“…અફકોર્સ એની સાથેના પુરુષને એ વાતની ખબર નથી જો એને ખબર પડશે તો કઈ પણ થઇ શકે છે. તારા પર હુમલો થઈ શકે છે કે, તને મારી નાખવાની કોશિશ પણ થઈ શકે છે." અનોપચંદે કહ્યું
"ઠીક છે પણ ધારો કે મેં બેગ લઇ લીધી પછી શું?'
"પછી તારી મરજી તું ભાવસારવાળી બસમાં પણ આવી શકે છે અથવા બીજું કોઈ વાહન પકડીને તું સવારે અહીં પહોંચી જજે. ખર્ચની કોઈ ચિંતા નથી. હમણાં આ મોહનલાલ તને 5000 રૂપિયા આપી દેશે. જયારે એ ખૂટવા આવે એટલે સામેથી માંગી લેજે. હિસાબ આપવાની જરૂર નથી. મોહનલાલ રેસકોર્સ પર આવેલી મદુરાઈ રેસ્ટોરાંમાં તને 8-30 વાગ્યે મળશે."
"પછી પેલી ઓરત- યુવતીનું શું? એ પણ આપણી સ્ટાફ જ હશે કે કોઈ કોન્ટ્રેકટ પર કામ કરનાર પણ એની સલામતીનું શું? એતો નક્કી જ છે કે એ બેગમાં કૈક ઘણુંજ અગત્યનું હશે"
"એમાં તારે મગજ દોડાવવાનું નથી. એ મારો અને એ યુવતીએ જોવાનું છે." કહીને અનોપચંદે એપોઇન્ટમેન્ટ લેટર જીતુભા સામે મૂક્યા અને વાંચીને સહી કરવા કહ્યું.
"મારી બીજી શરતો તમે પોતે કાલે સાંભળશો પણ એમાંની એક હું અત્યારે જ કહી દઉં છું તમારે મને કામ સોપવાનું. એટલે તમારું કામ પૂરું મને કોઈ મદદ જોઈશે તો હું તમને કહીશ. પણ મને સોંપાયેલ કામ હું મારી રીતે પૂરું કરીશ. જો તમે કહી એ બસમાં એ બેગ હશે તો સવારે મોહનલાલજીને મળી જશે." કહીને જીતુભાએ સહી કરી આપી.
xxx
જીતુભા જયારે મોહનલાલને અનોપચંદ કોઈ બહુરૂપિયો છે એમ કહી રહ્યો હતો ત્યારે ગિરધારીની સુમોએ મથુરામાં પ્રવેશ કર્યો હતો. અને મિલિટરી કેન્ટથી થઈને નાનકડા રેલવે ફાટક પાસે પહોંચ્યા હતા. ફાટક બંધ હતું. સરલાબેન થોડા સ્વસ્થ થયા હતા. એણે પૂછ્યું "હજી કેટલીવાર લાગશે દ્વારકાધીશ મંદિર પહોંચતા?"
"બસ 10 મિનિટ અભી 2 મિનિટ મેં હોલી ગેટ આ જાયેગા. વહ સે ચલ કે 5 મિનિટ મેં પહોચ સકતે હૈ. પર સુમો કો વો રોડ પે એન્ટ્રી નહીં હૈ ઇસ લીયે કમ સે કમ 4 કિ મી. ઘૂમકે જાના હોગા." ગિરધારી એ કહ્યું
"તો ફિર એક કામ કરો મુઝે હોલી ગેટ પે ઉત્તર દો. વૈસે ભી વહ બ્રિજવાસી'કા ગરમ દૂધ બહુત મશહૂર હૈ વો પી કે મેં ચલકે ચાલી જાઉંગી. મેરા બેગ મુજે આગ્રા હોટલ મેં 8 બીજે તક પહોંચા દેના. આપકો ઓર તો કોઈ કામ નહીં હેના?"
"જી નહીં કોઈ કામ નહીં હૈ. મેં કરીબ 7 બજે આપકો બેગ પહુંચા દુંગા. કોણ સા રૂમ હે આપકા? "
સરલાબેન નું ધ્યાન બેકવ્યુ મિરરમાં હતું કાળી મારુતિ લગભગ 20 ફૂટ પાછળ જ હતી. એના ધબકારા વધી રહ્યા હતા. પણ ગમે તેમ તોય એ ખેલાડી હતા. આવી પરિસ્થિતિનો સામનો અગાઉ પણ ઘણીવાર કરી ચુકયા હતા. એમણે હળવેકથી કહ્યું. "આગ્રા હોટેલ કે રિસેપ્શન પર દે દેના બોલના સરલાબેન કે બેગ હે."
