Krupa - 2 in Gujarati Moral Stories by Arti Geriya books and stories PDF | કૃપા - 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કૃપા - 2

( અગાઉ આપડે જોયું કે,પાંચ બહેનો માં નાની કૃપા જેની આખો માં દુનિયા જીતવાના રંગ છે,અને એ જ એની મુસીબતો નું કારણ બને છે.હવે આગળ...)

કૃપા અને રામુ એ એકનાની ઓરડી તો ભાડે રાખી હતી,કૃપા ને પહેલે થી જ રામુ એ બહુ કોઈસાથે વાત ચિત ના કરવી એવું કહી દીધું હતું.કેમ કે અહીં અજાણ્યા શહેર માં કોઈ નો વિશ્વાસન કરાય,અને આમ પણ કૃપા એ મુંબઇ વિશે સારી નરસી વાતો પણ સાંભળેલી.એટલે એ પણ બને ત્યાં સુધી ઘર મા જ ભરાઈ રહેતી. પણ મુંબઇ જેવા શહેર માં કમાણી તો જોઈ.એક દિવસ રામુ એ કૃપા ને કહ્યું,

"જો કૃપા આ શહેર માં કમાવા માટે કઈ ને કાઈ જતું કરવું પડે,કાલે તને મારી સાથે એક મોટા સાહેબે જોઈ હતી,એ કેતા હતા કે એ તને કામે રાખશે તો તું જઈશ?"

કૃપા ને તો એમ કે કોઈ ઘરકામ હશે,એટલે એને તો ખુશી ખુશી હા પાડી.બીજા દિવસે કૃપા એ ફટાફટ ઘર નું કામ આટોપી લીધું,અને તૈયાર થઈ ને રામુ ને કામ માટે પૂછવા લાગી.

"અરે અત્યારે નહિ બપોરે તારે જવાનું છે".રામુ એ કહ્યું

કૃપા ને થયું એવું શું કામ હશે! હશે કાઈ પણ મને તો કરવાનું છે,અને અમારું સરસ ઘર બનાવું છે.એમ વિચાર કરતી રહી.

બપોરે કૃપા અને રામુ એક મોટા બંગલા પાસે ગયા,કૃપા તો જોઈ ને આભી જ બની ગઈ,કે આવું સુંદર ઘર હોઈ. રામુ એ તેની આંખો મેં એ વાંચી લીધું,અને કહ્યું

"જો છે ને સરસ જગ્યા અહીં તારે કામ કરવાનું છે"

કૃપા તો મનોમન રાજી થતી અંદર ગઈ.અંદર નું દ્રશ્ય જોઈ ને તો કૃપા વિચાર માં પડી ગઈ,કે આ હકીકત છે કે સપનું.

એક વિશાળ હોલ માં એક તરફ સફેદ કલર ના સોનેરી બોર્ડર વાળા સોફા હતા,સોફા ની સામે જ દીવાલ જેવડું ટીવી હતું,અંદર આવતા જ સામે ની દીવાલ પર એક મોટી બધી કોઈ રાજા ની છબી હતી,થોડા થોડા અંતરે અલગ અલગ મૂર્તિ રાખેલી હતી,વચ્ચે એક મોટી જાજમ પાથરી હતી,એક ખૂણામાં નાનો એવો ફુવારો હતો,અને ઉપર વચ્ચોવચ એક મોટું કાચ નું જુમર હતું.

કૃપા અને રામુ બધું જોતા હતા,ત્યાં જ એક નોકરે આવી ને તેમને બેસવાનું કહ્યું,રામુ તો આરામ થી બેઠો,પણ કૃપા સોફા ના ખુણે સંકોચાઈ ને બેઠી હતી.

થોડીવાર માં જેમની છબી હતી,તે માણસ આવ્યો,તેને રામુ અને કૃપા ને હસી ને આવકાર્યા.પણ કોણ જાણે એ કૃપા સામે કોઈ લોલુપ્તા થી જોતો હતો.કૃપા ને એ ગમતું નહતું.

