Ek Pooonamni Raat - 45 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-45

Featured Books
Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-45

એક પૂનમની રાત
પ્રકરણ-45
દરવાજા પર બેલ વાગ્યો અને ક્યાંય સુધી કોઇ ઉભું થયું નહીં.. દાદીએ કહ્યું યશોદા જોને કોઇ દરવાજે બેલ મારે છે કોણ છે ? મારાંથી ઉભા નહીં થવાય. યશોદાબેન વંદનાને બૂમ પાડી વંદના જોને કોણ છે ? હું રોટલી બનાવું છું મારે બળી જશે. વંદના છાપુ બાજુમાં મૂકીને ઉભી થઇ અને દરવાજો ખોલ્યો સામે અભિષેક ઉબો હતો. વંદનાએ કહ્યું આટલી સવારે ? તારે જોબ પર નથી જવાનું ?
અભિષેકે કહ્યું ક્યારનો બેલ મારુ છું ? કોઇ આવ્યું નહી કેમ રામુ ક્યાં છે ? વંદનાએ અભિષેક સામે જોયા કર્યું અને બોલી રામુ છેલ્લા ત્રણ દિવસથી ગૂમ છે ખબર નથી ? અને આજનાં પેપરમાં ન્યૂઝ છે કે પેલી જંગલમાં વાવ છે ત્યાં અર્ધ બળેલી પુરુષની લાશ મળી છે. મને તો બધાં ખરાબ વિચાર આવે છે.
અભિષેકે આષ્ચર્યથી પૂછ્યું રામુ 3 દિવસથી ગૂમ છે કંઇ ઘરમાંથી ચોરાયું નથી ને ? આ બધાં ક્યારે શું કરે અને ભાગી જાય ખબર ના પડે એમ કહી ઘરમાં આવ્યો.
વંદનાએ કહ્યું રામુ એવો નહોતો ત્યાં યશોદાબેન કીચનમાં બહાર આવી બોલ્યાં રામુ ખૂબ સારો છોકરો હતો એના વિષે એવું કંઇ ના બોલશો જરૂર કોઇ કામમાં અટવાયો હશે ગામ જાય તો કાયમ કહીને જાય. ઘરમાંથી કંઇ ગયું નથી. પણ અભિષેક તમે રાત્રે ક્યારે ગયા ખબરજ નથી અને તમારે જોબ નથી આજે ? અભિષેક કહ્યું મંમી શનિ-રવિ રજા હોય છે તમે અને વંદના બંન્ને ભૂલી ગયાં ? લાવ પેપર શું ન્યૂઝ છે ? ત્યાંજ ઘરનો બેલ ફરીથી વાગ્યો.
વંદનાએ દરવાજો ખોલ્યો સામે ઇન્સપેક્ટર સિધ્ધાર્થને જોઇને બોલી તમે ? સિધ્ધાર્થે કહ્યું મારે થોડાં પ્રશ્ન કરવાનાં છે. અંદર આવી શકું ? વંદનાએ નિરસ પણે જવાબ આપતાં કહ્યું આવો.
સિધ્ધાર્થે અંદર આવ્યો એણે સોફા પર બેસતાં દાદીને કહ્યું બા જય શ્રી કૃષ્ણ. બા એ સામે હાથ જોડ્યાં ત્યાં યશોદાબેન કીચનમાંથી હાથ લૂછતાં બહાર આવ્યા અને બોલ્યાં કેમ ભાઇ શું થયું ? હજી શું પૂછવાનું બાકી છે ? છોકરો તો ગયો. ત્યાં સિધ્ધાર્થે કહ્યું મીલીંદ અકસ્માતે નીચે નથી પડ્યો એને કોઇએ ધક્કો માર્યો છે એવો શક પાકો થયો છે.
યશોદાબેનની આંખમાં આંસુ ઘસી આવ્યા ? હાય હાય મારાં છોકરાને કોણે ધક્કો માર્યો ? કોણ છે એ નરાધમ ? તમને એવું કેવી રીતે લાગે છે? એવુજ તો એને પક્ડો ને ખૂબ આકરી સજા કરો.
સિધ્ધાર્થે કહ્યું અમે પુરાવા મેળવી રહ્યાં છીએ અને એનાં અંગેજ પૂછપચ્છ કરવા આવ્યો છું અમને એવી પાકી કડી મળી છે એટલે શક અમારો મજબૂત થયો છે. એમ કહી વંદના અભિષેક તરફ નજર કરી.
