Badlo - 19 in Gujarati Thriller by Heer books and stories PDF | બદલો - (ભાગ 19)

The Author
Featured Books
Categories
Share

બદલો - (ભાગ 19)

અભી અને નીયા વેટ્રો રેસ્ટોરન્ટ માં પહોચી ગયા હતા...

ગાડી પાર્ક કરીને અભી નીયા પાસે આવ્યો... બંને અંદર આવ્યા...

વેટ્રો રેસ્ટોરન્ટ આ શહેર નું ખૂબ પ્રખ્યાત રેસ્ટોરન્ટ હતું....

સફેદ ગોળાકાર ટેબલ ની સામસામે બેઠેલા અભી અને નીયા એ મૌન વ્રત ધારણ કર્યું હતું...જ્યારથી બંને સાથે હતા ત્યારથી અત્યાર સુધી એક શબ્દ પણ બોલ્યા ન હતા...

આજુબાજુ નજર ફેરવતી નીયા એ અભી તરફ નજર કરી ત્યારે અભી એને જ જોઈ રહ્યો હતો પરંતુ નીયા ની નજર આવતા એક ઝાટકા માં નજર ફેરવી લીધી જે નીયા એ નોંધ્યું એટલે એને હસુ આવી ગયું...

"વ્હોટ ...."નીયા તરફ નજર કરીને બંને ભવા ઊંચા કરીને અભી એ પૂછ્યું...

"નથીંગ..." બોલીને નીયા બીજી તરફ જોવા લાગી...

" યુ લાઈક ધિસ પ્લેસ...?"

"યેસ , ઇટ્સ વેરી નાઇસ...."

બંને એ એકબીજા તરફ સ્માઇલ કરી ....
બંને માંથી એકને પણ વાતની શરૂઆત ક્યાંથી કરવી એ સમજાતું ન હતું...

' યાર કંઇક તો બોલ...ડિનર માટે આવ્યા છીએ તો શું ખાલી ડિનર જ કરવાનું છે ..' નીયા એના મનમાં બોલી રહી હતી ...

' શું બોલું કંઈ સમજાતું નથી... મારે એ પણ પૂછવું છે એણે વ્હાઇટ કપડા જ કેમ પહેર્યા છે ...' અભી પોતાની સાથે જ મનમાં બોલતો હતો ...

જાણે એકબીજા ના મનની વાત સાંભળી રહ્યા હોય એમ બંને મનમાં જ વાતો કરી રહ્યા હતા...

' એનો ફેવરીટ કલર બ્લૂ છે અને મારો બ્લેક તો વ્હાઇટ જ કેમ પહેર્યા ...મને જોઈ લીધી હશે ?...હા એવું પણ હોય મને જોઇને એણે ચેન્જ કરી લીધા હોય...જે હોય તે હું નથી પૂછવાની...મારી તો આદત છે પહેલી વાર કોઈક ખાસ વ્યક્તિને મળવા જઉં ત્યારે વ્હાઇટ પહેરવાની એની પણ હશે કદાચ...'

' ઓફિસ માં ગમે એ સારી ડીલ કરું ત્યારે વ્હાઇટ કલર મારી માટે લકી સાબિત થાય છે એટલે મે આજે વ્હાઇટ પહેર્યા છે ...કદાચ નીયા ને પણ એવું હશે ...'

એટલી વાર માં વેઇટર ત્યાં આવ્યો અને બંનેનો ઓર્ડર લઈને નીકળી ગયો ...

ડિનર કરતી વખતે પણ બંને એકબીજા તરફ સ્માઇલ કરી રહ્યા હતા પરંતુ એક શબ્દ પણ બોલતા ન હતા...

થોડા સમય બાદ મેનેજર ત્યાં આવ્યા અને કહ્યું કે આજના એક હજાર કપલ ગોલ પૂરા થયા છે અને એ કપલ તમે છો...અમારું આજનું સેલિબ્રેશન તમારા નામનું છે પ્લીઝ સ્વીકાર કરશો...

કોઈ આનાકાની કર્યા વગર બંને એ સ્વીકારી લીધું ...

બંને માટે આજનું ડિનર ફ્રિ માં હતું અને બંને નું નામ સ્ટેજ ઉપર બોલવામાં આવ્યું ...બધા એ તાળીઓથી એને વધાવ્યા...

મેનેજરે અભી ના હાથ માં મોટી લીલી કાચની બોટલ પકડાવી...અભી એ બોટલ ખોલી એટલે એમાંથી ફીણ નીકળ્યા એ જોઇને નીયા એને જોતી જ રહી એણે આવું ફિલ્મોમાં જોયું હતું એ પહેલી વાર રિયલ માં જોઈ રહી હતી...

બધા એ હુડીયો બોલાવ્યો અને તાળીઓ પાડી...
બધા એ ગ્લાસ ધર્યા એમાં અભી એ બધાના ગ્લાસ ભરી દીધા...

