LOVE BYTES - 79 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બાઇટ્સ - પ્રકરણ-79

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

લવ બાઇટ્સ - પ્રકરણ-79

લવ બાઇટ્સ
પ્રકરણ-79

સ્તવનની કાર ગેટમાં પ્રવેશી અને સામે આશા દોડતી આવી ગઇ. સ્તવન હાંશ આવી ગયાં. પીતાંબર થરમોશ લાવ્યા ? અને સ્તવનનાં ચહેરા સામે જોવા લાગી. કેમ સ્તવન શેનાં વિચારોમાં છો ? ચહેરો કેમ આવો છે ? તમારે કોઇ ચિંતામાં નહીં રહેવાનું તમારો ચહેરો હસ્તોજ સરસ લાગે છે.
સ્તવને કહ્યું અરે શેની ચિંતા ? જો થરમોસ આવો લાવ્યો છું એમ કહી થરમોસ પકડાવી વાત બદલી અને કહ્યું આ મહાદેવજી માટે રેશમી પિંતાબર બે લાવ્યો છું એક આપણે ચઢાવીશું એક મયુર અને મીહીકા.
આશાએ કહ્યું સારું કર્યું. ચાલો બધાં રાહ જોવે છે અને આપણો સામાન પણ પેક કરવાનો છે. કેટલું યાદ કરી કરી મેં અલગ કાઢી રાખ્યું છે. તમે આવો પછી બેગ ભરીએ. બેગ ગોઠવતાં તમને સરસ આવડશે બધુ સમાવી દો છો. જેમ હું તમારામાં સમાઇ ગઇ છું. સ્તવને હસતાં હસતાં કહ્યું હાં ચાલ અંદર અને એને પાછો પેલાં પાર્સલનો વિચાર આવી ગયો પણ કંઇ પૂછ્યું નહીં બોલ્યો નહી.
આશા સ્તવન ઘરમાં આવ્યા અને સ્તવને પહેલાં જ રાજમલકાકા સામે જોયું અને એમનો ચહેરો જોવા લાગ્યો. રાજમલકાકા સમજી ગયાં. એમણે કહ્યું સ્તવન આવી ગયો ? અને આશાને કહ્યું જા પાણી લઇ આવ. એને મોડુ થઇ ગયું. પછી એને જમવા આપી દે એમ કહી આશાને કીચનમાં મોકલી.
બીજા બધાં વાતોમાં હતાં એમણે સ્તવને જોઇને કહ્યું આવી ગયો ભાઇ ? સ્તવને બે પીતાંબર ભંવરી દેવીને આપીને કહ્યું માં આ પીતાંબર લાવ્યો છું જોઇ લો અને આશાએ થેલી ટીપોય પર મૂકેલી એ બેગ આપીને એ લોકોને વાળ્યાં.
રાજમલકાકાએ કહ્યું સ્તવન તારાં રૂમમાં મેં તારાં કબાટ પર પાર્સલ મૂક્યું છે તું ફ્રેશ થવા જાય છે એમ કહીને જોઇ આવ મને કંઇક જુદુજ લાગ્યું છે કોણે મોકલ્યુ છે નથી લખ્યું. કોઇને ખબર નથી પડવા દીધી કારણ કે કંઇક વિચિત્ર લાગ્યું.
સ્તવને ઓકે કહીને ફેશ થઇ કપડાં બદલીને આવું છું કહીને સીધો એનાં રૂમમાં ગયો. રૂમ બંધ કરીને કબાટ પર મૂકેલું પાર્સલ હાથમાં લીધું.
પાર્સલ બરાબર પેક કરેલું હતું. પણ એનાં ઉપર રેશમી લાલ ચુંદડી બાંધેલી હતી. અને ચુંદડી પણ ખૂબ મોંધી જરી વાળી હતી. જાણે કોઇ રાજવી ઘરની હોય એવી એણે ચુંદડી સાચવીને દૂર કરી મોટું પાર્સલ કોણે મોકલ્યું એ પ્રશ્ન સાથે પાર્સલ ખોલ્યું તો જોઇને સાવઅવાચક થઇ ગયો. એમાં મોતી અને માણેકથી સજાવેલી પાઘડી હતી જાણે કોઇ રાજાની હોય એમાં આગળ માણેક પુરતું ફુમતું. ખૂબ સુંદર સજાવટ હતી એણે હાથમાં લીધેલી પાઘડી આમ તેમ ફેરવીને જોઇ. અને એનું આષ્ચર્ય વધી રહેલું હતું કે મને કોણે મોકલી ? કેમ મોકલી ? આનો શું અર્થ કાઢવો ?
