નિયા ના ઘરે સવાર થી જ ચહેલ પહેલ શરુ થઇ ગઈ હતી કેમકે આજે નિયા ના મેરેજ હતા.
બપોરે ત્રણ વાગ્યે નિયા ના મેરેજ હતા. અને નિયા ને સાડા દસ વાગ્યે રેડી થવા જવાનું હતું.
એ નાહી ને આવી ત્યારે એના મમ્મી એ કહ્યું ,
" નિયા આજે તારો ફેસ કંઈક અલગ લાગી રહ્યો છે ?"
" એટલે "
" કઈ વધારે જ ચમકે છે " જાહ્નવી દી નિયા પાસે આવતા બોલ્યા.
" કઈ પણ "
" કઈ પણ નઈ નિયા , સાચે આજે તારો ચહેરો એક દમ મસ્ત લાગે છે " નિયા ના ફોઈ એ કહ્યું.
" ચાલો તમે બધા નઝર ના લગાવો અને તૈયાર થાવ " નિયા એના રૂમ માં જતા બોલી.
" હા પણ નિયા તું કંઈક ખાઈ તો લે , આજ સવાર નું કઈ નઈ ખાધું તે " પ્રિયંકા બેન એ કહ્યું.
" મમ્મી કઈ ખાવાની ઈચ્છા નથી મેં બોર્નવીટા પી લીધું છે "
" હા સારું "
" રિયા કેમ નઈ આવી હજી ?" નિયા ના ફોઈ એ પૂછ્યું.
" ફોઈ એ ડાઇરેક્ટ હોલ પર આવશે એવું કહ્યું છે "
" આજે થોડો સરખો મેક અપ કરાવજે " પ્રિયંકા બેન એ કહ્યું.
" હા બીજું કઈ "
" ના , હિલ્સ માં સંભાળજે ખાલી " પ્રિયંકા બેન હસતા હસતા બોલ્યા.
" મામી નિયા ને ના કહો, બાકી તો એ શૂઝ પહેરી ને આવશે " જાહન્વી દી મસ્તી માં બોલ્યા.
" આરવ ... તારા મમ્મી ને લઇ જા " નિયા ના ફોઈ એ કહ્યું.
બે વાગ્યે,
નિયા રેડી થઇ ગઈ હતી. અને એનું ફોટો શૂટ ચાલતું હતું.
થોડી વાર પછી પ્રિયંકા બેન અને નિયા ના ફોઈ નિયા રેડી થઇ છે કે નઈ એ જોવા આવ્યા.
" નિયા... " નિયા ના દેખાતા પ્રિયંકા બેન એ મૉટે થી કહ્યું.
" આંટી એ ફોટો પડાવે છે આ બાજુ છે " ખુશી એ કહ્યું.
" રેડી થઇ ગઈ એ ?" પ્રિયંકા બેન એ પૂછ્યું.
" હા આંટી "
ત્યાં નિયા એનું ફોટો શૂટ પતાવી ને આવી.
પ્રિયંકા બેન તો બે મિનિટ માટે મૌન થઇ ગયા. દરરોજ એમની સાથે મસ્તી કરતી નિયા આજે દુલ્હન ના કપડાં માં એમની સામે ઉભી હતી.
રેડ કલર ના પાનેતર માં નિયા કંઈક અલગ જ લાગતી હતી. નમણી આંખો માં થોડું વધારે કરેલું કાજલ, અને કોઈ ને પણ જોવા માં મશગુલ કરી દે એવો નિયા નો આઈ શેડો.
" નઝર ના લાગે તને કોઈ ની " નિયા ના ફોઈ એ નિયા ની નઝર ઉતારતા કહ્યું.
પ્રિયંકા બેન હજી નિયા ને જ જોતા હતા કેમકે કેટલા વર્ષો થી એમને નિયા ને દુલ્હન માં જોવા નું સપનું હતું જે આજે પૂરું થઇ ગયું હતું.
" બસ મમ્મી કેટલું જોશો મને " નિયા એ કહ્યું.
" મામી તમારા સિરિયલ ની હિરોઈન જેવી લાગે છે ને નિયા ?" જાહન્વી એ પૂછ્યું.
" હા એના થી પણ સરસ "
" નિયા હિલ્સ કે શૂઝ ?" નિયા ના ફોઈ એ ટોપિક ચેન્ગ કરતા પૂછ્યું.
" જોઈ લો ફોઈ " નિયા એની હિલ્સ બતાવતા બોલી.
થોડી વાત કરી ને નિયા ના મમ્મી , ફોઈ અને જાનવી દી તો જતા રહ્યા.
હવે ખાલી નિયા , ખુશી , રૂચિતા , જીયા અને શ્રુતિ જ હતા. એ લોકો ત્યાં ફોટા પડતા હતા.
ત્યાં શ્રુતિ એ પૂછ્યું,
" કેટલી ખુશ છે નિયા ?"
" ખુશ તો છું પણ થોડો ડર પણ છે " નિયા બોલી.
" નિયા ચિંતા ના કર ભાવિન જીજુ સંભાળી લેશે "ખુશી બોલી.
" હા નિયા " જીયા એ કહ્યું.
" હમ જોઈએ એ તો "
" તું ભૂલી ના જઈશ અમને મુંબઈ જઈને " શ્રુતિ એ કહ્યું.
" ના એમ થોડી ભૂલી જવાય "
એ લોકો વાત કરતા હતા ત્યારે પલક આવી.
" મારી નિયા દુલ્હન બની ગઈ " પલક આવતા ની સાથે બોલી.
" કેમ આજે ટાઈમ મળ્યો તને ?"
કાલે પણ પલક નઈ આવી હતી એટલે નિયા એ આવું કહ્યું.
" સોરી બાબા , કાલે હું સુરત માં નઈ હતી એટલે "
" અચ્છા ઓકે "
ત્યાં આદિ લોકો આવ્યા.
" હવે તો કોઈ આપડા ને બોલાવશે પણ નઈ " તેજસ એ કહ્યું.
" હા એ જ ને ?" નિશાંત મસ્તી માં બોલ્યો.
" તમે લોકો મને નઈ બોલાવતા " નિયા બોલી.
" વેરી ફની , તે એકલા એકલા ફોટો પડી લીધા આ લોકો સાથે અમે શું ગુનો કર્યો ?" મનન એ કહ્યું.
" તો તમારે આવવું હતું ને " નિયા એ કહ્યું.
" અત્યારે આવી ગયા ને ચાલો " આદિ એ કહ્યું.
" ભગવાન આજે હું થાકી જવાની છું ફોટો પડાવી ને " નિયા મન માં બોલી.
એ લોકો એ બોવ બધા ફોટો પાડ્યા.
ત્રણ વાગવા માં થોડી જ વાર હતી.
થોડી વાર પછી,
દુલ્હેરાજા મંડપ માં આવી ગયા હતા. બધી રસમ ચાલુ થઇ ગઈ હતી. હવે નિયા ને આવવાની થોડી જ ક્ષણો ની વાર હતી.
ભાવિન ની નજર આમ તેમ કંઈક શોધી રહી હોય છે એ જોઈ ને ભૌમિક એ કહ્યું,
" બસ પાંચ મિનિટ બેટા, નિયા આવી જશે "
" હમ "
" કન્યા પધરાવો સાવધાન " મહારાજ બોલ્યા.
અચાનક ભાવિન ની નજર એ બાજુ ગઈ જ્યાં બધા ની નજર હતી.
નિયા ની એન્ટ્રી થઇ. મુવી નો સીન હોય એવો જ સીન હતો.
મુવી માં હિરોઈન ની એન્ટ્રી એના ફ્રેન્ડ સાથે થાય થાય એવું જ કંઈક હતું.
યે જવાની હે દીવાની મુવી માં જેમ અદિતિ ના મેરેજ માં બંની, નૈના અને અવી અદિતિ ને લઇ ને આવે છે એવો જ કંઈક સીન હતો.
ભાવિન ની નજર તો નિયા પર થી હટતી નઈ હતી.
