GANGU TAI NI PANCHAT in Gujarati Drama by Urmeev Sarvaiya books and stories PDF | ગગું તાઈ ની પંચાત

Featured Books
Categories
Share

ગગું તાઈ ની પંચાત

• * આર્ટિસ્ટ એક્ટર * ( મેઈન એક્ટર )
° કમલા ~ (40 - 45 )
ઘર કામ વાળી
° ગીતાબેન ~ (40 - 45)
જેઠાણી
° શોભાબેને ~ (35 ~ 40)
દેરાણી
° મોટાભાઈ ~ ( 40 ~ 45)
ગીતા બેન ના પતિ
° રાજેશ ~ (35 ~ 40 )
શોભા બેન ના પતિ

• * સાઇડ રોલ એકટર્સ *

° નિર્મલા બેન ~ (25 ~30)
ઘર ની દીકરી
° પ્રતીક કુમાર ~ (25 ~ 30)
નિર્મલા બેન ના પતિ

•••••••••••••••••••••• ••••••••••••••••••••••••••

°° લોકેશન °°
બંગ્લો ( ઘર)

→ સોફા પર ચા પીતા મોટાભાઈ અને ગીતા બેન રાજેશ આવે છે........

રાજેશ ~ (હાથ જોડી) જય શ્રી કૃષ્ણ મોટાભાઈ ,ભાભી

મોટાભાઈ ~ (ચા નો કપ નીચે મૂકી) જય શ્રી કૃષ્ણ નાના (રાજેશ) ગીતા નાના માટે ચા લઈ ને આવ ! આજ બધાં સાથે ચા પીએ.....!

° ગીતા બેન ઊભા થવા જાય ત્યાં જ શોભા બેન ચા લઈ ને આવે છે

શોભા બેન ~ રેવાદો ભાભી હું લઈ ને આવી ગય!

રાજેશ ~ (શોભા બેન નિ સામે જોય) તું પણ અહીંયા બેસ .....

મોટાભાઈ ~ હા બેસો બેટા !

° શોભા બેન રાજેશ નિ પાસે સોફા પર બેસે છે.

ગીતા બેન ~ (ચિંતા જનક ચેહરા થી) નિર્મલા બેન ના લગન થય ગયા પછી,કામ નો બોઝ બિચારી શોભા માથે ! બિચારી કેટલી થાકી જાય છે અને મારી ડાયાબિટીસ થી હું કંટાળી ગય છું,મારા થી તો કઈ કામ થતું નથી. હે રામ! શું કરવું હવે!

શોભાબેન ~ ના બેન ના ! મારા થી થાય એટલું તો કરૂજ છું અમાં ક્યાં થાક!

મોટા ભાઈ ~ ના ગીતા વાત તો તારી સાચી , શોભા બેટા ને કામ નો બોઝ ઘણો છે! (વિચારોમાં ડૂબે છે)

ગીતાબેન ~ મારી વાત માનો તો એક ઘરકામ વાળી બાય ને રાખી લયે...!

મોટાભાઈ ~ વાત સાચી છે એજ કરીએ.. શોભા બેટા ને પણ ટેકો ......! ( રાજેશ નિ સામુ જોય ) નાના આપણે પરિમલ ચોક માં જઈ ને શોધી ને આવશું....!

રાજેશ ~ (હળવેક થી) હા મોટાભાઈ ! તમે કહો તેમ!

•••••••••••••••••••• •••••••••••••••••••••••••••••

°° લોકેશન °°
ઘર નું રસોડું

→ રસોડા માં શોભા બેન જમવાનું બનાવતા હોય છે. અને કમલા (ઘર કામ કરવા વાળી ) સંજવારી કરતી હોય ત્યારે....!

કમલા ~ શોભા બેન એક વાત પીછું ?

શોભા બેન ~ (ઉદ્દગાર થી ) બોલ ને બેન!

કમલા ~ તમારા લગન થયા તેને કેટલા વરહ થયા ?!

