Tha Kavya - 39 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૯

Featured Books
Categories
Share

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૯

તાંત્રિક અને રાક્ષસ મૂર્તિ અથડાવવા થી તેમાં ભયંકર વિસ્ફોટ થયો અને તે વિસ્ફોટ થી મૂર્તિ અને તાંત્રિક બંને સળગી ને ભસ્મ થઈ ગયા. પણ મૂર્તિ માંથી એક દિવ્ય પ્રકાશ બહાર આવ્યો તે પ્રકાશ એટલો ભયંકર હતો કે જીનલ ની બંને આંખો માં અંધાપો આવી ગયો. જીનલ આંધળી બની ગઈ તેને અંધારા સિવાય કંઈ દેખાતું ન હતું.

મૂર્તિ અને તાંત્રિક નષ્ટ થયા પછી વાતાવરણ શાંત થઈ ગયું હતું. જાણે હમણાં જ અહીથી સુનામી ગઈ હોય અને ખરાબ વસ્તુ ને તાણી ને લઇ ગઈ હોય. એટલી જ શાંતિ જીનલ ના માનસપટલ પર છવાઈ ગઈ હતી. એક બાજુ બેસીને જીનલ વિચારવા લાગી.. હવે શું કરવું...
ત્યારે જીન નું ધ્યાન કરીને તેનું આહવાન કરે છે.
હે... જીન અહી પ્રગટ થાઓ.
તું હવે ગુલામી માંથી મુક્ત થયો છે.

થોડીક ક્ષણોમાં જીન ત્યાં ઉપસ્થિતિ થાય છે અને જીનલ ને પ્રણામ કરે છે. જીન ના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી. જાણે વર્ષો નો બોજ તેમાં પરથી હળવો થઈ ગયો હોય. પણ જીનલ ની આંખો જોઈને જીન ને ઘણું દુઃખ થાય છે.

જીન ને ખબર હતી કે રાક્ષસ ની મૂર્તિ ને નષ્ટ કરવામાં કઈક તો જીનલ ને થશે જ. પણ તે મૃત્યુ તો નહિ પામે. જીન બધી આયુર્વેદિક વનસ્પતિ ને જાણતો હતો. એટલે તેણે લાવેલી વનસ્પતિ માંથી અમુક વનસ્પતિ ને લઈને તેમાંથી થોડો રસ કાઢ્યો અને તે રસ જીનલ ની આંખમાં નાખ્યો. ત્યાં થોડી મિનિટો ના વનસ્પતિ ની અસર થી જીનલ ની આંખો માં રોશની આવી જાય છે.

આંખ માં રોશની આવી જતા. જીનલ ઉભી થઈને જીન નો આભાર વ્યક્ત કરે છે. જીન તરફ નજર હટાવી ને જીનલ રાક્ષસ ની મૂર્તિ પર નજર કરી તો રાક્ષસ ની મૂર્તિ અને તાંત્રિક બંને બળીને ભસ્મ થઈ ગયા હતા. પણ તે રાખ માંથી ભયંકર દુર્ગંધ આવી રહી હતી. અને જાણે કોઈ મોટો વિસ્ફોટ થવાનો હોય તેમ રાખ માંથી અગ્નિના તણખલા ઉડવા લાગ્યા હતા. હજુ તે રાખ માંથી કોઈ વિસ્ફોટ થાય તે પહેલાં જીન અને જીનલ બંને કુટીર માંથી બહાર નીકળી જાય છે. જેવા બંને બહાર આવે છે તરત એક મોટી જ્વાળા કુટિરમાં ઉત્પન્ન થાય છે ને થોડીક જ ક્ષણોમાં કુટીર બળીને ખાખ થઈ જાય છે.

જીન ની પાસે ઊભી રહેલી જીનલ જીન પાસે મદદ ની ભીખ માંગે છે.
હે જીન.... આપ અમારી વહારે આવો. તમારા આવવાથી ઘણા મનુષ્યો નો જીવ બચી શકે છે. તે મહાકાય માણસ ને હું એકલા હાથે મારી શકું તેમ નથી. એટલે આપ મારી સાથે આવો અને તે મહાકાય માણસ નો ખાત્મો કરો.

જીનલ ના કારણે જીન તાંત્રિક ના બંધન માંથી મુક્ત થયો હતો. એટલે જીનલ નો ઋણી પણ થયો. ઉપર થી કોઈ ધર્મ નું કાર્ય માટે જીનલ આજીજી કરી રહી હતી. એટલે જીન તરત જીનલ સાથે આવવા તૈયાર થઈ જાય છે. બંને તે મહાકાય માણસ ની ગુફા પાસે પહોંચે છે.

પહેલા કરતા તે ગુફા ભયંકર લાગી રહી હતી. ગુફા ની બહાર પણ હવે માણસ ના મડદાઓ પડ્યા હતા. અને ગુફા માંથી ભયંકર દુર્ગંધ આવી રહી હતી.

આ ગુફા જોઈને જીન કહે છે. જીનલ આ ગુફા માં જવું હિતાવહ નથી. કેમ કે આ માણસ એટલો ક્રૂર અને શક્તિ શાળી છે કે તે ગમે તેને ખાઈ શકે છે અને બાળીને ભસ્મ કરવાની શક્તિ પણ ધરાવે છે. જીનલ આ મહાકાય માણસ ને ગુફા માંથી બહાર કાઢીશું તો જ આપણે તેને હરાવી શકીશું.

જીનલ માટે ગંભીર સવાલ એ હતો કે આ મહાકાય માણસ ને ગુફા માંથી બહાર કેવી રીતે લાવવો. જો જીનલ ગુફાની અંદર જઈને તે મહાકાય માણસ ને લલકારશે છે તો ગુસ્સા માં આવી ને મને મારી પણ શકે છે. આ વિચાર થી જીનલ નું મન વિચલિત થવા લાગ્યું. શું કરવું તે સમજ પડી રહી ન હતી.

બહાર બેસીને બંન્ને વિચાર કરવા લાગ્યા. કે આ મહાકાય માણસ ને ગુફા માંથી બહાર લઈ રીતે લાવવો. કેમ કે આ મહાકાય માણસ દિવસે ગુફામાં જ રહેતો અને રાત્રીના સમયે તે માણસ ના શિકાર માટે બહાર નીકળતો અને રાત્રિ ના સમયે તેને મારવો કઠિન હતો. આ માટે તે મહાકાય માણસ ને બહાર લાવવો જરૂરી હતો.

જીનલ અને જીન કંઈ રીતે તે મહાકાય માણસ ને ગુફા માંથી બહાર લાવશે તે જોઈશું આગળના ભાગમાં....

ક્રમશ..