કાવ્ય 01
હું અને મારી વાતો...
હું અને મારી વાતો..
થોડી છે અતરંગી થોડી મનરંગી
તો થોડી તરંગી પણ છે મારી વાતો
થોડી છે આમ અને થોડી છે પાસ
થોડી છે ખાસ..હું અને મારી વાતો
દુન્યવી વાતથી છે પર
ક્યારેક છે થોડી જૂની
તો થોડી નવી પણ છે મારી વાત
થઈ શકો તો અંદર ને બહાર
નો ચહેરો રાખજો એક
ફરતા નહી તમે બહુરૂપિયા જેમ
થશો જો સરળ તો અઘરું રહેશે નહી કાંઈ
ખાનગી વાતો રાખજો હંમેશા ખાનગી
નહીંતર બની જશે બીજા માટે વાનગી
સંબંધ અને સમસ્યા મા મન મોટુ રાખજો
મોટા ભાગ ના સમાધાન મળી જશે આપોઆપ
હું અને મારી વાતો લાગે એકદમ સરળ
અનુકરણ નથી એનું કાંઈ સરળ
અનુકરણ થી સરળ થાય માનવ જીવન
કાવ્ય 02
પ્રીત.....
ભૂલ થી પ્રીત કરી બેઠો
જગ થી વિખૂટો પડી
ખુદ ના પડછાયા થી રિસાણો
મધદરિયે પ્રીત છોડીને
મારી પ્રીત તોડવા ના
તારા કારણો સાંભળી થાકયો
શબ્દો ખોવાણાં
શાહી ખૂટી પડી
કાગળ ઝંખવાણા
આંખો ભાવવાહી બની
હૃદય મહી લાગણી સુકાણી
જીભ ફરિયાદ કરતા ભૂલી
મન શૂન્યમન્સ્ક બન્યું
આભ પણ વર્ષી થાક્યું
મારી આંખો થી હરીફાઈ કરી
કોઇ થી પ્રીત કરશો નહી
પ્રીત કરો તો પ્રીત તોડશો નહી
પ્રીત નો આડમ્બર મા રાચશો નહી
પ્રીત ઉપર કોઇ નો ભરોસો રહેશે નહી
કાવ્ય 03
જૈન...
આવો આવો મારા મહાવીર ના ધામ મા
શીખવા મળશે તપ અને આરાધના
અહિંસા ને રાખી ધ્યાન શીખવા મળશે ત્યાગ,
રાગ દ્વેષ ને ભૂલી કરાવાશે મોકળો મોક્ષ માર્ગ
પાણી મા પણ દેખાયા હજારો વર્ષ થી જીવ
શુક્ષ્મ જીવ નું વર્ષો થી છે જ્ઞાન તે છે વિજ્ઞાન
રાત્રી ભોજન ઉપર મુકાયો છે ભાર
વિજ્ઞાન આધારિત છે જૈન માર્ગ
દુઃખો ને હણનાર નવકાર છે મહામંત્ર
અમૂલ્ય છે નવકાર મહામંત્ર ના ગુણ
મન વચન અને કાયા થકી લાગેલ
પાપ નું કરવા મા આવે છે અહીં પ્રતિક્રમણ
જૈન શબ્દ ઘણો છે બૃહદ
રાગ, દ્વેષ, ઈર્ષા ને નથી કોઇ સ્થાન
કાવ્ય 04
તપસ્વી ને અનુમોદના... 🙏🙏
તપ નથી જૈનો ના સહેલા
એતો છે અતિ આકરા
છોડવો જીભ નો સ્વાદ મુશ્કેલ છે અતિ
જાગવી જૈન તપ ની ભાવના છે ઉત્તમ ભાવ
બેસણા,એકાસના, આયબિલ,ઉપવાસ
છે જૈનો ના તપ ના અલગ અલગ પ્રકાર
છઠ, અઠમ, છકાઈ, અઠ્ઠાઈ, સોલભતું
માસખમણ, સિદ્ધિતપ, વાર્ષિતપ છે મોટા તપ
કર્યા છે જેમણે નાના મોટા તપ
દરેક તપસ્વી ને અભિનંદન
રહે શાશન દેવ ની કૃપા તમારા ઉપર
રહે ખુબ સારી શાતા આપ સૌ તપસ્વી ઓ ને
સર્વે તપસ્વીઓ ને ભૂરી ભૂરી અનુમોદના
બોલો જૈન શાશન દેવ કી જય
કાવ્ય 05
દહન કોણ કરે..??
ઈચ્છા છે બધા ને રામ બનવાની
પણ પોતાની અંદર છુપાયેલાં
રાવણ નું દહન કોણ કરે ??
બનવુ છે દરેક ને શિવ
પણ ગળા નીચે
ઝેર નાં ઘૂંટડા કોણ ઉતારે ??
થવું છે લોકો ને કૃષ્ણ
પણ અર્જુન નો સારથી
અહી કોણ બને ???
થવું છે બુદ્ધ મહાવીર
પણ અહી સમતા ભાવ,
શાંતીભાવ કોણ રાખે ??
થવું છે ચક્રવતી અશોક
પણ એક ઝાટકે કરૂણા ધરી
અહમ અહી કોણ છોડે ??
દેશ આજે ઇચ્છે ગાંધીજી ને
પણ અંદર નાં
ગોડસે ને કોણ મારે ??
પ્રજા ઈચ્છે છે
ભ્રષ્ટાચાર મુક્ત ભારત
પણ શોર્ટ કટ અહીં કોણ છોડે ??
કાવ્ય 06
એક ફૂલ ની ... આત્મકથા...
ફુલ બની ને બાગ માં મહેકવું અમને
પસંદ છે પણ જોડે કાંટા મંજુર નથી
ફુલ બની પ્રભુ ના ચરણો મા રહેવું પસંદ છે
પણ કોઠા ની શોભા બનવું મંજુર નથી
ફુલ નો હાર બની પ્રભુ ના ગળા માં રહેવું પસંદ છે
પણ હાર બની ને તસ્વીર ઉપર લટકવું મંજુર નથી
ફુલ બની યુવતીના માથાની સુંદરતા બનવુ પસંદ છે
પણ કોઈના પગ નીચે કચડાવવું મંજુર નથી
ફુલ ની સુગંધ લેતાં પતંગિયા પસંદ છે
પણ ડંખ મારતા ભમરા મંજુર નથી
ફૂલ બની ને બગીચા માં ખીલવું પસંદ છે
પણ સંઘ્યાએ મૂર્જાઈ જવું મંજુર નથી
ફુલ બનવા ની વ્યથા તું શું જાણે "હિરેન"
અહી કૈક ફુલ "ગુમનામ" થયા ખીલ્યા ને મૂર્જાયા
કાવ્યો ની સુવાસ ફેલાવવા ખાતીર ......