The Author Brijesh Mistry Follow Current Read કોફી ટેબલ - 3 By Brijesh Mistry Gujarati Fiction Stories Share Facebook Twitter Whatsapp Featured Books Passion - 16 ( Last Part ) Bhatnagar ji was astonished. He just found out that there wa... Love at First Slight - 27 Scene: Three Years LaterIt had been three years since Rahul... Secret Affair - 14 As the seasons changed, Inayat and Ansh embraced the beauty... Met A Stranger Accidently Turned Into My Life Partner - 13 Ashitosh and Nityam too insist Riya to come in the party .Ri... Martandya, The Setting Sun. Kunti was born to king Surasena of Mathura. But as promis... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by Brijesh Mistry in Gujarati Fiction Stories Total Episodes : 5 Share કોફી ટેબલ - 3 (4) 1.1k 2.8k " અને આજે પણ...શું પ્રિયા... આજે પણ તું તારી લાગણી મારા થી છુપાવીશ.." માનવની આંખો માં કાંઈક અજીબ અહેસાસ હતો...મજદરીએ જેમ ડૂબતો માણસ એક તણખલાનો સહારો શોધતો હોય એમ એ પણ એક સાથીની ...એક સંગતની...એકલાતાં ને હરાવીને પોતાની જાતને આત્મસાત કરવી હતી...જે એક ની સાથે પોતે સપના જોયા હતા....એ સપનું તો સપનું જ રહી ગયું... અવનીની મજબૂરી હતી મારાથી દૂર જવાની...પણ પ્રિયાની શું મજબૂરી હતી... અવનીની અમારી બંને ને જોડતી કડી હતી... એ કડી તુટી જતાં વિખેરાઈ ગયાં અમે બધા.... "તારા કોઈ સવાલનો જવાબ હું આપી શકું એમ નથી...માનવ..." પ્રિયા લાગણીશીલ થઇ ને બોલી ઊઠી. " સારું વાંધો નહીં... સમય બધાંનો જવાબ આપશે... ત્યારે તું સામેથી કહીશ... અને હા... અવનીના ગુનેગારો ને સજા અપાવવી એ આપણી નૈતિક જવાબદારી છે... એના માટે મને સાચી હકિકત જણાવ..તું " માનવ અધિરો બનીને બોલી રહ્યો હતો. **** (પ્રિયાની નજરે) "એ દિવસની વાત છે...હું અને અવનીપોતાની સ્કૂલથી પાછી આવી રહી હતી ... રોજની અમારી બસ છુટી ગઈ હતી... લાંબા રસ્તે જવા કરતા ટૂંકો રસ્તો પસંદ કર્યો... એ અમારી સૌથી મોટી ભૂલ...નીચી જાતિની વસ્તી પુરી થતાંજ એક ગરનાળું આવ્યું...ત્યાં કરીમ લાલો...તેનો ભાઈ રહીમ અને એના બે દોસ્તો દેખાયા...અમે ખૂબ ડરી ગયા...અમે ઝડપથી દોડવા લાગ્યા...ત્યાંજ એ ચારેય ભૂખ્યાં વરુ ની જેમ અમારી પાછળ દોડી રહ્યાં હતાં....અને આગળની ગલીમાં એક જૂના ખંડેર જેવા મકાન મા સંતાઈ ગયા...અવની એ મને કહ્યું કે હું ઝડપથી જાઉં અને મારા પિતા ઇન્સ્પેક્ટર રણજીત રાઠોડ ને જાણ કરું... મારું મન નહોતુ માંનતું ...અવની આમ એકલી મૂકીને જવામાં...હું ના માની...ત્યાં કરીમ લાલો અમને જોઈ ગયો...અવની લાકડાનો ડંડો લઈને ઉભી થઈ ગઈ...મને સમ આપીને ત્યાંથી જતી કરી...હું દોડતી પાપા ના પોલિસ સ્ટેશન પહોંચી... જલ્દી થી એક પોલીસ અધિકારીઓ ની ટુકડી ઘટના સ્થળ પર પહોંચી ત્યારે અવનીની હાલત ગંભીર હતી... જાનવરો થી પણ વધારે જંગલી એવા એ... નરાધમો એ અવની ને ક્યાંય ની ના છોડી...મારા પિતા ઇન્સ્પેક્ટર રણજીત રાઠોડ ગુનેગારો ને સજા અપાવવા દિવસ રાત એક કરી દીધાં.... કરીમ અને રહીમ લાલો મુંબઈના કુખ્યાત ડોન સુલતાનનના દીકરા હતા...એની એટલી પહોંચ હતી કે જેલમાંથી બંને દીકરા તથા એના HIV ગ્રસ્ત દોસ્તો ને છોડાવી લીધા....