(કિઆરા,વિન્સેન્ટ અને અર્ચિતે રોનક તથા હિરેનની ધોલાઇ કરીને સત્ય જાણ્યું.તેમણે ડોક્ટરનું સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કર્યું.તેમને જાણવા મળ્યું કે આ બધાની પાછળ અકીરાનો હાથ છે.અકીરાને કિઆરાના કહેવા પર હિરેન તેના ઘરે બોલાવે છે.)
કિઆરા,વિન્સેન્ટ અને અર્ચિત રોનક તથાં હિરેનને લઇને હિરેનના ઘરે પહોંચ્યાં.
કિઆરા હવે અકીરાનો અસલી ચહેરો એલ્વિસ સામે લાવવા માંગતી હતી.તેણે વિચાર્યું,
"તેમને બહુ વિશ્વાસ છે તે હિરોઈન પર.હવે જ્યારે તેમની સામે તે હિરોઈનનો અસલી ચહેરો આવશે ત્યારે તેમને ખબર પડશે."કિઆરા એલ્વિસના વર્તનથી નારાજ હતી.
થોડીક જ વારમાં ઘરનો બેલ વાગ્યો.કિઆરાએ અકીરાની પાસે શું શું બોલવાનું છે તે બધું જ હિરેનને સમજાવી રાખ્યું હતું.વિન્સેન્ટ,કિઆરા અને અર્ચિત રોનકને લઈને છુપાઇ ગયા.કિઆરા અંદર આવી.તેને જોઇને વિન્સેન્ટ અને કિઅારા આઘાત પામ્યાં.
મેકઅપ વગર અને સાદા કપડાંમાં તે સાવ ગંદી લાગતી હતી.આંખો નીચે ખાડા,ચહેરા પર ખીલ અને ડાધાવાળો ચહેરો.
"જોયું,આ હિરોઈન મેકઅપ વગર કેવી ડરામણી લાગે છે?છતાં પણ તમારા સુપરસ્ટારને તે જ ગમે."કિઆરાએ વિન્સેન્ટના કાનમાં ગુસપુસ કર્યું.વિન્સેન્ટે તેને ચુપ રહેવા ઇશારો કર્યો.
અકીરા આવીને હિરેન સામે બેસી અને ગુસ્સામાં બોલી,"મારી પાર્લરની એપોઈન્મેન્ટ હતી.તે કેન્સલ કરીને આવી છું.જલ્દી બોલ શું કામ હતું?"
"દીદી,મને રૂપિયા જોઇએ છે.તમે જે આપ્યાં હતાં તે આટલા મોટા કામ માટે ખૂબજ ઓછા હતાં.એલ્વિસ બેન્જામિન ગે છે આ સમાચાર ફેલાવવા એ નાનું કામ નથી.પકડાઇ જઇશ તો તે બદનક્ષીનો દાવો માંડશે અને મારે જેલ જવું પડશે."હિરેન આ બોલ્યો તો ખરા પણ તેને ખબર હતી જ કે તેને તેની બહેન સાથે જેલ જવું જ પડશે.
"ખબર જ હતી મને ,લે આ બીજા પાંચ લાખ અને હવે થોડાક દિવસ ક્યાંક જતો રહે."અકિરા ગુસ્સે થઇને બોલી.તેણે તેના પર્સમાંથી પાંચ લાખ રોકડા આપ્યા.
આ બધું જ રેકોર્ડ થઇ રહ્યું હતું.
"બાય ધ વે દીદી,તમારા કહ્યા પ્રમાણે સમાચાર તો ફેલાઇ ગયા હોવા છતાં તમે કેમ ગુસ્સે છો?એલ્વિસની પાછળ બધાં હસે છે હવે."હિરેને કિઆરાના કહ્યા પ્રમાણે પુછ્યું.
"મારા ધાર્યા પ્રમાણે જ બધું થાત પણ એલ્વિસની ગર્લફ્રેન્ડે બધું જ બગાડી નાખ્યું."અકિરાએ તેની સાથે શું શું થયું તે બધું જ કહ્યું.આ સાંભળીને કિઆરા અને વિન્સેન્ટને હસવું આવ્યું.
"જે પણ હોય એલ્વિસના મનમાં મારા માટે સોફ્ટ કોર્નર છે જ.તેણે તેની ગર્લફ્રેન્ડને ખખડાવી હશે.ખેર મારો પ્લાન હતો કે એલ્વિસ અને મારું નામ જોડાય પહેલા આ વાત અફવા હોય પણ ધીમેધીમે હું તે અફવાને સત્યમાં ફેરવી દઉં.તેમા પણ એકવાર એલ્વિસ અને મારી વચ્ચે રીલેશન થાય પછી તેણે મારી સાથે લગ્ન કરવા જ પડે.હું તેને મારી સુંદરતાની જાળમાં ફસાવી લઉં પણ બધું જ નકામું થયું."અકીરાની વાત પર કિઆરા પોતાનું હસવું ખાળી ના શકી અને બહાર નીકળી.
