આગળ ના ભાગ માં જોયું કે....
મીરા આદિને મળવા ઉતાવળી હતી એટલે વરુણ ની વાતમાં ધ્યાન આપી રહી ન હતી...પરંતુ વરુણ ના મોઢા માંથી આદિ નામ નીકળતા એ વચ્ચે જ બોલી ઉઠી...
" આદિ....અંદર છે એ આદિ છે....?" મીરા એ થોડું આશ્ચર્ય અને થોડી નવાઈ થી વરુણ ને પૂછ્યું...
" હા ,કેમ તું ઓળખે છે ..." વરુણે સામે સવાલ કર્યો ...
" એ મને મળવા તો આવી રહ્યો હતો ...." મીરા બોલી...
" ઓહ તો તું મીરા છે...." વરુણ બોલ્યો...
" બેબી ..." વરુણ અને મીરા એની વાત પૂરી કરે એ પહેલા પ્રિયા હોસ્પિટલ માં આવી અને જોર જોરથી બોલવા લાગી...
પ્રિયા ની નજર વરુણ ઉપર આવી ...
"ક્યાં છે બેબી..." પ્રિયા એ પૂછ્યું ..
" બેબી અંદર છે...." વરુણે એના દાંત થોડા ભીંસીને બોલ્યો...
" આ....પ્રિયા...." મીરા એ પ્રિયા ની તરફ આંગળી કરીને કહ્યું...
****************************************
હવે આગળ...........
આદિને આ રીતે જોઈને વરુણે એની છત્રી આદિને આપી અને કહ્યું ...
" જા, આદિ જા જિલે અપની જિંદગી..."
આદિ એ વરુણની વાત માં ધ્યાન ન આપ્યું અને એક હાથ થી છત્રી પકડી અને એક હાથથી પગ નો ઢીંચણ પકડીને મોટા મોટા પગલે મીરા તરફ આગળ વધ્યો ....
મીરા પાસે આવીને આદિ એ એની છત્રી મીરા ઉપર રાખી...વરસાદ ના કારણે મીરા આખી ભીંજાય ગઈ હતી...
આદિને આ રીતે જોઇને મીરા એ આદિ ઉપર ગુસ્સો કર્યો અને આ રીતે બહાર આવવા માટે ખૂબ જ તીખું સંભળાવ્યું...છત્રી મીરા ઉપર રાખી એના માટે પણ મીરા એ આદિને કહ્યું...કારણ કે મીરા જાણતી હતી આદિ ને વરસાદમાં પલળવાથી છીંક ચાલુ થઈ જતી હતી...
આદિ મીરાને જોઈ રહ્યો હતો...
વરુણ એની પાસે દોડીને આવ્યો અને બોલ્યો...
" તમારી જોડી ખૂબ સારી લાગશે....એક ગુસ્સો કરશે અને એક સાંભળશે..." વરુણ હસવા લાગ્યો...
" ના હું આદિ અને પ્રિયા વચ્ચે કઈ રીતે આવુ...." મીરા બોલી અને આદિ તરફ થી નજર ફેરવી લીધી...
" પ્રિયા ક્યારેય એના જીવનમાં હતી જ નહિ ...તું એ બંનેની વચ્ચે નથી આવતી....તું તો એ રસ્તો છે જેના કારણે આદિ સીધા અને સાચા રસ્તા ઉપર આવ્યો છે... પ્રિયાની સુંદરતા ને આદિ પ્રેમ કહેતો હતો...પરંતુ તારો ચહેરો જોયા વગર તને પ્રેમ કર્યો છે...આજે આદિને સાચા પ્રેમ ની સમજણ થઈ છે..." વરુણ બોલીને આદિ અને મીરા નો હાથ એકબીજા ઉપર મૂકીને ત્યાંથી દોડીને જતો રહ્યો ...
મીરા અને આદિ એ એકબીજા ના ચહેરા તરફ જોયું...
મીરા ની આંખો માં આછા આંસુ આવી ગયા હતા...
આદિ ની આંખમાં પ્રેમની ચમક જોઈને મીરા બોલી...
"પરંતુ પ્રિયા....."
આદિ એ એના હાથની પહેલી આંગળી મીરા ના હોઠ ઉપર મૂકી દીધી અને કહ્યું...
" આવી હાલતમાં હું બહાર આવ્યો ત્યારે પ્રિયા નું વર્તન અને તારી સામે આવ્યો ત્યારે તારું વર્તન જોઇને જ મને સમજાય ગયું હતું કે કોણ મારી સાચી જીવનસાથી હશે....તારે કંઈ કહેવાની જરૂર પણ નથી ...તારી આંખો માં મને મારા પ્રત્યે નો પ્રેમ દેખાય છે...."
વરસાદ ની સાથે સાથે પવન પણ જોર જોરથી ફૂંકાઈ રહ્યો હતો...જેના કારણે છત્રી બંનેના હાથમાંથી ઊડી ગઈ...
આદિ મીરા ના સહારે ધીમે ધીમે અંદર જઈ રહ્યો હતો ..ત્યાં વચ્ચે આદિ ઊભો રહી ગયો અને આદિ પાટા બાંધેલા જમણા પગનો સહારો લઈને બીજો પગ વાળીને નીચે બેઠો ....
મીરા એ એને ઊભો કરવાની કોશિશ કરી પરંતુ આદિ ઊભો ન થયો અને એક હાથ ઊંચો કરીને મીરા ની સામે લગ્ન નો પ્રસ્તાવ મૂક્યો...
મીરા અને આદિ વરસાદ માં પલળી રહ્યા હતા...મીરા ના ખુશીના આંસુ વરસાદ ના પાણીમાં દેખાતા ન હતા....
મીરા એ આદિને ઊભો કર્યો અને એના ગળે વળગી પડી.....
(સમાપ્ત )