શોભા બેન ~ (વિચાર તા) અ... અ.... સાત - આઠ !

કમલા ~( તરત જ જવાબ આપતા) ત્યાર થી ગીતા બેન ને ડાયાબિટીસ છે.

શોભા બેન ~ નારેના ! એતો એક બે વર્ષ થી ! નીરમલા બેન (ઘર ની દીકરી) ના લગન પછી ! (થોડા મોટા અવાજ થી ) કમલા આ જરા આ ઘવ ના લોટ નો ડબ્બો આપ તો!

° શોભા બેન ડીશ ધોતા હોય છે.કમલા ડબ્બો આપે છે અને શોભા બેન નિ પાસે જય.

કમલા ~ હે બેન !

શોભા ~ હ....... બેન!

કમલા ~ તમને નથી લાગતું કે ગીતા બેન ના નાટક છે ,કેમ કે નિર્મલા બેન ને ગયા પછી કંઈ કામ ગીતા બેન નથી કરતા ,અને કદાચ પેલા પણ નઈ કરતા હોય. જો ને હું આવી અને પંદર દી થય ગાય પણ હજી એક ગલાસ પણ આમ થી આમ નથી કર્યો.બોલો!

° શોભા બેન ડીશ ધોતા ધોતા હાથ થંભી જાય છે અને વિચારવા લાગે છે...? કમલા તેની સામુ જુવે છે.

કમલા ~ આ તો ખાલી વાત કરું છું !

શોભા બેન ~ ક્યાં તું આવી પંચાયત કરે છો....! હજી કેટલું કામ બાકી છે. આપડે બેય ને જ કરવાનું છે ઍ ક્યાં આવશે!

••••••••••••••••••••••••

°° લોકેશન °°
ઘર નો લિવિંગ રૂમ

→ ગીતા બેન ફોન માં સિરયલ જોતા હોય છે. અને કમલા ચા ની ટ્રે લઇ ને આવે છે... અને ચા આપે છે

કમલા ~ લો બેન ચા લઈ લો!

ગીતાબેન ~હા ! લાવ

° ફોન માં જોતા જોતા કપ લે છે. કમલા ચા દઈ નીચે બેસે છે

ગીતા બેન ~ આ ફેમિલી સ્ટુડિયો વાળા વીડિયો ખૂબ સારા બનાવે હો....! વા ભાઈ વા મજા આવી ગઈ.

કમલા ~ હા બેન ઈ" રાતે આવે ને ત્યારે હું એના ફોન માં ફેમલી સ્ટુડિયો વાળા ના વીડિયો જોવ...બોલો!

ગીતા બેન ~ (વ્યાકુળ સ્વભાવે ) બિચારી શોભા ! કામ કામ ને કામ શું કરવું હવે!

કમલા ~ (ધીમે થી મોટા અવાજે ) બેન એ તો એમ કે " તા થા કે ચાલ ચાલ આપડે બધું કામ કરી નાખીએ , એ ક્યાં મહારાણી કરવાના છે .બોલો.....!

ગીતા બેન ~ (અચભિત થઈ) હે......!

કમલા ~ હા અને એમ પણ કેતા હતા કે બેન ના લગન પેલા પણ અને લગન પછી પણ કંઈ કર્યું નથી બોલો...!

ગીતા બેન ~ ચાલ તું આ બધી પંચાયત છોડ અને આ બધું કામ કરવા લાગ .....!

•••••••••••••••°°°° ચિત્ર દર્શણ °°°°•••••••••••••••••••••

••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
•• કમલા શોભા બેન અને ગીતા બેન ખૂબ એક બીજા ની વાતો કરે છે
•• ઘરમાં અશાંતિ ના બીજ વાવે છે.
••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••



••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
°°લોકેશન°°
ઘર નું રસોડું

→ ગીતા બેન વાસણ ધોતા હોય છે,કમલા રજા ઉપર હોય છે.શોભા બેન રસોઈ તૈયાર કરતા હોય છે. બંને એક બીજાને કટાક્ષ નિ નજરે જુવે છે.

ગીતાબેન ~(જોર જોર વાસણ ધોતા ધોતા) એક કામ તો ઢંગ થી આવડતું નથી અને ઘર માં ડાપણ કરે છે! હે ભગવાન શું થાશે !!!!!!

શોભા બેન ~ (ધીમા અવાજે ) હમ્હ...... એમાં ભગવાન શું કરે! પોતાના માં જ કાળજી નથી!

ગીતાબેન ~ એતો મારો રામ બધું દેખાડશે!

શોભા બેન ~ હ્મ્હ .... એતો જોયું જાય કોણ કોનો રામ દેખાડશે. જે હાચા છે ને એના રામ હોય ખોટા ના નઈ!

→ °° દરવાજો ખટ ખટાવે છે કોઈ

••••••••••••••••••••••••••••••••••••••••••••••••
°° લોકેશન °°
ઘર નો લિવિંગ રૂમ

→ પ્રતીક કુમાર અને નિર્મલા બેન સોફા ઉપર બેઠા હોય છે. અને સાથે સાથે ગીતા બે ન બેસે છે. અંદર થી શોભા બેન આવે છે.ગીતા બેન તેની સામે કતરાતી નઝરે જુવે છે.

ગીતા બેન ~ જય શ્રી ક્રિષ્ના પ્રતીક કુમાર ,નિર્મલા જય શ્રી કૃષ્ણ .

પ્રતીક કુમાર ~ જય શ્રી કૃષ્ણ

નિર્મલા બેન ~ જય શ્રી કૃષ્ણ,મજામાં હો !!!

શોભા બેન ~ આવો પ્રતીક કુમાર ,આવી બેન કેમ છે? અને ઘરે બધાં કેમ છે?! અને પેલા ભાઈ નો તિકુડીઓ?! બોવ શેતાની હો! (હાસ્ય કરી ) હા... હા... હા...😂

નિર્મલા બેન ~ બધાય મજામાં છે .તમે ક્યો આયા કેમ છે?

°° એક સાથે
ગીતાબેન અને શોભા બેન ~ બધાય મજા માં હો!

°° એક બીજાથી કતરાય છે અને એક સાથે
ગીતા બેન અને શોભા બેન ~ હ્........ !

°° ફોન ની રીંગ વાગે છે અને પ્રતીક કુમાર ફોન ઉપાડે છે

પ્રતીક કુમાર ~ હેલો.....! નઈ આજ ની રાત અહી જ રોકાવાનું છે. અરે.....! ભાઈ મારે નઈ ઇ" ને હા...! હ.....
°° પ્રતીક કુમાર ફોન પર વાત કરવા બહાર જય છે.

ગીતા બેન ~ બીજું શું ચાલે બાકી ! નિર્મલા

નિર્મલા બેન ~ બસ જલસા ! તમે કહો !

શોભા બેન ~ નિર્મલા બેન હું ચા બનાવી ને આવું.!

°° શોભા બેન અંદર જાય છે.

નિર્મલા બેન ~ કામવાળી કમલા ક્યાં છે ! મોટા ભાભી (ગીતા બેન) !

ગીતા બેન ~ એ રજા પર છે.એની જેવી કોઈ બાય નઈ ,દિલ ની સાફ અને કામ માં પણ! આપડે છે એની જેમ નઈ . ઢંગ ધડિકા વગર નું કામ ! હ્...હ્.....

નિર્મલા બેન ~ શું ભાભી !

ગીતા બેન ~ તો શું! એ બાય આવી પછી મને ખબર પડી કે મારા વિશે ખૂબ ખરાબ વિચારે છે .

°° પ્રતીક કુમાર આવે આવે છે ,આ બાજુ થી ચા નિ ટ્રે લઇ શોભા બેન આવે છે.

પ્રતીક કુમાર ~ ચાલ હવે ચા પિય ની તરતજ નીકળું ,ઓફિસ માં તો જવુજ પડશે.

