( અગાઉ આપડે જોયું કે,રોહન અને ઉષ્મા પોતાની સાથે બનેલી ઘટના પછી બહુ ડરી ગયા છે,એમાં પણ વંશ ને અવન્તિ ના સાસરે બનતી ઘટના ની ખબર પડે છે,અને તે જ દિવાસે આશિષ ને કોઈ એ પંખા સાથે બાંધી દીધો હતો
હજી એ પ્રશ્ન ઉકલયો નથી ત્યાં અમિત ને અરીસા માં કોઈ દેખાય છે. હવે આગળ)
એક તરફ આશિષ ખૂબ જ ડરેલો છે,અને બીજી તરફ વંશ રોહન અને ઉષ્મા પણ ચિંતા માં છે,કે આ થાય છે શું?
અમિત જેવો અરીસા માંથી પાછળ ફરી ને જોવે છે,તો ત્યાં કોઈ દેખાતું નથી,એટલે અમિત ભાગી ને પોતાના રૂમ ની બહાર આવી જાય છે,અને આશિષ સાથે તેના રૂમ માં જતો રહે છે,અને ધારા ને તેની મમ્મી પાસે સુવડાવી દે છે.
કાલ રાત ની ઘટના પછી રોહન અને ઉષ્મા ને પોતાના જ રૂમ માં બીક લાગે છે,તે બંને વિચારે છે કે ખબર નહિ આજે શુ થશે? કેમ કે વંશે આશિષ સાથે બનેલી ઘટના તેમને કહી છે,અંતે બને એકબીજા નો હાથ પકડી સુવા ની કોશિશ કરે છે...
અચાનક રાતે બે વાગે રોહન ની આંખ ખુલે છે,તેને જાણે કોઈ અવાજ આવે છે,તે ચારેકોર નજર ફેરવે છે,તો તેની બારી ની બહાર થી આ અવાજ આવતો હોય છે,તે ધીમે ધીમે બારી તરફ આગળ વધે છે,અને ધીમે થી બારી ખોલે છે,પણ ત્યાં કાઈ જ હોતું નથી,અને અવાજ પણ બંધ થઈ જાય છે,તેને થોડો હાશકારો થાય છે,પણ જેવો તે પાછળ ફરે છે,એને લાગે છે કોઈ પાછળ થી નીકળ્યું, અને તે પાછો બારી ની બહાર જોવે છે,તો ત્યાં અવંતિકા કાળા ડ્રેસ માં લટકતી દેખાઈ છે,જેની લાલ આંખો માંથી આંસુ નીકળતા હોઈ છે,તેની રાડ નીકળી જાય છે,એ સાંભળી ઉષ્મા પણ ત્યાં આવે છે,તે પણ બહુ ડરી જાય છે,અને ત્યાં જ અવંતિકા નો ભારે અવાજ આવે છે,
"હું મારો બદલો ચોક્કસ લઈશ,તમને નહિ છોડું"
આ સાંભળી રોહન અને ઉષ્મા તેને હાથ જોડી ને માફી માંગે છે,અને ઉષ્મા કહે છે કે "અમારી ભૂલ થઈ ગઈ, રોહને તને સ્પર્શ પણ નહતો કર્યો,મેં જ તારી કોફી માં ઊંઘ ની ગોળી નાખી હતી,તું રોહન ને મૂકી દે"
ઉષ્મા ની વાત સાંભળી રોહન ગદગદ થઈ ગયો,અને તેનો હાથ પકડી ને કહ્યું,"ના ઉષ્મા આપડે જીવશું પણ સાથે,અને મરીશું પણ સાથે"
ત્યારે અવન્તિ એ બંને ને જોઈ ને ખૂબ હસવા લાગી અને ત્યાં થી ગાયબ થઈ ગઈ.
આ તરફ આશિષ અને અમિત બીક ના માર્યા સુઈ શકતા નહતા,બંને ના મન માં કશુંક અજુગતું થવાની બીક હતી.મોડે મોડે બંને ની આંખ મીચાણી જ હશે ને ત્યાં જ રૂમ માંથી ભયંકર વાસ આવવા લાગે છે,બંને ભાઈઓ વિચાર કરે છે આ સેની વાસ છે?હજી અમિત ઉભો થવા ગયો ત્યાં જ એની સામે અવંતિકા એ જ કાળા ડ્રેસ માં ઉભી દેખાઈ,તેને માંડ પોતાનું બેલેન્સ જાળવ્યું,અને જોયું કે અવંતિકા આશિષ તરફ જઈ રહી હતી,અમિતે દોડી ને અવંતિકા ને પકડવાની કોશિશ કરી પણ આ શું!તેનો હાથ અવંતિકા ને આરપાર થઈ ગયો,હવે અમિત મૂંઝાયો,અને આશિષ આ જોઈ ને લગભગ રડવા લાગ્યો,અમિત આશિષ ની બાજુ માં ગ્યો,અને બંને અવંતિકા ની માફી માંગવા લાગ્યા,
"અવન્તિ મેં તારા પર બહુ જૂલ્મ કર્યા છે,મને માફ કરી દે, "અમિત આજીજી કરતા બોલયો આશિષ એને વળગી ને રોતો તો,અમિતે તેને પણ માફી માંગવાનો ઈશારો કર્યો
"ભાભી ....ભાભી મારી ભૂલ થઈ ગઈ,મેં તમને બહુ હેરાન કર્યા છે,ભાભી માફ કરો"
અવંતિકા તો આ સાંભળી વધુ ગુસ્સે થઈ અને બોલી,"તને તો મારા ભેગી જ લઇ જઇશ,આવું છે ને મારી સાથે!"
