Rakshash - 20 in Gujarati Horror Stories by Hemangi books and stories PDF | રાક્ષશ - 20

The Author
Featured Books
Categories
Share

રાક્ષશ - 20

દ્રશ્ય ૨૦ - 
   "  પછી શું થયું......   શું વિરાન...."
" હા જાનવી તું જે વિચારે એજ થયું વિરાન રાક્ષસ બની ગયો અને પોતાના બળેલા શરીર  ઘેરા કાળા રંગ ને તેને ભયાનક સ્વરૂપ આપ્યું એ ગામ ના લોકો થી નફરત કરવા લાગ્યો એ નફરત માં કોય ને જીવતા ના મૂક્યા...એક પછી એક ગામ ના છેલ્લા વ્યક્તિ સુધી બધાને મારી નાખ્યાં અને ઘણા લોકો જીવ બચાવી ને ભાગી નીકળ્યા...અને અંતે તે એક શ્રાપ રૂપે આ જંગલ માં કાયમ માટે કેદ થયી ને રહી ગયો."
" તો એ વૃદ્ધ વ્યક્તિ કોણ છે જેને તને વિરાન વિશે કહ્યું હતું.."
" ગામ આખું તબાહ ભલે થયું હોય પણ ગામ ની દૂર વસેલા એના પરિવાર ને કઈ થયું ના હતું અને તે પણ એમને કઈ કરી ના શક્યો....પરિવાર પોતાના દીકરાને મૂકી ને ગામ છોડી ને ગામ ના વધેલા લોકો સાથે ચાલી ગયું. વર્ષો પછી પોતાના પરિવાર ના આવા ઇતિહાસ ને જાણી ને એક યુવાન જંગલ માં આવ્યો ત્યાં સુધી તો વિરાન સંપૂર્ણ રાક્ષસ બની ગયો હતો તેને તે યુવાના શબ્દો સમજ્યા નઈ ને તેને મારવા ગયો."
" એને પણ એનો જીવ બચાવવા માટે નિર્દોષ લોકો ની બલી આપી હસે....."
" ના તેને એવું ના કર્યું.....પણ તે જાણે છે તે રાક્ષસ ને હંમેશા માટે મુક્તિ કેવી રીતે મળી શકે."
" એને હજુ સુધી કેમ તે રાક્ષસ ને માર્યો નથી.....અને તારા પરિવાર ની સાથે ના બનાવ માં કેટલું સત્ય હતું."
" એ બનાવ મારા જીવન ના કાળા સત્ય માં નું એક સત્ય છે હું જીવ બચવા ની લાલચ માં એ વૃદ્ધ માણસ ની વાત માની બેસ્યો અને તેના કહ્યા પ્રમાણે તે રાક્ષસ ને લોકોના જીવ ની બલી આપી...જેમાં પેહલા મારા પરિવાર જનો હતા જેનું દુઃખ હજુ સુધી મારા મનમાં છે.....સાચે હું રાક્ષસ માં જંગલ માથી બહાર નીકળવા માગું છું પણ કોય રસ્તો મને દેખાતો નથી."
" છે રસ્તો છે......એક બ્રિજ છે."
" હું વર્ષો થી આ જંગલ માં છું મે ક્યારે કોય બ્રિજ જોયો નથી એક બ્રિજ છે એ પણ હાલ તૂટી ગયો છે અને બીજી બાજુ ના પહાડો ને પાર કરવા નો પ્રયત્ન કરતા ની સાથે આપડ રાક્ષસ ના પેહલા શિકાર બનીશું."
" હા હું એ જાણું છું....એ વૃદ્ધ માણસ ને શોધવા માટે અમે બહાર આવ્યા હતા હજુ કેટલા રહસ્ય છુપાયેલા છે."
" આપડે અહી શાંતિ થી બેસ્યા છીએ પણ રાક્ષસ ને આપણી અહી હોવાની જાણ છે તે ઈચ્છે ત્યારે આપણને મારી શકે પણ હવે તે માત્ર માણસ ને મારતો નથી પણ સાથે એની બીક સાથે રમે છે. લોકો ને એ વાત ની ખાત્રી આપાવે છે કે તે સુરક્ષિત છે પણ વાસ્તવમાં કોય એવી જગ્યા નથી જ્યાં તે જઈ શકે અને સુરક્ષિત અનુભવે."
" એ વૃદ્ધ માણસ ક્યાં છે. તું તો જાણતો હયિસ."
" હા હું જાણું છું....તે ત્યાં જ હસે જ્યાં રાક્ષસ હસે..."
" તેને રાક્ષસ ની બીક નથી....તેનો જીવ એને વાહલો નથી."
" ખબર નઈ કેમ પણ રાક્ષસ તેને મારતો નથી..."
" કેમ??..."
" જાનવી...જાનવી...હું આવી ગયો.....મયંક તું પાયલ ને ગાડી માં લઇ ને આવ."
" સમીર.... કાર જલ્દી લઈ ને આવ્યો."
" અમે બધા ને મળી ને કામ કર્યું જેનાથી કાર જલ્દી બહાર લાવી શક્યા. તું ઠીક છે ને.....આ રાક્ષસ મનું ને તને કશું કર્યું તો નથી ને...."
" સમીર હું ઠીક છું. તું મારી ચિંતા ના કરીશ અને ચલ રિસોર્ટ માં બધા ત્યાં આપડી ચિંતા કરતા હસે."
" જો એને જોઈ ને મને અમસ્તાં ગુસ્સો આવે છે અને વળી પાછો મારી સામે જોઈને હસે છે."
" અરે સમીર સાહેબ તમને તો મારી હસી ગમતી નથી તમે જાતેજ મરવા માટે જાઓ તો હું તમારા પર હસુ નઈ તો શું કરું."
" અમે તારા જેવા નિર્દય નથી મારા ઘણા મિત્રો હજુ રિસોર્ટ માં છે તો હું એમનો સાથ આપવા ત્યાં જવાનો..."
" સમીર સમય નથી ચલ  કાર માં બેસી જા ..."
" જાનવી મારી જાન ....આ રાક્ષસ મનું ને પાછળ બેસાડીને પછી હું આવું છું."
" મયંક પાયલ ને આપડે જલદી લઈ જઈએ છીએ તું ચિંતા કરીશ નઈ અને રડવાનુ બંદ કરિદે."
" હારીકા એની આવી સ્થિતિ જોઈ ને મને દુઃખ થાય છે."
" ચાલો હવે બધા જલ્દી કરો....રાત પડી ગઈ છે."
" પ્રાચી મેડમ....આવીએ...." 
 " નિખિલ સર..... નિખિલ સર.... દૂર થી કાર આવે છે મને લાગે છે ત્યાં સુધી સમીર સર છે."
" જલ્દી બધા હથિયાર લઈ ને તૈયાર થયી જાઓ એમને રાક્ષસ થી બચવા પડશે તે તક ની રાહ જોઈને બેસ્યો છે. એમની કાર નજીક આવી ગઈ છે?"