ગીતા બેન ~ તો ચા પીધા પછી તરજ નીકળો....

°° ચા પીધા પછી પ્રતીક કુમાર નીકળી જાય છે.

ગીતા બેન ~ હું આ થોડાક વાસણ ધોય ને આવું...!

°° ગીતા બેન નીકળી જાય છે.

નિર્મલા બેન ~ આ શું ! મોટા ભાભી ને વાસણ ધોવાના .

શોભા બેન ~ એમાં હું શું કરું . મેંતો ઘણી વાર કીધું આ બધું તમને નથી સારું લાગતું ." છતાં કે છે કે મારે તારું મેણું નથી સંભળાવું. " એ તો ભલું ઓલી બાય નું કે એ આવ્યા પછી કઈક ખબર તો પડી કે આવું બધું અહીંયા છે.

•••••••••••••••••••••••• સીન નં 4 •••••••••••••••••••••••••
°° લોકશન °°
લિવિંગ રૂમ
→એક્શન ટિપ્સ ←
નિર્મલા બેન ને બધીજ ખબર પડી જાય છે કે , આખો મામલો છે શું.

→ સોફા પર મોટાભાઈ છાપુ વાચતા હોય છે.રાજેશ ફોન મચડતા હોય છે. અને નિર્મલા બેન તેની પાસે બેઠા હોય છે.

::::::::::::::::::::::::::: ચિત્રણ દર્શન:::::::::::::::::::::::::::

→ નિર્મલા બેન ભાયો ને ( મોટાભાઈ અને રાજેશ ) આ બધી વાત કરે છે.તેને સમજાવે છે
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

મોટાભાઈ ~ હ્..... ત્યારેજ તો કહું કે ગીતા નો ચીડિયો સ્વભાવ કેમ થઈ ગયો .!

રાજેશ ~ બેન હવે બધું સમજાય ગયુ ...

મોટાભાઈ ~ ( મોટા અવાજે ) ગીતા ,વહુ બેટા અહીંયા આવો..

°° બંને આવે છે

ગીતા બેન ~ હા બોલો !

શોભા બેન ~ હા મોટા ભાઈ કઈ કામ

મોટાભાઈ ~કઈ કામ નથી અહીંયા બેઠો ! વાત કરવી છે. તમને ખબર છે .તમારા વચ્ચે લડાઈ કેમ છે? તો એનો જવાબ છે જે તમે બંને તેને માનો છો તે જ તમારી કમલા !

°° એક સાથે

ગીતાબેન અને શોભા બેન ~ હે........!

મોટાભાઈ ~ હા ... હવે સમજાણું કે આ કમલા તમારી વાહ વાય અને એક બીજા વિશે ખોટું કહી ને તમને બેય ને છેતરે છે.!

શોભા બેન ~ હાચી વાત છે મોટાભાઈ એની વાત પર મે આંખ પર પટ્ટી બાંધી વિશ્વાસ કરી લીધો .મોટા ભાભી મને માફ કરી દો!

ગીતા બેન ~ ના બેન મે પણ આંખ પર કાળી પટ્ટી બાંધી તેનો વિશ્વાસ કર્યો .હું ખોટી હતી હું માફી માંગુ છું.

મોટાભાઈ ~ સારું હવે જે થયું તે ! હવે અને ફોન કરી ને કઈ દે કે આજ થી દરેક દિવસ રજા રાખજે.! ( હાસ્ય કરી ) હા ... હા... 😂

°° બધાં જ એક સાથે હાસ્ય કરે છે ... હા હા હા......
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

લેખક ÷ ઉર્મિવ સરવૈયા "ઉર્મ"

•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••
નોંધ:
આ નાટક નો ઑફિશિયલ વિડિયો યુટ્યુબ પર ફેમિલી સ્ટુડિયો ચેનલ પર પ્રસારિત કરેલ છે.

વિડિયો કૉપિરાઇટ : પ્રવીણ ડોડા