સ્તવનને થયું આ ચોક્કસ સ્તુતિએ મોકલી હશે ? શા માટે ? આ સંકેત શું કહે છે ? એનાં ગળામાં પહેરેલી માળામાં મોતી અને મણી હાથમાં લઇને જોયાં જે મોતી માળામાં હતાં એવાં અસ્સલ મોતી પાઘડીમાં હતાં અને એમાં સજાવટમાં પરોવેલાં માણેક-પન્નુ બધાં ખૂબજ કિંમતી જણાતાં હતાં.
એણે પાઘડી બાજુમાં મૂકીને પાર્સલમાં અંદર જોયું તો એક કાગળ હતો. એ કાગળ હાથમાં લીધો અને એનાં હાથ ધૂજવા માંડ્યા. એ કાગળમાં અક્ષરો લોહીથી લખેલાં હતાં. એણે આછા થયેલાં અક્ષરો ઉકેલી વાંચવા પ્રયત્ન કર્યો પણ એને સમજાયું નહીં કોઇક સંદેશો છે આ કાગળ કોણે ક્યારે લખેલો ? અનેક પ્રશ્નો મનમાં આવતાં હતાં પણ કોઇ સમાધાન નહોતું જડતું. એણે એ કાગળ પાઘડીમાં મૂક્યો. પછી જોયુ તો બીજો પણ એક કાગળ શાહીથી લખેલો હતો એ અક્ષર-શબ્દો સ્પષ્ટ વંચાતા હતાં એમાં લખેલું એણે વાંચ્યુ...
સ્તવન આ તમારી અમાનત છે તમને પાછી મોકલું છું કુંબલગઢ જાવ ત્યારે આ બધુંજ સાથે રાખજો તમને તમારો ભૂતકાળ ગત જન્મની યાદો યાદ આવી જશે. મેં તમને કહેલું એ અક્ષરે અક્ષર સાચું લાગશે હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું આટલું કહ્યું પાળજો.
આ મારાં અને તમારાં બંન્ને માટે જરૂરી છે. નહીંતર આ ભવ પણ એળે જશે હું તમારાં જીવનમાં વચ્ચે ફરી કદી નહીં આવું એ હું પ્રોમીસ પાળીશજ. બાકી હવે બધુ તમારાં હાથમાં છે. બસ આટલી છેલ્લી વિનંતી મારી માનજો. લવ યુ. સ્તુતિ....
સ્તવન વિચારમાં પડી ગયો. સ્તુતિ કાયમ વચ્ચે નહીં આવું કહીને એ બધુ યાદ કરાવવાનાં પ્રયત્નમાં હોય છે. એવું તો શું છે ? આ પાઘડી-માળા-લોહીથી લખેલ કાગળ એ પણ કુંબલગઢ જતાં મારે પહેરવી. શું છે આ બધુ ? હવે મારાં જીવનમાં ક્યું તોફાન આવવાનું છે ? હું સાથે કેવી રીતે લઇ જઇશ ? કેવી રીતે પહેરીશ ?
ત્યાં બારણે ટકોરા થયાં અને સ્તવને પાર્સલ એમજ બધુ એક સાથે મૂકી પાછું કબાટ ઉપર મૂકી દીધું અને એણે દરવાજો ખોલ્યો. સામે આશા ઉભી હતી. એણે કહ્યું કેમ હજી ફ્રેશ નથી થયાં ? કપડાં નથી બદલ્યાં ? ક્યારનાં ઉપર આવ્યાં છો ? મેં થાળી પીરસી રાખી છે ? શેનાં વિચારોમાં છો ? સ્તવને હસતાં હસતાં વાત બદલી કહ્યું અરે કંઇ નહીં મારે મેઇલ કરવાનાં રહી ગયેલાં મેઇલ કર્યા. અને એક જોરદાર સરપ્રાઇઝ છે એ પછી કહીશ.
આશાએ કહ્યું ઓહ શું સરપ્રાઇઝ છે કહો મને પહેલાંજ. સ્તવને કહ્યું હું કહી દઇશ તો સરપ્રાઇઝ શું રહેશે ? સરપ્રાઇઝને સરપ્રાઇઝજ રહેવા દે ચલ હું ફટાફટ ફ્રેશ થઇને કપડાં બદલીને આવું છું. બહુ ભૂખ લાગી છે એમ કહી આગળ વાત કર્યા વિના બાથરૂમમાં ધૂસી ગયો.
