પ્રતિશોધ ભાગ ૨
"હા યાર ચાની તો સખત જરૂરત છે . હોટલ વાળો કદાચ આપણને કહી શકે કે આપણે જે કંઈ જોયું એ શું હતું " વિકાસ દરવાજો ખોલતા બોલ્યો . દરવાજો ખોલતાજ વિકાસને સમજાયુ બહાર કેટલી ઠંડી છે એણે સીટ ઉપર ટાંગેલું પોતાનું જેકેટ લીધુ ને બધાને જેકેટ કે સ્વેટ૨ પેહરવા કહ્યું ને રોમીલને ગાડી અને હીટર ચાલુ રાખવા કહી તરત દરવાજો બંધ કરી દીધો.
વિકાસની હાઇટ લગભગ ૬ ફુટ જેટલી હતી. ગોરો ચેહરો ઓછી ડાઠી બ્લેક જીન્સ અને ડાર્ક બ્લુ ટી શર્ટ ઉપર બ્લેક જેકેટ અને ટ્રેકિંગ શુઝમાં કોઈ હિન્દી ફિલ્મના હીરો જેવો દેખાતો હતો . ઍ ચા નો ઓર્ડર આપવા કાઉન્ટર તરફ આગળ વધ્યો.
ચાર્મી હજી ડરેલી હતી એનું રડવાનું પણ ચાલુ હતુ . "ચાર્મી બધા ઠીક છે કોઈને કાંઈ નથી થયું તુ પણ સલામત છે જો વિકાસતો બહાર ચાનો ઓર્ડર આપવા ગયો તારા માટે કોફીનો ઓર્ડર આપશે ચાલ હવે આંશુ લુછી લે અને સ્માઈલ કર ને સ્વેટર પેહરી લે " રોમીલ ચાર્મી ને સમજાવતા બોલ્યો .
ચાર્મી ખુબ જ શાંત સ્વભાવની હતી . મા બાપની એકની એક લાડકી . દેખાવે ખુબ સુંદર અને ભણવામાં હોશિયાર. એક મિડલ ક્લાસ પરિવારની સમજુ છોકરી . કોટન કુરતી અને જીન્સ એની ક્લોથિંગ સ્ટાઇલ સ્કોલરશીપ મેળવી આટલી મોંગી યુનિવર્સિટીમાં ભણી રહી હતી .એના મમ્મી પપ્પા એ પહેલીવાર એને એકલી આવી રીતે નિષ્કાના ભરોશે મોકલી હતી .એના મમ્મી પપ્પા એની દાદી ને લઈ ચાર ધામની જાત્રાએ ગયા હતા .
" મને લાગે છે એક્સિડન્ટ ના થયો અને હું બચી ગયો એ દુ:ખમા ચાર્મી ને રડવું આવતું હશે " અનિલ મશ્કરી કરતા બોલ્યો. આ સાંભળી ચાર્મી ને હસુ આવી ગયું એણે આશું લુછ્યા અને બેગમાંથી સ્વેટર કાઢી પહેર્યું .
અનિલ દેખાવમાં સાવ પાતડો ને આંખે મોટા ચશ્મા ,સ્વભાવે મસ્તીખોર એને જોઈને જ હસુ આવી જાય . છોકરીઓને પટાવવા ના નવા નવા idea શોધતો અને ફેલ થતો અને છેલ્લે એનો મજાક બની જતો પણ એ કોઈ પણ વાતે સીરિયસ ના થતો. life ને ફુલ એન્જોય કરતો અને બાપાએ કમાવેલા રૂપિયા બંને હાથે ઉડાડતો .
ચારે મિત્રો ગાડીમાંથી બહાર નીકળ્યા ને હોટલ માં દાખલ થયા . વિકાસ ચાર ચા અને એક કોફીનો ઑર્ડર આપી ટેબલ પર બેઢો હતો. " સ્પેશિયલ ચા બનાવીને આપે છે 5 મિનીટ લાગશે "
" રોમીલ પોકેટમા સિગરેટ છે કે કારમાંથી લઈ આવું ? " નિષ્કા હાથ ઘસ્તા ધસ્તા બોલી . રોમીલે સિગરેટનું બોક્સ કાઢ્યું નિષ્કા અને અનિલે એક એક સિગરેટ લીધી અને પોતે એક લધી લાઈટરથી સિગરેટ સળગાવી કશ મારવા લાગ્યા .
નિષ્કા અમદાવાદ શહેરના મોટામાં મોટા જ્વેલર્સ હરગોવિંદદાસની દીકરી. દેખાવડી બોલ્ડ અને બિન્દાસ . શોર્ટ્સ મીડી અને મીની એના કપડા. સાડી કે ડ્રેસ માં આજ સુધી કોઈએ એને જોઈ નહોતી . કોલેજમાં કોઈ છોકરો ગમી જાય તો બધાની સામે એને કિસ કરતી અને કોઈ એની છેડતી કરે તો એને બધાની સામે સેન્ડલથી ધોઈ નાખતી .
