જીન ત્રીજો સવાલ કરે છે.
જો કર્મ મોટો હોય તો ભક્તિ કરનાર માણસ દુઃખી કેમ છે.? અને નાસ્તિક, દુરાચારી, અધર્મી માણસ સુખી કેમ છે.?
જીનલ પહેલા જીન ને એક વાર્તા કહે છે.
એક રાજ્ય નો રાજાએ એક ખૂબ સુંદર તેના રાજ્ય માં મંદિર બાંધ્યું. હતો. રાજાને એ મંદિરમાં પૂજા આરતી માટે એક સાચા ભક્તની જરૂર હતી. એક દિવસ એક સદાચારી તથા ધર્મનિષ્ઠ બ્રાહ્મણે પૂજારી તરીકે તે મંદિરની જવાબદારી સંભાળી લીધી. આથી રાજાને ખૂબ આનંદ થયો. તે બ્રાહ્મણ ખૂબ જ સંતોષી તથા ભગવાન નો ભક્ત હતો. તે પૂજાપાઠ માટે રાજા પાસે કોઈ વસ્તુની લેતો ન હતો. રાજા તેના સ્વભાવ તથા વ્યવહારથી ખૂબ પ્રસન્ન હતો.
બ્રાહ્મણને એ મંદિરમાં પૂજા કરતા વર્ષો વીતી ગયા. છતાં પણ તેણે રાજા પાસે કોઈ વસ્તુની માગણી ન કરી કે કોઈ પ્રશ્ન પણ ન કર્યો. વર્ષો પછી રાજાને એક સંતાનની પ્રાપ્તિ થઈ. રાજાએ પોતાના પુત્રનો સારી રીતે ઉછેર કર્યો. તેને સારું શિક્ષણ અપાવ્યું. પુત્ર મોટો થતાં તેનું લગ્ન એક સુંદર રાજકન્યા સાથે કરવામાં આવ્યું. તે કન્યા પડોશી રાજયની રાજકુમારી હતી. લગ્ન થયા એટલે તે પોતાના સાસરે આવી. એક દિવસ રાજકુમાર તથા રાજકુમારી બંને તેમના શયનકક્ષમાં આરામ કરી રહ્યા હતા. રાજકુમારને તો ઊંઘ આવી ગઈ, પરંતુ નવી જગ્યા હોવાથી રાજકુમારીને ઊંઘ ન આવી. તે મોડે સુધી જાગતી રહી અને વિચારે ચઢી ગઈ. અચાનક તેની નજર હીરા તથા ઝવેરાતથી જડેલી એક તલવાર પર પડી.
જ્યારે રાજકુમારીએ એ તલવારને જોવા માટે મ્યાનમાંથી બહાર કાઢી તો તેની તીક્ષ્ણ ધાર જોઈને ડરી ગઈ. ડરના કારણે તેના હાથમાંથી તલવાર પડી ગઈ અને બાજુમાં સૂઈ રહેલા રાજકુમારની ગરદન પર પડી. રાજકુમાર ગંભીર રીતે ઘાયલ થવાના કારણે તેનું મૃત્યુ થયું. રાજકુમારી અત્યંત દુ:ખી થઈને પતિના મૃત્યુના કારણે શોક કરવા લાગી. તે વિચારવા લાગી કે જો હું કોઈ પર આરોપ નાખી દઈશ તો હું બચી જઈશ.
સવારે મદિર થી થોડે દૂર રાજકુમારી વિલાપ કરવા લાગી. રાજકુમાર ને કોઈ મારી નાખ્યો. રાજાને ખબર પડતાં તે પણ ત્યાં આવ્યા અને રાજકન્યાને પૂછયું કે 'રાજકુમારને કોણે માર્યો ?' તેણે કહ્યું કે ' એ મારનાર કોણ હતો એ હું જાણતી નથી. પરંતુ મેં તેને પેલા મંદિરમાં જતા જોયો હતો.
