Tha Kavya - 28 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨૮

Featured Books
Categories
Share

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨૮

બંધી બનાયેલા જીવન સાહેબ રાજા સામે ઘણી આજીજી કરે છે પણ રાજા મિરાઝ તેને કારાવાસ માં ધકેલી દે છે. થોડો સમય પછી ત્યાં કારાવાસ માં મને મળવા રાજાની કુંવરી મધુમતી ત્યાં આવે છે. હું કુંવરી ને જોઈને અસંબિત પડી ગયો. થોડો ડર લાગવા લાગ્યો કે કદાચ કુંવરી મને મૃત્યુદંડ ન આપી દે.

કુંવરી મધુમતી કારાવાસ ની અંદર દાખલ થઈ એટલે મે તેને પ્રણામ કર્યા અને કહ્યું. કુવરી બા મને ક્ષમા કરશો....
કુંવરી મધુમતી મને કહે ક્ષમા તો મારે તમારી
માંગવી જોઈએ. તમારા કોઈ પણ ગુના વગર તમને કારાવાસ માં ધકેલી દેવામાં આવ્યા.

વધુ કુંવરી મધુમતી કહે છે. જીવન સાહેબ... અસલમાં મારા પિતાજી રાજા મિરાઝ નો હેતુ એ છે કે આપ મને "મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ તમારા મુખેથી મને સંભળાવો.

હું સમજી ગયો કે મને કારાવાસ માં નાખવાનું કારણ આજ છે. પણ "મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ પહેલા ભાગ જેટલો લાંબો છે અને આ કારાવાસ માં સંભળાવવો યોગ્ય નહિ એટલે મે કુંવરી મધુમતી ને કહ્યું આપ મને કારાવાસ માંથી મુક્ત કરી કોઈ હવાઉઝાસ વાળા વિસ્તારમાં લઈ જાવ. ત્યાં હું આરામ થી તમને "મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ સંભળાવીશ. અહી મારો દમ ઘૂટશે અને તમને પણ સાંભળવાની મઝા નહિ આવી.

મારી વાત સાંભળી ને કુંવરી મધુમતી એ મને કારાવાસ માં મુક્ત કરીને તેમના પ્રિય બગીચામાં મને લઈ ગઈ ત્યાં સરસ બેઠક પહેલે થી દાસીઓ એ કરી આપી હતી. મને મારા સ્થાન પર બેસવાનું કહ્યું અને "મારે પરી બનવું છે" બીજો ભાગ વિસ્તાર થી કહેવાનું કહ્યું.

તો સાંભળ કાવ્યા મે જે રીતે કુંવરી મધુમતી ને "મારે પરી બનવું છે" બુક નો બીજો ભાગ સંભળાવ્યો હતો તે હું તને સંભળાવું છું.

જીન ના કારણે જીનલ પરી બની શુંકી હતી અને તે તેના માતા પિતા રાજા વિધ્વંત અને રાણી વિભા પાસે પરી થઈને પહોંચી ગઈ. જીનલ ને પરી જોઈને રાજા અને રાણી ખુશ થઈ જાય છે અને મહાદેવ નો ઉપકાર માને છે.

તારી ભક્તિ અને કર્મ થી દીકરી તુ આજે પરી થઈ છે. હવે તું અમારી સાથે રહીને પરી ની જીંદગી જીવવાનું શરૂ કરી દે. નગરના લોકો ની સેવા અને ધર્મ કાર્ય માટે તું તારી શક્તિ નો ઉપયોગ કરજે. દીકરી પર હાથ મૂકતા રાજા વિધ્વંત બોલ્યા.

જીનલ પર તેમના માતા પિતા ને વચન આપે છે કે મારું જીવન હમેશા સારા અને ધર્મ કાર્ય માં વાપરીશ સાથે ભગવાન અને તમારી સેવા પણ કરીશ.

દીકરી જીનલ ના આ અમૂલ્ય વચન સાંભળી ને રાજા વિધ્વંત અને રાણી વિભા ખુશ થઈ જાય છે.

થોડા મહિનાઓ પછી નગર ની બધી જવાબદારી રાજા વિધ્વંત જીનલ ને સોંપી દે છે અને પોતે અને રાણી બંને મહાદેવ નું તપ કરવા બેસી જાય છે.

નગરમાં બધું બરોબર છે તે જોવા જીનલ ઘોડા પર બેસીને નગરચર્યા કરવા નીકળે છે. આટલા વર્ષો પછી પહેલી વાર જીનલ નગર જોવા નીકળી હતી. નગરજનો એ પણ આજ સુધી જીનલ ના દર્શન કર્યા ન હતા. જીનલ ને નગરમાં આવતી જોઈને નગરજનો ખુશ ખુશ થઈ ગયા અને જીનલ પર ફૂલો નો વરસાદ કરવા લાગ્યા. આ જોઈને જીનલ સમજી ગઈ કે નગરજનો ખુશ છે તેમને કોઈ જાતનું દુઃખ નથી.

જીનલ નગરમાં ફરતી ફરતી નગરના છેવાડે એક ઝૂંપડી પાસે તેનો ઘોડો ઊભો રાખે છે. નગરચર્યા કરતી વખતે દરેક ઘરમાંથી બધા લોકો જીનલ ને જોવા બહાર નીકળી ગયા હતા. પણ આ ઝૂંપડી માંથી કોઈ બહાર આવ્યું નહિ એટલે જીનલ ઘોડા પરથી નીચે ઉતરી અને ઝૂંપડી ની ખડકી પાસે જઈને સાદ કર્યો..
ઘરના કોઈ છે...?
હું રાજા વિધ્વંત ની દીકરી જીનલ...
તમારા હાલચાલ પૂછવા આવી છું..

સાદ કરવા છતાં ઝૂંપડી માંથી કોઈ બહાર આવ્યું નહિ પણ જીનલ ને કોઈ ઝૂંપડી ની અંદર રડતું હોય તેવો અવાજ આવ્યો. જીનલે તરત ઝૂંપડી ની ખડકી ખોલી ને જુએ છે તો એક ઘરડી માં તેમના દીકરાના વિલાપમાં સૌધર આશુએ રડતી હોય છે. આ દૃશ્ય જોઈને જીનલ દુઃખી થાય છે ને વિચાર આવ્યો કે આખાં નગરમાં કોઈ દુઃખી હતું નહિ તો આ ઘરડી માં કેમ તેના દીકરાના વિલાપ માં રડે છે. નગરજનો એ કેમ કહ્યું નહિ કે નગરમાં કોઈનું મૃત્યુ થઈ ગયું છે. લાવ પૂછી જોવ કે આપ કેમ રડી રહ્યા છો અને તમારા દીકરાને શું થયું હતું.

આખું નગર આનંદ કિલોલ કરતું હતું તો આ ઘરડી માં કેમ વિલાપ કરતી હતી તેના દીકરાને શું થયું હતું તે જોઈશું આગળના ભાગમાં....

ક્રમશ...