I Hate You - Can never tell - 52 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-52

Featured Books
Categories
Share

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-52

આઇ હેટ યુ
પ્રકરણ-52
રાજનાં મંમી રાજની વાતો સાંભળીને ડઘાઇ ગયાં હતાં એમને થયું એનાં પાપાએ ગોઠવેલી બાજી સાવ જ ઊંધી પડી ગઇ આ છોકરો હવે શું કરશે ? એ ઉભા થઇને એનાં પાપાનાં રૂમમાં ગયાં રૂમમાં લાઇટ ચાલુ હતી અને રાજનાં પાપા તો ધીમું મ્યુઝીક ચાલુ કરીને ડ્રીંક લઇ રહેલાં.
રાજનાં મંમીએ કહ્યું તમે અહીં બેઠાં બેઠાં ડ્રીક લો છો. તમારો દીકરો ખૂબ ગુસ્સામાં હતો. તમે એની સાથે વાત કરો. એ નંદીનીનો સંપર્ક કરવાનો છે.
રાજનાં પાપાએ ગ્લાસ ટીપોય પર મૂકતાં કહ્યું કંઇ ચિંતા ના કર નંદીનીનો ફોન લાગશેજ નહીં. રાજની મંમી કહે લાગશેજ નહીં એટલે ? તમને કેવી રીતે ખબર ? છોકરો આપણો ખૂબ ડીસ્ટર્બ છે એ કહે છે તમે નંદિનીનાં સંપર્કમાં નથી નથી.. એની કાળજી લીધી.
રાજનાં પાપાએ કહ્યું નંદીનીએ એનો નંબર બંધ કરી દીધો છે મેં ઘણાં ટ્રાય કર્યા પણ ફોન નથી લાગતો નંદીનીનો એ સંપર્ક કરીજ નહીં શકે. મારે ડૉ. જયસ્વાલ સાથે ઘણાં સમય પહેલાં વાત થઇ હતી એનાં પાપા એક્સપાયર થઇ ગયાં છે મેં એ પછી પણ ફોન ટ્રાય કરેલો પણ એણે નંબર બદલી નાંખ્યો લાગે છે.
એમણે ફરીથી સીપ મારતાં કહ્યું મેં આપણાં ઓફીસનાં માણસને હમણાં બે દિવસ પહેલાંજ એનાં ઘરે મોકલ્યો હતો કે જા રૂબરૂ જઇને મને ફોન કરવા કહે મારે જાણવું હતું પછી શું સ્થિતિ છે પણ એ એમનેમ પાછો આવ્યો અને તપાસ કરી લાવ્યો કે નંદીનીનું ઘર ઘણાં સમયથી બંધ છે નંદીની ત્યાં રહેતી નથી બાકી મને બીજી કંઇ ખબર નથી.
રાજનાં મંમી આધાત અને આર્શ્ચયથી સાંભળી રહ્યાં અને બોલ્યાં તમે તો મને કશું કહેતાંજ નથી આ બધી વાત તમારો છોકરો જાણશે તો શું થશે ? અત્યારેજ કેટલી ફરીયાદ કરતો હતો ? હવે શું કરીશું ?
એનાં પાપા બોલ્યાં એમાં શું કરીશું એટલે ? ટાઢે પાણીએ ખસ ગઇ ચિંતા કર્યા વિના સૂઇ જા.
રાજને તો હું સંભાળી લઇશ. એનાં પાપા એક્સપાયર પર થઇ ગયાં એણે આપણને જાણ કરી ? એની ફરજ નથી આપણને જણાવે. પછી સીપ મારી ગ્લાસ ટીપોય પર મૂક્યો અને બોલ્યાં રાજને કેવી છોકરીઓ મળે ખબર છે ? આ સાવ સામાન્ય ઘરની છોકરી રાજને લાયકજ નહોતી. પેલો ગૌરાંગ એને કેટલું સાચવતો એની વાઇફ નીશા તું ઓળખેજ છે એ કેટલું રાજનું ધ્યાન રાખતી મને એમ કે ત્યાં રહેશે હળીભળી જશે રાજ US ગયો છે ત્યાંનો રંગ લાગશે નંદીનીને ભૂલી જશે. પણ આ છોકરો તો જુદોજ નીકળ્યો.