"ઠીક હે." કહીને ગિરધારી એ સુમો સ્ટાર્ટ કર્યો ફાટક ખુલી ગયું હતું સુમો ધીરે ધીરે હોલી ગેટ પાસે પહોંચી ગિરધારી એ એક સાઈડમાં સુમો ઉભો રાખ્યો સરલાબેન નીચે ઉતર્યા. એણે જોયું કે લગભગ 15 ફૂટ દૂર કાળી મારુતિ પણ રોકાઈ ગઈ હતી. એક સ્મિત એના ચહેરા પર આવ્યું એક વખત વિચાર આવ્યો કે ગિરધારીની મદદ લઉં પણ હજી ગિરધારીને ચકાસવાનો બાકી હતો બેગ પણ સુમોમાં રાખવાનું એ જ કારણ હતું. એમણે સોલ્ડર પાઉચ ખોલ્યું અને ગિરધારી સામે જોયું એ બીજી સાઈડ જોઇને એક પોલીસવાળાને સમજાવી રહ્યો હતો "સવારી હે, ઉત્તર રહી હે. અભી નિકાલ જાતા હું" દરમિયાનમાં સરલાબેને પાઉચમાંથી એક નાનું પાકીટ પોતે બેઠા હતા એ સીટ પર મૂકી દીધું અને દરવાજો બંધ કર્યો અને ત્યાંથી રોડ ક્રોસ કરી હોલિગેટથી છત્તાબજાર જવાના રસ્તે આગળ વધ્યા સુમો ધીમે રહીને આગળ વધી.કાળી મારુતિ માંથી 2 જણા ઉતર્યા. સરલાબેને એ જોયું અને પછી મનમાં બબડ્યા. "બિચારા" અને પછી ધીરે ધીરે આગળ ચાલ્યા ડાબા હાથ બાજુ લગભગ 15મી દુકાન બ્રિજવાસી સ્વીટ્સ હતી એમને ખબર હતી આમ તો મથુરામાં બનતી બધી મીઠાઈ ત્યાં મળતી પણ એમનું ઠંડા મસાલા દૂધ ફેમસ હતું ઉપરાંત શિયાળામાં મળતું ગરમ મસાલા દૂધ પણ બહુ વખણાતું. સરલાબેન દુકાનની બહાર ઉભા રહ્યા અને એક મસાલા ગરમ દૂધનો ઓર્ડર આપ્યો અને પછી પાછળની બાજુ જોવા લાગ્યા પેલા 2 ગુંડાઓ હવે એની સામે જ જોતા હતા અને લગભગ 5 ફુટ દૂર હતા એમણે સરલાબેન તરફ ચાલવા માંડ્યું સરલાબેન અજાણ્યા બનીને દુકાનમાં જોવા લાગ્યા. ત્યાં પાછળથી અવાજ આવ્યો. "2 ઠંડા મસાલા દૂધ દેના" સરલાબેન સમજી ગયા કે ઓલ 2 જ છે. દુકાનમાં અત્યારે ખાસ ઘરાકી ન હતી.સરલાબેને પોતાનું સોલ્ડર પાઉચ કાઉન્ટર પર મૂકીને ખોલ્યું અને અંદર હાથ નાખ્યો ઠંડા કાચના સ્પર્શથી એમના પુરા શરીરમાં ગરમી આવી ગઈ. ત્યાં દુકાનમાંથી એક છોકરાએ એમનું ગરમ દૂધ એમના પાઉચ પાસે મૂક્યું અને કહ્યું" લો બહેનજી બહોત ગરમ હે સંભાલના" કહીને એક ટીસ્યુ પેપર ગ્લાસ ગરમ ન લાગે એટલે આપ્યો. સરલાબેને સ્મિત કરીને ટિસ્યુથી ગ્લાસ ઉચક્યો. એમને અત્યારે ગરમાટાની જરૂર હતી પણ એથી વધુ જરૂરત પેલા લોકોથી પીછો છોડાવવાની હતી ગ્લાસ થોડો ઉંચકીને તે પાછળ ફર્યા લગભગ અડધો ફૂટ દૂર જ પેલા 2 ગુંડા ઉભા હતા અચાનક સરલાબેને ગ્લાસ પર પકડ મજબૂત કરી અને દૂધ એ 2 માંથી 1 પર ફેંક્યું. અને 3 સેકન્ડમાં એક કાળજું ફાડી નાખે એવી ચીસ પડી. "યા