આશાએ કહ્યું જલ્દી આવો હું રાહ જોઊં છું એમ કહીને નીચે ગઇ. સ્તવન ફ્રેશ થઇ કપડા બદલીને એણે બંન્ને કાગળ કાલે પહેરવાનાં પેન્ટનાં ખીસ્સામાં મૂક્યાં અને પાઘડીને કબાટમાં મૂકી પાર્સલમાંજ અને ચુંદડી એનાં કપડાંની વચ્ચે મૂકી દીધી અને નીચે ગયો.
સ્તવન જમવા બેઠો અને ભંવરીદેવીએ કહ્યું પીતાંબર સરસ લાવ્યો છું લલિતામાસીએ કહ્યું તારી પસંદગી સરસ છે મહાદેવ પણ ખુશ થઇ જશે.
આશાએ હસતાં હસતાં સૂર પુરાવ્યો પસંદગી તો સારીજ છે ને. અને બધાં અર્થ સમજ્યાં અને એક સાથે હસી પડ્યાં. સ્તવને રાજમલકાકા સામે જોયું અને કંઇક ઇશારો કર્યો.
માણેકસિહજીએ કહ્યું તારે સાથે લઇ જવાનું બધું તૈયારજ છે. મીહીકા અને મયુર પણ રાત્રે અહીંજ આવી જવાનાં છે સવારે સાથે નીકળી જવાય એટલે સ્તવને કહ્યું સારું કર્યું. પછી બોલ્યો જમીને રાજમલકાકા આપણે પાન લેવા જઇએ. મયુરને પણ પસંદ છે થોડાં પગ છૂટા થાય.
રાજમલકાકાએ કહ્યું હાંશ ચાલો એ બ્હાને ચલાશે. ત્યાં લલિતામાસી કહે કાલે આટલું ડ્રાઇવીંગ કરવાનું છે તમે ચાલતા ના જશો તમારી બાઇક પર જજો છોકરો થાકી જશે.
રાજમલકાકાએ વાત પકડીને કહ્યું ભલે એવું કરીશું. સ્તવન જમી રહ્યો એટલે બંન્ને જણાં બાઇક પર પાન લેવાં માટે નીકળ્યાં. આશાએ કહ્યું મારાં અને મીહીકાબેન માટે પણ લાવજો. બંન્ને હાં કહીને નીકળ્યાં અને ત્યાં મયુર અને મીહીકા કારમાં આવ્યાં. સ્તવને કહ્યું તમે બેસો અમે આવીએ છીએ વધુ વાત કર્યા વિનાજ નીકળી ગયાં.
ઘરથી થોડેકજ દૂર પાનવાળાનો ગલ્લો આવ્યો સ્તવન અને રાજમલકાકા ઉતર્યા. સ્તવને પાનનાં ઓર્ડર કર્યા. અને અત્યાર સુધી મૌન રહેલાં રાજમલકાકાએ કહ્યું સ્તવન હું ક્યારનો જાણવા ઉતાવળો થયો છું એ પાર્સલમાં શું હતું કોણે મોકલ્યુ હતું ? ઉપર કોઇ કિંમતી ચુંદડી હતી.
સ્તવને કહ્યું કાકા હું સમજુ છું તમને શું મને પણ તાલાવેલી હતી જાણવાની કે પાર્સલમાં શું છે ? કોણે મોકલ્યું ? એમાં કોઇ મોંઘી રાજવી પાઘડી છે એમાં મોતી અને માણેક જડેલાં છે કાકા મોકલનારે નામ નથી લખ્યુ. અને એટલુંજ લખ્યું છે આ પાઘડી તમારે માટે છે કુંબલગઢ જાવ છો ત્યાં પહેરજો તમને આ પાઘડી સાથેનો સંબંધ યાદ આવી જશે.
રાજમલકાકા આષ્ચર્યથી બધુ સાંભળી રહેલાં એમણે પૂછ્યું ? પાઘડી સાથેનો સંબંધ યાદ આવી જશે એટલે ? આ બધું શું છે ? આ કેવી વાત કરે છે ?
સ્તવન કહ્યું કાકા આજે એક પેટછૂટી વાત કરું છું તમને એટલુંજ કહીશ કે મારાં બાળપણથી જે દોરાં પડતાં હતાં એનાં સંબંધ આ પાઘડી સાથે છે ગત જન્મની વાત છે તમે સાચું નહી માનો પણ આ સત્ય છે મને કશુંજ યાદ નથી પણ કોઇક અજ્ઞાત મને વારંવાર યાદ કરાવવા પ્રયત્ન કરે છે. સ્તવને "અજ્ઞાત" શબ્દ પર ભાર મૂક્યો. રાજમલકાકાની આંખો...
વધુ આવતા અંકે - પ્રકરણ -80