તેને જોઇને અકીરા આઘાત પામી.
"હિરેન,આ કોણ છે?"અકીરા બોલી.
"અકીરા,મારું નામ કિઆરા લવ શેખાવત.હું કોણ છું કોણ નહીં તે જાણીને તને કોઇ જ ફાયદો નથી.તું શું બોલી?તું એલને તારી સુંદરતાની જાળમાં ફસાવીશ.આ સાંભળીને જ મને કેટલું હસવું આવે છે."કિઆરા ખડખડાટ હસી પડી.અકીરા ડઘાઇ ગઇ.
વિન્સેન્ટ બહાર આવ્યો,"કિયુબેબી,અકીરા સાચું જ તો બોલી.તેના આ પહાડ જેવા ખીલમાં,આંખોની નીચેના ગાઢ કાળા કુંડાળામાં અને આ ઉબડખાબડ ગાલમાં બિચારો મારો એલ ખોવાઇ જ જાયને.આ ખીલના પહાડમાં લટકી જાય અને કાળા કુંડાળામાં ગુમ થઇ જાય બિચારો."વિન્સેન્ટે કહ્યું.
તેની વાત પર કિઆરા,અર્ચિતની સાથે રોનક અને હિરેનને પણ હસવું આવ્યું.અકીરા ગુસ્સામાં લાલચોળ થઇ રહી હતી.
"વિન,આપણે સોશિયલ મીડિયા પર તેની આવી એક સેલ્ફી લઇને મુકીએ તો?"કિઆરાએ કહ્યું.
"કિયુ,બેસ્ટ આઇડીયા પણ સેલ્ફી કોઇ એવા એકાઉન્ટમાંથી મુકીએ કે તુરંત જ વાયરલ થાય."અર્ચિતે કહ્યું.
"હા,આ દીદીના ભાઇનું એકાઉન્ટ બેસ્ટ રહેશે."આટલું કહીને કિઆરાએ હિરેનનો મોબાઇલ લીધો અકીરાની એક સેલ્ફી લઈને હિરેનના ઇન્સ્ટા અને એફ.બી એકાઉન્ટ પર કેપ્શન સાથે મુકી.કેપ્શન હતું "મે ઇતની સુંદર હું મે ક્યાં કરું?"
"હાઉ ડેર યુ? અને તું છે કોણ?"અકીરાએ કિઆરાને થપ્પડ મારવા હાથ ઉગામ્યો.કિઆરાએ તેનો હાથ પકડીને એવો મરોડ્યો કે તેના મોંઢામાંથી ચિસ નીકળી ગઇ.તેણે અકીરાને પેટમાં એક લાત અને ગાલ પર બે સણસણતા થપ્પડ માર્યા.થોડીક જ વારમાં મીડિયા અને પોલીસ ત્યાં આવી પહોંચી.
કિઆરા,વિન્સેન્ટ અને અર્ચિતે,મીડિયા સમક્ષ રોનક,હિરેન અને અકીરા વાળો વીડિયો રેકોર્ડિંગ પોલીસ અને મીડિયાને બતાવ્યો.તેમણે તે ડોક્ટર વાળો વીડિયો પણ મીડિયાને તથા પોલીસને બતાવ્યો.
પોલીસે હિરેન,રોનક અને અકીરાને એરેસ્ટ કર્યા.વિન્સેન્ટે તેમની વિરુદ્ધ એક.આઇ.આર નોંધાવી.
તમામ ન્યુઝ ચેનલમાં એક જ બ્રેકિંગ ન્યુઝ હતા.
"ન્યુકમર એકટ્રેસ અકીરાએ એલ્વિસ બેન્જામિનને પામવા સાવ હલ્કી કક્ષાનો આરોપ તેની પર લગાવ્યો.આ વીડિયોમા તે પોતે તેના કરેલા કાળા કામને સ્વિકારે છે.આ વાત પર પ્રકાશ પાડનાર વિન્સેન્ટ ડિસોઝા અને તેમણે રોકેલા બે પ્રાઇવેટ ઇન્વેસ્ટીગેટર છે."
અકીરાને પોલીસ લઇ જતી હતી.તેણે પોલીસને કહ્યું," સર,એક મિનિટ મારે તે છોકરી સાથે વાત કરવી છે."પોલીસે હકારમાં માથું હલાવ્યું.