હોટલમાં સરવ કરવા કોઈ હતું નહીં એટલે શેઠ પોતે ચા અને કોફી લઈને આવ્યા . " લો સાહેબ ગરમાગરમ ચા જલ્દી પીલો નહીં તો પાંચ મિનિટમાં કોલ્ડ ડ્રિક જેવી થઈ જશે ." સ્વેટર ઉપર શાલ અને મોઢા પર વાંદરા ટોપી ને આંખો ઉપર ચશ્મા ને રાતનો સમય એમનો ચેહરો દેખાતો ન હોતો .
"બે મિનિટ બેસોને સાહેબ તમને કાંઇક પૂછવુ હતુ " વિકાસે બાજુની ખાલી ખુરશી ખશેડતા શેઠને કહ્યું . "બોલોને સાહેબ બિસ્કીટ લાવુ બીજું તો અત્યારે કાંઈ નહિ મળે " શેઠ ખુરશી પર બેસ્તા બોલ્યા .
"ના કાંઈ જોઈતું નથી બસ થોડા પ્રશ્નો ના જવાબ જોઈએ છે " રોમીલ જરા ખચકાત બોલ્યો . " હા પુછો ને સાહેબ "
"અહીં ઘાટ ઉપર હમણાં થોડી વાર પેહલા અમારી સાથે એક ઘટના બની. અમે એક સ્ત્રીને જોઈ . એ અમારી ગાડી આગળ અમારી ગાડીની સ્પીડ કરતા પણ વધારે જોરથી દોડી રહી હતી એના હાથમાં એક નાનું બાળક પણ હતુ અને અચાનક એ રસ્તામાં જમણી તરફ ખાઈ માં કુદી ગઇ અમને તો કંઈ સમજાયું નહીં શું તમે આવું પહેલા અહીં આવું કંઈ જોયું કે સાંભળ્યું છે ?" વિકાસે પ્રશ્ન કર્યો.
" રબારણ હશે સાહેબ .આમ તો આ ઘાટ ઉપર પહેલા આવા અજબ ગજબ કિસ્સાઓ સાંભળવા મળતા અને એકસીડન્ટ પણ ખૂબ જ થતા પણ જ્યારથી પંડિતજીએ સામે હનુમાનજીની સ્થાપના કરી પછી શાંતિ હતી પણ હમણાં છેલ્લા બે-ત્રણ મહિનામાં ઘણા લોકોએ રબારણ બાઈને ઘાટ ઉપર દોડતા જોઈએ છે પણ કોઈએ એનો ચહેરો નથી જોયો . ગયા મહિને તો પંડીતજી પણ આવ્યા હતા . તમે ગાડી ઊભી રાખી હતી ?" શેઠે જવાબ આપતા સવાલ કર્યો.
" ના અમે ગાડી નહોતી ઊભી રાખી અમને નીચે તપોવન હોટલના માલિકે ઘાટ ઉપર ગાડી ઉભી રાખવા મનાઈ કરી હતી " રોમીલે જણાવ્યું .
" સારું થયું સાહેબ તમે ગાડી ઊભી ના રાખી. બચી ગયા નહિ તો કોઈ અકસ્માત થઈ જાત . નીચે હોટલમાંથી રોજ રાતના દૂધ નો ટેમ્પો આવે છે એના ડ્રાઇવરે ઘણીવાર એ રબારણ બાઈને જોઇ છે " પાંચેય મિત્રો ખુબ ધ્યાનથી શેઠની વાત સાંભળી રહ્યા હતા .
" એ રબારણ બાઈ અમને પાછી આગળ દેખાશે ? "અનિલ ડરતા અવાજે બોલ્યો .
" ના આગળ માઉન્ટ આબુ તરફ જતા હવે તમને કોઈ તકલીફ નહીં થાય હા પણ નીચે તરફ જવુ હોય તો કાંઈ કેહવાય નહીં " શેઢે જવાબ આપ્યો.
પાંચેય મિત્રો એકબીજા સામે જોઈ રહ્યા કોઈની પાસે બોલવા માટે શબ્દો નોહતા. " મને ખૂબ ઠંડી લાગે છે નિષ્કા પ્લીઝ આપણે ગાડી માં જઈને બેસીએ" ચાર્મી કોફી પુરી કરી બોલી .
" હા ચલો આપણે બધા જ નીકળ્શું . રોમીલ તુ થાક્યો હોઇશ ગાડી હું ચલાવું છું. થેન્ક્યુ સાહેબ ચા ખુબ સરસ હતી . અનિલ તુ બિલ ચૂકવી ને આવ હું બાથરુમ જઈને આવું છુ " વિકાસ ઊભો થતા બોલ્યો.
બચી ગયા એવી લાગણી સાથે ગાડી પેરેડાઇઝ હોટલ તરફ ચાલી પણ એમને ખબર નહોંતી કે મુશીબત તો એમની સાથે એમની ગાડીમા હતી .
ક્રમશઃ
વાચકમિત્રો મનોરંજન માટે લખાયેલી આ એક કાલ્પનીક વાર્તા છે . વાર્તા મનોરંજન માટે લખાયેલી છે અંધશ્રદ્ધા વધારવા માટે નહીં .
ધન્યવાદ
પંકજ ભરત ભટ્ટ .