અચાનક સ્ટોરરૂમનો દરવાજો ખુલી ગયો અને સ્ટોરરૂમમાં જોરજોરથી પવન ફૂંકાવા લાગ્યો. એ પવન એટલો વધારે હતો કે અનુભવ દરવાજા તરફ ધકેલાયો. અનુભવે દરવાજા પાસેનું ટેબલ પકડી અંદર આવવાનો પ્રયત્ન કર્યો અને મહામહેનતે અંદર આવ્યો.
“પ્રીતિ, તું ગમે તે કર. પણ આજે તો તારે મને સચ્ચાઈ જણાવવી જ પડશે.”અનુભવે હાંફતા કહ્યું.
“ઠીક છે, તું એમ નહીં માને.”અનુભવે પોતાનાં ખિસ્સામાંથી કટર કાઢ્યું અને પોતાની હથેળી પાસે લઇ ગયો. પણ હજી તો કટર અનુભવની હથેળીને અડે એ પહેલાં તો આપમેળે હવામાં ઉડી ગયું અને બારીમાંથી બહાર પડી ગયું.
“પ્રીતિ, તું અત્યારે મારી સાથે છો. પણ યાદ રાખજે બધો જ સમય તો મારી સાથે નહીં રહી શકેને?પ્લીઝ, મારી સામે આવ.”અનુભવે કહ્યું અને પોતાનાં ખિસ્સામાંથી પેન કાઢી ફટાફટ પોતાની હથેળીમાં મારી દીધી. અનુભવની હથેળીમાંથી લોહી વહેંવા લાગ્યું.
“ચાલ્યો જા.”અનુભવને કાને અવાજ અથડાયો.અનુભવે કોઇ દેખાશે એ આશા સાથે સામે જોયું પણ તેને સામે કોઇ જ દેખાયું નહીં.
અનુભવે પેનથી પોતાની હથેળી પરનો ઘા ખોતર્યો.અચાનક તેની પેન ઉડીને સામે ઉભેલ વ્યક્તિનાં પગ પાસે પડી.અનુભવે ધીરે-ધીરે ઉપર જોયું.
...
એ વ્યક્તિનો ચહેરો જોઇ અનુભવ ડઘાઇ ગયો અને બે ડગલાં પાછળ ખસી ગયો.તેનું ધ્યાન તેનાં કાંડા પરનાં ઘાવ ઉપર પડ્યું.
“પ્રીતિ.”અનુભવ એકીટશે પ્રીતિને જોઈ રહ્યો.
અનુભવ પ્રીતિની નજીક ગયો અને તેનાં સામે જોયું.
“અનુભવ, તારો ઘા સાફ કર.”પ્રીતિએ ફર્સ્ટ એડ બોક્ષ આપતાં કહ્યું.
અનુભવે પોતાનાં ઘાવ ઉપર પટ્ટો બાંધ્યો.
“પ્રીતિ,તે મને સાચી વાત કેમ ન જણાવી.”અનુભવે ફરીયાદ કરતાં પૂછ્યું.
“જો જણાવી હોત તો તું મને ભુલી શક્યો હોત?”
“એ તો હું અત્યારે પણ નથી ભુલ્યો.”
“હા, પણ તું એટલીસ્ટ ખુશ તો છો તારાં જીવનમાં.”પ્રીતિએ કહ્યું.
“અને તારી ખુશીનું શું?શું તું કિરણ સાથે લગ્ન કરીને ખુશ રહી શકી?”અનુભવે પ્રીતિની આંખોમાં જોઇને પુછ્યું.
“અનુભવ, કિરણે મને અને ક્રિતીને હંમેશા ખુશ જ રાખી છે.”
“તો પછી તે ક્રિતીને સાથે લઇ સુસાઇડ કેમ કર્યું.?”અનુભવે પુછ્યું.
“સુસાઇડ?"પ્રીતિ દર્દભર્યા અવાજે બોલી. "અનુભવ, કિરણનાં અવસાન બાદ હું અને ક્રિતી થોડો સમય આ ઘરે રહેવાં આવ્યાં હતાં."
"તે રાત્રે અચાનક ડોરબેલ વાગી.”પ્રીતિ રડતાં રડતાં પુરી વાત કહેતી ગઇ.અનુભવ જેમ જેમ પ્રીતિની વાત સાંભળતો ગયો તેમ તેમ તેનો ચહેરો ગુસ્સાથી લાલ થતો ગયો.પ્રીતિએ પોતાની વાત પુરી કરી અને નીચે બેસી રડવા લાગી.અનુભવે પોતાનો હાથ બાજુમાં પડેલાં ટેબલ ઉપર જોશથી પછાડ્યો અને ચિલ્લાઈને બોલ્યો,
“આઆઆ…..હું એને નહીં છોડું. એને એનાં કર્મોની સજા જરૂર મળશે.હું અત્યારે જ …"
અનુભવ પોતાની વાત પુરી કરે એ પહેલાં જ તેનાં ઘાવમાંથી લોહી વહેંવા માંડ્યું.વધારે પડતું લોહી વહી જવાને લીધે તે ત્યાં જ બેહોશ થઇને પડી ગયો.