તે માણસ ધીમે ધીમે રામુ સાથે કાંઈક વાત કરતો હતો,અને વચ્ચે વચ્ચે કૃપા ની સામે ખરાબ નજરે જોતો.
થોડીવાર પછી એક બહેન આવ્યા,રામુ એ કૃપા ને તેની સાથે જાવા કહ્યું,તે બેન તેને કામ સમજાવશે.એમ કહી ને કૃપા ને મોકલી દીધી.

કૃપા એની સાથે એક રૂમ માં ગઈ,તે રૂમ પણ ખૂબ જ મોટો હતો,તેની વચ્ચોવચ એક મોટો પલંગ હતો,તેના પર રેશમી ચાદર પાથરી હતી,અને બંને તરફ ફૂલો રાખેલા હતા,સામે એક નાનું ટીવી હતું,આજુ બાજુ માં કબાટ હતા,અને ત્યાં ઉપર અલગ અલગ કલર ની લાઈટો હતી.તે બેને કૃપા ને પ્રેમ થી બેસાડી અને પછી એક કબાટ માંથી કપડાં કાઢી કૃપા ને પહેરવા આપ્યા.કૃપા એ જોયું તો સાવ મુઠી માં સમાઈ જાય એવા તે કપડાં હતા.

કૃપા એ તે પહેરવાની ના કહી,તો પેલી જબરદસ્તી કરવા લાગી,એટલે કૃપા ભાગી ને ત્યાંથી રામુ પાસે આવી ગઈ.તેને રામુ ને કહ્યું કે મારે અહીં કામ નથી કરવું,રામુ ની ઘણી સમજાવટ પછી પણ કૃપા તૈયાર ના થઇ,એટલે પેલા માણસે તેને અત્યારે ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું.

બહાર આવી ને રામુ એ કહ્યું;"શુ વાંધો આવ્યો?શુ થયું?"

ત્યારે કૃપા એ કહ્યું કે" ત્યાં મને સાવ નાના નાના કપડાં પહેરી ને બેસવાનું કહ્યું,મેં પૂછ્યું કે કેમ તો કહે તમારા ફોટા પાડવા છે."

"હા એ તો તને હિરોઇન બનવવા માટે "રામુ એ લુલો બચાવ કરતા કહ્યું.

કૃપા એ એક તેઝ નજરે તેની સામે જોયું અને કહ્યું;
"શુ!રામુ હું તને એવી લાગુ છું ,કૃપા રીતસર ની ભડકી અરે મેં તો તને સાચા મન થી પ્રેમ કર્યો છે,તારા પર વિશ્વાસ કરું છું. અને જો આપડે કોઈ પણ કામ કરી લેસુ પણ હું એવું કામ નહીં કરું મારે નથી બનવું હીરોઇન મેં પણ થોડું તો આ મુંબઇ વિશે સાંભળ્યું છે."આટલું બોલતા જ કૃપા રડી પડી

"અરે રે મારી વ્હાલી આમ રડ નહિ બસ તું કે એમ"આમ કહી રામુ એ તેને આલિંગન આપ્યુ

આ વાત ને થોડા દિવસ વીત્યા હશે ત્યાં એક વખત મોડી રાત્રે...

કૃપા સૂતી હતી,અને ત્યાં તેના ઘર માં કોઈ આવી ચડ્યું.કૃપા હજી કાઈ વિચારે એ પહેલાં જ તે વ્યક્તિ તેના પર તૂટી પડ્યો,અને અર્ધી કલાક સુધી તેના શરીર સાથે રમતો રહ્યો.કૃપા પોતાના બચાવ માટે રોતી રહી,રાડો
પાડતી રહી,પણ કોઈ આવ્યું નહિ તેને બચાવવા.

એ માણસ ના ગયા પછી તરત જ રામુ આવ્યો,કૃપા ને રોતી જોઈ તે તરત જ ગુસ્સે થઈ ગયો,અને પોતે જરા બહાર ગયો હતો,ગરમી ના લીધે એવું કહ્યું.પણ હવે તે તેની પાસે જ રહેશે,એવી સાંત્વના આપી.બીજા દિવસે બપોરે ફરી કૃપા ઘર માં એકલી હતી,અને ફરી કોઈ માણસ આવ્યો અને ફરી એ જ પુનરાવર્તન થયું.અને આજે પણ રામુ કાલ ની જેમ એ માણસ ના ગયા પછી જ આવ્યો. કૃપા સમજી ગઈ કે આમા રામુ ની જ કંઈક ચાલ છે,તેને રામુ પર નજર રાખવા માંડી.