એ ગૌરાંગની દીકરી તાન્યા કેટલી બ્યુટીફુલ છે ગૌરાંગ રાજને પસંદ કરે છે એક સરખા સ્ટેટસ વાળાં લોકો સંબંધમાં બંધાય એ શોભે પણ પેલા નાં પગ જમ્યા નંદીનીનું ભૂત ઉતરતુંજ નથી ગૌરાંગનું ઘર છોડીને શેરીંગમાં રહેવા જતો રહ્યો. મારી એક વાત માની નથી એણે.. પણ મેં ગૌરાંગને કીધું થોડો સમય આ બધું મગજમાં રહેશે સમય જતાં બધુ ભૂલી જશે તું એનાં સંપર્કમાં રહેજે. મારે કેસ એટલાં પેન્ડીંગ છે મને સમયજ નથી મળતો પછી એવું હશે તો આપણે US જઇ આવીશું ત્યાં જઇશું પછી ફરીથી સમજાવીશું.
ગૌરાંગની છોકરી સાથે લગ્ન કરી લે તો જીંદગી પર એને કંઇ જોવું નહીં પડે. આજે હું કેસ જીતી ગયો છું પેલાં રાજકિશોર મોટો પોલીટીશનય છે એને મેં નિદોર્ષ છોડાવી દીધો છે એની પાસેથી સારામાં સારી ફી મને મળવાની છે પછી મારાં આસીસ્ટન્ટ એડવોકેટ બીજા કેસ જોશે કાંતો મુદત લઇ લેશે. આપણે US જઇ આવીએ પછી રાજમાં ફરક પડશે.
રાજની મંમી કહે આજે જે રીતે એણે વાત કરી છે એ પ્રમાણે એનાં માથેથી નંદીનીનું ભૂત નથી ઉતર્યું. તમે ભૂલ ખાવ છો આ તમારી કોર્ટનો કેસ નથી આપણાં ઘરનો છે સાવચેતી રાખજો રાજનાં તેવર આજે સારાં નહોતાં એને આપણાં ઉપર વિશ્વાસજ નથી રહ્યો. ખબર નથી એ છોકરીમાં શું જોઇ ગયો છે એનુંજ નામ જપ્યા કરે છે. તમે એની સાથે વાત કરી હોત તો ખબર પડત જવાબ ના આપી શક્યા હોત. ભલે ગમે તેટલાં મોટાં હાઇકોર્ટનાં વકીલ છો પણ તમે તમારાં છોકરાને ના સમજાવી શક્યા હોત.
રાજનાં પાપાએ કહ્યું તમે ચિંતા ના કરો રાજને હજી ત્યાંનો રંગ ચઢ્યો નથી રંગ ચઢવા દે હજી છ મહીનાજ થયાં છે. પછી આ છોકરીને યાદ નહીં કરે. આપણે જઇને જાણે કંઇ થયું ના હોય એમજ વર્તવાનું એને કેવી રીતે બદલવો મારાં પર છોડ અને ચિંતા ના કર આજે કેસની ખુશાલી હું એકલો એકલો માણી રહ્યો છું તું પણ કંપની આપ બોલ બનાવું તારાં માટે પેગ ? પછી શાંતિથી સૂઇ જઇએ. એ છોકરાને ખબર નથી નંદીનાં પાપાની સારવાર પાછળ મેં ડૉ. જયસ્વાલને કેટલા પૈસા ચૂકવ્યાં છે ?
અને મેં મારાં સમયે એ છોકરી શું કરે છે એ જાણવા વાત કરવાં પ્રયત્ન કર્યા છે પણ એણે નંબરજ બદલી નાંખ્યો છે એનાં ઘરે થોડે જઉ ? માણસને બે દિવસ પહેલાં મોકલ્યો હતો પણ ઘર બંધ છે હવે શાંતિ એ ત્યાં હવે રહેતીજ નથી મારી પાસે બધાં જવાબ છેજ કે એણે નંબર બદલી નાંખ્યો અને રહેઠાણ પણ.. આપણે શું કરીએ ?
