Love@Post_Site - 1 in Gujarati Fiction Stories by Apurva Oza books and stories PDF | Love@Post_Site - 1

Featured Books
Categories
Share

Love@Post_Site - 1

રાતનો એક વાગ્યો છે. સ્ટડીરૂમ સિવાય બધે કાં તો લાઈટ બંધ છે કાં નાઈટલેમ્પ છે. સ્ટડીરૂમમાં રોહિત કંઈક લખે છે. ઇમેલના જમાનામાં કાગળ! શું વાત છે? કોઈક તો ખાસ હશે. હા, છે. એની પ્રેયસી સ્વરા. પ્રકરણ આમતો સામાન્યરીતે જેમ કોલેજમાં ચાલુ થાય એવું નથી.

વાત એવી છે કે થોડા વર્ષો પહેલા રોહિતના ઘરના એક સદસ્યનું અવસાન થયું. એના માટે બધી કાયદેસરની વિધિઓ કરવાની જવાબદારી રોહિતના ખંભે આવી રોહિત તાજેતાજો જવાનીમાં પ્રવેશેલો ઉપરથી ભણી વહેલાસર ફીનાન્સિયલી ઈન્ડિપેન્ડન્ટ થઈ ગયો. ધીમે ધીમે બધું સેટલ કરતો ગયો. હવે વારો હતો પોસ્ટ ઓફિસનો, ત્યાં રોકેલી મૂડી લઈ ખાતું બંધ કરવાનું હતું. પોસ્ટ ઓફીસ આમેય બાબા અદામના જમાનાથી એક રીતે કામ કરે બસ આમા રોહિત અટકતો હતો. એક કામ માટે ત્યાં 3 પોસ્ટમાસ્ટર બદલાયા. ત્રીજો પોસ્ટમાસ્ટર સોરી ત્રીજી પોસ્ટમાસ્ટરની રોહિતની હાલની પ્રેયસી સ્વરા.

કંટાળેલો રોહિત પોસ્ટ ઓફિસે ગયો, બરાડવા લાગ્યોખોટે ખોટા ધક્કા ખવડાવો છો, આમનેઆમ બે વરસ વિતી ગયા. કેટલે પહોંચ્યું મરેલા માણસના રૂપિયા નથી મુકવા? કંઈક તો શરમ કરો! છે કાંઈ શરમ જેવું તમને લોકોને?” કોઈ કંઈ બોલ્યું નહીં. જાણે કાઈ થયું નથી. એટલામાં એક મીઠો અવાજ કાને પડ્યોશું થયું રમેશભાઈ? કોણ છે મોકલો જોઈએ?” પટ્ટાવાળા રમેશભાઈ રોહિતને અંદર મોકલ્યો. રોહિત ગયો અંદર સ્વરના ચેહરા પર નજર પડી. રોહિત અચાનક શાંત થઈ ગયો જાણે અશ્વમેઘ યજ્ઞની પૂર્ણાહુતિએ યજમાન બીડું હોમે અને યજ્ઞનો ભળભડ બળતો અગ્નિ શાંત થાય એવો શાંત. સ્વરાએ પરિસ્થિતિ સંભાળવાની આશયથી રોહિતને પાણીની ઓફર કરી. જનમજનમનો તરસ્યો હોય એમ રોહિત એક શ્વાસે આખો ગ્લાસ પાણી પી ગયો અને એની સાથે પોતાનો ગુસ્સો પણ. સ્વરાએ રોહિતની આખી વાત નિરાંતે સાંભળી અને કીધું એક કામ કરો તમે ત્રણ દિવસ પછી આવો તમારું કામ થઈ જશેઅચાનક શાંત પડેલો અગ્નિ જાગ્યો રોહિત બોલ્યોહજી ત્રણ દિવસ હું થાક્યો હોવે તમારા બધાથીસ્વરાએ અટકાવ્યો રોહિતનેહું સમજી શકું છું પણ મને જોઈ તો લેવા દો ક્યાં વાંધો છે હજી આજ તો આવી છું અહીંયા મને થોડો ટાઈમ આપો થઈ જશે તમારું કામ.” રોહિત પાછો દર વખતની જેમ નિરાશ થઈ ઘરે ગયો. બધા કાગળ પોતાની જગ્યાએ મૂકી જમવા બેઠો, જમી ઓફિસે ગયો, રોજીંદી જિંદગીની જેમ. રોહિત મકાન દલાલીનું કામ કરતો અને ખાસ્સો એવો એરિયા પોતાના અંડર લીધેલો કે જેના દરેક મકાનનો એરિયા, વેચાણભાવ, ચાલતું ભાડું બધું અડધી રાત્રે પણ યાદ હોય.

