Badlo - 17 in Gujarati Thriller by Heer books and stories PDF | બદલો - (ભાગ 17)

The Author
Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

બદલો - (ભાગ 17)

" તમને ત્યારે જ ખબર હતી કે તમે જેલમાં જવાના છો...એટલે તમે પહેલેથી જ મર્ડર પ્લાનિંગ કર્યું હતું એમ ને..."
ઉભી થઈને ઉશ્કેરાટમાં આવીને સ્નેહા એના મમ્મી ને કહી રહી હતી...

આંખમાં આંસુ સાથે સંગીતા ઉભી થઇ અને બોલી...
"પેલા મારી વાત સાંભળી લે દીકરા...મે તને ત્યારે પણ કહ્યું હતું કે મે કંઈ ખોટું નથી કર્યું..."

સ્નેહા ધડ દઈને થોડી દૂર બેઠી અને બોલી...
"જલ્દી કહો જે કહેવાનું હોય એ...મને ઘૃણા આવે છે એક ખૂન કરનાર સ્ત્રી સાથે બેસવાથી..."

બીજું કંઈક બોલીને વાત ને વધારવા કરતા સંગીતા મૂળ વાત ઉપર આવી ગઈ...

" જ્યારે હું તને અને તારા પપ્પા ને મૂકીને જઈ રહી હતી ત્યારે જ મને ખબર હતી કે ...."

"આગળ બોલો..." કંટાળીને સ્નેહા બોલી...

જાણે ભૂતકાળમાં સરી પડી હોય એ રીતે સંગીતા એનું ભૂતકાળ ને સ્નેહા ને કહી રહી હતી...

*

અભી અને નિખિલ ને લઈને દાદી પાર્ક માં આવ્યા ત્યારે સમય ની તક લઈને સુનિતા સંગીતા ના ઘરે આવી....

સંગીતા ઘરે એકલી હતી ...અને સ્નેહા ઘરની બહાર એની બહેનપણી સાથે રમી રહી હતી....

ત્યારે સુનિતા એ જણાવ્યું કે કોઈક ભાઈ ની સાથે મળીને એનો પતિ શૈલેષ સ્નેહા ને વેચી નાખવા માંગે છે...

બે દિવસ થી સુનિતા સંગીતા ને મળતી હતી અને એને આ વાત કહેતી હતી....પરંતુ એની પાસે વાત સાચી છે એ કહેવાના કોઈ પુરાવા ન હતા...આજે સુનિતા પુરાવા લઈને આવી હતી....

એની નાની સ્નેહા ના ઘણા એવા ફોટોગ્રાફ્સ હતા જે શૈલેષ ની ફાઈલ માંથી ચોરી કરીને લાવી હતી...
બધા ફોટા ની પાછળ એની કિમંત લખેલી હતી...જેમાં અંદર ત્રણ કરોડ ,પાંચ કરોડ થી પણ વધારે કિમંત લખેલી હતી....

સંગીતા ના પગ નીચેથી જાણે જમીન જ ખસી ગઈ હતી...એ ખુરશી ઉપર જોરથી ફસડાઈ પડી...
સુનિતા એ એને સહારો આપ્યો અને આગળ વધાર્યું...
"મે એ ભાઈ ને જોયા છે કેવા દેખાઈ છે એ...પરંતુ હું એને નથી ઓળખતી..."

" હે ભગવાન કોણ હેવાન આવું કરી શકે ...."

"એ બધું હું નથી જાણતી..અને ... હું એ પણ જાણું છું કે તારા અને મારા પતિ વચ્ચે કંઇક સબંધ છે પરંતુ...." અચકાઈને સુનિતા એ કહ્યું...

લાલ આંખમાં પાણી સાથે સંગીતા એ સુનિતા તરફ નજર કરી...
"મારે કોઈ સબંધ નથી એની સાથે...."
થોડાક વધુ પડતા મોટા અવાજે એ બોલી...

થોડી વાર બંને વચ્ચે ઘણું મૌન વાતાવરણ થંભી ગયું...