"ના ના ભાભી મારી ભૂલ થઈ,મેં તમને મારા બનાવવાની વ્યર્થ કોશિશ કરી પણ સફળ ના થયો,એટલે એ દિવસે હું ભાન ભૂલી ગયો,અને તમારી સાથે જબરદસ્તી કરી,નહીં તો આજ તમે જીવીતા હોત ભાભી"આટલું બોલી ને આશીષ મોટે મોટે થી રોવા લાગ્યો,પણ અમિત આ સાંભળી આશ્ચર્ય પામ્યો,અને તેને આશિષ ને પૂછ્યું,"બોલ
શુ થયું હતું?
"એ દિવસે તમે કોઈ ઘર માં નહતા,હું ભાભી અને ધારા ત્રણ જ હતા,ભાભી ધારા ને સુવડાવી ઘર ની સાફસફાઈ કરતા હતા,પણ મારી નિયત ખરાબ એટલે મેં તેમની સાથે જબરદસ્તી કરી,એમને બચવા ઘણી કોશિશ કરી ને એ દરમિયાન એમને મને મારવા ચાકુ ઉપાડ્યું,મારી ભૂલ થી એ ચાકુ એમને જ લાગી ગયું,હું ડરી ગ્યો ભાભી કણસતા હતા,પણ મને થયું કે એ જો બચી ગયા તો મને પોલીસ ને હવાલે કરશે,એટલે હું તેમને આપડા નજીક ના તળાવ માં ફેંકી આવ્યો,તે બેભાન તો હતા જ એટલે તરત જ ડૂબી ને મરી ગયા"
આટલું બોલતા આશિષ હાંફી રહ્યો,અને જોરજોર થી રડવા લાગ્યો,અમિતે અવન્તિ તરફ જોયું,ને ત્યાંજ એક ધમાકા સાથે તે ઘર નું બારણું ખુલી ગયું,અને અવંતિકા નું ભૂત જાણે ગાયબ થઈ ગયું,આ અવાજ થી અમિત ના માતાપિતા પણ ત્યાં હાજર થઈ ગયા હતા,અને તેમને પણ હવે આ બધું બનવા પાછળ નું કારણ સમજાયું...
આખા ઘર માં શાંતિ છવાઈ ગઈ,અને ઘર ના મુખ્ય દરવાજા ની સામે જ અવંતિકા ઉભી હતી,તેની સાથે તેનો કોલેજ નો ફ્રેન્ડ દીપ અને થોડા પોલીસ ના માણસો હતા..
આ તરફ રોહન અને ઉષ્મા ને પણ પોલીસે પકડ્યા, અમિત અને તેના ઘર ના પણ પોલીસ કસ્ટડીમાં હતા,અને
અવંતિકા તેના પપ્પા દીપ ધારા,અને વંશ સાથે,વંશે તેની બહેન ની માફી માંગી,તેના પપ્પા એ પણ પોતાની દીકરી ને ના સમજી શકવા બદલ હાથ જોડ્યા,પણ અવંતીકા એ તેમને એમ કરવા ના કહી...
* * * * *
આ સાથે જ અવંતિકા અહીં પૂર્ણ કરું છું,અવંતિકા એક એવી સ્ત્રી કે જેને પોતાની સચ્ચાઈ સાબિત કરવા ડગલે ને પગલે લડવું પડે છે,બસ આવો જ કંઈક દરેક સ્ત્રી નો સંઘર્ષ હોઈ છે,અવંતિકા એ પોતાની જિંદગી માં લાગેલા કલંક ને દૂર કર્યું,અને પોતાના પિતા ની નજર માં પાછું એ જ સ્થાન મેળવ્યું,અમિત અને તેના ઘર ના નું સમાજ સાચું રૂપ બતાવ્યું ,રોહન અને ઉષ્મા ને મિત્રતા ની કિંમત જણાવી,અને આશિષ જેવા રાક્ષસ માટે દુર્ગા નું રૂપ પણ લીધું...
✍️ આરતી ગેરીયા
"અંશ -1", ને પ્રતિલિપિ પર વાંચો :
https://gujarati.pratilipi.com/series/%E0%AA%85%E0%AA%82%E0%AA%B6-1-vcbekkxzrxod?utm_source=android&utm_campaign=content_series_share
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
Aa sathe mari navi navlika ke je pratilipi pr pkashit thai chuki 6 teni link moklu chu aasha che aapne jarur pasand aavse