બીજા દિવસે જ્યારે રામુ ઘર ની બહાર ગયો,કૃપા તેની પાછળ પાછળ ગઈ,તેને જોયું કે શેરી ના ખૂણે એક માણસ પાસે થી રામુ એ પૈસા લીધા અને પછી કાંઈક કહ્યું,અને બંને હસ્યા.કૃપા સમજી ગઈ તે દોડી ને ઘર ના પાછળ ના ભાગ માં છુપાઈ ગઈ.થોડી જ વાર માં રામુ તે માણસ ને લઈ ને આવ્યો,અને પછી પોતે ત્યાં થી થોડે દુર ઉભો રહી ગયો.તે માણસ ઘર માં આવ્યો,પણ કૃપા તો ત્યાં હતી જ નહીં!તે ને આખું ઘર જોયું,જો કે આમ તો આખા ઘર માં એક ઓરડી જ હતી,એ ગુસ્સા માં બહાર નીકળ્યો અને રામુ સાથે ઝગડો કરવા લાગ્યો.રામુ એ તેને શાંત પાડી ને પોતે જોઈ ને આવે એવું કહ્યું.રામુ ને પણ કૃપા ક્યાંય ના મળી,તેને ગુસ્સા થી ઓલા માણસ ના પૈસા પાછા આપ્યા.

જેવો એ માણસ ગયો કે કૃપા ચૂપચાપ ઘર માં આવી, પણ રામુ તેને જોઈ ગયો,એને પહેલા તો ગુસ્સો આવ્યો, પછી ખોટા પ્રેમ થી પૂછ્યું"કૃપા રાણી ક્યાં હતી,હું તને ગોતતો હતો,મને થયું કે તને કાઈ થઈ ના ગયું હોય"

કૃપા એ પણ નાટક કરતા કહ્યું"એ તો બે દિવસ થી તું બહાર જાય ને ઘર માં કોઈ આવી જાય છે,તો આજ હું જ બહાર જતી રહી"

રામુ ને ગુસ્સો તો ખૂબ જ આવતો પણ શું કરે!તેને થયું કાઈ વાંધો નહિ,કાલ ફરી બીજો બકરો ગોતીસ.

હવે તો કૃપા રામુ ના ખેલ સમજી ગઈ હતી,એટલે તે વધુ સચેત થઈ ગઈ.ત્યાં સુધી કે રામુ એને કાઈ ખાવાનું આપે તો પણ ના લેતી.હવે તે વધુ રામુ પર નજર રાખતી.થોડા દિવસ થી રામુ પણ શાંત હતો, એને પણ કોઈ મળ્યું નહતું.એવામાં એક દિવસ રામુ એના માટે મોઢે લગાવવાનો પાવડર અને લિપસ્ટિક લાવ્યો,કૃપા ને થયું આમા શુ!તે રાતે રામુ એ તેને માથા માં ગજરો લગાવી ને તૈયાર થવા નું કહ્યું,તેના નાટક પાસે કૃપા લાગણીશીલ બની ગઈ,અને પાવડર લિપસ્ટિક કરી ને તૈયાર થઈ,પણ જેવો તેને પાવડર લગાવ્યો,એ સાથે જ તેને માથું ભારે થઈ ગયું,અને તે બેભાન થઈ ગઈ.રામુ એ પાવડર માં કોઈ ડ્રગ ભેળવેલું હતું.અને ફરી એકવાર કૃપા ની આબરૂ ચૂર ચૂર થઈ ગઈ.

કૃપા જ્યારે ભાન મા આવી ત્યારે તેને રામુ સાથે કોઈ નો અવાજ સાંભળ્યો.

(કોણ હશે એ માણસ?અને હવે કૃપા શુ કરશે!જોસુ આવતા અંક માં)


આરતી ગેરીયા