અલ્લાહ." સરલાબેને દરમિયાનમાં પાછળ ફરી પાઉચમાંથી પેલી કાચની શીશી કાઢી. એ પીંપર સ્પ્રે બોટલ હતી. પેલો બીજો ગુંડો વિસ્ફારિત આંખે પોતાના સાથી તરફ જોઈ રહ્યો હતો એ કઈ સમજે એ પહેલાં એની આંખમાં પીંપર સ્પ્રેની 2-3 પિચકારી સરલાબેને મારી. "ઓ બાપરે" કરીને અને પણ રાડ નાખી અને સરલાબેનને પકડવા આંધળી ઝપટ મારી પણ સરલાબેન ત્યાંથી દૂર સરક્યાં હતા અને રાડો પાડવાની ચાલુ કરી દીધી હતી. "સા ... કુતરા. છેક આગ્રાથી મારો પીછો શુ કામ કરતા હતા. કોણ છો તમે, બોલાવો તારા 3જા સાથીને" મથુરાના આ મુખ્ય બજારમાં પબ્લિક જમા થવા માટે આટલો હંગામો પૂરતો હતો. લગભગ 100 જણ નું ટોળું જમા થયા અને પેલા બન્ને ને.મેથીપાક આપવા માંડ્યા. દુકાન માલિકે સરલાબેનને અંદર બોલાવ્યા અને શું થયું એવી પૂછપરછ કરવા માંડી થોડે જ દૂર હોલીગેટ પોલીસ ચોકી માંથી 2 હવાલદાર પણ શું થયું એ જોવા દોડી આવ્યા. અને મામલો જોઈ બીજા પોલીસને પણ બોલાવ્યા. પછી એમાના એકે સરલાબેન ને બધી વિગત પૂછી જ્યારે એણે જાણ્યું કે એક નંબરપ્લેટ વગરની કાળી મારુતિમાં આ લોકોને સાથીદાર છે એટલે તરત વાયરલેસથી સૂચનાઓ આપી એ ગાડીને ગોતવાની કોશિશ શરૂ કરી. સરલાબેને તેમને જણાવ્યું કે "હું અહીં દર્શન કરવા આવી હતી મારે સવારે દિલ્હી જવાનું છે. આ લોકો છેક આગ્રાથી મારો પીછો કરતા હતા. હું "અનોપચંદ એન્ડ કુ." સંચાલિત કોલેજમાં પ્રોફેસર છું." "અનોપચંદ એન્ડ કુ."નો મોટો કારોબાર મથુરામાં પણ હતો. 2 સ્કૂલ એક કોલેજ 2-3 ધર્મશાળા. પોલીસ ડિપાર્ટમેન્ટે પરીસ્થિતિની ગંભીરતા સમજીને તરત એક્શન લેવાનું શરૂ કર્યું. ધીરે ધીરે પબ્લિક વિખેરાઈ. એટલામાં ગિરધારી ત્યાં દોડતો પહોંચ્યો સરલાબેન ને સલામત જોઈને એને હાશ થઈ. "મેં આપ કો ઢુંઢને દ્વારકાધીશ મંદિર ગયા થા. વહ પર આપ નહીં થી. ફિર છત્તાબઝારસે ચલકે યહાં પહુંચા રાસ્તેમેં લોગ બાત કર રહે થે એક પ્રેગનેન્ટ લેડી સે કુછ ગુંડો કી લડાઈ હો ગઈ હૈ વગેરે. મુજે આપ કી ચિંતા હો રહી થી. યહ બટવા આપ સીટ પે હી ભૂલ ગયે થઈ. દેખ લો ઓર ચેક કર લો. રાધે રાધે."
"થેંક્યુ ગિરધારી" કહીને સરલાબેને નાનું પાકીટ લઈને ખોલ્યા વગર સોલ્ડર પાઉચમાં મૂક્યું અને પછી ગિરધારીને 1000 રૂપિયા કાઢીને આપ્યા અને કહ્યું." યહ રખલો ગિરધારી તુમ્હારે જેસે લોગ બહુત કમ બચે હે અબ દુનિયા મેં કમસે કમ 2 લાખ કે હિરેકી બુટ્ટી ઇસ્મે થી. તુંમ યહ રખ ભી સકતે થે મગર તુમ ને લોટા દિયા."