અકીરા કિઆરા પાસે આવી.
"તું એ જ છે ને જે સવારે એલ્વિસના ઘરે હતી?"અકીરાએ પુછ્યું
"હા એ હું જ હતી અને તારી હાલત ખરાબ કરવાવાળી પણ હું જ હતી.મને તારા ખરાબ ઈરાદા સમજાઇ ગયા હતા.એલ મારા દોસ્ત છે.હું તેમને તારા જેવી સ્ત્રીની જાળમાં ના ફસાવવા દઈ શકું."કિઆરાએ કહ્યું.
" એક વાત કહું,એલ તારા નાટકો કેમ સહન કરતો હતો તે કદાચ હું સમજી શકું છું.તે તારી સુંદરતાથી આકર્ષાઇ ગયો હશે અને તેને પ્રેમ સમજવાની ભુલ ના કરતી.સાચું કહું તું એક અણધણ છોકરી છે.તારી અને એલની કોઈ જ બરાબરી નથી.તે સ્ટાર છે ડેશિંગ સુપરસ્ટાર અને તું મામુલી છોકરી.જે વાતે વાતે તેને માત્ર નીચું દેખાડવાની જ હરકતો કરીશ.તારા પર એલ્વિસને ક્યારેય ગર્વ નહીં થાય.
તમારો પ્રેમ અંતે એક ખરાબ ઝગડા અને બ્રેકઅપમાં પરિણમશે.તારી ભુલો અને નાદાનીને ઢાંકતા ઢાંકતા એલ્વિસ કંટાળી જશે અને તને છોડી દેશે.તારા કારણે અને તારી પાગલો જેવી હરકતોને કારણે તેનું સુપરસ્ટારનું બિરુદ છિનવાઇ જશે.તારામાં સુંદરતા તો છે પણ કોઇ ગ્રેસ નથી.યુ નો વોટ,મારી આ વાત પર તને ગુસ્સો કેમ ના આવ્યો ખબર છે? કેમ કે હું સાચું બોલી રહી છું."આટલું કહીને કિઆરાની વાત સાંભળવા પણ અકીરાના રોકાઇ.કિઆરાની આંખમાં આંસુ આવી ગયા.
"હા સાચું જ કહે છે.હું સુંદર છું પણ મારી અંદર કોઈ ગ્રેસ કે સ્ટાઇલ નથી.અણધણ છું સાવ,ગુસ્સો કરું છું ,તોડફોડ કરું છું."કિઆરાના આંસુનો બંધ તુટી જાય તે પહેલા તે અર્ચિત પાસે ગઇ અને કહ્યું,"અર્ચુ,મને ઘરે ડ્રોપ કરી દેને."
"હેય કિઆરા,એલ તરફથી હું સોરી કહું છું એક વાર ઘરે આવીને તેને મળી લેને."વિન્સેન્ટે કહ્યું.
"સોરી વિન,મને લેટ થાય છે.દાદી અને દાદુ રાહ જોતા હશે.બાય."આટલું કહીને કિઆરા અર્ચિતનો હાથ પકડીને નીકળી ગઇ.બાઇક પર બેસતા જ તે અર્ચિતને પાછળથી વળગીને રડી પડી.અર્ચિતનું ઘણું પુછવા છતાં તેણે તેને કશુંજ ના કહ્યું.અર્ચિતે પણ તેને રડવા દીધી.
અર્ચિત જાનકીવિલામાં ગયો.જાનકીવિલામાં એલના નિર્દોષ અને નોર્મલ હોવાના સમાચાર આવી પહોંચ્યા હતા.શિવાની કાકીને ખબર પડી ગઇ હતી કે કિઆરા એક સારી ઇન્વેસ્ટીગેટર હતી.કિઆરાને આ બધી વાતથી કોઇ ફરક નહતો પડતો તે પોતાના રૂમમાં જતી રહી.તેણે જમવાની કે કોઇને મળવાની ના પાડી દીધી.
અર્ચિત તેની પાછળ રૂમમાં ગયો.
"કિયુ,શું વાત છે?પેલી હિરોઈને તને એવું તો શું કહ્યું કે તું આટલી દુખી થઇ ગઇ."અર્ચિતનું આ પુછતા જ કિઆરા તેને ગળે વળગીને રડવા લાગી.તેણે રડતા રડતા બધું જ કહ્યું.બહાર ઊભેલા દાદુ બધું જ સાંભળી રહ્યા હતાં.
"મારી કિઆરા તો આકાશમાં તે સ્ટાર છે ને તેનાથી પણ મોટી સ્ટાર છે.કિઆરા ,તે બે કોડીની હિરોઈનની વાત પર દુખી થાય છે પણ તારા ભાઇ અને દાદુની વાત પર વિશ્વાસ નથી.પુરી વાત જણાવ મને."દાદુએ પુછ્યું.
