Tha Kavya - 11 in Gujarati Fiction Stories by Jeet Gajjar books and stories PDF | ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૧

Featured Books
Categories
Share

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૧

જીનલે આપેલા જવાબ થી જીન ખુશ થાય છે અને જીનલ તેમના હાથમાં રહેલ છડી થી કોઈ મંત્ર બોલીને જીનલ ને રાક્ષશી રૂપ માંથી એક સુંદર કન્યા નહિ પણ પરી બનાવી દીધી. તેમના હાથમાં રહેલ તે છડી માંથી બીજી એક છડી બનાવી ને જીનલ ના હાથમાં આપતા કહ્યું.
જીનલ આજથી તું પરી છે. તારી પાસે પરી જેટલી જ શક્તિ આવી ગઈ છે. તું હવે સામાન્ય કન્યા નહિ પણ એક પરી છે.

જીનલે પોતાના ચેહરા પર હાથ ફેરવ્યો તો તેના મોટા મોટા દાંત ગાયબ થઈ ગયા હતા. અને ચહેરો એકદમ મુલાયમ બની ગયો હતો. તેણે તેનો હાથ માથા પર રાખ્યો તો શિંગડા નહિ પણ એક સુંદર હીરા મોતી થી જડેલ મુંગૂટ હતો. તેના વાળ હવે સામાન્ય નહિ પણ રેશમી મુલાયમ થઈ ગયા હતાં. જીનલે હવે પોતાના વસ્ત્રો પર નજર કરી તો તે હવે કુંવરી ના વસ્ત્રો નહિ પણ પરી ના એકદમ સફેદ અને ચમકતા વસ્ત્રો હતા. જાણે કે આખા વસ્ત્રો કોઈ હીરા થી જડ્યા હોય. એવું રૂપ અને વસ્ત્રો જૉઇને જીનલ ખુબ ખુશ થઈ ગઈ અને જીન નો આભાર વ્યક્ત કર્યો.

જીન ના ચહેરા પર પણ ખુશી છવાઈ ગઈ જાણે કે તેણે આજે કોઈ સારું કામ કર્યું હોય. પણ તે જીનલ ને ચેતવે છે.
જીનલ તું આજથી પરી છે. અને પરી ની જેવી જ તારી પાસે શક્તિ આવી ગઈ છે. એટલે જે પરી કરી શકે તે તું કરી શકીશ. પણ એટલું ધ્યાન રાખજે તારી શક્તિ કોઈ ને હાની ન પહોંચાડે, હંમેશા કોઈ સારા કામમાં વાપરવી. જો કોઈનું અહિત કે નુકશાન થશે તો તારી શક્તિ લુપ્ત થઈ જશે. અને તું પરી માંથી સામાન્ય કન્યા બની જઈશ.

જીન ની આ વાત થી જીનલ જીન ને વચન આપે છે. મારો પરી બનવાનો હેતુ લોકો ની ભલાઈ માટે જ રહેશે. હું તમને વચન આપુ છું.
વચન આપ્યા પછી જીનલ ના મનમાં એક સવાલ ઊભો થયો. કે ફરી જીન ની મારે જરૂર પડી તો અહી જ મળશે ને.!! આ મનમાં રહેલ સવાલ જીન ને પૂછે છે.

જીન તેને જવાબ આપે છે. મારું રહેઠાણ અહી જ આ મહેલમાં છે અને હું રાત્રી માં આ ખજાના ની દેખરેખ રાખું છું. ફરી તારે મારી કોઈ જરૂર પડે તો અહી રાત્રી ના સમયે આવી જજે.

મહાદેવ કહેલી વાત જીનલ ને યાદ આવે છે. મહાદેવે કહ્યું હતું. જીન તે ગુફામાં રાત્રી ના સમયે જ મળશે તે દિવસ થતાં ત્યાં થી નીકળી જાય છે. પણ મહાદેવે એ કહ્યું નહિ કે દિવસે જીન ક્યાં જાય છે.

જીનલ ને થયું કે આ સવાલ હું જીન ને પૂછી જોવ કે આપ દિવસે અહી કેમ રહેતા નથી. જીનલે સવાલ તો પૂછી લીધો પણ જીન થોડી વાર ચૂપ રહ્યો અને પછી તેણે કહ્યું.

હું એક મોટી મુસીબતમાં ફસાઈ ગયો છું. એટલે મારે દિવસે ત્યાં જવું પડે છે. આટલું બોલી જીન અટકી ગયો.

હું તમારી કોઈ મદદ કરી શકું..? હું હવે પરી બની શુકી છું. કઈક મદદ કરવાના ઇરાદા થી જીનલે જીન ને કહ્યું.

મારી પાસે રહેલી શક્તિ મે તને આપી છે. જો મારી શક્તિ થી હું કઈ કરી શકતો ન હોય તો તને આપેલી શક્તિ થી હું શું કરી શકું.! ગંભીર ચહેરે જીને જવાબ આપ્યો.

જીનલ સમજી ગઈ કે હવે જીન ને કોઈ સવાલ કરવો જોઈએ નહિ. પણ તેના મનમાં રહેલ એક ગંભીર સવાલ જીન ને કરી દિધો જે સવાલ માં જીન અને આ મહેલ નું રાજ ખુલવાનું હતું.

જીનલે સવાલ કર્યો.
શું ભવિષ્ય માં અહી આ મહેલ અને તમે હશો. કે સમય જતા બધું નષ્ટ થઈ જશે.?

જીનલ ના સવાલ નો જવાબ જીન આપતા બોલ્યો.
હું અનંત કાળ થી અહી વાસ કરું છું અને વાસ કરતો રહીશ. અને જે કોઈ મહાદેવ ની કૃપા થી કોઈ બીજી રીત થી મહેલ માં પહોશ છે તો હું તેની સામે પ્રગટ થઈશ અને જો મારા સવાલ ના જવાબ આપી શકશે તો હું તને માંગ્યું વરદાન આપીશ. આટલું જીન બોલ્યો ત્યાં તો અચાનક ગાયબ થઈ ગયો.

જીનલે આજુ બાજુ નજર કરી તો જીન ક્યાંય દેખાયો નહિ ત્યાં તેની નજર બહાર જવાના રસ્તા પર પડી તો સુર્ય ઊગવાની તૈયારી માં હતો અને અંજવાળું થઈ શુક્યું હતું. જીનલ સમજી ગઈ કે સવાર થયું એટલે જીન કોઈ બીજી જગ્યાએ જતો રહ્યો.

જીનલ પણ ઉડીને તે તેના મહેલ તરફ જતી રહી.

કાવ્યા આગળ નું પેજ ખોલે છે તો તે બુક નું છેલ્લું પેજ હોય છે તેમાં લખ્યું હતું. આ બુક નો અહી પહેલો ભાગ પૂરો થાય છે. આગળ ની કહાની માટે બીજા ભાગ ની બુક વાંચવી. પણ જીનલ ને પરી બનવાનો રસ્તો આ બુક થી મળી ગયો હતો એટલે બીજો ભાગ વાંચવાનો તેનો વિચાર માંડી વાળ્યો અને તેણે બુક એકબાજુ મૂકીને સૂઈ ગઈ.

શું જીનલ ના રસ્તે કાવ્યા ચાલશે.? જેમ જીનલ પરી બની તેમ કાવ્યા પરી બનશે.? જોઈશું આગળ ના ભાગમાં...

ક્રમશ....