Equal rights in Gujarati Children Stories by Bhanuben Prajapati books and stories PDF | સમાન અધિકાર

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

Categories
Share

સમાન અધિકાર

બાળવાર્તા. સમાન અધિકાર. લોકડાઉનમાં ચિન્ટુ અને ડોલી ખૂબ કંટાળી ગયા હતા.એટલે એની મમ્મીને કહ્યું મમ્મી બહાર ફરવા લઈ જાઓ આ તો મને વાર્તા કહો!!

મમ્મી કહે; મારી પાસે તો ટાઈમ નથી મારે ઘણું કામ છે તમારે માટે જમવાનું બનાવવાનું છે .એક કામ કરો તારા દાદા અને દાદી બંને બાજુના રૂમમાં નવરા બેઠા છે એમને કહે તમને કોઈ સારી એવી વાર્તા સંભળાવશે.

રિંકુ અને ડોલી કહે; એ તો અમને ખબર જ છે કે અમને દાદા-દાદી સિવાય કોઈ વાર્તા નહીં કહે !ચાલો ત્યારે અમે એમની પાસે જઈએ છીએ એમ કરતા દોડતા- દોડતા એમના દાદા-દાદી પાસે ગયા

દાદી -દાદાએ બંનેને ખોળામાં ઊંચકી લીધા રિંકુ અને ડોલીએ કહ્યું;તમારા બંનેમાંથી ગમે તે કોઈ અમને એક વાર્તા કહો !આજે તમારે વાર્તા તો કહેવી જ પડશે! દાદા -દાદી તો ખુશ હતા એમને તો પોતાના છોકરાઓ જોઈને ખૂબ આનંદ આવી ગયો. તેમની પાસે તેમના બાળકો રહે એ ખૂબ ગમતું હતું એમને કહ્યું; તમે ચૂપચાપ બેસી જાવ,હું તમને આજે સરસ મજાની વાર્તા કહું છું...



દાદી કહે; હું આજે વાર્તા કહું એ તમે સાંભળો ..એક ગામ હતું ત્યાં એક શાળામાં ઘણા બધા છોકરાઓ અભ્યાસ કરતા હતા એક દિવસ બધા છોકરાઓ ભેગા થઈને રમતા હતા ત્યાં એક બાળક ક્રિશ નવો એડમિશન લેવા માટે ત્યાં આવ્યો.

બધા મિત્રોએ જોયું તો એ નવો બાળક ગામડામાંથી ભણવા માટે શહેરમાં આવ્યો હતો એટલે એના કપડાં અને પહેરવેશ રહેણી-કરણી બધું જ ગામડાં જેવું હતું બધા ભેગા થઈને એની હાંસી ઉડાવી અને કહેવા લાગ્યા ગામડિયા ને અહી શું ખબર ભણવાની ખબર પડશે.!એમ કહીને ગામડિયો કહીને ખીજવવા લાગ્યા !!
ક્રિસ તો રડવા લાગ્યો .... તરતજ તે સ્કૂલના સાહેબ ત્યાં આવ્યા અને ક્રિસની જોડે એના પપ્પા પણ હતા એટલે એના પપ્પાએ કહ્યું કે ; હું ,આ બધા છોકરાને કેવી રીતે સમજાવું!!

સાહેબ ,તમે સમજાવો તો સારું! એવું ક્રિસના પપ્પાએ કહ્યું.;સાહેબ હું અહી ગામડેથી મારા દીકરાને હોસ્ટેલમાં મૂકીને ભણાવવા માગું છું.સારું શિક્ષણ આપવા માગું છું.