કિઆરાએ બધી જ વાત કહી.
"ઓહ,તું તો ખરેખર જોગમાયા છો.વાહ,મારી પૌત્રી જોરદાર છે.કિઆરા,એક વાત સાચી છે કે અતિથિ દેવો ભવઃ પણ જમાનો બદલાઇ ગયો છે અને જો અતિથિ તમારી તિથી અને દશા ખરાબ કરવા આવ્યા હોય તો થોડી મજા ચખાડવી ઇઝ નોટ બેડ.
બાકી રહી પ્રેમની વાત તો મારી અનુભવી આંખો એલ્વિસની નજરમાં તારા માટેનો પ્રેમ મને પહેલા જ દેખાઇ ગયો હતો.તારો આ દાદુ પ્રેમનો દુશ્મન નથી પણ એક કામ કર,તું થોડા દિવસ તેનાથી દુર રહે તેની સાથે વાત ના કર અને પછી તને શું અનુભવાય છે તે કહે.
એક વાત સત્ય એ છે કે ઊંમર ,સ્ટેટ્સ,સ્વભાવ અને બધીજ રીતે તમે એકબીજાથી અલગ છો.બે દિવસ એકબીજાની આટલી નજીક રહ્યા પછી હવે અલગ રહીને પણ જોઇ જોવો.
બાકી એક વાત સાંભળી લે તું જે પણ કરીશ તેના પર તારા દાદુને વિશ્વાસ છે અને તારો દાદુ હંમેશાં તારી સાથે છે."
"ઓ.કે દાદુ,એક વાત સાચી છે કે તેમની અને મારી કોઈ જ સરખામણી નથી.બેટર છે કે હું તેમને ઇગ્નોર કરું પણ દાદુ મે તેમનું બહુ જ નુકશાન કર્યું.હું તમારા કે ડેડ પાસેથી રૂપિયા લેવા નથી માંગતી.મારી પાસે જે રૂપિયા છે તેમાંથી જ હું કઇંક કરવા માંગુ છું જેમકે ભરપાઈ."કિઆરાએ કહ્યું.
"તે તારા દાદુ પર છોડી દે.કાલે સવારે મારી સાથે આવજે.અર્ચુ ,તું પણ આવજે."દાદુએ સસપેન્સ ક્રિએટ કરતા કહ્યું.
*****
અહીં કિઅારાના ગયા પછીથી એલ્વિસ કિઆરાએ પહેરેલું તેનું ટીશર્ટ ગળે લગાવીને પોતાના રૂમમાં અેકલો બેસેલો હતો.વિન્સેન્ટ તેની પાસે અાવ્યો.તેને દુખી જોઇને વિન્સેન્ટે તેને ગળે લગાવી દીધો.
તેણે ન્યુઝ ચેનલ ઓન કર્યા.ટીવી પરના બ્રેકિંગ ન્યુઝ જોઇને તે આઘાત પામ્યો.વિન્સેન્ટે તેને આજે થયેલી બધી જ વાત જણાવી.એક વાત છોડીને એ કે અર્ચિત કિઆરાનો ભાઇ છે.
એક તરફ એલ્વિસ કિઆરા પર ગર્વ અનુભવી રહ્યો હતો જ્યારે બીજી તરફ કિઆરા સાથે કરેલા વર્તન પર તેને અફસોસ હતો.અકીરા પર તેને ખૂબજ ગુસ્સો આવી રહ્યો હતો.
"મને કિઆરા સાથે વાત કરવી છે.હું તેને ફોન કરું?"એલ્વિસે પુછ્યું.
"તું ઇચ્છે તો ફોન લગાવી શકે છે પણ તે તારો ફોન નહીં ઉપાડે.મે તને પહેલા જ કહ્યું હતું કે તું ખૂબજ રુડ હતો.છેલ્લે અકીરા તેને ખબર નહીં શું કહીને ગઇ.તે ખૂબજ દુખી હતી."વિન્સેન્ટે કહ્યું.
"હું શું કરું તેને મનાવવા?"એલ્વિસે પુછ્યું.
"મને નથી લાગતું કે તે તારી સાથે વાત કરે.ઓલ ધ બેસ્ટ એલ.આ કામ તારે એકલાએ કરવાનું છે."આટલું કહીને વિન્સેન્ટ જતો રહ્યો.
એલ અને કિઆરા વચ્ચે વાત થશે?
દાદુનો પ્લાન શું હશે?
જાણવા વાંચતા રહો.