" ભાઈ , એ હવે તારી જ છે " ભૌમિક એ ધીમે રહી ને કહ્યું એટલે ભાવિન એ નઝર હટાવી.
જોત જોતા માં તો રીત રિવાજ સાથે મેરેજ ની બધી વિધિ પુરી થઇ. નિયા ની આંખ માં તો ફેરા ફરતા હતા અગ્નિ ની સાક્ષી માં ત્યારે જ પાણી આવી ગયેલું. કદાચ ખુશી ના આંસુ હતા એ. પણ થોડા વાર રહી ને એ બંને બેઠા ત્યારે નિયા ની આંખ લાલ હતી એ જોઈ ભાવિન એ પૂછ્યું,
" શું થયું ?"
" કઈ નઈ આની ધૂની "
પછી તો એક પછી એક બધા સ્ટેજ પર આવી ને ફોટો પડાવતા હતા નિયા અને ભાવિન સાથે. નિયા કરતા એની ચોલી નું વજન વધારે હતું આજે. નિયા ને હવે આ ફોટો પડાવી ને કંટાળી ગઈ હતી.
થોડી વાર પછી,
એ લોકો બેઠા હતા ત્યારે ધીમે થી ભાવિન એ કહ્યું,
" એક વાત કહું "
" હમ "
" આપકી તારીફ મેં ક્યાં કહે ?
આપ હમારી જાન બન ગયે " ભાવિન એ કહ્યું અને નિયા ના ફેસ પર મસ્ત સ્માઈલ આવી ગઈ.
આદિ નું ધ્યાન એ બાજુ જતા એને ફોન માં નિયા અને ભાવિન નો પીક પાડી લીધો.
થોડી વાર પછી વિદાઈ નો ટાઈમ થઇ ગયો.
નિયા એ નક્કી તો કર્યું હતું એ રડશે નઈ બોવ. પણ ખબર નઈ હવે શું થશે એ.
રિયા , જાહન્વી દીદી, ફોરમ, ફોઈ, ફુઆ, રિયા ના મમ્મી પપ્પા બધા ને ગાલે મળી લીધું. હવે નિયા પ્રિયંકા બેન પાસે ગઈ.
નિયા એ જે આંસુ રોકી રાખ્યા હતા એ હવે કન્ટ્રોલ માં રહે એમ નઈ હતા.
પ્રિયંકા બેન તો ક્યારે ના રડતા જ હતા.
" બસ મમ્મી બોવ ના રડો મેક અપ તમારો ખરાબ થઇ જશે "
" ભલે થતો. હવે નિયા ઘરે આવશે ત્યારે મારી નિયા નઈ હોય ને " પ્રિયંકા બેન એ પૂછ્યું.
" કેમ આમ કહો છો ?"
" એ નો જવાબ તને જાતે જ મળી જશે. ધ્યાન રાખજે તારું અને ભાવિન નું પણ. ભાવિન ના મમ્મી પપ્પા નું પણ"
" હમ "
હવે નિયા માટે આંસુ રોકવા મુશ્કેલ હતા. પ્રિયંકા બેન સામે તો એને વાત કરી આંસુ રોકી રાખ્યા પણ પિયુષ ભાઈ ?
નિયા પિયુષ ભાઈ ને ગળે મળી. બોવ રોક્યા આંસુ ને પણ હવે એ પણ બહાર આવવા માંગતા હતા.
પિયુષ ભાઈ એ નિયા ના આંશુ લૂછતાં કહ્યું,
" સોના , તું તો સ્ટ્રોંગ છે ને તો પછી કેમ રડે છે ? નવી ઝીંદગી હવે શરુ થાય છે બેટા. ધ્યાન રાખજે મુશ્કેલીઓ બોવ આવશે પણ મને વિશ્વાસ છે તું એ મુશ્કેલીઓ નો સામનો કરીશ "
" હમ "
પ્રિયંકા બેન ના આંસુ રોકાતા નઈ હતા. અને નિયા પણ એમને કઈ કહેવા નઈ માંગતી હતી.
નિયા ને જોઈ ને એના બધા ફ્રેન્ડ ના આંખ માં પાણી આવી ગયેલા. અને સૌથી પહેલા તો આદિ ના આંખ માં પાણી આવી ગયેલા.
નિયા એક પછી એક બધા ને ગળે મળી લીધું. હવે ખાલી એક આદિ બાકી હતો.
નિયા ને આદિ ને ગળે નઈ મળવું હતું કેમકે એને ખબર હતી એને ગળે મળશે ત્યારે આંસુ નઈ રોકાઈ. અને નિયા ને જોઈ ને આદિ ને પણ રડું આવશે.
આદિ ને ગળે મળતા નિયા બોલી ,
" ડ્યુડ તું તો મને હસી ને વિદાઈ આપવાનો હતો ને ? તો હવે શું થયું ?"
" ખુશી ના આંસુ છે " આદિ આંસુ લૂછતાં બોલ્યો.
" આટલું જૂથ ના બોલ "
" ઓકે ઓકે, નો આંસુ ખાલી સ્માઈલ " આદિ નિયા ના આંસુ લૂછતાં બોલ્યો.
" હમ "
" ચાલ હવે એક પણ આંશુ ના જોઈએ. બિચારો ભાવિન રડવા લાગશે તને રડતી જોઈ ને ?" આદિ મસ્તી માં બોલ્યો એટલે નિયા ને પણ હસી આવી ગઈ.
" બેસ્ટ ઓફ લક બેબ, ફોર ન્યૂ લાઈફ"
" થેંક યુ "
" ધ્યાન રાખજે તારું અને ભાવિન નું પણ. કીપ સ્માઈલ "
નિયા કઈ નઈ બોલી ખાલી સ્માઈલ કરી.
" સોરી યાર અત્યારે કઈ નઈ કહી શકું, મિસ યુ બેબ " કહી ને આદિ ત્યાં થી દૂર જતો રહ્યો.
ખુશી, શ્રુતિ, રૂચિતા અને જીયા ને મળી ને નિયા પછી પ્રિયંકા બેન પાસે ગઈ.
આ બાજુ આદિ દૂર ઉભો હતો ત્યાં ભાવિન ગયો.
" આદિ , તારી બેબ ને ફેક સ્માઈલ સાથે વિદાઈ આપશે "
" નઈ "
" તો અહીં કેમ આવી ગયો "
" બસ એમજ, ખબર નઈ કેમ " આદિ ની આંખ માં પાછા આંસુ આવી ગયા.
" મને ખબર છે તારા માઈન્ડ માં શું ચાલે છે એ ?" કેમકે ભાવિન ની સેમ હાલત હતી જયારે એની બેસ્ટ ફ્રેન્ડ સમીક્ષા ના મેરેજ હતા.
" હા મને તારું કામ છે, તો રાતે મેસેજ કરીશ યા તો કાલે સવારે ફોન , ફ્રી રહેજે " ભાવિન એ કહ્યું.
" જરૂર , તમારા માટે કઈ પણ "
" ઓહ, પણ તમારા ચારેવ ની હેલ્પ જોઈશે"
" કઈ નવી સરપ્રાઈઝ ?"
" હા એવું જ કંઈક "
ભાવિન આગળ બોલે એ પહેલા માનસી દી એ ભાવિન ને બોલાવ્યો.
" આદિ આ વાત કોને ખબર ના પડવી જોઈએ, તારી બેબ ને પણ નઈ "
" ડોન્ટ વરી નઈ ખબર પડે "
" ઓકે " ભાવિન જતો હતો ત્યાં આદિ એ કહ્યું,
" આ નિયા નો ફોન લેતો જા એને યાદ પણ નઈ હોય "
" હા "
આ બાજુ નિયા પ્રિયંકા બેન ને ચૂપ કરાવી રહી હતી.
" મમ્મી તમે રડશો તો હું નઈ જાવ"
" હા આંટી તમે રડશો તો નિયા પણ ખુશી થી નઈ જાય " રિયા એ કહ્યું.