સાહેબે કહ્યું તમે એડમિશન લેવાની તૈયારી કરો બધા બાળકોને હું સમજાવું છું. બધા બાળકોને સાહેબે ભેગા કર્યા અને કહ્યું;" બેટા" દરેકને શાળામાં ભણવાનો અધિકાર છે. સ્કુલમાં આવ્યા પછી કોઈ ધનવાન કે ગરીબ નથી હોતું , બધા બાળકો સરસ્વતીના મંદિરમાં સરખા માનવામાં આવે છે અને કોઈ પણ બાળક ને વધારે કે ઓછું ભણવામાં નથી આવતું બધાને સરખી રીતે જ્ઞાન આપવામાં આવે છે. અને કોઈ છોકરાના કપડાથી એને આપણે ઓળખવો જોઇએ નહીં પરંતુ તેના ગુણોથી આપણે એને ઓળખવો જોઈએ. તમે બીજાને નીચું દેખાડવાનો પ્રયત્ન ન કરો ભગવાને આપણને આ ધરતી પર સમાન રીતે એકતા બનાવીને જીવન જીવવા મોકલ્યા છે. તો બીજા બાળકોનું અપમાન ક્યારેય ન કરો. હું તો કહું છું કે ' બાળકોનું નહિ પરંતુ વડીલો નું પણ અપમાન તમારે કરવું જોઈએ નહીં!! અને ક્રિસ અહીંયા ભણવા માટે આવ્યો છે. થોડા ટાઈમ પછી એ પણ તમારા જેવો જ હોશિયાર થઈ જશે અને એ હોશિયાર પણ છે. એટલે હવે પછી તમે ક્રિસને તમારા મિત્રની જેમ રાખો .



શિક્ષકના સમજાવ્યા પછી, બધા બાળકો સમજી ગયા એમને દુઃખ પણ થયું અને કહ્યું; સાહેબ માફ કરો અમને ખબર નહોતી .!

સાહેબે કહ્યું; કદાચ તમે હજી નાના છો.સમજ ઓછી છે ,એટલે આ બાબતનો ખ્યાલ નહીં હોય પરંતુ હવે મે સારી રીતે માર્ગદર્શન આપ્યું છે.


બધા જ છોકરાઓ કહેવા લાગ્યા; સાહેબ માફ કરો! હવેઅમને સમજ પડી કે બિચારો ક્રિસ ગામડેથી આવ્યો છે અને જો અમે એને મદદ નહીં કરીએ તો એ કેવી રીતે અહી રહીને ભણી શકશે. હવે અમે ક્રિસને મારો મિત્ર બનાવી દઈશું. એમ કહીને બધાજ મિત્રોએ ક્રિસ સામે હાથ મિલાવ્યો અને કહ્યું; આજથી તું મારો મિત્ર છે અને ક્રિસ રડતો હતો તે ચૂપ થઈ ને ખુશ પણ થઈ ગયો . એના પપ્પા જોડે જઈને ક્રિસ કહેવા લાગ્યો; પપ્પા હવે તો બધા મારા મિત્રો છે એટલે હું અહીંયા ભણીશ.અને ક્રિસ ત્યાં બધાનો મિત્ર બની અને ખૂબ સરસ અભ્યાસ કરવા લાગ્યો.અને બધા જ બાળકો હવે તેની સાથે રમવા અને ભણવા પણ લાગ્યા

દાદાએ કહ્યું; 'બેટા "આ "વાર્તા" પરથી આપણે એવો "બોધપાઠ" લેવાનો કે કોઈ ગરીબ હોય કે ધનવાન હોય દરેક બાળકને શાળામાં ભણવાનો અધિકાર છે કોઈ માણસનું આપણે અપમાન ના કરવું જોઈએ. માણસના કપડાથી કે દેખાવ પરથી તેનું મૂલ્ય કયારે પણ આંકવું ના જોઈએ. આપણે હંમેશા એની જીવવાની રીત કરતાં એના સંસ્કારોના મૂલ્ય કેવું છે.એ જોવું જોઈએ.

રીન્કુ ,ડોલી કહ્યું દાદાજી લોકડાઉન પછી અમારી શાળા ખુલશે અને સ્કૂલમાં જઈશું ત્યારે હવે આવું કોઈ પણ બાળક હશે તો અમે એને પહેલા અમારા મિત્ર બનાવીશું અને અમે એને હાંસી નહિ ઉડાવીએ અને કોઈને ઉડાવા પણ નહિ દઈએ!અને એને અમારી જોડે નાસ્તો કરાવીશું અને રમાડશું પણ ખરા.



દાદા-દાદીએ રિંકું,ડોલી બંનેને ઉચકી લીધા "બેટા" તમે તો મારા વ્હાલા દીકરાઓ છો હવે આવતીકાલે ફરીથી તમને બીજી વાર્તા કરીશ હવે તમે લોકો સૂઈ જાઓ.

સ્વરચિત
ભાનુબેન બી પ્રજાપતિ