ખુબ મહેનત અને સંઘર્ષ કરીને કાવ્યા અહી સુધી આવી હતી. હવે જીન તો તેને અહી મળી શકે તેમ હતો નહિ. એટલે પરી બનવાનું સપનું રોળાઈ ગયું હતું. પણ તે હવે ખાલી હાથે પાછી ફરવા માંગતી ન હતી. એટલે તે દિવ્ય આત્માને કહે છે કે હું તમારા ત્રણ સવાલોના જવાબ આપવા તૈયાર છું.
કાવ્યા ને એમ હતું કે બુક માં જે રીતે જીન જીનલ ને ત્રણ સવાલ પુછે છે જે સવાલ મને ઉદાહરણ સહિત યાદ છે એટલે આ આત્માં પણ એજ સવાલ કરશે અને હું જવાબ આપી શકીશ. પણ કાવ્યા ને ક્યાં ખબર હતી કે જીન અને આત્માં અલગ છે એટલે બંને ના વિચારો પણ અલગ હોય છે.
કાવ્યા ની જવાબ આપવાની તત્પરતા જોઈને તે રાજા તેજમય ની આત્માં પહલો સવાલ કાવ્યા ને કરે છે.
આરામ નું મહત્વ શું.?
કાવ્યા આ સવાલ થી મૂંઝવણ માં મુકાઈ ગઈ તેમ એમ હતું કે જીનલ ને જીને જે સવાલ કર્યા હતા તે સવાલ આ આત્માં મને કરશે પણ આતો ઉલટું થયું. હવે આ જવાબ માટે કાવ્યા વિચારવા લાગી.
વિચાર કરતી કાવ્યા ને દાદીમા એ કહેલી એક વાર્તા યાદ આવી ગઈ તે વાર્તા આ આત્માં ને કહે છે.
એક માણસને જમીન ખરીદવી હતી, તેની માટે ખૂબ ધન દોલત હતી કે તે ચાહે તેટલી જમીન ખરીદી શકે તેમ હતી. તે એવી જગ્યાએ જમીન ખરીદવા જાય છે જ્યાં પાણીના ભાવમાં જમીન મળે છે.
તે જમીન વિચારનાર આ માણસ સામે એક શરત મૂકે છે. એ શરત એટલી હોય છે જે સવારથી સાંજ સુધી ચાલીને કે દોડીને જેટલી જમીન કવર કરો એટલી જમીન તેની. તે માણસ એમ માની લે છે કે હું આટલું તો ચાલી શકીશ અને આ જમીન હું મારા નામે કરી દઈશ એટલે નક્કી કરેલી કિંમત તે જમીનદાર ને ચૂકવે છે.
બીજા દિવસે વહેલી સવારે જમીન કવર કરવા માટે ચાલવાનું શરૂ કરે છે. તે ખૂબ જ ઝડપથી ચાલે છે, બપોર થવા આવે છે, સૂરજ માથે આવી ચડ્યો હોય છે. તે ખૂબ થાકી ને લોથપોથ થઈ ગયો છે છતાંય બિલકુલ આરામ કર્યા વિના એ ચાલવાનું અને પછી દોડવાનું શરૂ કરે છે.
મધ્યાન પછી પાછો વળે છે અને નિશ્ચિત સ્થળે પહોંચવા માટે દોડવાનું શરૂ કરે છે સંધ્યા સમય ખૂબ નજીક છે સૂરજ આથમવા ની તૈયારીમાં છે. એને થાય છે કે સૂર્ય અસ્ત થાય એ પહેલાં હું પહોંચી શકીશ કે નહીં? એ જેટલું જોર હતું એટલું જોર લગાવીને એ વાયુવેગે દોડે છે. તરસ લાગી છે, થાક લાગ્યો છે, ભૂખ લાગી છે, શરીર સાથ નથી આપતું છતાં એ દોડવાનું ચાલુ રાખે છે.
સૂરજનું છેલ્લું કિરણ આથમવાની તૈયારી છે અને એ એના પાછા ફરવાના સ્થળથી ખૂબ જ નજીક છે તે સ્થળે અડી જવા માટે તે હાથ લંબાવે છે પણ એ પડી જાય છે. એનો હાથ જે સ્થળેથી દોડવાનું શરૂ કર્યું હતું તે સ્થળે અડી તો જાય છે. ઘણી બધી જમીન કવર કરી લે છે. આજુબાજુના માણસો ખુશીની કિલકારીઓ પાડે છે. અભિનંદન આપે છે પણ તે માણસ ઉભો થતો નથી એટલે બીજા માણસો તેને ઉભો કરવા પ્રયત્ન કરે છે અને જુએ છે કે એ મૃત્યુ પામ્યો છે.
માણસને માત્ર છ ફૂટ જમીનની જરૂર હોય છે અને એ એના માટે ખુબ મહેનત કરે છે લોભ ન કરવો જોઈએ નહીં પરંતુ હું કહીશ કે જો તે માણસે યોગ્ય આયોજન કર્યું હોત અને પૂરતો આરામ લીધો હોત તો એ જમીન પણ મેળવી શક્યો હોત અને જીવતો પણ રહ્યો હોત.
અત્યાર સુધી કાવ્યા વડીલો પાસે થી સંસ્કાર અને બુક વાંચવા થી મળેલ જ્ઞાન ના આધારે કાવ્યા તે આત્માં ને વધુ સમજાવતા કહે છે.
આપણે પણ ઘણીવાર આપણી શક્તિથી ઉપરવટ જઈને કામ કરીએ છીએ સમયપત્રક બનાવીએ છીએ પરંતુ જો આ સમય પત્રકમાં આરામનો પિરિયડ ન મુકીએ તો ચોક્કસ થાકી જઈશું. અહીં આરામનો મતલબ એટલે માત્ર શાંતિથી બેસી રહેવું કે ઊંઘવું એ જ નહીં પરંતુ આરામ એટલે શરીર અને મન બંનેને આરામ.
મનને ગમતું કરવું એટલે આરામ. અભ્યાસની વચ્ચે થોડો સમય પોતાને ગમતી પ્રવૃત્તિ કે મનોરંજનમાંથી રિફ્રેશમેન્ટ મેળવવું એટલે આરામ. આ પ્રકારના આરામથી મન તરોતાજા થાય છે અને પુન: બેવડી ઊર્જાથી મન કામે લાગી જાય છે. માટે જ આપણા આયોજનમાં અભ્યાસની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ ઈતર વાંચન દ્વારા મનને રિફ્રેશ કરીએ અને પુસ્તકિયા જ્ઞાનની સાથે સાથે કંઈક વ્યક્તિત્વ માટે નવીન ઉમેરીએ.
કાવ્યા ના આ જવાબ થી રાજા તેજમય ની આત્માં ખુશ થાય છે અને કાવ્યા ને બીજો સવાલ કરે છે.
રાજા તેજમય ની આત્માં બીજો કયો સવાલ કરશે.? શું કાવ્યા પહેલા સવાલ ની જેમ બીજા સવાલ નો જવાબ આપી શકશે.? જોઈશું આગળ ના ભાગમાં..
ક્રમશ...