થોડા વર્ષો પછી કરીમ અને રહીમ લાલા એ પિતા પર હુમલો કર્યો...ઝપાઝપી ને ગોળીબાર રહીમ લાલો માર્યો ગયો... પાપા પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા એમની હાલત જોઈ શકાય એમ નહોતી...થોડા દિવસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોતને ભેટયા હતાં....અવની ને હું તે ખૂબ રોયા હતા...કરીમ હવે એકલો જ બાકી રહ્યો છે...એના દોસ્તો નું પણ મોત થઈ ગયું છે... તે દિવસ થી હું અને અવની બંને કરીમ લાલા ને સજા અપાવવાની રાહ જોતા હતા... તું જેટલો સમય અવની સાથે રહ્યો હતો એટલા સમય માટે અવની બધું ભૂલી જતી....તારી દુનિયામાં સમાઈ જતી..." પ્રિયા થી રડી જવાયું " બસ પ્રિયા રડવાના દિવસો તો કરીમના છે...હવે આગળ શું પ્રોસેસ છે... એ જણાવ" માનવ એ પ્રિયા ને સાંતવના આપતા કહ્યું. " કરીમ લાલા પર બે ગુના છે એક તો અવની ના બળાત્કારનો અને બીજો મારા પિતા ના મર્ડરનો... પહેલા તો પોલીસસ્ટેશન જઈને... FIR કરી...કેસ ને ફરીથી ખોલાવઓ પડશે.." પ્રિયા એ કહ્યું... " સારું ...એમાં હવે મારી મદદ કેવી રીતે જોશે?" " કેસ ને કોઈ પણ કાળે બંધ નહીં થવા દેવાનો... સુલતાન પોતાના દીકરા ને બચાવવા પૂરેપૂરી કોશિશ કરશે.. પોલિટિકલ સપોર્ટ પહેલાં થી જ એની પાસે છે.." " તું જરાય ચિંતા નહીં કર ..પ્રિયા કરીમ લાલો હવે નહીં બચી શકે..." માનવ એકદમ ગુસ્સા મા બોલી રહ્યો હતો. બીજા દિવસની સવારે હું ને માનવ બંને પોલીસ સ્ટેશન પહોંચી ગયા.. કરીમ લાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ ગઈ હતી... જરૂરી સાબુતો જે થોડા બચી ગયા હતા એ પણ મેળવી લીધા હતા... ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે અવની ને ફરી થી કોર્ટ સમક્ષ હાજર થવું પડશે... તો કરીમ ને સજા અપાવી શકાશે. અવની ને મળવું અમારા બન્ને ને હતું...પરંતુ અવની અમને મળવા નહોતી મંગાતી...જેમ તેમ કરીને એના NGO વાળાનો કોન્ટેક્ટ કરીને એની સાથે વાત કરી. " હેલો... અવની..પ્રિયા બોલું છું??" " પ્રિયા..." થોડી શાંતિ છવાઈ ગઈ.. " હા બોલ... લાગે છે માનવ ને મળી લીધું તે...એમને?... " " હા માનવ મળ્યો મને... અમે તારા ગુનેગાર ને સજા અપાવવા જઈ રહ્યા છે...તારે જરૂર પડે ત્યારે કોર્ટે હાજર થવું પડશે... " " પ્રિયા...તું જાણે તો છે...હું એક ખરતું પાંદડું છું... ગમે ત્યારે ખરી જઈશ.." " બસ અવની.... એમ નહીં બોલ... તારા ગુનેગાર ને ફાંસી એ લટકતા તું જોઈશ.." " પ્રિયા..એક વાત કહું... માનવ કેમ છે... એની તબિયત સારી છે ને....મળ્યા વગર ચાલી નીકળી હતી..." " હા એ ઠીક છે..હજુ પણ આઘાત મા છે..." " તો તું એને સંભાળી લઈશ ને...બોલને પ્રિયા ...કાંઈ તો બોલ " " અવની તું જાણે તો છે... એ પાગલ છે તારા માટે... એનું હર્દય હજુ પણ તને ઝંખે છે.... આતો તે અપેલા સમ એને રોકી રહ્યા છે... નહીંતર ક્યારનો તને લેવા પહોંચી ગયો હતો... એ હજુ પણ મને સારી મિત્ર જ માને છે..." " અને તું પ્રિયા...?? હું નથી જાણતી તને એમ ... હજુ પણ માનવ ની રાહ મા લગ્ન નથી કર્યા તે.... હું તો એનો પ્રેમ ના નિભાવી શકી... પણ એને તો પ્રેમ થી જિંદગી જીવવાનો અધિકાર છે કે નહીં..." " હા ...