પણ પ્રિયંકા બેન ના આંસુ બંધ થવાનું નામ જ નઈ લેતા હતા , ત્યાં ભાવિન ના મમ્મી આવ્યા,
" પ્રિયંકા બેન તમે ચિંતા ના કરો, નિયા ને અમે દીકરી ની જેમ જ સાચવસુ, અને તમને મન થાય ત્યારે નિયા ને મળવા આવતા રહેજો ઘરે, બાકી ફોન તો છે "
થોડી વાર માં પ્રિયંકા બેન ચૂપ થયા પછી નિયા ને ફરી એક વાર ગળે મળી લીધું.
નિયા જતી હતી ત્યાં,
આદિ , મનન , તેજસ , નિશાંત અને રિયાન એનો રસ્તો રોકતા બોલ્યા,
" મિસ યુ નિયા
બેસ્ટ ઓફ લક ફોર ન્યૂ લાઈફ "
" થેંક યુ "
અને પછી બધા એ નિયા ને એની ફેવરેટ ચોકલેટ આપી.
" હવે નિયા ના આંખ માંથી એક પણ આંસુ નઈ આવે " રિયા બોલી.
" હા, પણ નિયા હું આવીશ મેગી ખાવા તારા ઘરે " રિયાન એ કહ્યું.
" હા જરૂર "
રાતે આઠ વાગ્યે નિયા ના ઘરે ,
બધા એ જમી લીધું હતું સિવાય પ્રિયંકા બેન. બધા એ બોવ કીધું તો પણ પ્રિયંકા બેન એ ના કહી.
છેલ્લે આદિ એ કહ્યું,
" આંટી તમારા માટે નઈ તો નિયા માટે થોડું જમી લો "
" હા આંટી એ પણ સેડ થશે જયારે એને ખબર પડશે તમે નઈ ખાધું તો " નિશાંત એ કહ્યું.
નિયા ના ફ્રેંડ્સ ની વાત છેલ્લે પ્રિયંકા બેન ને માનવી જ પડી અને છેલ્લે એમને થોડું જમી લીધું.
બીજે દિવસે સવારે,
પોણા સાત વાગે નિયા ની આંખ ખુલી પણ રૂમ માં ભાવિન ના દેખાયો. એને અચાનક પેલો દિવસ યાદ આવ્યો કે ભાવિન ને મુંબઈ ની ટ્રેન હતી અને એ જતો રહ્યો હતો. પણ પછી યાદ આવ્યું આજે થોડો ભાવિન મુંબઈ જવાનો છે. અહીંયા નો અહીંયા જ છે ને. કદાચ નીચે હશે.
નિયા એમ વિચારી ને નાહવા ગઈ અને ફ્રેશ થઇ ને મસ્ત રેડી થઇ ગઈ.
ત્યાં કોઈ આવ્યું,
" નિઆ "
નિયા એ જોયું તો યુગ હતો.
" ઓહ"
ત્યાં માનસી દી આવ્યા પાછળ,
" ગુડ મોર્નિંગ નિયા "
" ગુડ મોર્નિંગ દીદી "
ત્યાં યુગ ને ટેબલ પર ચોકલેટ દેખાઈ જે કાલે આદિ લોકો એ નિયા ને આપી હતી. એ ને એક ચોકલેટ લઇ લીધી.
" નિયા તારે ચોકલેટ છુપાવી ને રાખવી પડશે હવે બાકી આ ભાઈ ખાઈ જશે "
" તો કઈ વાંધો નઈ "
" ભાવિન બહાર ગયો છે બપોર સુધી માં આવી જશે ચિંતા ના કરીશ, આ લે તારો ફોન ભાવિન આપતો ગયો છે" માનસી દી એ કહ્યું.
" બહાર એટલે ?"
" જરૂરી કામ છે એવું કહ્યું છે બીજું નઈ કીધું કઈ "
" ઓકે " નિયા થોડી ઉદાસ થઇ ગઈ કેમકે ભાવિન એ એને કઈ નઈ કહ્યું હતું.
" ચાલ આપડે નાસ્તો કરીએ મને ભૂખ લાગી છે " કહી ને માનસી દી નિયા ને નીચે લઇ ગયા.
હજી અમુક ગેસ્ટ હતા એ લોકો નિયા ને બધું પૂછતાં હતા. નિયા હવે બધા ને જવાબ આપી ને થોડી કંટાળી ગયેલી ત્યાં માનસી એ નિયા ને કહ્યું,
" ચાલ ને ઉપર કામ છે "
નિયા માનસી દી સાથે ગઈ.
" શું થયું દી કેમ આમ ઉપર લઇ આવ્યા ?"
" આ લોકોના અવાજ થી હવે મને માંથુ દુખે છે, નોન સ્ટોપ બોલે છે યાર " માનસી દી બેડ પર બેસતા બોલ્યા.
" હમ "
" થોડી વાર રહી ને નીચે જઈએ " એમ કહી ને માનસી દી ફોન જોવા લાગ્યા.
નિયા એ બે દિવસ પછી આજે એનો ફોન જોયો. બોવ બધા મેસેજ હતા એટલે અત્યારે તો જોવાય એનો ટાઈમ નઈ હતો પણ એને ભાવિન નો મેસેજ દેખાયો સવાર ના સાત વાગ્યા નો.
" ગુડ મોર્નિંગ નિયા ,
સોરી સવાર સવાર માં હું ગાયબ થઇ ગયો .
પણ ડોન્ટ વરી હું બપોરે આવી જઈશ " નિયા એ મેસેજ જોયો પણ કઈ જવાબ ના આપ્યો.
થોડી વાર માં એ માનસી દી સાથે નીચે ગઈ.
બાર વાગ્યા પણ ભાવિન આવ્યો નઈ એટલે માનસી દી એ ફોન કર્યો તમે જમી લો મને મોડું થશે અને નિયા ને કેજો જમી લે.
નિયા એ પહેલા તો ના કહ્યું પણ માનસી દી એ એને મનાવી લીધી. રાતે રિસેપ્શન હતું એટલે બપોર પછી તૈયાર થવા જવાનું હતું.
જમી ને કામ પતાવતા બે વાગી ગયા. પછી એ લોકો વાત કરતા હતા ત્યાં ભાવિન ના મમ્મી એ કહ્યું ,
" તમે બંને નાહી લો પછી રેડી થવા જવાનું છે "
" હા મમ્મી "
સાડા ત્રણ વાગ્યે,
માનસી દી અને નિયા મસ્ત ફ્રેશ થઇ ને બેઠા હતા. માનસી દી યુગ ના કપડાં નું જીજુ ને કહેતા હતા. ત્યાં ભાવિન આવ્યો,
" આવ્યા તમે ?" જીજુ એ કહ્યું.
" હા "
" અમે જઈએ છીએ તૈયાર થવા " માનસી દી એ કહ્યું.
" હું મૂકી જાવ તમને બંને ને " ભાવિન એ કહ્યું.
" ના કઈ જરૂર નથી. સવારે નિયા ને મૂકી ને જતો રહ્યો હતો ને એની સજા છે હવે છ વાગ્યા સુધી રાહ જોજે એને મળવાની" માનસી દી એ કહ્યું.
" પણ દી "
" બાય ભાવિન , પછી મળીયે " કહી ને જીજુ નીકળી ગયા.
ભાવિન ની આજે સવાર ની એક પણ વાર વાત થઇ નઈ હતી નિયા સાથે પણ એને વિચાર્યું હતું રાતે એ શાંતિ થી વાત કરી લેજે.
છ વાગ્યે,
નિયા અને માનસી દી રેડી થઇ ગયા હતા.
માનસી દી નું ગાઉન નોર્મલ હતું પણ નિયા નું ગાઉન થોડું વધારે હેવી હતું.
