World Heart Day in Gujarati Moral Stories by Jagruti Vakil books and stories PDF | વિશ્વ હૃદય દિવસ

Featured Books
Categories
Share

વિશ્વ હૃદય દિવસ

વિશ્વ હ્રદય દિવસ
સમગ્ર વિશ્વમાં વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા દર વર્ષે 29 સપ્ટેમ્બરે લોકોને તેમના હ્રદય પ્રત્યે જાગૃત રહેવા માટે વિશ્વ હ્રદય દિવસ તરીકે માનવે છે. આ ઉજવણીના માધ્યમથી વિશ્વના અનેક દેશોમાં જનજાગૃતિ લાવી હૃદયરોગની વિવિધ સમસ્યાઓ, રોગો અને સ્ટ્રૉક વિશે જનસમુદાયને સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવાનો આશય છે. વિશ્વભરની વિવિધ સંસ્થાઓ આ દિવસે લોકોને જાગૃત કરે છે. આ વર્ષ 2021ની વિશ્વ હ્રદય દિવસની થીમ છે : ડિજિટલ હેલ્થ દ્વારા કાર્ડિયો વાસ્ક્યુલર ડીસીઝ (CvD) હ્રદય રોગ વિષેની જાગૃતિ ફેલાવવી. ટેલિ હેલ્થ હ્રદય રોગને હરવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
એક સર્વેક્ષ્ણ મુજબ, સી.એચ.ડી. (કોરોનરી હાર્ટ ડિસીઝ) અને સ્ટ્રૉક આ બન્ને વિશ્વમાં ખૂબ ઝડપથી વધી રહ્યાં છે. આપણાં દેશમાં તેની વૃધ્ધિની તીવ્રતા વધારે છે. કુલ મૃત્યુદરના 17 ટકા અને પુખ્યવયની વ્યક્તિમાં 26 ટકા પ્રમાણ વર્ષ 2001-03માં હતુ તે વધીને વર્ષ 2010-13માં તે 23 ટકા અને 32 ટકા જેટલું વધી ગયું છે. વર્ષ 2015માં આશરે 21 લાખ લોકોના મૃત્યુ માટે હૃદયની સમસ્યાઓ જવાબદાર હતી. અન્ય ઘણાં આંકડાંઓ દર્શાવે છે કે હૃદયરોગની સમસ્યા સ્વસ્થ વ્યક્તિને મૃત્યુશય્યા સુધી પહોંચાડવા માટે ધોરીમાર્ગ બની રહ્યો છે. અગમચેતી એ જ સલામતી છે.
મનુષ્યનું હૃદય સહન ન કરી શકે તેવી અનેક મુશ્કેલીઓની ભેટો આપણી અયોગ્ય જીવનશૈલીને કારણે આપણે આપણાં હૃદયને દરરોજ કોઈને કોઈ સ્વરૂપે આપીએ છીએ. શું આપણે એ જાણવાની કોશિશ કરી છે કે આપણાં હૃદયને ખરેખર આ બધાથી કેટલો ફેર પડે છે ? વિશ્વ સમુદાયમાં આ વિશે અનેકાનેક ચર્ચાઓ નિયમિત પણે થાય છે અને હૃદયરોગ નિષ્ણાતો આ બાબતે અનેક વખત વિશ્વને ચેતવી ચૂક્યા છે તેમ છતાં હૃદયની સંભાળ લેવામાં આપણે ઉણા ઉતર્યા નથી. કદાય આ કારણ અને આવા અન્ય અનેક અગત્યના કારણોને લીધે જે વિશ્વમાં પ્રત્યેક વર્ષે વર્લ્ડ હાર્ટ ડૅ મનાવવામાં આવે છે.
છેલ્લા 5 વર્ષોમાં, હૃદયની સમસ્યાઓથી પીડાતા લોકોની સંખ્યા ઝડપથી વધી છે. તેમાંના મોટા ભાગના 30-50 વર્ષની વય જૂથના પુરુષો અને સ્ત્રીઓ છે. આ રોગ હંમેશાં ખોટા ખાન પાન, હંમેશા તનાવમાં રહેવુ અને સમયસર કસરત ન કરવાથીથાય છે.કોરોન કાળમાં હ્રદયના દર્દીઓ વધ્યા છે , કદાચ કોવિડ -19 ના ડરથી લોકોનું ઘરમાં જ રહેવુ, બેઠાડું જીવન, વધુ પડતો ખોરાક આરોગવો અને તેઓ પોતાના નિયમિત ચેકઅપ માટે પણ
જઇ શકતા નથી.તે કારણો હોઇ શકે. લોકો પાસે તેમના શરીર અને મનને સ્વસ્થ અને શાંત રાખવા માટે સમય નથી, જેના કારણે લોકોમાં અનેક પ્રકારના રોગો જોવા મળી રહ્યા છે. જો કે હવે અનલોકની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ડોકટરો કહે છે કે લોકોએ હવે ઓછામાં ઓછો અડધો કલાકની કસરત કરવી જોઈએ, થોડુક બહાર ફરવું જોઇએ પરંતુ કોવિડથી બચવાના ઉપાય ઉપરાંત મીઠું, ખાંડ અને ટ્રાંસ ફેટની વસ્તુઓ ખાવાનું ટાળો. તેનાથી હૃદયરોગનું જોખમ ઓછું થાય છે.
કાર્ડિયો લોજિસ્ટ ના મતે હ્રદયની તકલીફ વાળા દર્દીઓને કોરોના થવાનું અને થયા પછી રિકવરી આવવામાં વધુ તકલીફ પડે છે. તેથી પણ ખાસ આપણે આવનારા સમયમાં હૃદયને સ્વસ્થ રાખવા તમામ સાવચેતીઓનું પાલન કરવું પડશે. "હૃદય રોગની ગંભીરતાને સમજીને, આપણે એવા આહારની પસંદગી કરવી જોઈએ જે આપણા દિલની સાથે આખા શરીર માટે યોગ્ય હોય. ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, સિગારેટ અને આલ્કોહોલથી દૂર રહેવું જોઈએ.

ડોક્ટરોનુ કહેવુ છે કે “હાર્ટની બીમારી માટે કોઈ વિશેષ વય નથી હોતી, પરંતુ આપણી ગતિહિન એટલે કે ઈનએક્ટિવ લાઈફસ્ટાઈલને કારણે અમે 22 વર્ષના
વ્યક્તિમાં હાર્ટ એટેકનો કેસ જોયો છે. પરંતુ જે લોકો નાની ઉંમરે હાર્ટ એટેકનો સામનો કરે છે તેમાં ખૂબ જ રિસ્ક ફેક્ટર હોય છે. તેથી, હૃદયરોગનો હુમલો અટકાવવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તંદુરસ્ત જીવનશૈલીને અપનાવો, જેમાં દરરોજ 45 મિનિટની એરોબિક ફિઝિકલ એક્ટિવિટી, તાજા ફળો અને શાકભાજીથી ભરપૂર આહાર અને ધૂમ્રપાન ટાળવું. " જો તમે હૃદયરોગના દર્દી છો તો હંમેશા ધ્યાન રાખો કે તમારી પાસે હ્રદય સંબંધી દવાઓનો પૂરતો સ્ટોક હોય જો જરૂર હોય તો, વધારાની દવાઓ પણ મંગાવી લો. . તમારે એ ધ્યાન રાખવાનુ છે કે દવા હંમેશા ડોક્ટરની સલાહથી લો અને તેમને પૂછ્યા વગર કોઈપણ દવા બંધ ન કરો.
આવો આપણે સંકલ્પ લઈએ કે આપણે આપણાં હૃદયની વાતને માનીશું. હૃદયને વચન આપીએ કે ધુમ્રપાન નહી કરીએ, સ્વસ્થ્ય અને આરોગ્યપ્રદ આહાર લઈશું અને હૃદયને તેના કાર્યમાં મદદરૂપ બનવા અગમચેતીના જેટલામાર્ગ છે તેને અનુસરી સ્વસ્થ હૃદય અને સ્વસ્થ જીવનના સૂત્રને સાકાર કરીશું અને અન્યને પણ કરાવીશું. આજની જીવન પધ્ધતિ સાથે તાલમેલ રાખવા શરીરને જાણ્યા-અજાણ્યા અનેક સમાધાનો કરવા પડતા હોય છે. હૃદય પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરતુ હોય છે. હૃદયરોગ જેવા રોગોની સામે પ્રતિકાર કરવા આવો આપણે દરેક તબક્કે મજબૂત બનીએ અને આપણાં પરિજનોને પણ બનાવીએ. દિલની વાતને દિલથી અનુસરી તેનો યોગ્ય અમલ કરીએ, જેથી હૃદયમાંથી નિકળનારી પ્રત્યેક ધડકન સ્વસ્થ સૂર બનીને આપણાં આનંદિત જીવનને વધારે મંગલમય બનાવી શકે.