હવે આગળ,
રિશેષ પછીના સેસનમાં સર આવીને ઊભા રહી છે બપોર સુધીનો આ સેસન બે કલાકનો હતો પણ સર વહેલા પૂરું કરે તે કોઈ એંગલ થી દેખાતું ના હતું .બધા વિધાર્થી કલાસમાં આવતા અને સર ફરી એકવાર બધાને પ્રશ્ન પૂછવાનું શરૂ કરે છે ધીમે ધીમે દેવ અને ભાવેશ બંને એકબીજાને ટક્કર આપવા લાગે છે ભાવેશની સાથે સાથે દેવ પણ વધુ ને વધુ જવાબ આપવા તત્પર બન્યો પણ વધુ સમય સુધી ભાવેશ સામે લડી શક્યો નહીં બે થી ત્રણ પ્રશ્નો ના જવાબ ખોટા પડતા દેવ ફરી આત્મવિશ્વાસ ગુમાવવા લાગ્યો અને ભાવેશ ફરી તે રેસમાં આગળ વધતો રહ્યો .
દેવ થોડીવાર સુધી આત્મવિશ્વાસ ગુમાવા ને લીધે જે આવડતું હતું તે પણ ભૂલવા લાગ્યો થોડીવાર થોડીવારે સર પણ દેવને પ્રશ્ન પૂછતાં તો તેમાં પણ દેવના જવાબ ખોટા આવવા લાગ્યા.દેવ પણ થોડો મુશ્કેલી માં મુકાયો અને તે હવે વધુ જવાબ આપવા માંગતો ના હતો તે ધીમે ધીમે ભાવેશ સાથેની રેસમાંથી બહાર નીકળવા લાગ્યો . દેવ ખુદ આજે કાલની તૈયારી ના થઇ હતી અને આજે આ પ્રશ્નના જવાબ ના આપી શકવાના લીધે તે વધુ ટેન્શનમાં આવી જાય છે ભાવેશ તેની તરફ જોતા દેવની હાલત સમજી જાય છે પણ તે કઈ વધુ અત્યારે કાઈ બોલી સકતો નથી . થોડીવાર આમ જ સર દ્વારા પૂછાયેલા બીજા ના જવાબ દેવ એકીટીસે સાંભળ્યા રાખે છે અને તે થોડો મુંજાયેલ રહે છે આજે તે વિચારમાં ને વિચારમાં વધુ મહેનત કરશે ઘરે જઈ ને તેવું વિચાર્યા રાખે છે .
આમને આમ સર બધાને પ્રશ્ન પૂછતાં પૂછતાં ફરી એકવાર દેવને પ્રશ્ન પૂછે છે અને તે પ્રશ્ન પૂછતાં જ દેવને તેનો જવાબ આવડી જતા તે ફરી પોતાનામાં થોડો આત્મવિશ્વાસ કેળવે છે અને થોડો આત્મવિશ્વાસ વધે છે . દેવના જવાબ આપતા જ બીજું સેસન પૂરું થાય છે અને સર બધાને આજના માટે આભાર કહ્યું અને તે બહાર નીકળી ચાલવા લાગ્યા . બીજી તરફ દેવ પાસે ભાવેશ આવે છે .
ભાવેશ : દેવ આજે ટેરો મૂડ કેમ ખરાબ થયો હોય એવું લાગે છે ?
દેવ : (વાત છુપાવતા ) ના ભાવેશ એવું કંઈ જ નથી તને એવું કેમ લાગ્યું ?
ભાવેશ : મિત્ર છું તારો એટલું તો તને જોઈને ખબર પડી જાય !
દેવ : ના ભાવેશ એવું કંઈ જ નથી .
ભાવેશ : હવે કેટલું ખોટું બોલવું છે તારે એમ કે તો ?
દેવ : હું ક્યાં કઈ ખોટું બોલું છું ! શુ ખોટું બોલ્યો હું તારાથી કે તો મને ?
ભાવેશ : મિત્ર છું તારો , એટલું તો સમજી જ ગયો છું કે આજે જવાબ ન આપી શક્યો તેના લીધે થોડો ઉપસેટ લાગે છે ,અને હા સર બધાને પૂછતાં હતા તું થોડીવાર જવાબ ના આપી શક્યો ત્યારે તારા તરફ જોયું હતું ત્યારે તું અપસેટ લાગ્યો .
દેવ : હા, કાલે એટલી તૈયારી પણ થઈ ના હતી અને તારી સાથે સાથે હું પણ જવાબ આપવા માંગતો હતો પણ ના આપી શક્યો હું ?
ભાવેશ : પણ હું તને ક્યાં કાવ છું કે તું મારી સાથે સાથે બધા જવાબ આપી શકે , જરૂરી નથી હું જે જવાબ આપું તે તારે આપવા જરૂરી છે તારી અંદર જે ડર છે તેને તું કાઢી નાખે તો સારું આ પહેલો નંબર અને ક્લાસ ફર્સ્ટ કાઈ જ કામ નથી આવતું ફિલ્ડમાં બસ ત્યાં તો આપણું મગજ ત્યારે કેટલું કામ કરે છે તે જ કામ આવે છે અને કેટલા ઝડપથી તમે નિર્ણય લો છે તે જ મહત્વનું છે .
દેવ : thank u યાર , તારા જેવો જો મિત્રના હોત તો શું થાત મારુ .(ભાવેશ ને ચીડવતા )
ભાવેશ : કાઈ ના થાત કોઈ સાથે આજે બસમાં ક ઘરે જઈને ગુસ્સો ઉતારતે કોઈ પર .
દેવ : ના હો કોઈ પર ના ઉતારતે ગુસ્સો !
આમ બેય મિત્રો વાત કરીને બહાર નીકળે છે દેવ અને ભાવેશ પાર્કિંગ તરફ આગળ વધે છે દેવ ભાવેશ પાસેથી બાઇકની ચાવી લઈને બાઇક ચાલવા લાગે છે તો ભાવેશ બાઇક પાછળ બેસી જાય છે બેયમાંથી કોઈ બોલતું નથી બાઇક બસ સ્ટેન્ડ તરફ દોડવા લાગી સાથર સાથે દેવના વિચારો પણ દોડવા લાગ્યા બસ સ્ટેન્ડ આવતા જ દેવ ભાવેશને બાઇક આપે છે અને તેના ગામ તરફના પ્લેટફોર્મ ઉપર બસની રાહ જોવા લાગે છે .ભાવેશ દેવને મૂકીને ઘર તરફ રવાના થઈ ગયો દેવ બસ આવતા જ બસમાં બેસી ઘર તરફ દોડવા લાગી સાથે તેના વિચારો પણ ?
દેવ બસમાં શુ વિચારતો હશે ? દેવ આજના લીધે ઘરે જઈને શુ વધુ મહેનત કરી શકશે ? દેવ ઘરે પહોંચતા શુ આજે કામ પર જઇ શકશે ? શુ દેવ ભાવેશે કિધેલી વાત પર વિચાર કરી આગળ વધી શકશે ? શુ દેવ આજ કરતા કાલે વધુ સારો દેખાવ કરી શકશે ? વધુ જાણવા માટે વાંચતા રહો લવની ભવાઈ . અને હા કોમેન્ટ જરુર કરજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો .