A Chhokri - 9 in Gujarati Fiction Stories by Violet books and stories PDF | એ છોકરી - 9

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એ છોકરી - 9


(ભાગ-8 માં આપણે જોયું કે રૂપલીને શહેરમાં લઈ જવા માટેની મંજૂરી ડાહ્યાભાઈએ આપી દીધી હતી. હવે મારે ફક્ત એને શહેરમાં લઈ આવવાની અને આગળના ભવિષ્ય માટેની વ્યવસ્થા કરવાની હતી)

રૂપલીના બાપુ ડાહ્યાભાઈ સાથે વાત કર્યા મુજબ હવે મારે રૂપલીને શહેરમાં લઈ આવવા ગમે ત્યારે ત્યાં ગામડે જઈને એને લઈ આવવાનું હતું. હું ખૂબ ખુશ હતી. હુ કોલેજ તરફ જવા નીકળી ગઈ હતી, મને પહોંચવાને હજુ 20 મિનીટ જેટલી વાર હતી તેથી મેં યોગેશભાઈને આ શુભ સમાચાર આપવાનું નક્કી કર્યું જેથી આગળ મારે તેના માટે જે પર્સનાલીટી ડેવલોપમેન્ટના ક્લાસીસની તપાસ કરવાની હતી તે પણ હું વેળાસર કરી શકું. યોગેશભાઈને ફોન કરી કહ્યું ગુડ મોર્નિંગ યોગેશભાઈ, યોગેશભાઈ બોલ્યા ગુડ મોર્નિગ વીણાબહેન બોલો ને સવાર સવારમાં કાઈ, ખૂબ ખુશ લાગો છો ? લાગે છે કે મંજૂરી મળી ગઈ છે રૂપલીના પિતાજી તરફથી. મેં કહ્યું હા, યોગેશભાઈ એટલે આ શુભ સમાચાર સૌ પ્રથમ તમને આપ્યા છે. હવે તમે મને કહેલું તેમ પર્સનાલીટી ડેવલોપમેન્ટના ક્લાસીસ માટે તમારે મને કોન્ટેક્ટસ કરાવી આપવા પડશે. હું આવતા અઠવાડિયે રૂપલીને લેવા માટે જઈશ, એ પહેલા આ વ્યવસ્થા થઈ જાય તો ઘણું સારૂ. યોગેશભાઈ કહે હા વીણાબહેન ચોક્કસ, એક મિનિટ ફોન ચાલુ રાખો મારી પાસે ત્રણ વ્યક્તિના નંબર છે જેઓ આવા ક્લાસીસ ચલાવે છે તમને હું તેમના નંબર વોટસઅપ કરુ છું તમે ચેક કરી લેશો અને તેમની સાથે વાત કરશો, મારૂ નામ પણ આપજો. મેં કહ્યું હા યોગેશભાઈ તમારો ખૂબ આભાર કે તમે પર્સનલી આમાં રસ લઈ રહ્યા છો. મેં વોટસઅપ ચેક કરીને યોગેશભાઈને જણાવી દીધુ કે નંબર મળી ગયા છે. બીજી ઔપરિચારીક વાત કરી મેં ફોન મૂક્યો.

અત્યારે તો મારે કોલેજ પહોંચવામાં મોડુ થઈ રહ્યું હોવાથી ફ્રી પીરીયડમાં આ ત્રણ નંબર પર ફોન કરી વાત કરી લઈશ એમ વિચારી મેં કોલેજ તરફ ઝડપથી કાર દોડાવી.

