Dhup-Chhanv - 35 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 35

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 35

ઈશાન અને અપેક્ષાની લોંગ ડ્રાઈવ ટ્રીપ ચાલી રહી હતી અને સાથે સાથે બંને અંતાક્ષરીની મજા પણ લૂંટી રહ્યાં હતાં અને અચાનક ઈશાનના ભૂતકાળની વાત તાજી થતાં જ ઈશાન પોતાની નમીતાને યાદ કરતાં થોડો નર્વસ થઈ ગયો હતો.

અને નમીતા વિશે અપેક્ષાને જણાવી રહ્યો હતો કે,"નમીતાના કઝીન બ્રધરની બર્થ-ડે પાર્ટી હતી તો તે પોતાના ફેમિલી સાથે બર્થ-ડે પાર્ટી સેલિબ્રેટ કરીને પાછી આવી રહી હતી અને રસ્તામાં તેની કાર સાથે એક ભયંકર એક્સિડન્ટ થયો.

રાત્રિનો સમય હતો કાર ફુલ સ્પીડમાં ચાલી રહી હતી અને અચાનક સામેથી બીજી કાર આવતાં અથડાઈ જવાની બીકે નમીતાના ડેડીએ કાર બીજી તરફ વાળી લીધી જ્યાં એક ઉંડો ખાડો હતો કાર નીચે ખાડામાં 180ની સ્પીડે અફડાઈ પડી અને પલ્ટી ખાઈ ગઈ.

નમીતાના મમ્મી-પપ્પા અને ભાઈ ત્રણેય જણ ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યા અને માત્ર નમીતા જ બચી ગઈ હતી પરંતુ બેભાન થઈ ગઈ હતી અને તેને પણ ખૂબજ વાગ્યું હતું તેથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

થોડા સમય બાદ તેને સારું તો થઈ ગયું પરંતુ આ એક્સિડન્ટની તેના દિલોદિમાગ ઉપર ખૂબજ ગહેરી અસર પડી અને તે ભાનમાં તો આવી પરંતુ પોતાના મમ્મી-પપ્પા અને ભાઈને ત્રણેયને એકસાથે ગુમાવવાને કારણે તે પોતાના મગજ ઉપરનો કાબૂ ગુમાવી બેઠી હતી. પછી હું તેને સારામાં સારા માનસિક રોગના ડૉક્ટર પાસે લઈ ગયો હતો પરંતુ તેને સારું થવાને બદલે પોતાના દિવસે ને દિવસે તેની તબિયત વધારે ને વધારે બગડતી જતી હતી.
અને છેવટે તેને મારે ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે."

અપેક્ષા: બાપ રે બાપ. આટલું બધું ખરાબ બની ગયું તારી સાથે..! ઓ માય ગોડ..અને તે મને અત્યાર સુધી કંઈ કહ્યું પણ નહીં..?

ઈશાન: તારી પરિસ્થિતિ ક્યાં સારી હતી ? અને તારી એવી પરિસ્થિતિમાં હું તને કઈરીતે કંઈ કહી શકું..? માટે મેં તને કંઈ કહ્યું ન હતું.

અપેક્ષા: ઓકે. હવે મારે નમીતાને જોવી છે અને તેને મળવું છે. તું ક્યારે મને તેને મળવા લઈ જાય છે ?

ઈશાન: લઈ જઈશ, લઈ જઈશ, ચોક્કસ લઈ જઈશ શાંતિ રાખ. મારે તેને માટે પહેલાં ત્યાંની પરમિશન લેવી પડશે પછી હું તને ત્યાં લઈ જઈ શકીશ ઓકે ?

અપેક્ષા: ઓકે.

(ઈશાનની મમ્મીનો ફોન આવે છે.)

ઈશાન: બોલ મોમ, શું થયું ?
મોમ: ઈશુ, હજી કેટલી વાર લાગશે બેટા તને અહીં આવતાં ?
ઈશાન: બસ હાફ એન અવરમાં પહોંચી જઈશ મોમ. કેમ શું થયું?
મોમ: કંઈ નથી થયું. ઓકે.ચલ આવી જા જલ્દીથી.
(અને મોમે ફોન મૂક્યો એટલે પાછી અપેક્ષા અને ઈશાનની વાતો ચાલુ થઈ ગઈ.)

અપેક્ષા: કેમ શું થયું ? મોમ જલ્દી બોલાવે છે શોપ ઉપર ?
ઈશાન: કંઈ નથી થયું બસ, આપણને ઘણો ટાઈમ લાગ્યો એટલે.
અપેક્ષા: ઓકે. ઈશુ પણ તું અને નમીતા ક્યાં અને કઈ રીતે મળ્યાં એ તો તે મને કહ્યું જ નહીં.
ઈશાન: હા એ પણ બહુ રસપ્રદ વાત છે.
અપેક્ષા: એમ ?
ઈશાન: હા સાંભળને એક વાર હું અને મારો ફ્રેન્ડ નિક મેકડોનાલ્ડમાં બર્ગર ખાવા માટે ગયા હતા ત્યાં નમીતા પણ તેનાં નાના ભાઈને લઈને આવી હતી. ત્યાં થોડી ભીડ વધારે હતી અમે બંને એકજ ટેબલ ઉપર અમારી બર્ગરની ટ્રે એકસાથે મૂકી. એ છોકરી હતી એટલે મેં પહેલો ચાન્સ તેને આપ્યો પણ તે મને તે ટેબલ ઉપર બેસવા માટે કહી રહી હતી. આમ થોડી વાર તો, પહેલે આપ, પહેલે આપ ચાલ્યું પણ પછી મેં કહ્યું "ઈફ યુ ડોન્ટ માઈન્ડ, વી ઓલ ટેક ટુગેધર"અને તેણે મને એક નિખાલસ સુંદર સ્માઈલ આપ્યું અને તે બોલી કે, "આઈ ડોન્ટ માઈન્ડ" એ દિવસની અમારી એ પહેલી મુલાકાત અને એણે મને આપેલું એ નિખાલસ સ્માઈલ મને હજીપણ યાદ છે.
અપેક્ષા: પછી ફરી બીજીવાર ક્યારે મળ્યાં તમે ?

અને એટલામાં ઈશાનની શોપ આવી ગઈ એટલે બંને ગાડી પાર્ક કરીને શોપમાં ગયા.

ઈશાનની નમીતા સાથે બીજી મુલાકાત ક્યાં અને કઈરીતે થાય છે ? તેને નમીતા સાથે પ્રેમ કઈરીતે થાય છે ? આગળના પ્રકરણમાં...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
5/7/2021