…
સાંજના સાત વાગ્યાં હતાં. અનુભવ પોતાનાં રૂમમાં સુતો હતો. બાજુમાં બેઠેલી મીલી ચિંતાથી તેનાં ઉઠવાની રાહ જોતી હતી.સામે ખુરશી ઉપર અનુભવનો મિત્ર પ્રફુલ અને ડોક્ટર બેઠાં હતાં. અનુભવે ઉહકારા સાથે પોતાની આંખો ખોલી.
“અનુભવ,તમે ઠીક છોને?અને આ તમારી હથેળીમાં શું લાગ્યું?”મીલી ચિંતાથી અનુભવને પ્રશ્નો પુછવા લાગી.
“પેશન્ટને હજુ થોડી વિકનેસ રહેશે.તમે ખોટા પ્રશ્નો પુછી તેનાં મગજને તાણ ન આપો.”ડૉકટરે અનુભવની પલ્સ માપતા કહ્યું.
“તમને આ ઘા કઇ રીતે લાગ્યો?”
હું હોલમાં સોફા ઉપર બેસીને છાપું વાંચતો હતો. હું ઉભો થયો એમાં મારો પગ લપસી ગયો અને ટીપાઈ પાસે પડ્યો જેમાં મારી હથેળીમાં પેન લાગી ગઇ. મેં મારો ઘાવ સાફ કરી પાટો બાંધી દીધો હતો. પણ ખબર નહીં ક્યારે ચક્કર આવી ગયાં.”અનુભવે કહ્યું.
“અનુભવ,તમે પાંચ કલાકથી બેહોશ છો. તમને ખબર છે મારો તો જીવ અધર થઇ ગયો હતો. આટલી બેદરકારી હોય?તમારાં હાથમાંથી આટલું લોહી વહી ગયું છતાં પણ તમે મને કહેવું જરૂરી ના સમજ્યું?”
“સોરી મીલી, પણ સાચે જ બહુ વાંધો ન હતો.બાય ધ વે, તને ક્યારે ખબર પડી કે હું બેહોશ થઇ ગયો છું?”અનુભવે પોતાની શંકાનું સમાધાન કરવાં પૂછ્યું.
“હું જ્યારે લંચ પતાવી ઘરે આવી ત્યારે તમે સોફા ઉપર સુતા હતાં. મને એમ કે કદાચ મારી રાહ જોઇને સુઇ ગયાં હશો. પણ ત્યાં જ મારું ધ્યાન તમારાં હાથમાં બાંધેલા પાટા ઉપર પડ્યું. મેં તમને જગાડવાનો પ્રયત્ન કર્યો પણ તમે આંખો જ ન ખોલી. હું ગભરાઇ ગઇ.તેથી મેં પ્રફુલને ફોન કરી ડોકટર સાથે બોલાવી લીધો.”
“ઓકે.”
“અનુભવ, હવે તમે આરામ કરો.”મીલીએ અનુભવને બ્લેન્કેટ ઓઢાડ્યું.
…
બીજા દિવસે સવારે અનુભવ તૈયાર થઇ નીચે ઉતાર્યો.
“અનુભવ, આનુભવ આજે ઓફિસે નથી જવાનું તમારે. ઘરે આરામ કરો.”મીલીએ કહ્યું.
“હું ઓફિસે નથી જતો.”
“તો?”
“અઠવાડિયા પછી આપણી એનિવર્સરી છે તો હું તે દિવસે સેલિબ્રેશનનું નક્કી કરવા અનાથ આશ્રમ જાઉં છું.”
“ઠીક છે પણ હું ભી તમારી સાથે આવીશ.”
“હા, ચાલ. એમ પણ મારે તને કંઇક કહેવાનું છે.”અનુભવે કહ્યું.
અનુભવ અને મીલી અનાથ આશ્રમ જવા માટે નીકળ્યાં. રસ્તામાંથી અનુભવે પ્રફુલ અને નિધીને ફોન કરી મળવાં માટે કેફેમાં બોલાવી લીધાં.
અનાથાશ્રમની મુલાકાત લીધાં બાદ ખુશ થયેલ અનુભવ પ્રીતિ સાથે કેફેમાં પહોંચ્યો. જ્યાં નિધિ અને પ્રફુલ પહેલેથી જ તેમની રાહ જોઇને બેઠાં હતાં.
“મારે તમને ત્રણેયને એક વાત જણાવવી છે, એ ઘર વિશે, એ ઘરમાં દફન થયેલ રહસ્ય વિશે.”અનુભવે ગંભીર થઇને કહ્યું.
...
વાચકમિત્રો, વાર્તા પસંદ આવી રહી હોય તો તમારો અમુલ્ય અભિપ્રાય અને યોગ્ય રેટિંગ જરુર આપજો.તમારો અભિપ્રાય મને આગળ લખવાની પ્રેરણા પુરી પાડે છે.)
અન્ય રચનાઓ : ૧) અભય (a bereavement story) (પૂર્ણ)
૨) દ્રૌપદી (ચાલુ)