કોલેજ પહોંચી ત્યારે મારુ લેકચર શરૂ થવામાં પાંચ મિનિટની જ વાર હોવાથી ફટાફટ રજીસ્ટરમાં સહી કરીને હું ક્લાસરૂમ તરફ ભાગી. લગભગ 1.15 કલાકના એવા બે લેકચર્સ હતા. તેથી 3 કલાકનો સમય પસાર થઈ ગયો. હવે હું ફ્રેશ થઈ સ્ટાફ રૂમમાં ગઈ. લંચ પતાવીને સ્ટાફ સાથે થોડી ઔપરિચારીક વાતો કરીને હું મારી કેબીનમાં આવી. યોગેશભાઈએ આપેલ ત્રણ નંબર પર વાત કરી લેવાનું નક્કી કર્યું. બે પૂરૂષના નંબર હતા અને એક સ્ત્રીનો નંબર હતો. ત્રણે વ્યક્તિ સાથે મેં રૂપલી વિશે ટૂંકમાં વાત કરીને તેના આગળના અભ્યાસ માટે તેને કઈ રીતે તૈયાર કરવાની છે તે જણાવ્યું. ત્રણેય વ્યક્તિને યોગેશભાઈ દ્વારા કોન્ટેક્ટ નંબર મળ્યા હોવાનું પણ જણાવ્યું. તેમણે પણ સારો પ્રતિભાવ આપ્યો.

ફોન પૂરા કર્યા બાદ શાંતિથી વિચાર્યું અને છેલ્લે મેં મૃણાલી સાથે વાત કરી હતી તે મને રૂપલીના અભ્યાસ માટે યોગ્ય લાગી. એકરીતે જોઈએ તો રૂપલી ગામડામાંથી આવવાની હતી એટલે એ પૂરૂષોના બહુ પરિચયમાં ના હોઈ શકે એટલે જો કોઈ પુરૂષ શિક્ષક તેને ભણાવે તો કદાચ તે સંકોચ અનુભવી શકે. બીજું કે રૂપલી એટલી રૂપાળી છે કે હું કોઈ પણ અજાણ્યા પુરૂષ પાસે હાલના તબક્કે તો રૂપલીને ના જ છોડી શકું. કારણકે રૂપલી જ્યારે ટ્યુશન ક્લાસ શરૂ થશે ત્યારે હું ચોવીસ કલાક એની સાથે રહી ના શકુ મારે પણ કોલેજ અને બીજા કામો હોવાથી એમાં ધ્યાન આપવું જરૂરી હતું. તેથી મૃણાલી એક સ્ત્રી છે અને તેથી રૂપલીને તેમની સાથે સંકોચ ચોક્કસ નહી થાય તેમ લાંબો વિચાર કરીને મેં મૃણાલી પર મારી પસંદગી ઢોળી.

આ બધો વિચાર કરીને મેં ફરી મૃણાલીને ફોન કર્યો અને જણાવ્યું કે તેમની સાથે ફાઈનલી હું રૂપલી માટે ક્લાસીસ શરૂ કરવાનું વિચારી રહી છું તેથી તેમને પર્સનલી મળવું જરૂરી છે. મૃણાલીએ પણ કહ્યું ચોક્કસ વીણા મેડમ. તમે મારી ઓફિસ આવશો કે હું તમને મળવા તમે કહો એ જગ્યાએ આવું. મેં કહ્યું ના હું તમારી ઓફિસ આવીશ તમે મને ટાઈમ અને એડ્રેસ મોકલી આપો. આજે જ આપણે મળી લઈએ એ યોગ્ય રહેશે. મૃણાલીએ કહ્યું ચોક્કસ તમે સાંજે 6 વાગ્યે આવી શકો છો. હું તમને એડ્રેસ વોટ્સઅપ કરી દઉં છું. મારૂ મૃણાલીની ઓફિસ જવાનું મૂળ કારણ મારે તેમની ઓફિસ પણ જોવી હતી જેથી હું અંદાજ લગાવી શકું કે રૂપલીને તેઓ કઈ રીતે શિક્ષણ આપશે. મેં ફોન મૂક્યો.

હવે મારે લેક્ચર હતુ નહી તેથી લગભગ 2.30 વાગ્યે હું ઘર તરફ જવા નીકળી. સાંજે 6 વાગ્યે મૃણાલીની ઓફિસ જવાનું હોવાથી ઘરે જઈને થોડો આરામ કરીને પછી જઈશ એમ નક્કી કર્યું. આ દરમ્યાન રસ્તામાં મેં રોનકને પણ ટૂંકમાં બધી વાત જણાવી અને સાંજે હું મૃણાલીની ઓફિસ જવાની છું એમ કહી દીધું. ઘરે પહોંચી કામવાળી બાઈને જણાવ્યું કે હું સૂવા માટે જઉં છુ, અડધો કલાકમાં જો હું ના ઉઠી જઉ તો દરવાજો ખખડાવી મને ઉઠાડવી, આમ કહી હું બેડરૂમ તરફ ગઈ.