બોટલ જોઇને એને એટલું તો સમજાય ગયું હતું કે મોંઘી આવે છે પરંતુ આજે ફ્રી માં મળી રહી હતી એટલે બધા એનો આનંદ લેવા માટે ભીડ કરી રહ્યા હતા...

ધીમું મ્યુઝિક વાગી રહ્યું હતું બધા કાચના પાતળા ગ્લાસ માં એ પીતા હતા અને ડાન્સ ના નામે આમતેમ ડોલી રહ્યા હતા..

અભી એ નીયા તરફ બોટલ કરી ને પીવા માટે ઈશારા માં પૂછ્યું...
જાણે નીયા એની જ રાહ જોતી હોય એમ હાથમાંથી બોટલ લઈ લીધી...પરંતુ થોડી ભારે હોવાથી નીયા એ બે હાથે બોટલ પકડી અને મોઢે માંડી દીધી ...

અભી એ વચ્ચે રોકી પરંતુ નીયા એ કંઈ પણ સાંભળ્યા વગર વધેલી અડધી બોટલ ગટગટ મોઢામાં રેડી દીધી...

નીયા ને લઈને ટેબલ ઉપર બેઠેલો અભી નીયા ને જોઈ રહ્યો હતો...
બોટલ પૂરી થાય ગયા બાદ પણ પાછળ થી ધક્કો મારીને પરાણે ઠાલવી રહી હતી ...

"શું ..." નીયા એ અભી ને પૂછ્યું...એની આંખો તરી રહી હતી...બોટલ ઊંચી કરીને પૂછ્યું ..
"આમાં દારૂ હતી..?"

અભી એ ડોકું ધીમેથી હલાવીને ના પાડી..નીયા ની આવી નાદાની જોઇને એને થોડું હસુ આવી ગયું...

એના ગાલ ઉપરનો ખાડો જોઇને નીયા એની નજીક આવી અને એના ગાલ ઉપરના ખાડા ઉપર આંગળી રાખીને બોલી...

"આની લીધે જ મને તારી સાથે લવ થઈ ગયો લાગે છે... તુ તો મને ઘાયલ કરે છે તારો આ ખાડો બતાવીને..."

નીયા નશામાં હોય એ રીતે બોલી રહી હતી....

નીયા અભી ની ખૂબ નજીક થઈને બેઠી હતી અને એના ગાલ ઉપર સ્પર્શી રહી હતી જેથી અભી ની ધડકન ખૂબ વધારે ઝડપથી દોડી રહી હતી...

"નીયા, ચાલ હવે ઘરે જઈએ..."

"ના મારે અહી જ રહેવું છે ..."

"નીયા બાર વાગવા આવ્યા છે ..."

"હું નથી જવાની... તારી સાથે અહીં જ રહેવાની છું..."

અભી એ થોડીક ક્ષણ વિચારીને કહ્યું...
" હું તારી ઘરે આવીશ ચાલ અત્યારે જઈએ..."

"સાચું ..." નાના બાળક ની જેમ ઉભી થઈને નીયા બોલી...

"લેટ્સ ગો..." અભી ની આંખો માં જોઇને નીયા એ અભી નો હાથ પકડ્યો અને ચાલવા લાગી...

નીયા પણ અભી ને પ્રેમ કરે છે એ જાણીને અભી ખૂબ ખુશ હતો...

ઘરે પહોંચતા અભી એ ગાડી ધીમી પાડી ...

"પહોંચી ગયા..." નીયા જોરથી બોલી...

"શ... દાદી ને ખબર ન પડવી જોઈએ આપણે આવી ગયા છે એમ..."

"શ...." મોઢા ઉપર આંગળી મૂકીને નીયા એ ચૂપ થવાનો દેખાવો કર્યો ...

બંને નીચે ઉતર્યા...

નીયા લથડ્યા મારતી હતી...

એનો હાથ અને ખભો પકડીને અભી એના ઘર પાસે આવ્યો અને નીયા ને ઇશારાથી ચાવી આપવા કહ્યું ...
નીયા એ ચૂપચાપ ચાવી આપી દીધી ...

અંદર આવીને અભી એ નીયા ને સોફા ઉપર બેસાડી અને દરવાજા તરફ પગ ઉપાડ્યા ત્યાં નીયા એ એનો હાથ પકડી લીધો ...

"ક્યાં જાય છે ... તારે અહી રહેવાનું છે તે કહ્યું હતું...."

"હા , હું દરવાજો બંધ કરી દઉં..."

નીયા એ એનો હાથ છોડી દીધો પરંતુ નજર એની તરફ જ રાખી ....

અભી એ થોડું વિચારતા વિચારતા દરવાજો બંધ કર્યો...

(ક્રમશઃ)