ઑફ વ્હાઇટ કલર ના લોન્ગ ગાઉન માં આજે નિયા પરી જેવી લાગતી હતી. આજ નો મેક અપ એનો કાલ કરતા પણ જોરદાર હતો. સ્પાર્કલ આઈ સેડ઼ો અને મસ્ત જરી વાલી આઈ લાઈનર. સિમ્પલ હેર સ્ટાઇલ સાથે એની અમુક લટ બહાર હતી જે કોઈ નું પણ ધ્યાન એની બાજુ ખેંચતી હતી. ગળા માં એક સિમ્પલ નેકલેસ અને જમણા હાથ માં એક બેસ્લેટ પહેર્યું હતું અને હિલ્સ. બ્લુ કલર ના લેન્સ નિયા એ આજે પહેર્યા હતા. જેના થી એની આંખ થોડી વધારે કાતિલ લાગતી હતી.
" નિયા આજે તું પરી જેવી લાગે છે " માનસી દી એ કહ્યું.
" થેન્ક યુ "
સાડા છ એ માનસી દી અને નિયા ને જીજુ લેવા આવ્યા. એ લોકો ડાઇરેક્ટ જ્યાં રિસેપ્શન હતું ત્યાં પોહચી ગયા. નિયા અને ભાવિન નું ફોટોશૂટ પત્યું ત્યાં સાત વાગી ગયા. અને થોડા મહેમાનો આવવાના શરુ થયા.
ફોટો શૂટ ચાલતું હતું ત્યારે ભાવિન એ કહ્યું,
" મારી પાસે એક જ દિલ છે નિયા "
" હા તો "
" શું તો ? કેટલી વાર તારે લઇ જવું છે "
" તારે જેટલી વાર આપવું હોય એટલી વાર "
" સાચે ને ?" ભાવિન એ પૂછ્યું.
" હા , પણ શું કરીએ અમુક માણસ સવાર સવાર માં એકલા મૂકી ને જતા રહે છે "
" સોરી યાર, એ વાત ઘરે જઈ ને કરીએ "
" હુહ..." નિયા મોઢું મચકોડતા બોલી.
" આમ તું પહેલા દિવસે નારાઝ ના થા, હમણાં તારા ફ્રેન્ડ આવશે ને તારી ફેક સ્માઈલ જોશે તો મને બોલશે "
" એ મારો પ્રોબ્લેમ નથી "
" સાચે ને ?" ભાવિન એ સિરિયસ થઇ ને પૂછ્યું.
નિયા એ કઈ જવાબ ના આપ્યો અને વાત બદલી નાખી પણ ભાવિન ને એનો જવાબ મળી ગયો જે એને જોઈતો હતો.
સાડા સાત વાગ્યે,
મોસ્ટલી બધા લોકો આવી ગયા હતા. અને એ બધા ની વચ્ચે થી નિયા અને ભાવિન ને સ્ટેજ પર જવાનું હતું.
" મને ડર લાગે છે " નિયા ભાવિન ની સામે જોતા બોલી.
ભાવિન એ એનો હાથ આગળ કર્યો ,
" હજી પણ ડર લાગે છે ?"
" ના " કહી ને નિયા એ એનો હાથ ભાવિન ના હાથ માં મુક્યો.
ત્યાં,
એક મસ્ત રોમેન્ટિક સોન્ગ વાગ્યું અને એ બંને ની એન્ટ્રી થઇ.
નિયા ની હાર્ટ બીટ ફાસ્ટ હતી થોડી. એને બે ત્રણ વાર તો ભાવિન ની સામે પણ જોઈ લીધું હતું.
સ્ટેજ પર ગયા પછી નિયા એ જોયું તો,
આગળ જ એના મમ્મી પપ્પા અને ફ્રેંડ્સ બેસેલા હતા અને એની પહેલી નઝર આદિ પર પડી.
પણ આ શું આદિ એ ભાવિન ને ઈશારા માં કંઈક કહ્યું. નિયા ની બાજુ એનું ધ્યાન પણ નઈ હતું. અને પછી ભાવિન એ ઈશારો કર્યો ત્યારે આદિ , નિશાંત , મનન અને તેજસ એ પણ કંઈક ઈશારો કર્યો. નિયા વિચાર માં પડી ગઈ , " આ લોકો વચ્ચે શું ખીચડી બને છે ?" પણ અત્યારે વિચારવા નો સમય નઈ હતો.
નિયા ની બાજુ માં માનસી દી બેસેલા હતા એમને મસ્તી માં નિયા ને કહ્યું,
" નિયા , બધા એક પછી એક સ્ટેજ પર આવશે તમારી સાથે ફોટો પડાવવા બેસ્ટ ઓફ લક "
" શું દીદી તમે પણ " નિયા હસતા હસતા બોલી.
" તમે બંને કેમ હસો છો?" ભાવિન નું ધ્યાન એ બાજુ જતા પૂછ્યું.
" તું આજે સારો નઈ લાગતો એટલે " માનસી દી એ કહ્યું.
" જો એવું હોત તો નિયા એ ક્યારે નું કહી દીધું હોત મને " ભાવિન બોલ્યો.
ત્યાં એક પછી એક ગેસ્ટ સ્ટેજ પર આવતા હતા. થોડી વાર પછી ભાવિન એ ધીમે થી કહ્યું,
" નિયા આમ થી અમુક લોકો ને તો હું ઓળખતો પણ નથી "
" વ્હોટ " નિયા ના રિએક્શન કંઈક અલગ હતા .
" હા તને ખબર છે ને મેં બોવ ઓછો જાવ છું ફંક્શન માં "
" હા હો , ગાયબ મોડ " નિયા મોહ મચકોડતા બોલી.
" આ શું ? ગાયબ મોડ ?"
" કઈ નઈ "
" તું આમ નારાઝ ના થા, પછી અહીંયા બધા ને એવું લાગશે કે તું પહેલા દિવસ એ જ નારાઝ થઇ ગઈ "
" તો એમની મરજી "
ત્યાં યુગ આવ્યો ,
" નિઆ "
" ઓયે નિઆ નઈ મામી બોલ " માનસી દી એ કહ્યું.
ત્યાં જીજુ આવ્યા ,
" નિયા , માનસી તમે ત્યાં મમ્મી ની બાજુ માં જગ્યા છે ત્યાં બેસી જાઓ થોડી વાર "
" કેમ ?" માનસી એ પૂછ્યું.
" કામ છે બોવ પંચાત તને " ભાવિન એ કહ્યું.
" ચાલ નિયા આ બંને નું કઈ થાય એમ નથી "
નિયા સ્ટેજ પર થી નીચે ઉતારતી હતી પણ એનું ગાઉન કઈ વધારે જ લોન્ગ હતું એટલે એને હાથ થી થોડું ઊંચું કર્યું એ જોઈ ને માનસી દી એ કહ્યું ,
" ભાવિન ને બોલવું ? "
" ના ના "
નિયા અને માનસી દી ત્યાં બેસી ગયા . યુગ તો રમતો હતો આરવ સાથે.
"નિયા ભાવિન કઈ સરપ્રાઈઝ આપવાનો છે ?" માનસી દી એ પૂછ્યું.
" દી મને કઈ ખબર નથી "
" જોઈએ તો હવે "
ત્યાં બેકગ્રાઉન્ડ માં મ્યુઝિક ચેન્જ થયું. ભાવિન અને નિયા ના ફ્રેન્ડ એટલે કે નિશાંત , આદિ અને મનન ત્યાં સ્ટેજ પર હતા અને તેજસ સ્ટેજ પર માઈક લઇ ને ઉભો હતો.
" બેસ્ટ ઓફ લક નિયા " માનસી દી ને થોડો આઈડિયા આવી ગયો એટલે કહ્યું.
" દી આ શું છે બધું ? કઈ સમજાતું નથી "
" ડોન્ટ વરી હમણાં સમજાઈ જશે " માનસી દી એ સ્માઈલ કરતા કહ્યું.
" મને કેમ એવું લાગે છે તમને ખબર છે "
" ના ના મને નઈ ખબર "
ત્યાં મ્યુઝિક સ્ટાર્ટ થયું.
" મેરી રાહે તેરે તક હે, 🎵🎶
મુજપે હી તો તેરા હક હે... 🎶🎵" સોન્ગ સ્ટાર્ટ થયું અને ભાવિન એ તેજસ ના હાથ માંથી માઈક લીધું.