અભિષેક ઉભો હતો એ સિધ્ધાર્થની પાસે આવી બોલ્યો સર પાકો શક અને પુરાવો હોય તો પકડોને અમે પણ એવુંજ માનીએ છીએ કે મીલીંદ એમ થોડો પડી જાય ? અને તમારી પાસે પુરાવાની કંઇ કડી મળી આવી છે ?
વંદનાએ કહ્યું એ મારો એકનો એક ભાઇ હતો અમને બધાને ખૂબ વ્હાલો હતો એનાં મોતનું કારણ શોધી કાઢો અને જે આરોપી છે એને પકડી લો એમ કહીને હાથ જોડ્યાં.
સિધ્ધાર્થે કહ્યું હું તમને થોડાં પ્રશ્નો પૂછું એનાં સાચાં જવાબ આપજો તમારો સહકાર અમારાં માટે ખૂબ જરૂરી છે. તમારાં ઘરનો નોકર રામુ ક્યાં છે ?
યશોદાબેન કહે રામુ 3 દિવસથી ઘરે આવ્યો નથી પરંતુ રામુ આમાં ગુનેગાર ના હોય એ ખૂબ સારો છોકરો હતો અને મીલીંદને.. સિધ્ધાર્થે એ બોલે આગળ પહેલાં કહ્યું રામુ ગુનેગાર નથી પણ જે ગુનેગાર છે એણે રામુનું ખૂન કર્યું છે.
બધાંજ સડક થઇ ગયાં. યશોદાબેને કહ્યું રામુનુ ખૂન થયું છે ? કોણે કર્યું ? ક્યારે કર્યું ?
સિધ્ધાર્થે કહ્યું રામુને ખબર હતી અથવા શક હતો કે મીલીંદને કોણે ધક્કો મારી માર્યો છે એટલેજ એનું ખૂન થયું છે. વંદના અને અભિષેક એકબીજા સામે જોવા લાગ્યાં. વંદના બોલી પણ રામુને ખબર હોય તો અમને જણાવી દેને શા માટે એ ચૂપ રહે ? અને મીલીંદને શા માટે કોઇ મારે ? એને કોઇ સાથે કંઇ દુશ્મની નહોતી.
સિધ્ધાર્થે કહે અમારે એજ તો શોધવાનું છે કે રામુ શું જાણતો હતો ? રામુ જંગલની અવાવરૂ વાવ પાસે અર્ધબળેલી હાલતાં મૃત્યુ પામેલો મળ્યો છે એની લાશની તપાસ-પોસ્ટમોર્ટમ રીપોર્ટ બધુ આવશે એટલે બધી ખબર પડશે પણ રામુએ એક પુરાવો અમારાં સુધી પહોંચતો કરેલો છે અને એની તપાસ માટેજ હું અહીં આવ્યો છું એમ કહીને ખીસામાંથી એક પ્લાસ્ટીકની બેગ કાઢી એમાંથી એક લેડીઝ હાથરૂમાલ કાઢીને બતાવ્યો જે લોહી વાળો હતો.
રૂમાલ જોઇને વંદનાએ તરતજ કીધું. આ રૂમાલ તો મારો છે. પણ એ આવો લોહીથી ખરડાયેલો કેમ છે ? આ લોહી કોનું છે ?
સિધ્ધાર્થે કહ્યું ચાલો સારુ થયું તમે તમારો રૂમાલતો ઓળખી બતાવ્યો પણ એમાં લોહી ખાલી મીલંદનું નથી એમાં બે જણાનું લોહી છે અમે એનાં ટેસ્ટ કરાવી લીધા છે. મીલીંદ સિવાય કોનું લોહી છે એજ તપાસ કરવાની છે એટલે હું તમારાં ઘરનાં સભ્યોનું લોહીનું સેમ્પલ લઇશ અને અન્ય જે મહેમાનો આવેલા એમનું પણ લેવું પડશે. એટલે મહેમાનોનું લીસ્ટ મારે જોઇશે. હું હમણાં ફોન કરુ એટલે લેબ માંથી ટેકનીશીયન આવશે. તમારું બલ્ડ સેમ્પલ લેશે એમાં દાદી અને મધરની અમારે જરૂર નથી તમારે બંન્નેએ અને મહેમાન આવેલાં એમનું જોઇશે એટલે લીસ્ટ અને સેમ્પલ મને આપવા પડશે.