ફ્રેશ થઈને વિચારો કરતા મારી આંખ મીચાઈ ગઈ. ઠક ઠક ઠક ઠક અવાજ આવતા હું સફાળી જાગી ગઈ, કામવાળી બાઈ વીણાબહેન ઊઠો, એમ કહી દરવાજો ખખડાવતી હતી. એક કલાક થઈ ગયો હતો. 4.30 વાગી ગયા હતા. મારે 6 વાગ્યે પહોંચવાનું હોવાથી લગભગ 5 વાગ્યે મારે નીકળવું પડે તેમ હતું. દરવાજો ખોલી મેં કહ્યું મીના, કોફી બનાવી લાવ તો જરા. હું ડ્રોઈંગરૂમમાં છું ત્યાં જ લાવજે, મહારાજને બોલાવી સાંજની રસોઈની સૂચના આપી કહ્યું કે સાહેબ આવે અને એમને જમવું હોય તો જમાડી દેજો, મારે આવતા કદાચ વાર લાગશે આજે. મહારાજ સારૂ બહેન કહીને રસોઈ તરફ ગયા. મીના કોફી લાવી તે પીને હું ફ્રેશ થઈને તૈયાર થવા લાગી અને લગભગ 5 વાગ્યે હું મૃણાલીની ઓફિસ તરફ જવા નીકળી.

મૃણાલીની ઓફિસ પ્રહલાદનગર એરીયામાં હતી એટલે સાંજના સમયે તો ટ્રાફિક કહે મારૂ કામ. લગભગ 5.50 વાગ્યે હું પાર્કીંગમાં પહોંચીને મૃણાલીની ઓફિસનું નેઈમ પ્લેટ લીફ્ટ પાસે શોધવા લાગી, નામ હતું “વી કેર પર્સાનાલીટી ડેવલોપમેન્ટ”. 10 મા માળે ઓફિસ હતી ત્યાં હું પહોંચી. મૃણાલી મારી રાહ જોઈને જ બેઠા હતા. ક્લાસીસ ખાસા મોટા હતા. અંદરના ભાગમાં લગભગ 15 વિદ્યાર્થીઓ હતા અને 4 શિક્ષકો તેમના અલગ અલગ ગ્રુપમાં લેક્ચર આપી રહ્યા હતા. મૃણાલી લગભગ 30 વર્ષની યુવતી હતી. લંડનથી અભ્યાસ પૂરો કરીને અહીં તેઓ પોતાનો આ બિઝનેસ કરી રહ્યા હતા. મને જોઈ તરત કહ્યું આવો આવો વીણા મેડમ. હું પોતે પ્રોફેસર હોવાથી મારૂ પ્રભાવશાળી વ્યક્તિત્વ હતું જેથી કરીને સામેની વ્યક્તિ તરત મને આદર આપતી હતી. મેં પણ હસીને શેકહેન્ડ કરીને કહ્યું હેલો મૃણાલી હાઉ આર યું. નાઈસ ટુ મીટ યું. મૃણાલીએ કહ્યું સેમ હીયર મેડમ, હેવ અ સીટ પ્લીઝ મેડમ.

ત્યારબાદ મૃણાલી સાથે થોડી તેમના ક્લાસીસ વિશેની વાતો કરી, અમુક પૂછપરછ પણ કરી, કયા પ્રકારના કોર્સ તેઓ કરાવી રહ્યા છે અને તે કઈ રીતે ઉપયોગી બની શકે, ક્યાં બની શકે એ બધી માહિતી મેં મેળવી. તેમના ક્લાસીસનું પેમ્ફલેટ પણ તેમણે મને આપ્યું. અમારા બંન્નેના પ્રોફેશન વિશે પણ આપ-લે કરી અમે.

આ બધી વાત પૂરી કર્યા પછી મેં કહ્યું મૃણાલી હવે હું મૂળ વાત ઉપર આવું છું, અને આઈ થિન્ક ઈટસ ચેલેંજીગ ફોર યું.

મૃણાલી બોલી હા મેડમ બોલો ને આઈ એમ ઓલ્સો ઈન્ટરેસ્ટેડ ટુ હીયર અબાઉટ યોર ચેલેન્જ. એમ કહી હળવું હાસ્ય કર્યું, મને પણ હસવું આવી ગયું.

મેં રૂપલી વિશે શરૂઆતથી તેના પિતાજી ની મળેલ પરવાનગી વિશે બધી વાત કરી, રૂપલીના વ્યક્તિત્વ વિશે, તેની બોલી વિશે, તેની ચાલ વિશે, તેના રહેણીકરણી વિશે, તેની બેસવા-ઊઠવાની રીત-ભાત વિશે આમ સંપૂર્ણપણે રૂપલીને મેં મૃણાલી સમક્ષ રજૂ કરી દીધી. શા માટે હું પર્સનલી મૃણાલીને શિક્ષક તરીકે પસંદ કરૂ છું તે પણ જણાવ્યું કે તે પોતે એક સ્ત્રી છે અને રૂપલી તો હજુ કિશોરાવસ્થા માં છે તો મને મૃણાલી જ તેના માટે યોગ્ય લાગ્યા છે તે મેં જણાવ્યું.

મારી વાતો શાંતિથી મૃણાલી સાંભળી રહ્યા હતા. તેમણે એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું મેડમ, રીયલી ઈન્ટરેસ્ટીંગ છે આ તો, ખરેખર પહેલાં મને હતું કે તમે મજાક કરી રહ્યા છો પણ રીયલી આ મારા માટે બહુ મોટી ચેલેન્જ છે મેડમ. હું તેની સામે મરક મરક હસી રહી હતી કારણ મને પણ ખબર હતી કે આ ચેલેન્જ મોટી ને જોરદાર છે. મૃણાલીએ કહ્યું, મેડમ મારા ત્યાં ઘણા સ્ટુન્ડન્ટસ આવે છે પણ તેઓ બધા શહેરના જ હોય છે અને અભ્યાસ પણ કરતા હોય છે માટે અમારે તેમના પર્સનાલીટી ડેવલોપમેન્ટમાં ફક્ત તેમને ધક્કો મારવાનું જ કામ કરવાનું હોય છે. પરંતુ આ રૂપલીની વાતમાં તો ખરેખર જો મેડમ એને હું ભણાવુ અને એ આગળ આવી જાયને મેડમ તો મારા ક્લાસીસનું નામ તો ટોપ ઉપર જ આવી જાય મેડમ. હું રેડી છું તમારી આ ચેલેન્જ માટે મેડમ. મને પણ મજા આવશે તમારી આ રૂપલી સાથે કામ કરવાની. પણ હા મેડમ, તમે એનું નામ વિચારી રાખજો હોં હવે રૂપલી એ નામ નહીં ચાલે. એમ કહી જોરથી હસી પડી.

મને પણ મજા આવી મૃણાલી સાથે વાત કરવાની અને લાગ્યું કે રૂપલી માટે આનાથી સારુ કોઈ હોઈ શકે નહીં. મે કહ્યું હા રૂપલીનું નામ તો બદલવું જ પડશે. હું આવતા વીકમાં એને લેવા જવાની છું, લઈ આવું પછી એની હાજરીમાં એને ગમતું નામ રાખીશું.