"અરે બહનજી યહ તો હમારા ફર્જ હે પરદેશીકા સમાન ગાડી મેં છૂટ જાયે તો ઉન્હેં લોટા દેને કા"
"અચ્છા ગિરધારી જરા તુમ્હારા મોબાઈલ દેના તો" કહીને સરલાબેને ધરાર હજાર રૂપિયા એના હાથમાં પકડાવ્યા અને પછી ગિરધારીના મોબાઈલમાંથી પૃથ્વીને ફોન જોડ્યો રિંગ પુરી થવા છતાં પૃથ્વીએ ફોન ન ઉપાડ્યો. (પૃથ્વી એ વખતે ઇન્જેક્શન ઘેનમા સૂતો હતો) કંઈક અમંગળ આશંકા સાથે તેમણે બીજો એક નંબર જોડ્યો અને બોલ્યા "મોહનલાલજી"
xxx
જીતુભા અને મોહનલાલ "અનોપચંદ એન્ડ કુ."માંથી બહાર નીકળ્યા. અને જીતુભાની કારમાં ગોઠવાયા નક્કી એવું થયું કે જીતુભા મુંબઈ સેન્ટ્રલ ઉતરી જાય અને મોહનલાલ એની કાર લઈને પોતાના ઘરે જાય સવારે જીતુભા પાછા આવે ત્યારે એની કાર એ પાછી લઇ જાય. આમ તો એ કામ માટે બીજા ઘણા ડ્રાઇવરમાંથી કોઈને પણ મોકલી શકાય પણ જીતુભા હવે "શેઠ અનોપચંદ એન્ડ કુ."નો સિક્યુરિટી હેડ હતો અને મોહનલાલને એની સાથે થોડી વાત કરવી હતી એટલે એણે જ કહ્યું કે જીતુભાની કાર લઈને ઘરે જઈશ અને સવારે એને આપી દઈશ. તેઓ લગભગ ચર્ચગેટ સ્ટેશન પહોંચ્યા એ વખતે મોહનલાલનો મોબાઇલ રણક્યો હતો મોહનલાલ સ્ક્રીન માં જોયું તો અજાણ્યો નંબર હતો.એમણે પૂછ્યું "હલ્લો કોણ?"
"સરલા બોલું છું."
"સરલાબેન તમે. ઓહ્હ ગોડ. થેંક્યુ ભગવાન તમે તમે સલામત છો ને" આ સાંભળીને જીતુભા ચોંક્યો સરલાબેન ઓહ પેલી સોનલની પ્રોફેસર, એણે એક ધ્યાને સાંભળવા માંડ્યું. સામેથી સરલાબેન શું બોલતા હતા એ એને સમજાતું ન હતું. પણ એ એને જાણવું હતું એણે કારની સ્પીડ ધીરી કરી હજી 6-30 થઈ છે. આરામથી ટ્રેન પકડી લઈશ.
"હા હા હું હમણાં જ ત્યાં વાત કરું છું. બાઘબહાદુર ચોકીનો સિનિયર ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્દ શુક્લા આપણો માણસ છે. તમે બલદેવ ગોરને મળીને હોટલ પર પહોંચો એ પોતે હમણાં તમને મળવા આવશે. અને પેલો શેખર પણ તમને ગોતતો આવશે. સાલાને 2 ઝાપટ મારજો એનું શું કરવું એ પછી નક્કી કરશું. આ ફોન કોનો છે? શું કહ્યું? અચ્છા ગિરધારી." હા હા. ભલે જોઈશું એને કહો મને કાલે રાત્રે ફોન કરે આપણે મથુરા ગોવર્ધન રોડ પરની સ્કૂલમાં બસ ડ્રાઇવરની જરૂર છે જ. સાંભળજો. હા સવારે એની સુમોમાં જ જજો અને જરૂરત લાગે તો 2-3 દિવસ એને રોકી રાખજો. ઓકે" કહીને મોહનલાલે કોણ કટ કર્યો જીતુભાએ એના એક તરફી વાર્તાલાપ માંથી ઘણું બધું તારવ્યું હતું. એક વિજયી મુસ્કાન એના ચહેરા પર આવી અને ગાયબ થઈ ગઈ
XXX
"ચલો જીતુભા. બેસ્ટ ઓફ લક, કહીને મોહનલાલે જીતુભા સાથે હાથ મેળવ્યા. મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પાર્કિંગ લોટમાં કાર ઉભાડી જીતુભા નીચે ઉતર્યો ત્યારે મોહનલાલે "એક મિનિટ" કહીને એને ઉભો રાખ્યો અને પોતે સાથે લાવેલી એક સોલ્ડર પાઉચ જીતુભાને હાથમાં આપ્યું. અને કહ્યું. "આ લેતો જ. અહીંથી બરોડા સુધી અને પછી દુમાડ ચોકડીથી પાછો મુંબઈ સુધી ખાલી હાથે મુસાફરી કરીશ તો કોઈને ન પડતો હોય તો પણ વહેમ પડશે. તારા કામની ઘણી વસ્તુ છે." કહીને 2 આંગળીથી પિસ્તોલ નો આકાર બનાવી અને દેખાડ્યો. "નિરાંતે ચેક કરી લેજો. ભાવસારનો નંબર તને કહ્યો હતો એ યાદ રાખજે કહીને કાર ચાલુ કરી દીધી.
આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર