોઈને અધુરુ શિક્ષણ હોય તે ફરીથી શરૂ કરીને અભ્યાસ કરી શકાયઃ છે અને વાંચતા લખતા પણ શીખવું હોય તો પણ આ ઉંમરે શીખી શકાય છે તમારી આજુબાજુમાં કોઈ સારા એવા શીખવનાર હોય તો તમારે પ્રયાસ કરવો જોઈએ



આભાર
ભાનુબેન બી પ્રજાપતિ