" અત્યાર સુધી મને એવું લાગતું હતું હું એક જ છું યુનિક પિસ.
પણ ભગવાન એ મારી મુલાકાત સાચે માં યુનિક પિસ સાથે કરાવી.
બધા ની પહેલી મુલાકાત કંઈક અલગ હોય છે એક બીજા ને સારું લગાડવાની ટ્રાય કરાતી હોય છે,
પણ મારી પહેલી મુલાકાત માં તો હું એકાદ કલાક જેટલો મોડો પોહ્ચ્યો હતો. મુવી અને સિરીઝ માં જોઈ ને એવું લાગતું હતું પહેલી મુલાકાત જ છેલ્લી મુલાકાત બની જશે.
પણ થયું એના થી ઊંધું પહેલી મુલાકાત માં જ કોઈ એ દિલ જીતી લીધું. મોસ્ટલી બધા ના ફોન મેસેજ જોવા ચેક થતા હશે જયારે અમારી પહેલી મુલાકાત માં ક્યાં ફરવા જવું સારું એ ડિસ્કસ થતું હતું.
તને શું ગમે છે અને આગળ શું થશે એની ચર્ચા પહેલી મુલાકાત માં થતી હોય છે જયારે અમારી પહેલી મુલાકાત માં કઈ જગ્યા એ કયું ખાવાનું સારું મળે એની ચર્ચા થઇ હતી.
પહેલી મુલાકાત પછી તો એવું જ લાગતું હતું કે એ ના કહેશે પણ કોઈ ને ના કહેવા માટે મને હા કહી"
આ સાંભળી ને નિયા ને મીત વાળી વાત યાદ આવી ગઈ અને એને ભાવિન ને કેટલા ડર થી ફોન કર્યો હતો એ યાદ આવી ગયું.
" દોઢ કે બે વર્ષ માં બોવ જ ઓછી મુલાકાત થઇ છે અમારી પણ જેટલી વાર મુલાકાત થઇ છે એ બધી કઈ ને કઈ રીતે યાદ ગાર છે.
નિયા ,
તારાં જેટલું લખતાં અને બોલતા તો આવડતું નથી પણ,
તારા માટે ખાલી એક જ લાઈન કહીશ ,
આપકી તારીફ મેં ક્યાં કહે ?
આપ હમારી જાન બન ગયે... "
આટલું બોલી ને ભાવિન નિયા જ્યાં બેઠી હતી ત્યાં આવ્યો, નિયા ની આંખ માં ઓલ રેડી પાણી આવી ગયા હતા કેમકે એને સપનું જોઈ રહી હોય એવું લાગી રહ્યું હતું પણ આ સપનું નઈ હતું, હકીકત માં ભાવિન બોલ્યો હતો.
" આમ તો તું તારી ચોકલેટ કોઈ ની સાથે શેર નઈ કરતી , શું તું મારી સાથે તારી લાઈફ શેર કરીશ ?"
પ્રપોઝ કરતા હોય એ સ્ટાઇલ માં ભાવિન બેઠો હતો પણ રિંગ ની જગ્યા એ એના હાથ માં સિલ્ક હતી.
નિયા એ ખાલી સ્માઈલ કરી અને હા કહી એ વધારે કઈ જ ના બોલી શકી.
એને ભાવિન ના હાથ માંથી ચોકલેટ લીધી અને પછી ભાવિન નિયા નો હાથ પકડી ને ઉભો થયો.
" આમ તો બધા ને મેરેજ પહેલા લવ થાય છે પણ અહીંયા તો કંઈક અલગ જ વાત ચાલે છે " તેજસ માઈક માં બોલ્યો અને સોન્ગ સ્ટાર્ટ થયું.
ભાવિન સોન્ગ સ્ટાર્ટ થતા સ્ટેજ પર ગયો. અને એક સોન્ગ પર ભાવિન , આદિ અને નિશાંત એ ડાન્સ કર્યો.
અને પછી ,
ભાવિન નિયા પાસે આવ્યો અને સ્ટેજ પર લઇ ગયો ત્યારે સોન્ગ બદલાઈ ગયું,
ફરી થી એ સોન્ગ આવ્યું,
" મેરી રાહે તેરે તક હે,
મુજપે હી તો તેરા હક હે..."
નિયા અને ભાવિન એ કપલ ડાન્સ કરવાનું શરુ કર્યું.
નિયા અને ભાવિન નું ધ્યાન આજુ બાજુ કઈ નઈ હતું, એ બંને એક બીજા ની આંખો માં ખોવાયેલા હતા.
ત્યાં પાંચ મિનિટ પછી મ્યુઝિક બંધુ થયું સાથે એમનો ડાન્સ પણ.
થોડી વાર પછી,
મોસ્ટલી બધા સ્ટેજ પર આવી ગયેલા સિવાય નિયા ના ફ્રેન્ડ.
ભાવિન નિયા ને કઈ પૂછતો હતો ત્યાં આદિ એમની પાસે આવતા બોલ્યો,
" તમે ફ્રી થયા હોય તો અમારી સાથે ફોટો પડાવી લો "
ખુશી એ ગિફ્ટ આપી. એટલે નિયા એ કહ્યું,
" તે કાલે પણ ગિફ્ટ આપી હતી "
" કાલે અમે નિયા ને આપી હતી આજે ભાવિન માટે છે " આદિ એ કહ્યું.
પછી નિયા ના બધા ફ્રેન્ડ ત્યાં આવી ગયા એ લોકો એ ફોટો પડાવ્યા પછી નિયા એ કહ્યું,
" એક પીક અમારા 5 નો પણ પાડી દેવ "
થોડી વાર પછી ,
એ લોકો જમવા બેઠા. નિયા ને ભાવે એવું હતું પણ એના થી કઈ ખવાયું નહિ. એને થોડું જ ખાધું.
દસ વાગ્યા ત્યારે પ્રિયંકા બેન નિયા ની પાસે આવ્યા,
" બેટા અમે નીકળીએ "
" હમ રડતા નઈ" નિયા એના મમ્મી ને ગળે મળતા બોલી.
થોડી વાર માં તો બધા જતા રહ્યા ખાલી અમુક જણ જ હતા. ત્યાં,
" ચાલો નિયા હવે અમે જઈએ કાલે સવાર ની ટ્રેન છે " મનન એ કહ્યું.
" હમ "
નિયા એ એના બધા ફ્રેન્ડ ને મળી લીધું સિવાય આદિ. આદિ ભાવિન સાથે વાત કરવા માં વ્યસ્ત હતો. એ જોઈ ને તેજસ એ કહ્યું,
" નિયા આદિ તારો નઈ ભાવિન નો બેસ્ટ ફ્રેન્ડ હોય એવું લાગે છે "
" હા મને પણ એવું લાગે છે " નિયા બોલી.
" એવું કઈ નથી બેબ " આદિ નિયા ની પાસે આવતા બોલ્યો.
જીયા, શ્રુતિ અને ખુશી હજી સેલ્ફી પડતા હતા એ જોઈ ને તેજસ એ કહ્યું ,
" તમારે રાતે અહીંયા જ રહેવું હોય તો જઈએ અમે "
" ના આવીએ છીએ " જીયા બોલી.
થોડી વાત કરી પછી આદિ એ કહ્યું,
" નિયા મળીયે પછી, ભાવિન ને હેરાન ના કરીશ "
" કઈ પણ , હું ક્યારે એને હેરાન કરું છું ?" નિયા એ પૂછ્યું.
" પહેલા નઈ કરતી હતી પણ હવે કરે તો ?"
" હા બીજું કઈ "
" યાદ કરજે અમને ભૂલી ના જઈશ " મનન એ કહ્યું.
" હા જરૂર "
થોડી વાર માં બધા નીકળી ગયા ત્યાં થી.