રાજની મંમી કહે જોજો ધ્યાન રાખજો આ આપણાં દિકરાની વાત છે. મારો કોર્ટનો કેસ છે પ્લીઝ.
રાજનાં પાપા કહે કેટલી વાર કહીશ ? મેં તને કહ્યું ને હું રાજને સમજાવી શકીશ હવે આ વાત બંધ કર અને તારે પીવું છે તો ગ્લાસ લાવ તારો પણ પેગ બનાવું. આપણે કોઇ ચિંતા નથી દીકરો US ભણે છે ભલે નારાજ છે અહીં મારી પ્રતિષ્ઠા અંકબધ છે મારું નામ છે એટલી ફી મળે છે આજે હું ગુજરાતનો સૌથી વધુ પ્રસિધ્ધ અને હાઇલી પેઇડ એડવોકેટ છું મારી પાસે બધુંજ છે હું મારાં છોકરાને નહીં મનાવી શકું ? રાજનાં મંમી થોડાં શાંત અને આ સ્વસ્થ થયાં અને બોલ્યાં મને તો મારાં છોકરા સાથે લેવા દેવા છે એનું જીવન બગડવું ના જોઇએ. તાન્યા મને ગમે છે હમણાં થોડા દિવસ પહેલાંજ મીશા એ તાન્યા સાથે મારે વીડીયો કોલથી વાત થઇ હતી. મીશા જોકે થોડી ફરિયાદ કરતી હતી કે રાજને બહુ બોલાવીએ છીએ પણ એ રીસ્પોન્સજ નથી આપતો. ગૌરાંગ મને કહે છે થોડો સમય લાગશે પછી એજ સામેથી આવશે. અને ઇન્ડીયાથી તમે લોકો પણ આવવાનાં છો એવું કીધું મને તમે બધાં પ્લાન કરો છો મને કહેતાં પણ નથી.
રાજનાં પાપા કહે અરે આ કેસ ચાલતો હતો એમાં ક્યારે જજમેન્ટ આવશે ખબર નહોતી એ છોડીને હું ક્યાંય નીકળી શકું એમજ નહોતો આજે કેસ જીતી ગયો છું તગડી ફી પણ અડધી મળી બીજી બે દિવસમાં આવી જશે પછી US જવાનોજ પ્લાન કરું છું ત્યાં ફરી આવીએ રાજ સાથે રહેવા મળશે અને ત્યાં બીજે આગળ પણ એને લઇને ફરી આવીશું.
રાજની મંમીએ કહ્યું પણ રાજ તો... રાજનાં પાપાએ કહ્યું પણ અને પણ તું શંકા ના કર મારી કળાં પર વિશ્વાસ રાખ હું આખી બાજી પ્લટી દઇશ અને રાજનાં મંમી પાછા ખુશ થઇ ગાયાં કીચનમાંથી ગ્લાસ લઇ આવ્યાં અને રાજનાં પાપાએ પેગ બનાવી ચીયર્સ કર્યું અને બંન્ને જીત નું સેલીબ્રેશન કરી રહ્યાં.
*****************
નંદીની સરલામાસી - નવીનમાસા જમીને પરવારી ગયેલાં અને વિરાટનાં ફોન આવવાની રાહ જોવા લાગ્યાં. નંદીનીએ કહ્યું માસી થોડી થોડી કોફી પીએ ? વિરાટનો ફોન આવે ત્યાં સુધીમાં બનાવી લાઉ. નવીનમાસાએ કહ્યું વાહ મસ્ત આઇડીયા બનાવી લાવ બેટા થોડી થોડી ગરમ કોફી પીએ.
નંદીની કીચનમાંથી કોફી બનાવી લાવી અને વિરાટનાં ફોનની રીંગ આવી અને માસાએ....
વધુ આવતા અંકે ---- પ્રકરણ-53