રાજા તથા બીજા કેટલાક લોકો મંદિરમાં ગયા, તો જોયું કે પેલો બ્રાહ્મણ પૂજારી ત્યાં પૂજા અર્ચના કરી રહ્યો છે. લોકોએ તેને પકડીને પૂછયું કે' તે' રાજકુમારને શા માટે માર્યો ? બ્રાહ્મણે કહ્યું કે મેં તો રાજકુમારનો ઓરડો પણ જોયો નથી, તો પછી હું ત્યાં જઈને કેવી રીતે મારી શકુ ?
ભગવાન તો જાણે છે કે મે 'આવું કોઈ પાપ કર્યું નથી', તો પછી જોયા વગર તમે મને શા માટે અપરાધી માનો છો ?'
રાજાને બ્રાહ્મણ પર સહેજે પણ શંકા ન હતી. કારણકે તેની પ્રામાણિકતા વિશે તે સારી રીતે જાણતો હતો, પરંતુ ત્યાં હાજર રહેલા લોકો તો બ્રાહ્મણને જ અપરાધી માનતા હતા. રાજાને અનેક લોકોએ બ્રાહ્મણને સજા કરવાનું કહ્યું આથી તેણે બ્રાહ્મણને કહ્યું કે હું તને મૃત્યુદંડ તો નહિ આપુ. પરંતુ જે હાથથી તેં મારા પુત્રને મારી નાખ્યો એ હાથને કાપી નાખવાનો આદેશ કરું છું. રાજાના આદેશથી બ્રાહ્મણના હાથ કાપી નાખવામાં આવ્યા. આથી બ્રાહ્મણ ખૂબ દુ:ખી થયો. તે નિર્દોષ હોવા છતાં તેને સજા કરવામાં આવી. એના લીધે તેને અત્યંત દુ:ખ થયું, રાજાને અધર્મી માનીને તેણે રાજ્ય છોડી દીધું. અને બીજે ક્યાંક જતો રહ્યો.
કર્મ મોટો છે. કર્મ થી જેમ ભાગ્ય ખૂલે છે તેમ તેનું જીવન ખૂલે છે અને બંધ થાય છે. માણસના જીવન નો હરતા કરતા તેનો કર્મ છે. રહી વાત ભક્તિ દુઃખી કેમ.!
તો પૂજનીય જીન. ભક્ત ને ખબર હોય છે મારી પર દુઃખ ભગવાન જાણી જોઈને નાખતા હોય છે. તે ભક્ત અસલ માં એમ માંને છે જે ભગવાન મારી પરિક્ષા કઈ રહ્યા છે એટલે દુઃખ આપે છે. અને ભગવાન મને મોક્ષ કે સ્વર્ગ માં સ્થાન આપવા માટે જ મારી પરિક્ષા લે છે.
કપટી,અધર્મી,દુરાચારી,પાપી આ લોકો હંમેશા નાસ્તિક હોય છે. તેમને પુણ્ય અને પાપ ના સરવાળા ની કે ભગવાન નો કોઈ ડર હોતો નથી એટલે તો તેઓ પાપ કરતા અચકાતા નથી. તેમની પૂર્વ જન્મ ની પુનાઈ થી જ તેમનું આ જીવન મળ્યું છે. આવા લોકો મોક્ષ ધામ માં નહિ પણ નર્ક માં જાય છે. જીનલ અહી આ ત્રણેય સવાલ ના જવાબ આપી થોભી જાય છે અને જીન ના જવાબ ની રાહ જોવે છે.
આપેલા સવાલો ના જવાબ જીનલ ના સાચા હશે ? કે કોઈ સવાલ ખોટો ઠરશે.? જીન વરદાન આપશે કે જીનલ ને તેની સેવા કરવાનું કહેશે. જોઇશું આગળ ના ભાગમાં..
ક્રમશ....