નિયા હવે એનું ગાઉન સાંભળી ને થાકી ગઈ હતી. એ રાહ જોતી હતી ક્યારે ઘરે જાય અને કપડાં ચેન્જ કરે
એક કલાક પછી,
નિયા એ કપડાં ચેન્જ કરી લીધા હતા અને મેક અપ પણ રિમૂવ કરી દીધો હતો. પણ હવે લેન્સ કાઢવાના બાકી હતા ત્યાં માનસી દી આવ્યા ,
" નિયા "
" બોલો દી "
" આ કેવું છે ?" એક ટોપ બતાવતા કહ્યું.
" મસ્ત "
" સાચે ને ?"
" હા કેમ ? તમને નઈ ગમતું ?"
" ગમે છે પણ આવું એક પણ વાર ટ્રાય નઈ કર્યું એટલે પૂછ્યું" માનસી દી એ કહ્યું ત્યાં ભાવિન રૂમ માં આવ્યો.
" આવો ભાઈ સાહેબ, સવારે ઘુમ થઇ ગયેલા , અત્યારે દર્શન આપો છો " માનસી દી એ ભાવિન ને કહ્યું.
" કેમ રિસેપ્શન માં મને નઈ જોયો હતો ? જીજુ ને જોવા માંથી ટાઈમ મળે તો ભાઈ ની બાજુ નજર જાય ને "
" મને યાદ કર્યો તમે ?" જીજુ ત્યાં આવ્યા.
" હા આ માનસી એ " ભાવિન એ કહ્યું.
ભાવિન , માનસી દી અને જીજુ વાત કરતા હતા, અને નિયા લેન્સ કાઢતી હતી એ ભાવિન ને ખબર નઈ હતી.
ખબર નઈ ભાવિન ના માઈન્ડ માં શું આવ્યું એ નિયા પાસે ગયો અને જોર થી ,
" ભાઉઉ " કર્યું.
નિયા ડરી ગઈ.
" ઓહ સોરી મને ખબર નઈ હતી તું લેન્સ કાઢે છે "
" આમ કોણ ડરાવે યાર ?"
" ભાવિન આવી મસ્તી ના કરાય " માનસી દી એ કહ્યું.
" ચાલો ગુડ નાઈટ " કહી ને માનસી દી અને જીજુ ગયા.
ભાવિન રૂમ નો દરવાજો લોક કરી ને આવતો હતો ત્યાં નિયા ને જોઈ ને બોલ્યો ,
" ઓયે રડે છે કેમ ?"
" મેં ક્યાં રડું છું ?"
" તો આંખ માં પાણી ?"
" લેન્સ કાઢ્યા એટલે "
" સાચે ને ?"
" હા "
" ઓકે એક વાત કહેવાની છે પણ પહેલા હું ફ્રેશ થઇ ને આવું" કહી ને ભાવિન જતો રહ્યો ત્યાં થી .
થોડી વાર પછી,
નિયા ઉભી હતી અચાનક ભાવિન એ પાછળ થી આવી ને હગ કરી લીધું અને પછી કહ્યું ,
" સાચે બોલજે નિયા તું નારાઝ છે ને મારા થી ?"
" ના "
" સાચું બોલવાનું કહ્યું છે મેં " નિયા ને એની બાજુ કરતા કહ્યું.
" બોવ નઈ પણ થોડીક હતી કેમકે તું સવારે ગાયબ હતો "
" તો કેમ એમ કહ્યું નારાઝ નથી ?"
" બસ એમજ " નિયા નીચે જોતા બોલી.
" ઓહ સાચે " ભાવિન બોલ્યો અને બોલતા જ નિયા ની આંગળી માં રિંગ પહેરાવી દીધી.
નિયા નું ધ્યાન હાથ ની આંગળી પર ગયું. રિંગ સિમ્પલ હતી બોવ જ , ખાલી એક સ્ટાર હતો પણ નિયા ને જોતા જ ગમી ગઈ.
" અમેઝિંગ " નિયા બોલી.
" એઝ લાઈક યુ"
નિયા એ ખાલી સ્માઈલ આપી.
" તને ગિફ્ટ શું આપવું એ મને બોવ જ કન્ફ્યુઝ કરે છે. અને એવી વસ્તુ જે હંમેશા તું તારી પાસે રાખે. વૉચ તો ઘણી છે તારી પાસે એટલે એ તો અપાઈ નઈ, અને ડાયરી પણ ના અપાય " ભાવિન નિયા ને હગ કરતા બોલ્યો.
" કેમ ?"
" ડાયરી લખવા ટાઈમ પર તું મને યાદ કર્યા કરતા વધારે કઈ બીજી દુનિયા માં ખોવાઈ જાય એટલે "
" હા એ તો છે "
" રિંગ જોઈ ને મને તો યાદ કરે "
" એટલે તને એવું લાગે છે હું તને ભૂલી જાવ છું ?" નિયા ભાવિન થી દૂર થતા બોલી.
" હા કેટલી વાર એવું લાગે છે " મસ્તી માં ભાવિન બોલ્યો.
" સાચે ?" નિયા એ સિરિયસ માં પૂછ્યું.
" ના હવે હું મસ્તી કરું છું " ભાવિન એ કહ્યું.
" આજે હું સાચે માં કંટાળી ગઈ ફોટો પડાવી ને. અને ગાઉન સાંભળી ને " નિયા બેડ ની ચાદર સરખી કરતા બોલી.
" તો બરાબર મારા થી તો નઈ કંટાળી ને?" ભાવિન એ પૂછ્યું.
નિયા કઈ બોલી નઈ.
થોડી વાર માં બંને સુઈ ગયા.
બીજે દિવસે સવારે ,
નિયા ઉઠી ને રેડી થઇ ને નીચે આવી ગઈ હતી.
" ભાવિન ઉઠ્યો ?" ભાવિન ના મમ્મી એ પૂછ્યું.
" ના "
" એ સૂતો જ રહેશે આજે એને શું કામ છે ?" માનસી દી એ કહ્યું.
" કામ છે મંદિર જવાનું છે "
અડધી કલાક પછી,
" નિયા કાલે કેમ રાતે તે જમ્યું નઈ હતું બરાબર " ભાવિન ના મમ્મી એ પૂછ્યું.
" જમ્યું હતું "
" બોવ જ ઓછું જમ્યું હતું , હું રાતે તને પૂછતાં ભૂલી ગઈ"
" હમ "
" કઈ નઈ હવે તમારા હાથ ની રસોઈ ખાઈ ને નિયા મસ્ત જાડી થઇ જશે " માનસી દી એ કહ્યું.
" હા કેમ નઈ હું દરરોજ સારું બનાવીશ " ભાવિન ના મમ્મી ખુશ થતા બોલ્યા.
" ભાવિન ઉઠ્યો કે નઈ ? મંદિર બંધ થાય ત્યારે જવાનું છે ?" ભાવિન ના પપ્પા એ કહ્યું .
"હું ઉઠી ગયો છું " ભાવિન નીચે આવતા બોલ્યો. એની સાથે યુગ પણ હતો.
" ભાઈ આજે કેમનો જલ્દી ઉઠી ગયો ? " માનસી દી એ પૂછ્યું.
" તારો છોકરો મને ઉઠાડવા આવ્યો હતો એ તો ઉઠી જાય સવાર સવાર માં બીજા ને પણ ના સુવા દે " ભાવિન યુગ ની સામે જોતા બોલ્યો.
યુગ હસતો હતો એટલે માનસી દી એ કહ્યું,
" કેટલું ધ્યાન રાખે તારું યુગ સવાર માં ઉઠાડવા આવ્યો "
" હા મને ખબર ને. ઉઠાડવા એટલે આવ્યો હતો કે એને ચોકલેટ ખાવી હતી એટલે હું એને લઇ ને લેવા જાવ "
" ચાલો ચા નાસ્તો કરી લેવ પછી તૈયાર થાવ મંદિર જવાનું છે" ભાવિન ના મમ્મી એ કહ્યું.