શૈલેષ છેલ્લા ઘણા દિવસ થી ફોન ઉપર વાત કરતો ત્યારે સુનિતા એની વાત ધ્યાન થી સાંભળતી....આમ તો ક્યારેય એના કામ માં ધ્યાન ન આપે પરંતુ થોડાક દિવસ થી એની વાત ઉપર થી સુનિતા ને લાગ્યું કે એનો પતિ કંઇક ખોટું કામ કરે છે...
રાત્રે સૂતી વખતે પણ એ દારૂ ના નશામાં સુનિતા સાથે થોડી બળજબરી કરે ત્યારે પણ એના મોઢામાંથી સંગીતા નામ સાંભળતી હતી...નામ સાંભળ્યા બાદ પણ સુનિતા એની એ પરિસ્થિતિ માં પડી રહેતી અને શૈલેષ પોતાની રીતે એને ચુંથી લેતો...
એકવાર સવારમાં શૈલેષ ફોન ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે એ કોઈ વસ્તુ વહેચવાની વાત કરતો હતો...જેના ફોટા એ આગળ પાછળ પાડીને મોકલવાનો હતો...ફોટા ફોન માં પાડી લીધા અને ફાઈલ માં એને ગોઠવીને ત્રણ ચાર ફાઈલ ની વચ્ચે મૂકી દીધી...અને ત્યાંથી નીકળી ગયો...
સુનિતા એ ફાઈલ કાઢીને જોઈ તો ફૂલ જેવી કોમળ છોકરી ને જોઇને એની આંખોમાં આંસુ આવી ગયા...એનો પતિ આ છોકરી ને વહેચી શકે એટલી હદે નિર્દય હતો એની જાણ સુનિતા ને નહતી...
ફોટા એમાં મૂકીને એનું કામ કરવા લાગી....

થોડાક દિવસ પછી દાદી એ અભી અને નિખિલ ને લઈને પાર્ક માં જવા માટે કહ્યું ત્યારે પાર્ક માં એ છોકરી ને જોઇને સુનિતા ની આંખો પહોળી થઇ ગઈ ....
સુનિતા એની પાસે જાય એ પહેલા એક સ્ત્રી એને લઈને ત્યાંથી નીકળી ગઈ...
બંને બાળકોને લઈને સુનિતા એની પાછળ પાછળ આવી ત્યારે એનું ઘર પણ યાદ રાખી લીધું ...

અચાનક નિખિલ બોલ્યો...
"મમ્મી , પપ્પા તો મને અહી એક વાર લઈને આવ્યા છે ...મે આ રસ્તો જોયો છે ..."

"ક્યારે તું આવ્યો તારા પપ્પા સાથે..."

" એકવાર સ્કૂલે થી આવતી વખતે પપ્પાએ કોઈક સંગીતા આંટી ને ગાડીમાં બેસાડીને અહી મૂકવા આવ્યા હતા અને એની સાથે અભી ના ક્લાસ ની છોકરી પણ હતી..."

બીજે દિવસે સુનિતા એકલી ત્યાં આવી ત્યારે એણે શૈલેષ ની ગાડી ત્યાં બહાર જોઈ...
એ થોડા સમય ત્યાં છુપાઈ રહી...
ગાડી નીકળી ગઈ ત્યારે સુનિતા એ ઘરમાં આવી....
થોડી વાતચીત અને પરિચય પછી સુનિતા એ સ્નેહા ને જોઇને એની વાત છેડી...
પરંતુ સંગીતા એ વાત માનવા માટે તૈયાર જ નહતી...
નાનપણ થી લઈને અત્યાર સુધી એણે એની દીકરી ને પોતાની દીકરી તરીકે પ્રેમ આપ્યો એ આવું કરે જ નહીં એવું એ માનતી હતી....

પરંતુ આજે એ સાથે ફોટો લઈને આવી હતી જેથી સંગીતા ને પણ જાણ થઈ કે આ વાત સાચી હતી....

ઘરમાં થઈ ગયેલો સન્નાટો તોડીને સંગીતા એ અચાનક બોલવાનું ચાલુ કર્યું...

તે દિવસે ધોધમાર વરસાદ માં જે કંઈ થયું એ બધી વાત સુનિતા ને જણાવી....
બંનેની આંખો આંસુ થી ભરાયેલી હતી...
સંગીતા એ એની વાત આગળ વધારી...
કંઈ રીતે ધીમે ધીમે બંને વચ્ચે આકર્ષણ વધતું ગયું...
શૈલેષ એક પિતા તરીકે સ્નેહા ને પ્રેમ કરતા...
બે દિવસે ને બે દિવસે એ એમને મળવા આવે...
જરૂર કરતાં વધારે સામાન લઈને આવે, કોઈક ગિફ્ટ લઈને આવે....પરંતુ એ બધું સ્નેહા ના પપ્પા ની ગેરહાજરીમાં થતું...

સંગીતા એ એક દિવસ કંટાળીને ના પાડી દીધી હતી કે એ આ રીતે બીજા પુરુષ સાથે સબંધ ન રાખી શકે...ત્યારે શૈલેષે ખૂબ ગુસ્સો ઠાલવ્યો હતો...અને વચ્ચે આવતી સ્નેહા ને પણ ગાલ ઉપર જોરથી તમાચો મારી દીધો હતો...
ત્યારબાદ એ એક મહિના પછી એની માફી માંગવા આવ્યો હતો ...એની માંગેલી માફી ને સંગીતા એ માફ કરી દીધી એટલે શૈલેષ ફરીથી ખૂબ સામાન અને ગિફ્ટ લઈને આવતો થઈ ગયો પરંતુ સંગીતા એને ના પાડતી રહેતી....
એ એક મહિના પછી શૈલેષ બે વાર આવ્યો હતો...
અને આજે સુનિતા આ વાત જણાવી રહી હતી...એટલે સંગીતા ને પણ કંઈ સમજાય રહ્યું ન હતું....

થોડી વાર વિચારીને બંને એ તારણ કાઢ્યું...
સંગીતા એ બંને વચ્ચે સબંધ રાખવાની ના પાડી હતી જેના કારણે શૈલેષ બદલો લેવા માંગતો હશે...એનો ખાર ઉતારવા માંગતો હશે...જેથી એ માફી માંગવાના બહાને આવ્યો...

થોડી ઘણી વાતો કરીને સુનિતા ત્યાંથી નીકળી ગઈ...

સંગીતા પણ થોડાક દિવસ શૈલેષ નું બદલાયેલું વર્તન નોંધવા લાગી...

સુનિતા એ પગ માં વાગવાનું બહાનું કરીને સંગીતા ને ઘરે બોલાવી લીધી...શૈલેષ બહાર જાય છે અને સુનિતા ને વાગ્યું છે એટલે દાદીનું ધ્યાન રાખવા માટે એ સંગીતા ને બોલાવશે એની ખાતરી સુનિતા ને હતી....

શૈલેષ જ્યારે આવી ગયો ત્યારે રાત્રે કામ કરી રહ્યો હતો બધા સૂઈ ગયા હતા...
સવાર માં ઊઠીને સુનિતા ધીમે ધીમે પગલા માંડીને નીચે આવી રહી હતી ત્યારે એણે હોલ ના સોફા ઉપર બેઠેલા શૈલેષ ને જોયો એની સાથે બીજો એક ભાઈ પણ હતો જે એક મહિના પહેલા ફોટોગ્રાફ્સ આપવા માટે શૈલેષ પાસે આવ્યો હતો એના ખોળામાં સ્નેહા બેહોશ પડી હતી....

સુનિતા એ વિચાર્યું કે એ એકલી હશે તો પહોંચી નહિ શકે એટલે એણે સંગીતા ને બોલાવી લેવાનું વિચારીને ઉપર આવી....
બંને નીચે આવ્યા એટલી વારમાં એ ભાઈ સ્નેહા ને લઈને નીકળી ગયો...
સુનિતા દોડીને એની પાસે આવી પરંતુ શૈલેષ એ વચ્ચે જ રોકી લીધી ...

"સાલી મારા કામ માં વચ્ચે આવે છે...."

પાછળ થી આવતી સંગીતા સેફ્ટી માટે ડાઇનિંગ ટેબલ ઉપર થી છરો લઈને આવી ત્યાં શૈલેષ એ એના હાથમાંથી લઇ લીધો અને સુનિતા તરફ ઉગામ્યો...

સંગીતા એ શૈલેષ ને ધક્કો માર્યો એટલે એ સોફા ઉપર ફસડાઈ પડ્યો છરો એના હાથ માં હતો....
સુનિતા ને ત્યાંથી ભાગી જવાનું કહી ને સંગીતા વચ્ચે આવી અને શૈલેષ ને રોકી રહી હતી...

"પરંતુ તને આમ એકલી મૂકીને....હું કઈ રીતે જઈ શકું..."

"તું જા ..આ બધું હું જોઈ લઈશ...તે એ માણસ ને જોયો છે જે સ્નેહા ને લઈને ગયો છે..."

આ સાંભળીને સુનિતા દરવાજા તરફ દોડવા લાગી...

પરંતુ પાછળથી આવતો શૈલેષ નો અવાજ બંધ થઈ ગયો એટલે એ ઉભી રહી ગઈ...

શૈલેષ અને સંગીતા ની હાથાપાઈ માં શૈલેષથી પકડેલો છરો પોતાના પેટમાં જ વાગી ગયો...અને એ સોફા ઉપર પડી ગયો....

એના પેટમાંથી છરો કાઢીને ઉભી રહેલી સંગીતા ભીની આંખે આ બધું જોઈ રહી...

(ક્રમશઃ)