રાજા તેજમય ના તીર ના પ્રહાર થી મૂર્તિ માંથી એક મોટો અવાજ આવ્યો અને મૂર્તિ તૂટી ને નીચે પડી ગઈ. પણ મૂર્તિ પુરે પુરી નષ્ટ થઈ નહિ. મૂર્તિ નું હૃદય નષ્ટ કરવાનું હતું તેના બદલે બધા તીર પેટના ભાગમાં લાગવાથી મૂર્તિ નો નીચે ના ભાગના ટુકડે ટુકડા થઈ ગયા પણ મસ્તક અને છાતી સલામત રહી ગઈ.
જ્યારે મૂર્તિ જમીન પર પડી ત્યારે તેમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળી ને તાંત્રિક ના શરીરમાં દાખલ થયો. એટલે એજ ક્ષણે તાંત્રિક સાધના માંથી જાગી જાય છે. તેની પહેલી નજર તેના ભગવાન રાક્ષસ પર પડે છે. પણ તે રાક્ષસ ની મૂર્તિ તો અડધી નષ્ટ થઈ ગઈ હતી. આ જોઈને તાંત્રિક ક્રોધિત થઈ જાય છે. અને ઊભો થઈ ને પાછળ નજર કરે છે. તો સામે રાજા તેજમય નજર પડે છે.
તાંત્રિક હાથમાં જળ લઈને એક મંત્ર બોલ્યો ત્યાં આંખમાંથી એક જ્વાળા ઉત્પન્ન થઈ અને રાજા તેજમય ત્યાં થી ભાગવા જાય તે પહેલાં તો તે જ્વાળા રાજા તેજમય બાળીને ભસ્મ કરી નાખે છે. જમીન પર રાજા તેજમય ની રાખ પડી. બાકી શરીર તો બળીને ખાક થઈ ગયું.
તાંત્રિક સમજી ગયો હતો કે રાજા તેજમય જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા તો તેને કોણ જાણ કરી. આ કામ જીન નું જ હોવું જોઈએ એ વિચાર તાંત્રિક ને પહેલો આવ્યો એટલે જીન ને અવાજ લગાવે છે.
જીન તું જ્યાં હોય ત્યાંથી હાજર થા...
બહાર ઊભેલો જીન સમજી ગયો કે હવે મારું મોત નીચિત છે. જીન તાંત્રિક નો ગુલામ હતો એટલે તે જ્યારે બોલાવે ત્યારે તેને હાજર થઈ જવું પડતું. જીન તાંત્રિક ની સામે આવી ને હાથ જોડીને ઊભો રહે છે.
માલિક... આ તમારો ગુલામ તમારી સેવામાં હાજર છે.
તાંત્રિક કઈક કહ્યા વગર હાથમાં જળ લઈને મંત્ર બોલી ને રાજા તેજમય ને બાળીને ખાખ કરી નાખ્યાં તેમ જીન ને પણ બાળીને ભસ્મ કરવાનો મંત્ર દ્વારા પ્રયાસ કરે છે પણ તેના મંત્રો જીન પર કોઈ અસર કરતા નથી. ત્યારે તાંત્રિક ને ખ્યાલ આવે છે કે જીન તો અમર છે તેને કોઈ જ મારી શકે નહિ એટલે બાજુમાં પડેલ એક ચિરાગ લઈ તેમાં મત્રો બોલીને જીન ને તેમાં પૂરી દે છે અને તે ચિરાગ ને એક પટારી માં મૂકી ને જમીન પર ખાડો ખોદી ને તેમાં દફનાવી દે છે. જીન હંમેશા માટે જમીન માં દફન થઈ જાય છે.
જીન આટલું કહીને અટકી ગયા એટલે જીનલ કહે છે આગળ શું થાય...
હે જીન... જો રાજા તેજમય મૃત્યુ પામ્યા તો તેની આત્મા કેમ મહેલમાં વાસ કરી હતી અને તાંત્રિક નું શું થયું તે મને વિસ્તાર થી જણાવો.. જીનલ આગળ જાણવાની જિજ્ઞાસા થી જીન ને કહે છે.
જીન આગળ વાત કરતા કહે છે.
રાજા તેજમય ની ભક્તિ અને નેક કર્મ થી તેની પાસે એક કુદરતી શક્તિ હતી જે તે જાણી શક્યા ન હતા. જો તેની પાસે રહેલી શક્તિ થી તે વાકેફ થઈ ગયા હોત તો તેનું તાંત્રિક ના હાથથી મૃત્યુ થઈ શકે તેમ ન હતું. તેમની પાસે રહેલી શક્તિ અને તેમની તાંત્રિક ને મારવાની ઈચ્છા થી તેઓ મોક્ષ પામ્યા નહિ અને તે આત્મા બની ને ભટકવા લાગ્યા. અને તે દિવસ ની રાહ જોવા લાગ્યા જે દિવસે તેને કોઈ એવી વ્યક્તિ મળી જાય જે તાંત્રિક ને મારી શકે.
વર્ષો વીતવા લાગ્યા એટલે તાંત્રિક ઘરડો થવા લાગ્યો. યુવાન થવા માટે ઘણી સાધના કરે છે પણ તે નિષ્ફળ થઈ જાય છે. એક દિવસ એવો આવે છે કે તાંત્રિક ખુબ બીમાર પડે છે અને તેની સેવા કરવા વાળું ત્યાં કોઈ હાજર હોતું નથી. તે ચાલી પણ શકતો ન હતો તેના કારણે મહેલ ની બહાર રહેલા સૈનિકો ને તે સાદ કરીને બોલાવી પણ શકે તેમ ન હતો. આખરે તાંત્રિક માંડ માંડ ઊભો થઈને પટારી ખોલી ચિરાગ માંથી જીન ને બહાર કાઢે છે.
વર્ષો પછી જીન બહાર આવે છે એટલે જીન આળસ મરડી ને તાંત્રિક ને પ્રણામ કરીને બોલે છે.
માલિક હું તમારી આજ્ઞામાં શું મદદ કરી શકું..!
તાંત્રિક ધીમા અવાજે બોલી છે. મને આ બીમારી થી બચાવી લે નહિ તો હું મરી જઈશ.
ત્યારે જીન કહે છે. માલિક હું તમારી બીમારી મટાડવા મદદ કરી શકું છું પણ તે માટે તમારે મને મારી શક્તિ પછી આપવી પડશે અને કહું ત્યાં જવું પડશે..
તાંત્રિક ની બીમારી ને ઠીક કરવા જીન આખરે તાંત્રિક ને ક્યાં લઇ જશે..? શું તાંત્રિક જીન ને શક્તિ પાછી આપી દેશે તે જોઈશું આગળના ભાગમાં..
ક્રમશ...