" હા "
એક કલાક પછી ,
ભાવિન , જીજુ , યુગ અને ભાવિન ના પપ્પા તૈયાર થઇ ને બેઠા હતા નીચે. માનસી દી નિયા ને સાડી પહેરાવતા હતા અને ભાવિન ના મમ્મી પણ ત્યાં જ બેઠા હતા.
" નિયા મને તો મારા સાસુ એ સાડી પહેરાવી હતી અને તારા સાસુ જો શાંતિ થી બેઠા છે " માનસી દી એ કહ્યું.
" તારી નણંદ ને સાડી પહેરાવતા નઈ આવડતી હોય ને એટલે" ભાવિન ના મમ્મી બોલ્યા.
આમ હસી મઝાક સાથે એ લોકો તૈયાર થઇ ગયા.
" નિયા તું તો સાડી માં પણ મસ્ત લાગે છે " ભાવિન ના મમ્મી એ કહ્યું.
" હા તમારા કરતા તો સારી લાગે છે " માનસી દી એ મસ્તી માં કહ્યું.
" છોકરો આવ્યો પણ આ ના સુધરી " ભાવિન ના મમ્મી એ કહ્યું.
એ લોકો મંદિર ગયા અને પછી બહાર જ જમી ને આવ્યા.
બીજે દિવસે તો માનસી દી પણ એમના ઘરે જતા રહ્યા કેમકે એ છેલ્લા દસ દિવસ થી અહીંયા હતા. હવે રહ્યા ભાવિન , નિયા અને મમ્મી પપ્પા.
માનસી દી ના ગયા પછી એ લોકો બેઠા હતા ત્યારે ભાવિન ના પપ્પા એ કહ્યું ,
" ગિફ્ટ ખોલી ને એની જગ્યા એ મૂકી દેજે "
" હા " ભાવિન એ કહ્યું.
" હમણાં તો તું અહીંયા જ રહીશ ને ?" ભાવિન ના મમ્મી એ પૂછ્યું.
" ત્રણ દિવસ સુધી રહીશ પછી જવું પડશે બોવ રજા પડી છે" ભાવિન એ કહ્યું.
" હા વાત તો સાચી છે . દિવાળી પછી રજા ઘણી પડી છે. તો નિયા ને અમે મુકવા આવીશુ " ભાવિન ના પપ્પા એ કહ્યું.
" ક્યારે ?" ભાવિન એ પૂછ્યું.
" તારે જોડે લઇ જવી છે એને ?" ભાવિન ના મમ્મી એ પૂછ્યું.
નિયા શાંતિ થી બેસેલી હતી ત્યાં અને આ લોકો ની વાત સાંભળી રહી હતી.
" આવતા મહિને બેટા પંદર તારીખ પછી આવીશુ " ભાવિન ના પપ્પા એ કહ્યું.
" હા પણ તું ત્યાં જઈ ને ઘર ચોખ્ખું કરી દેજે " ભાવિન ના મમ્મી એ કહ્યું.
" ચોખ્ખું જ છે મમ્મી "
બપોરે જમી ને ભાવિન તો એના રૂમ માં જતો રહ્યો હતો. નિયા થોડી વાર પછી ગઈ.
" આ શું ?" ભાવિન બેડ પર ગિફ્ટ નો ઢગલો કરી ને બેસેલો હતો.
" ગિફ્ટ ઓપન કરવા લાગ "
" કેમ? તને નઈ આવડતી ગિફ્ટ ઓપન કરતા ?" નિયા એ પૂછ્યું.
" સારું હું ઓપન કરું છું " ભાવિન બોલ્યો.
થોડી વાર પછી ,
" જો સારું થયું ને મેં વોચ ના આપી , આમાં પણ ત્રણ કપલ વોચ નીકળી " ભાવિન બોલ્યો.
" હા , પણ આ ફોટો ફ્રેમ કોને આપી છે મસ્ત છે " નિયા એ પૂછ્યું.
" સેમ એ "
" ઓહ હા એ તો આવ્યા નઈ હતા કેમ?"
" બીમાર છે એટલે "
ભાવિન અને નિયા આમ વાત કરતા કરતા બધી ગિફ્ટ ઓપન કરી નાખી. ભાવિન એ અમુક ગિફ્ટ જુદી રાખી અને બીજી બધી એની જગ્યા પર મૂકી દીધી.
" આ તું મુંબઈ આવે ત્યારે લઇ આવજે "ભાવિન એ કહ્યું.
" કેમ ?"
" તારું કેમ મને ચૂપ કરાવી દે છે "
નિયા હસવા લાગી. આજે એ બંને પાસે વાત એટલી હતી કે સમય ઓછો પડતો હતો. ચાર વાગ્યા હતા પણ હજી એમની વાત પતી નઈ હતી.
રાતે સાડા નવ વાગ્યે ,
નિયા ફ્રેશ થઇ ને હજી મોબાઈલ જોતી હતી ત્યાં પ્રિયંકા બેન નો વિડિઓ કોલ આવ્યો.
ભાવિન એના કોઈ ફ્રેન્ડ નો ફોન આવ્યો હતો એટલે ગેલેરી માં જઈને એ વાત કરતો હતો.
થોડી વાર નિયા એ પ્રિયંકા બેન અને પિયુષ ભાઈ સાથે વાત કરી અને પછી ફોન મૂકી દીધો.
પણ ફોન મુક્યા પછી એની આંખ માં આંસુ આવી ગયા હતા.
પણ ભાવિન એ નિયા ની આંખ માં આંસુ જોતા કહ્યું,
" નિયા શું થયું ?"
" સાંભળ્યું ને તે મમ્મી એ શું કહ્યું એ ?"
" હમ " નિયા ના આંસુ લૂછતાં ભાવિન એ કહ્યું.
" નિયા તારા ગયા પછી ઘર માં કોઈ નો અવાજ નઈ આવતો , મને જમવાનું પણ નઈ ભાવતું " પ્રિયંકા બેન એ આમ કહ્યું હતું.
બીજે દિવસે સવારે,
નિયા અને ભાવિન ના મમ્મી કિચન માં હતા. ભાવિન અને સૂતો હતો અને એના પપ્પા ન્યૂઝ પેપર વાંચતા હતા.
ત્યાં ભાવિન ના મમ્મી એ પૂછ્યું,
" નિયા તું તો ચાઇ નઈ પીતી હતી ને પહેલા "
" ના "
" તો હવે કેમ પીવે છે , બોર્ન વિટા પીવાનું બંધ કેમ કરી દીધું ?"
નિયા ને શું બોલવું એ સમાજ માં નઈ આવતી હતું કેમકે પ્રિયંકા બેન એ પરાણે નિયા ને ચા પીતી કરી હતી.
" મને પણ ભાવે છે બોર્ન વિટા આજે સાંજે બનાવજે "ભાવિન ના મમ્મી એ કહ્યું.
બોર્ન વિટા નું નામ સાંભળતા નિયા ના ફેસ પર સ્માઈલ આવી ગઈ. કેમકે એની ફેવરિટ હતી.
બપોરે ,
ભાવિન એના પપ્પા જોડે બપોરે બહાર ગયો હતો.
નિયા અને ભાવિન ના મમ્મી ટીવી જોતા હતા,
" હવે મને સાડી પહેરવાનું નઈ ગમતું , અઠવાડિયું તો નીકળ્યું એજ સારું થયું "
" હા "
" તું પણ હવે જિન્સ પહેરવા લાગ " નિયા કેટલા દિવસ થી કુર્તી જ પહેરતી હતી એટલે કહ્યું.
નિયા અને ભાવિન ના મમ્મી વાત કરતા હતા ત્યાં ભાવિન આવ્યો,
" તમારા બંને ની વાતો ક્યારે પતશે ?"
" તું તો વાત કરે નઈ મારી સાથે નિયા જોડે વાત કરું એમાં પણ તને પ્રોબ્લેમ છે ?" ભાવિન ના મમ્મી એ પૂછ્યું.
" ના એવું કઈ નથી "
રાતે ,
નિયા સુવા ની ટ્રાય કરતી હતી પણ એને નીંદ નઈ આવતી હતી.
