દ્રશ્ય ૧૩ -
મગન અને કાળુ ઘર ની બહાર આવ્યા અને જોયું તો ગામ માં શાંતિ હતી. ચારે બાજુ કોય અવાજ નઈ કઈ પક્ષી ની કલ્કલા હટ નઈ કે પ્રાણીઓ ની બૂમો પણ નહતી સંભળાતી આવી શાંતિ જોઈ ને કાળુ ને મનમાં વિચાર્યું " વાવાઝોડા પેહલા ની શાંતિ છે....શું....થશે." કાળુ અને મગન ચાલતા જતા હતા ગામ ના બધા લોકો એકદમ એમની સામે આવી ગયા અને એક સાથે ચારે બાજુ થી ઘેરી લીધા.
મગન અને કાળુ પકડવા માટે તે બધા એમની નજીક આવા લાગ્યા એમનાથી બચવા ના પ્રયાસ માં કાળુ અને મગન ને પોતાના પાસે પડેલી કંકુ ને એમની પર નાખી જેનાથી તે લોકો ત્યાં સ્થિર થયી ગયા અને થોડી વાર પછી બેભાન થયી ગયા આ સમય નો ઉપયોગ કરી ને કાળુ અને મગન દોડોતા દોડતા ગામના મંદિર સુધી પોહચી ગયા અને મંદિર માં જઈ ને સંતાઈ ગયા. " ગામ ના બધા તો બેભાન હતા તો કેવી રીતે ઉઠ્યા." મગન ને કાળુ સામે જોઈ ને પૂછ્યું. " હું પણ સમજી ના શકયો પવિત્ર કંકુ લગાવી હતી પણ એમના શરીર પર કંકુ ના હતી. આપડે કોય ભૂલ તો કરી નથી કૂવા માં થી નાની બહુ ના શરીર ને બહાર લાવી." કાળુ વિચાર માં પડી ગયો. " આપડે તે ગામની અંદર લઇ આવ્યા જેના કારણે તે પણ ગામમાં આવી ગઈ અને હવે તે બંને એકઠા થયી ને વધુ શક્તિ શાળી બની ગયા. આ વિશે તો આપડે ક્યારે પણ વિચાર્યું નથી." મગન ની વાત ને સાંભળી ને કાળુ ને સમજાયું કે કાળા છાયા ને અને કૂવા ની આત્મા ને અલગ રાખવા માટે બંને ને ગામ ની અલગ દિશામાં અને અલગ પરિસ્થિતિ માં રાખવામાં આવ્યા હતા પણ તે બંને ને એક સાથે ગામ માં લાવી ને કાળુ થી ભૂલ થયી ગયી છે. મગન પાણી ની સપાટી પર લઈ ને તે આત્મા જ આવી હતી તે કૂવા માં થી ગામ માં આવી ગઈ અને કાળુ તેને લઈ ને ગયો. મોટી વહુ એ જાણી જોઈ તેને કૂવા માંથી બહાર નીકળી ના હતી જો તે ગામ માં પાછી આવી હોત તો તે પણ ગામ માં કાળા છાયા ની જેમ વિનાશ કરી ને મૂકે. કાળુ અને મગન નો વિચાર ખોટો સાબિત થયો અને ગામમાં એક સાથે બે આત્માઓ નિરાતે ફરતી હતી અને ગામ ના લોકો ના જીવ ને રમત બનાવતી હતી.
" એમના શરીર પર પવિત્ર કંકુ હતી જેને કોય આત્મા કાઢી ના શકે કાળા છાયા ની શક્તિઓ પણ એની સામે કામ કરતી નહતી તો પછી કૂવામાં ની આત્મા ને કેવી રીતે બધા ને પાછા કાળા છાયા ના વશ માં કર્યા." કાળુ ને મગન ની સામે જોઈ ને પ્રશ્ન કર્યો. " આપડે કાલે ઘણી ભૂલો કરી છે ગામ ના લોકો આજે અલગ લાગતા હતા." મગન આવું બોલી ને યાદ કરવા લાગ્યો કે ગામ ના લોકો ના શરીર પર પાણી હતું અને તે પોતાને નુકશાન કરતા ન હતા પણ આપડા પર વાર કરવા સીધા આવી ગયા . જ્યારે મગન અને કાળુ ઘરમાં હતા ત્યારે મોડી રાત્રે કૂવાની આત્મા કૂવા માંથી બહાર આવી મગન અને કાળુ ના રૂમ માં પોતાના શરીર પાસે આવી પણ કાળુ અને મગન ના પાસે પવિત્ર કંકુ હતી જેના કારણે તે એમને અડી શકી નઈ એના શરીર ને પણ કંકુ લગાવી ને એમને મુક્યું હતું માટે તે ત્યાંથી કાળા છાયા ની પાસે ગઈ પછી તેને પાણી ને ગામ ના લોકો પર છાંટી ને એમના શરીર પર ની પવિત્ર કંકુ નીકાળી લીધી જેના કારણે તે ફરી થી કાળા છાયા ના વશ માં થયી ગયા.
મગન ને જે સમજાયું તે કાળુ ને કહ્યું અને બંનેને પોતાની મૂર્ખામી પર પછતાવો થયો. " કોય રસ્તો નથી...આપડી પાસે એક છેલ્લો મોકો હતો એ પણ આપડે ગુમાવી બેસ્યા છીએ આગળ આપડું શું થવાનું છે એ તો ભગવાન જાણે." મગન નિરાશ આવજે બોલ્યો. " હું કેવી રીતે ભૂલી ગયો તે આત્મા ને ગામ માં લઇ ને આવવાની નથી....તેને ગામ માં લઈ ને આવવા માટે હું જવાબદાર છું. ગામ માં કોય નઈ બચે...." કાળુ પોતાને દોષ આપી ને બોલ્યો. " હું જ્યારે બદલો લેવા ની ભાવનાથી કબર ને તોડતો હતો ત્યારે મને એવું લાગતું હતું કે કોઈ મને વારંવાર એવું કહે છે કે હું તારા છોકરાની મોત નો બદલો લઈશ." મગન ને મનની ભાવના ને કાળુ ને કહી. " અને જ્યારે તું બેભાન અવસ્થા માં કૂવા ની બહાર આવ્યો ત્યારે મને લાગ્યું કે તરો જીવ બચાવવા માટે મારે જલ્દી થી ગામમાં આવવું પડશે નઈ તો હું તને બચાવી નઈ શકું." "કાળુ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે બધી ઘટના ઓ જોડાયેલી છે."