પોતાના નગર અને મહેલ ને બચાવવા રાજા તેજમય તેનો માનીતો સૈનિક સાથે નગર પાછા ફરે છે. અને તે સૈનિક ના ઘરે જ રહીને મહેલ અને નગર ને તાંત્રિક ના કબ્જા માંથી છોડાવવા નું નક્કી કરે છે. તે રાત્રે સૈનિક ના ઘરે સૈનિક અને રાજા તેજમય ચર્ચા વિચારણા કરે છે. કે આખરે કંઈ રીતે મહેલ ને તાંત્રિક ના હાથે થી છોડાવવો.
તે રાત્રે રાજા તેજમય વિચારતા વિચારતા તેને યાદ આવે છે. કે જીન તો રાત્રે મહેલ ની બહાર નીકળે છે. અને દિવસે જ તાંત્રિક ની સુરક્ષામાં મહેલમાં હાજર રહે છે. જો જીન રાત્રે આપણ ને મળી જાય તો ચોક્કસ કોઈ રસ્તો મળી શકે. આ આવેલા મનમાં વિચાર થી તેજ ક્ષણે રાજા તેજમય ઉભા થાય છે અને સૈનિક ને સાથે ચાલવા કહે છે. સોનિક પણ કોઈ સવાલ કર્યા વગર રાજા તેજમય સાથે ચાલવા લાગે છે.
રાજા તેજમય મહેલના મુખ્ય દરવાજા થી દુર ઉભા રહે છે અને જીન ની પ્રતીક્ષા કરવા લાગે છે. સૈનિક અને રાજા તેજમય આખી રાત જીન ના આવવાની રાહ જોઈ, પણ જીન તેને ક્યાંય દેખાયો નહિ. આખરે સૂર્યોદય પહેલા બંને ઘરે પાછા ફરે છે.
સૈનિક સમજી ગયો હતો કે રાજા તેજમય જીન ને મળવા માટે મહેલના મુખ્ય દરવાજા પાસે આખી રાત ઉભા રહ્યા હતા.
સૈનિક રાજા તેજમય ને કહે છે.
મહારાજ... જીન તો અંતર યામી છે. તે તો તેની મરજી પ્રમાણે અદ્રશ્ય થઈને કોઈ પણ જગ્યાએ જઈ શકે છે. એટલે જીન ને શોધવો આપણા માટે મુશ્કેલ છે. એથી મુશ્કેલ છે દિવસે મહેલમાં જઈને જીન ને મળવું. તો હે મહારાજ કોઈ બીજો ઉપાય શોધી કાઢો જે જીન ખુદ આપણ ને મળવા અહી સુધી આવી શકે.
સૈનિકની વાત સાંભળી ને રાજા તેજમય ને એક વિચાર આવે છે. મારા દાદા તેજરૂપ જીન ને હંમેશા સાથે રાખતા અને જીન પાસે જ્યારે મદદ ની જરૂર પડતી ત્યારે જીન ને યાદ કરતા અને જીન હાજર થઈ જતો. દાદા તેજરૂપ જો જીન ને યાદ કરવાથી જીન તેની સામે હાજર થઈ જતો હોય તો હું પણ એક પ્રયાસ જરી ને જોવ કદાચ મારી સામે જીન પ્રગટ થાય. એટલે રાત્રિ ના સમય ની રાજા તેજમય રાહ જોવા લાગ્યા.
રાત્રિ થઈ એટલે સૈનિક ને તેના ઓરડા માંથી બહાર મોકલી દે છે અને રાજા તેજમય એકલા ઓરડામાં બેસીને જીન નું આહવાન કરવા લાગ્યા.
હે....જીન. હું રાજા તેજમય તારું આહવાન કરું છું. તું જલ્દી મારી સાને પ્રગટ થા..
થોડીક મિનિટો જ જીન નું આહવાન કર્યું ત્યાં તો જીન તેની સામે પ્રગટ થયો. નાનપણ માં રાજા તેજમયે જીન ને જોયો હતો એટલે ખાસ યાદ હતું નહિ. પણ આટલું વિકરાળ સ્વરૂપ જોઈને રાજા તેજમય સમજી ગયા કે આજ જીન છે.
રાજા તેજમય જીન ને પ્રણામ કરે છે. જીન પણ હાથ જોડીને પ્રણામ કરે છે પણ જીન કશું બોલતો નથી.
રાજા તેજમય તેની વ્યસ્થા જીન ને સંભળાવે છે.
હે જીન હું રાજા તેજરૂપ નો પોત્ર રાજા તેજમય છું. રાજા તેજરૂપ હંમેશા તને સાથે રાખતા. તેના ગયા પછી તું મારા મહેલમાં એક ચિરાગ ની અંદર સુરક્ષિત રહી ને વર્ષો કાઢ્યા છે. મને ખબર છે આજે તું એક તાંત્રિક ના વશ માં આવી ગયો છે અને તારી બધી શક્તિ તેણે તેની પાસે લઈ લીધી છે.
મારું તને આહવાન કરવાનું કારણ એટલે જ કે આ મહેલ અને નગર ને તાંત્રિક ના હાથ થી બચાવવા મને કોઈ ઉપાય બતાવ..
રાજા તેજમય ની અરજી સાંભળી ને જીન ના આંખમાં આશુ આવી ગયા. તેને રાજા તેજરૂપ યાદ આવી ગયા. આશુ લૂછતો જીન બોલે છે.
હે... રાજા તેજમય મને બધી ખબર છે. આપ ગઈ રાત્રે મહેલના મુખ્ય દરવાજા પાસે મારી પ્રતીક્ષા કરી રહ્યા હતા. તે હું જોઈ રહ્યો હતો. પણ મારું જ્યાં સુધી કોઈ આહવાન ન કરે ત્યાં સુધી હું તેની સામે પ્રગટ થતો નથી.
તાંત્રિક બહુ શકિતશાળી છે તેને હરાવવો મુશ્કેલ છે પણ નામુંકીમ તો નથી. તેનું કઈ રીતે મુત્યુ થાય તે હું સારી રીતે જાણું છું પણ તેમાં જીવનું જોખમ રહેલું છે. જો આપ કહો તો તે રસ્તો હું તમને કહું. જીન પણ તાંત્રિક ના હાથમાંથી મુક્ત થવા માંગતો હોય તેમ રાજા તેજમય ને કહ્યું.
જીન ને એવું તે કયો રસ્તો રાજા તેજમય ને કહેશે જે તાંત્રિક ના મોત નું કારણ બનશે. શું
રાજા તેજમય ને તાંત્રિક ને હરાવવા કામયાબ થશે..? જોઈશું આગળના ભાગમાં..
ક્રમશ...