" નીંદ નઈ આવતી ?" ભાવિન એ પૂછ્યું.
" ના "
"કેમ ?"
" એ મને નઈ ખબર નીંદ ને ખબર " નિયા એ કહ્યું.
" ઓહ્હ, બાકી તે દિવસે ગાઉન ના ફોટો તારા મસ્ત આવ્યા છે "
" ફોટો આવી ગયા ?"
" ના, ભૌમિક એ એના ફોન માં પડ્યા હતા એ "
આમ એ સુતા સુતા વાત કરતા હતા ત્યાં નિયા ને કંઈક યાદ આવતા પૂછ્યું,
" તે દિવસે તે બોલ્યો હતો એ ?" નિયા કઈ આગળ પૂછે એ પહેલા જ ભાવિન એ કહ્યું,
" હા મેં નઈ લખેલું હતું ખાલી આઈડિયા જ મારો હતો. આદિ એ મને લાઈન લખી આપી હતી અને લાસ્ટ વાળું તે દિલ ની આદત માં લખ્યું છે એ યાદ રહી ગયેલું છે "
" હા એ તો લાગ્યું જ આર્યન નો એક ડાઈલોગ તું ઘણી વાર બોલ્યો છે "
(આર્યન નિયા એ લખેલી નોવેલ દિલ કી આદત નો હીરો છે )
વાત કરતા હતા ત્યાં નિયા એ કહ્યું ,
" તું પરમ દિવસે જતો રહેશે ને ?"
" હા કેમ ?"
" એમજ પૂછ્યું "
પછી નિયા કઈ વિચારવા લાગે એટલે ભાવિન એ કહ્યું,
" નિયા હવે થોડા જ દિવસ છે પછી તો તું પણ મુંબઈ આવી જશે ને ?"
" હમ "
ભાવિન સાથે વાત કરતા કરતા નિયા સુઈ ગઈ.
બે દિવસ પછી,
ભાવિન એ એની બેગ પેક કરી લીધી હતી. અને એ રેડી થતો હતો. નિયા ભાવિન ના મમ્મી સાથે કિચન માં હતી.
" આ ભાવિન ને આપી આવ , એને બોવ ભાવે છે " એક બોક્સ આપતા કહ્યું.
" હમ " કહી ને નિયા ઉપર ગઈ.
નિયા ની આજ સવાર થી જ ભાવિન સાથે ઓછી વાત થઇ હતી એ સેડ હતી થોડી . ભાવિન આજે જાય છે એટલે.
" આ મમ્મી એ આપ્યું છે " નિયા ભાવિન ને બોક્સ આપતા બોલી.
ભાવિન એ બોક્સ બેગ માં મૂક્યું અને નિયા નો હાથ ખેંચી ને એની બાજુ કરતા કહ્યું,
" તું સેડ છે ને ?"
" ના "
" હા છે સાચું કહે "
" હમ " નિયા એક દમ ધીમે થી બોલી.
" થોડા દિવસ પછી તો તું આવીશ જઈશ મુંબઈ, આટલી રાહ જોઈ છે તે મારી તો હવે થોડી વધારે જોઈ લે " હગ કરતા ભાવિન બોલ્યો.
હમ સિવાય નિયા કઈ નઈ બોલી એની આંખ માં પાણી આવી ગયા. કેમકે ભાવિન જ્યારે થી એની લાઈફ માં આવ્યો ત્યાર થી જ દૂર હતો. દૂર એટલે કે ભાવિન મુંબઈ હોય અને નિયા સુરત. થોડા મહિને ભાવિન મળવા આવતો પણ એક દિવસ. એક દિવસ આખો નિયા ભાવિન સાથે રહી જ નઈ હતી.
મેરેજ પછી જે ત્રણ ચાર દિવસ રહી એજ. અને અત્યારે ભાવિન જાય છે એટલે એની આંખ માં પાણી આવી ગયા.
" ઓયે પાગલ, તું સેડ થઇશ તો મને નઈ ગમે ત્યાં. ચાલ એક મસ્ત સ્માઈલ કરી દે નઈ તો તે નોવેલ માં હીરો લખ્યો છે એના ડાઈલોગ મારે બોલવા પડશે " ભાવિન એ કહ્યું.
નિયા ના ચહેરા પર આ સાંભળી ને સ્માઈલ આવી ગઈ.
ભાવિન એ નિયા ના કપાળ પર કિસ કરતા કહ્યું,
" તું જલ્દી મુંબઈ આવે એની રાહ છે હવે "
" જલ્દી આવીશ તારી પેન કેક માં ભાગ પડાવવા "
" યાદ છે તને એ ?" ભાવિન એ પૂછ્યું. કેમકે બોવ પહેલા ભાવિન એ આ પેન કેક ની વાત કીધી હતી.
" હા "
પાંચ મિનિટ વાત કરી અને એ લોકો નીચે આવ્યા. હવે ભાવિન ને જવાનો ટાઈમ થઇ ગયેલો એટલે એને એના મમ્મી પપ્પા ના આશીર્વાદ લઇ ને બહાર નીકળતો હતો ત્યારે ભાવિન ના મમ્મી એ કહ્યું,
" નિયા ને ભૂલી ના જઈશ યાદ કરતો રહેજે "
" હા " ભાવિન ને ખબર હતી એના મમ્મી એ આવું કેમ કીધું એ. કેમકે ભાવિન નિયા ને અમુક વાર ફોન કરવાનું ભૂલી જતો કામ ના ચક્કર માં.
ભાવિન ના પપ્પા ભાવિન ને સ્ટેશન મુકવા ગયા હતા.
ભાવિન ના ગયા પછી નિયા સાવ ચૂપ હતી એ વાત ભાવિન ના મમ્મી એ નોટિસ કરી.
એમને છ વાગે નિયા ને કહ્યું,
" ચાલ નિયા થોડી વાર બહાર જતા આવીએ "
" ક્યાં ?"
" જઈએ કંઈક , થોડું ચટપટું ખાતા આવીએ "
" ક્યાં જઈસુ ?" નિયા એ પૂછ્યું .
ત્યાં તો ,
" ક્યાં જવાની વાત ચાલે છે ?" ભાવિન ના પપ્પા આવતા ની સાથે બોલ્યા.
" તમે કેમ આજે વહેલા આવ્યા ?"
" એમજ વહેલો પણ ના આવું "
ત્યાં નિયા એમના માટે પાણી લઇ ને આવી.
" નિયા જો તારી સાસુ, હું વહેલો આવું તો પણ પ્રોબ્લેમ , મોડો આવું તો પણ પ્રોબ્લેમ "
આમ થોડી વાત ચાલતી હતી એને નિયા ના ફેસ પર પણ થોડી સ્માઈલ આવી ગઈ.
" શું બનાવીએ જમવાનું ?" ભાવિન ના મમ્મી એ પૂછ્યું.
" શાક રોટલી નઈ ખાવી કંઈક બીજું બનાવો "
આમ થોડી વાર ખાવા ની વાર ચાલતી હતી પણ હજી નક્કી નઈ થયું હતું શું બનાવવું.
ત્યાં નિયા એ કહ્યું ,
" સેન્ડવિચ "
" હા એ ચાલશે બોવ દિવસ થઇ ગયા નઈ ખાધી "
" તો જાઓ તમે બ્રેડ લઇ આવો અમે બીજી તૈયારી કરીએ "
નિયા ને હવે ભાવિન ના ઘરે ગમવા લાગ્યું હતું. ભાવિન ના મમ્મી પણ પ્રિયંકા બેન ની જેમ આખો દિવસ નિયા સાથે વાત કર્યા કરતા. રાતે ભાવિન ના પપ્પા પણ જૂની વાત યાદ કરી ને કહેતા. રાતે થોડી વાર ભાવિન સાથે પણ વાત થઇ જતી. નિયા બે દિવસે એના મમ્મી પપ્પા ને પણ ફોન કરી લેતી એટલે પ્રિયંકા બેન ને સારું લાગતું.
ક્યારે જશે નિયા મુંબઈ?