વંદના અને અભિષેક આધાતથી થીજી ગયાં એમણે કહ્યું અમારું બ્લડ સેમ્પલ ? અમે અમારાં ભાઇને થોડો માર્યો હોય ? પણ હું તૈયાર છું બોલાવો તમારાં લેબ વાળાને અને લીસ્ટ પણ આપું છું.
સિધ્ધાર્થે કહ્યું ગુડ હું ફોન કરીને બોલાવું છું તમે સહકાર આપજો એમ કહી સિધ્ધાર્થે સીટી હોસ્પીટલની લેબમાં ફોન કર્યો અને બ્લડ સેમ્પલ લઇ જવા સૂચના આપી.
વંદના બોલી આ બધું શું થઇ રહ્યું છે ? ભાઇનાં જવાથી મારી માનસિક હાલત પણ બગડી હવે આ નવું તૂત.. ત્યાંજ અભિષેક કહ્યું ઇન્સપેક્ટર જે દીવસે આ ઘટના બની ત્યારે મીલીંદની કોઇ ફ્રેન્ડ પણ આવેલી જે પછી ગૂમ થઇ ગઇ ફરી જોઇજ નથી.
સિધ્ધાર્થે આર્શ્ચયથી પૂછ્યું કોણ ફ્રેન્ડ ? શું નામ હતું ? તમે આટલા સમયથી કેમ જણાવ્યું નહીં ?
અભિષેક કહ્યું સર એ થોડીકવાર માટેજ આવી હતી અને ખૂબજ બ્યુટીફુલ હતી પણ એ ક્યારે જતી રહી એ ખબર નહોતી અને આ વાત હું સાચેજ ભૂલી ગયો હતો. એનું નામ નથી ખબર મીલીંદ એની સાથે હતો એ લોકો ડ્રીંક લેતાં હતાં અમે લોકો અમારી વાતોમાં હતાં પછી એને જોઇજ નથી મીલીંદને પણ એકલોજ જોયેલો. એનાં ગયાં પછી મીલીંદ એનાં ખાસ ફ્રેન્ડ દેવાંશનીજ રાહ જોઇ રહેલો એને દેવાંશ સાથે કંઇક વાત કરવી હતી.
સિધ્ધાર્થ વિચારમાં પડી ગયો. આ નવું પ્રકરણ આવ્યું. એ છોકરી કોણ હતી ? દેવાંશ જાણે છે ? એ જાણતો હોય તો જણાવેજ.
સિધ્ધાર્થે વિચાર કરીને કહ્યું તમે પાર્ટીનાં ફોટો અને વીડીયો લીધાં હશે ને ? એ મને આપો એમાં એ હશેજ ને ? વંદના કહે હમણાં લાવું છું એમ કહી કેમેરા અને એનો ફોન પણ લઇ આવી. એણે કહ્યું મેં ફોટાં અને વીડીયો ફોનથી પણ લીધેલાં પણ મીલીંદનો એક કેમેરા છે એમાં પણ ફોટો વીડીયો લીધેલાં. એ કેમેરા સિધ્ધાર્થને આપ્યો. સિધ્ધાર્થે કેમેરા ચાલુ કર્યો એમાં ફોટાં અને વીડીયો રેકર્ડ કરેલા જોવા લાગ્યો. વંદના એનાં ફોનમાં જોવા લાગી પછી બોલી મેં એ છોકરીને નથી જોઇ. અને અભિષેક તેં ક્યારે જોઇ ? કંઇ નહીં રેકર્ડમાં છે કે નહીં હું જોઊં છું.
અભિષેક કહે એણે ઓળખાણ નથી કરાવી એ ટેરેસ પર આવી સીધી મીલીંદ પાસેજ ગઇ હતી મારી નજર પડી હતી મને એમ કે એની ફેન્ડ છે પણ એ ખૂબ સુંદર હતી મને યાદ છે.
સિધ્ધાર્થે કહ્યું હું આ કેમેરા મારી સાથે લઇ જઉ છું તમે તમારાં ફોનમાં રેકોર્ડીંગ મને શેર કરી દેજો જો એમાં મળી જાય તો ઠીક નહીંતર કોઇ રીતે શોધવીજ પડશે અને કેમેરા બંધ કરતાં અચાનક સિધ્ધાર્થની નજર....
વધુ આવતા અંકે - પ્રકરણ - 46