અવની તારી વાત સાચી... પણ લાગણી નું શું... એકેવી રીતે પરાણે જન્મે..." " જો પ્રિયા... એક કમળ ના ફૂલ ને યોગ્ય વાતાવરણ મળે તો એ કાદવ મા પણ ઉગી જાય છે... પ્રેમ ની હુંફ પણ માણસ મા પ્રેમ ની લાગણી જન્માવી શકે છે... અને કોઈ અપરાધ ની ભાવના નહીં રાખ... તું કાંઈ જ ખોટું નહી કરે... ઉલ્ટા નું તું મારી પર એહસાન કરીશ... માનવ ને ખુશ રાખીને..." " અવની... એક હાથે તાળી ના પડે... માનવ હજુ એ આઘાત માંથી બહાર જ નથી આવ્યો..." " તો એને બહાર નીકળવા મા તું મદદ નહીં કરે?? " અવની ને હજુ પણ માનવ ની ચિંતા થઈ રહી હતી... અવની ને જિંદગી મા હવે બીજું કાંઈ જ નહોતુ જોઈતું... પ્રિયા ને પોતાની આ જિંદગી પણ અવની એ આપેલી અનોમોલ ભેટ જ તો હતી... જો એ દિવસે અવની ના હોત તો પોતાની શું હાલત હોત એ વિચારીને પોતે કંપી ઉઠતી...અવની સાથે ની વાત પછી હું વિચારે ચઢી ગઈ...ત્યાં જ માનવનો ફોન આવી રહ્યો હતો હું ઝબકી ને વિચારો માંથી બહાર આવી.. " હેલો...હેલો પ્રિયા....કેમ આટલી વાર લગાવી...અવની સાથે વાત થઈ...શું કેહતી હતી...એ ઠીક તો છે ને...બોલ ને યારરરર કાંઈક તો બોલ???"" માનવ થી જરા પણ રેહવા તું નહતું...એ પાગલ ની જેમ મને બધું પૂછી રહ્યો હતો... અવની સાથેની ચર્ચા એને ટૂંક મા કહી...માનવ ને આશા હતી કે...એકવાર ફરી એ અવની ને જોઈ શકશે... " તું ચિંતા નહીં કર..." માનવ ને કહી ફોન મૂક્યો મેં. **** ( માનવ નું મનોમંથન) હવેલી જેવા ઘર મા અંધારા મા માનવ સ્વિંગઇંગ ખુરશી મા બેઠો હતો.... ચીં..ચીં...ખુરશીનો અવાજ સ્પષ્ટ આવી રહ્યો હતો....લાઈટનો ઝીણો પ્રકાશ ઓરડા ના એક ખૂણામાંથી આવી રહ્યો હતો...માનવ કોઈ સ્થિતિ મા જ નહોતો...એને ચારે બાજુ અવની જ દેખાતી હતી.. અવની...અવની.... " હા માનવ...અહીં જ છું...તારી પાસે જ છું....તારા મા સમાયેલી છું...હું ક્યારેય તારા થી દૂર થઈ જ નથી... તારા હર્દય મા જ છું " " અવની..કેમ આમ એકલો મૂકીને જતી રહી.... મારી જિંદગી તારી સાથે હતી...તારા મા હતી... " " હા મને ખબર છે...પણ આ શું કરી રહ્યો છે તું??..." "મેં શું કર્યું...અવની??" " એ જ જે મેં તારી સાથે કર્યું તું...આજે પ્રિયા સાથે તું કરી રહ્યો છે...એની લાગણી ના સમજી ને... એને પ્રેમ ના કરીને... એની ની:સ્વાર્થ ભાવના... પ્રિયા તને એટલો પ્રેમ કરે છે કે..કદાચ હું પણ તને નહીં આપી શકતી..." " મારા હૃદયમાં મા હમેશાં તું જ વસેલી છે...અવની " " ખોટું પાગલપણ છોડ... જિંદગી ની એકલાતાં કોઈ ને જીવનભર શાંતિથી જીવવા નથી દેતી...જીંદગી હમેશાં બીજાના માટે જ જીવાય છે... ખાસ કરીને જે અપણને જે પ્રેમ કરતાં હોય...જે આપણા માટે બધું જ કરી છૂટતાં હોય... હું પણ એવું ઈછછું છું....કે તું ખુશ રહે... તારા માટે તો એ દિવસે જ મરી ગઈ હતી...જે દિવસે આપણી છેલ્લી મુલાકાત થઈ હતી...તારા હ્રદય મા એ અધુરી લાગણી છે જે પુરી નથી થઈ શકી...બસ એજ પુરી કરાવા ખોટો મથ્યા કરે છે..." " તો શું કરું... ??" " પ્રિયા ને અપનાવી લે...માનવ..." અવની...અવની....અવની ક્યાં સુધી માનવ બોલતો રહ્યો... આખી રાત વીતી ગઈ... સવારના સુરજનો પ્રકાશ રૂમ ના અંધારાને ચીરી ને વ્યાપી રહ્યો હતો... મન શાંત થઈ ગયું હતું...બધાં સવાલો ના જવાબ મળી ગયાં હતાં...બસ એના સ્વીકાર ની રાહ જોવાતી હતી... *** " સાહેબ પ્રિયા મેડમ આવ્યા છે...મળવા માટે...તમે ફ્રેશ થઈ જાઓ..એ રાહ જોવે છે.." રામુકાકા બોલ્યા. " હા એમને બેસવા કહો...હું આવ્યો. " મેં કહ્યું. ‹ Previous Chapterકોફી ટેબલ - 2 › Next Chapter કોફી ટેબલ - 4 Download Our App