ત્યારબાદ મેં કોર્સ વિશે વિગતવાર માહિતી મેળવી. બે પ્રકારના કોર્સ હતા. ત્રણ અને છ મહિનાના. ત્રણ મહિનાના કોર્સમાં વિદ્યાર્થીઓ લગભગ અભ્યાસ પૂરો કરીને આવતા અને કોર્પોરેટ ઓફિસમાં જોબ માટે તેઓને પર્સનાલીટી ડેવલોપમેન્ટની જરૂર પડતી જેથી તેઓને પ્રાઈવેટ સેક્ટરમાં સારા પગારની જોબ મળી શકે માટે તેઓ ત્રણ મહિનાનો કોર્સ કરતા હતા. બીજો કોર્સ છ મહિનાનો હતો, જેમાં વિદ્યાર્થીને સંપૂર્ણપણે બદલી નાખવામાં આવતો હતો આમ જોબની પણ ગેરન્ટી આપવામાં આવતી હતી. તેમાં સંપૂર્ણ વ્યક્તિત્વ બદલાઈ જતું હતું. ઘણા વિદ્યાર્થીઓ આ કોર્સ પૂરો કરીને પોતાનો બિઝનેસ પણ શરૂ કરતા હતા.

રૂપલી માટે છ મહિનાનો કોર્સ જ યોગ્ય હતો. કદાચ છ થી પણ વધુ મહિના તેના માટે તો માંગી લે એવા હતા.

મેં મૃણાલીને ફી વિશે પૂછતા તેણે કહ્યું કે તમે યોગેશભાઈ દ્વારા આવ્યા છો એટલે મારે વધું કાંઈ ના કહેવાય પણ તમે રૂપલી વિશે વાત તમે કરી એ મારા માટે ચેલેન્જવાળુ કામ છે. આજ સુધી મેં આવા કોઈ વિદ્યાર્થીને ભણાવેલ નથી, મહેનત પણ ખૂબ કરવી પડશે અને ધીરજ પણ રાખવી પડશે મારે, અને મારે પર્સનલી તમારા ત્યાં આવવાનું છે એટલે છ મહિનાની ફી રૂ. 1,00,000 થાય છે પણ તમારા માટે 75,000 ફી હું લઈશ. પણ હું તમને ગેરેન્ટી આપું છુ કે તમારી રૂપલી આવનાર છ મહિનામાં એક અલગ વ્યક્તિત્વ ધરાવતી છોકરી બની જશે, અને માનો કે છ મહિનામાં તે ના થાય તો પછીના કોર્સની ફી હું લઈશ નહી. આમાં મારો પણ એક ફાયદો છે જો રૂપલી બદલાશે તો મારા ક્લાસીસનું નામ ટોચ પર આવી જશે એટલે મને આ મંજૂર છે. તમે જણાવો હવે.

મેં થોડો વિચાર કર્યો પછી કહ્યું સારુ મને મંજૂર છે પણ તમારે રૂપલીનો અભ્યાસ શરૂ થાય તે પછી આવનાર છ મહિનામાં એક પણ રજા રાખવાની રહેશે નહી અને ભણાવવા મારા ત્યાં ચાર કલાક આવવું પડશે, કારણ હું એને બહાર મોકલી શકીશ નહી.

મૃણાલીએ વિચારીને કહ્યું ડન, મને મંજૂર છે. તમે કહો ત્યારથી હું તમારા ત્યાં આવી જઈશ. મેં કહ્યું સારુ હું રૂપલીને લઈને આવું પછી તમને ફોન કરીને જણાવી દઈશ કે તમારે ક્યારથી અને કયા સમય દરમ્યાન ટ્યુશન આપવા આવવું. એડવાન્સ ફી હું તમને એ દરમ્યાન આપી દઈશ. આટલી વાતો કરી હું રજા લઈને ઘર તરફ જવા નીકળી.

બસ હવે રૂપલીને લઈ આવું જલ્દી જલ્દી. કાલે ડાહ્યાભાઈને ફોન કરીને જણાવી દઈશ કે રૂપલીને આવતા અઠવાડિયે લેવા આવીશ. આમ વિચારતી હું ઘર તરફ જવા રવાના થઈ.

(હવે આગળ શું થશે, રૂપલી ક્યારે આવશે, શું રૂપલી અભ્યાસમાં આગળ વધી શકશે. રૂપલીનું નવું નામ શું હશે જુઓ આગળ ભાગ-10)