રોજની જેમ ફરી ફોનની ઘંટડી વાગી ફોનની પેલી તરફથી એક સ્ત્રીનો અવાજ હતો. જો કે રોહિત માટે કાંઈ નવી વાત હતી. ફોનમાંથી અવાજ આવ્યોહેલો! R. S. એડવીઝર્સ?” રોહિતે હા કીધી. હવે વાત ચાલુ થઈ હું નોકરીને લીધે સિટીમાં આવી છું, મારે રેન્ટ પર ઘર જોઈએ, મને જાણવા મળ્યું કે આપને લગભગ બધા એરિયાની જાણ હોય છે એટલે મેં તમારો કોન્ટેકટ કરવો બરાબર સમજ્યું.” રોહિતે જવાબ આપ્યો, “Ok, તમે કેટલા લોકો છો અને રિકવારમેન્ટ શું છે કહો એટલે ખબર પડે.” ફોનમાંથી જવાબ આવ્યો, “હું એકલી છું અને બને તો સારા એરિયામાં જોઈએ .” રોહિતે મિટિંગનો ટાઈમ ફિક્સ કર્યો સાંજના 7 વાગ્યાનો. આમ ઉનાળાની સીઝન હતી એટલે વાંધો ન હતો કેમકે અંધારું મોડું થાય. વિસ્તાર ગમે તેટલો સુરક્ષિત કેમ ન હોય આધુનિક સમયમાંય અંધારામાં બહાર નીકળતી સ્ત્રી પોતાના પર અકારણ જ કલંક બાજુ ગતિ કરે એવી હજી લોકોની માનસિકતા છે એ જ માનસિકતાને પગલે સ્વરાએ આ નિર્ણય લીધો. સાંજે રોહિત કલાઇન્ટની રાહ જોતો હતો ત્યાં સ્વરની એન્ટ્રી થઈ. સવારે પોસ્ટઓફિસમાં જોઈ હતી એનાથી તદ્દન અલગ. એક વાર માટે રોહિત જોતો જ રહી ગયો અને મનમાં ગણગણી રહ્યો “તમારા અહીં આજ પગલાં થવાના ચમનમાં બધાને ખબર પડી ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોનીએ નીચી નજર થઈ ગઈ છે.” રોહિત બોલ્યો “મેડમ તમે?” “આજ સવારે મળ્યા ત્યારે વાત કરી લીધી હોત તો?” સ્વરાએ નારાજગી સાથે કીધું “હું કામના સમયે મારુ પર્સનલ કામ નથી કરતી મેં જ્યારે તમને કૉલ કર્યો ત્યારે લંચ બ્રેક ચાલતો હતો.” બન્નેની વાત આગળ ચાલી સ્વરાએ એની રિકવાયરમેન્ટ ડિટેલમાં કીધી અને રોહિતએ એને રેન્ટ કરતા PG સજેસ્ટ કર્યું. સ્વરાએ કીધું “આમતો તમે પોતાનું નુકશાન કરતા નથી?” રોહિતે કીધુ “હા, પણ મારા ફાયદા માટે હું કોઈને હેરાનગતિ થાય એવું ન કરી શકુ. સ્વરાએ સજેશન માગ્યું રોહિતે 3 PG ગેસ્ટહાઉસના એડ્રેસ આપ્યા અને તપાસ કરી લેવા કીધું. સ્વરા ચાલી ગઈ. બીજે દિવસે રોહિતને ફોન આવ્યો સ્વરા હતી, “થેન્ક યુ મિસ્ટર રોહિત, તમારા સજેસ્ટ કરેલા PGમાં મને રૂમ મળી ગયો છે કંઈ દલાલી થતી હોય તો કહો આપી જાવ.” રોહિતે કીધું PGમાં શું દલાલી છતાંય જો ઈચ્છા હોય તો મારુ પોસ્ટનું કામ પાળ પાડી દયો મારી દલાલી આવી જશે એમાં.” સ્વરાએ જવાબ વાળ્યો “ઓકે તો. કાલ આવી જાવ જોઈ લઈએ શું થઈ શકે એમ છે.” રોહિતે હા કહી ફોન મૂકી દીધો. બીજે દિવસે રોહિત ગયો પોસ્ટઓફિસ. સ્વરા પાસે ગયો. સ્વરાએ કીધું તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું છે. “તમારા બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે આ ફોર્મ ભરી ચેકની અરજી કરી દયો એટલે નેક્સ્ટ વિક ચેક મળી જાય.” રોહિત ખુશ થઈ ઘરે ગયો બધાને સમાચાર આપ્યા બધા ખુશ થઈ ગયા આજ.