Stree Sangharsh - 29 in Gujarati Fiction Stories by Fatema Chauhan Farm books and stories PDF | સ્ત્રી સંઘર્ષ...ભાગ 29

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

સ્ત્રી સંઘર્ષ...ભાગ 29

     ગેસ્ટ હાઉસના રૂમમાં બેઠી ને હર્ષ ચિંતામાં મુકાઈ ગયો મક્કમપણે જાહેરમાં રુંચા નો સાથ આપવાનો અને પોતાના તેના પ્રત્યેના પ્રેમના ઇજહાર પછી પૈસા કમાઈ અને સામાન્ય જીવન સાથે તે ટકાવી ને સાબિત કરી બતાવ્વુ ઘણું અઘરું હોય છે હર્ષને પણ મહેનત કરવામાં વાંધો ન હતો પરંતુ મહેનતના અંતે ફળ તેને જોઇતું જ મળશે તે નક્કી ન હતું તેના મિત્રો અને તેની માતા એ તો તેને આ બધું કરવા માટે ના પાડી રહ્યા પરંતુ રવિ અને હર્ષના પિતાએ એ તો જ્યાં સુધી રુચા નો પરિવાર માને નહીં ત્યાં સુધી ત્યાં જ રહેવા કહ્યું પછી ભલેને તેની માટે તેને અભ્યાસ મૂકવો પડે આ સાંભળીને હર્ષ ને થોડી રાહત થઇ આવી એક મિત્ર ની પાછળ બીજા મિત્રો પણ સાથ આપવા તૈયાર થઈ ગયા. અને પિતા આગળ માતા ની મરજી ચાલી નહીં પરંતુ હર્ષની માતા મનોમન પોતાના દીકરા માટે પ્રાર્થના કરવા લાગ્યા જોકે આ પૂરતું ન હતું જે કાંઈ કરવાનું હતું તે હર્ષ ને જ કરવાનું હતું આથી પૈસા કમાવવા માટે તેને ગામમાં આટો મારવા નું ચાલુ કર્યું, બે કલાકની અથાગ મહેનત પછી પણ તેને પોતાના લાયક કોઈ કામ સૂઝ્યું નહીં નિરાશ થઈ તે ચાની ટપરી એ આવીને બેઠો છોટુ એ ચાનો કપ તેના હાથમાં મૂક્યો.
     
          ચાનો એક ઘૂંટડો પિતા જ તેને રુંચા ની યાદ આવી ગઈ બંનેએ સાથે વિતાવેલી પળો તેની આંખોમાં તરવા લાગી હાઈવેના કિનારે બેથીને માણેલી તે યાદગાર પળો તેની યાદ આવી ગઈ પરંતુ તેની માટે રુચા ને પોતાનો અભ્યાસ છોડવો પડ્યો તે વાત હર્ષથી સહન થતી ન હતી, કશું ખોટું કર્યું ન હોવા છતાં પણ તે એટલી બધી જિલ્લત સહી રહી છે તે યાદ કરી તેનો ચહેરો અને મુસ્કાન ફિક્કા પડી ગયા તે ચા નો કપ મુકવા ટ પરી પાસે આવ્યો

"ક્યા, ભૈયા ઇધર ખો ગયે હો ક્યા?"

"અરે! નહીં છોટુ"

"તો ફિર ઇસ છોટે સે ગાવ મે ક્યા કર રહે હો?"

"કિસી ખાસ કામશે આયા થા"

"લડકી કે લિયે ના". ??

"હામ્મમ.....પર તું મે કેસે પતા??"

"અરે મુજે નહીં યહાં સબ કો પતા હૈ કિ વો માસ્ટર કી લડકી કા કુચ લફડા હે ના??"

      આ સાંભળતા જ હર્ષ બેબાકળો થઇ ગયો તેને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો કે પરિવાર માં તો ઠીક પરંતુ આખા ગામમાં કંઈક અલગ જ ઢોલ વાગી રહ્યા હતા. હર્ષે ફરી તેને બોલાવ્યો,

" એક બાત બતાવો છોટુ ઔર ક્યા ક્યા પતા હે તુમકો??"

" અરે ભૈયા હમે તો ક્યાં હૈ જો લોગ બાતે કરતે હૈ હમ ઉસે સુન લેતે હૈ હમારા તો યહા ફ્રી કા મનોરંજન હોતા હૈ ,વોજો માસ્ટર-કી બડી લડકી હૈ ના ઇસી ગાવ કે બડે શેઠ કે ઘર કી બહુ હૈ , ઇસી લિયે સબ ઉસે હિ પુછ રહે થે ઔર વો સબકો યે સબ બતા રહી થી" ....

    આ સાંભળીને હર્ષ ને મીરા નો ચહેરો યાદ આવી ગયો થોડીવાર પહેલા પણ સૌથી વધુ તે જ ઘરમાં બોલી રહી હતી પરંતુ તે શું કામ પોતાની જ બહેનનું ગામના લોકોના આગળ વાંકુ બોલીને તેને હલકી પાડવાનું કામ કરી રહી છે તે હર્ષને સમજાયું નહીં પરંતુ અત્યારે આ વાત છોડીને તેને કંઈ કામ શોધવાનું હતું. તેને વિચારોમાં ખોવાયેલો જોઈને ચા બનાવી રહેલા દુકાનદારે તેને મદદ કરવાનું વિચાર્યું. તેને હર્ષના ચહેરા ઉપર માસુમિયત દેખાતી હતી કોઈ કપટ હોય તેવું તેને લાગ્યું નહીં આથી....
    
        ચા બનાવી રહેલા દુકાનદારે તેને છોટુ ને બદલે થોડા સમય માટે કામે રાખવાની વાત કરી આ સાંભળી હર્ષ થોડીવાર માટે તો વિચારમાં પડી ગયો પરંતુ કોઈ કામ ન કરવા કરતા આ કામ કરવામાં પણ કઈ ખોટું ન હતું કારણ કે તે તેના દિવસો આંમ જ કોઈ મોટું કામ ગોઠવવામાં પસાર કરી શકે તેમ ન હતો આથી તેણે દુકાનદાર સાથે આ વાતને સ્વીકાર્ય રાખી અને બીજે જ દિવસથી કામે આવી જવાની હા પાડી.
        
       હર્ષ એ આં વાત તેના મિત્રો કે પરિવારને જણાવી નહીં જોકે કોઈ કામ નીચું કે નાનું હોતું નથી પરંતુ તેના પરિવારને કે તેના મિત્રને તે સમજાવી શકે તેમ ન હતો બીજે જ દિવસથી હર્ષ પોતાના કામે લાગી ગયો તેને કામ શીખવા અને સમજવા માં જરા પણ વાર ન લાગી, ટાપરિ એ આવતા લોકોને ચા આપવી, ગ્લાસ ધોવા_ મુકવા અને આસપાસના એરિયાની સાફ સફાઈ કરવી તેની માટે આ કામ સહેલું તો ન જ હતું છતાં હર્ષ ખૂબ જ ચીવટથી પોતાનું કામ કરી રહ્યો હતો આજુબાજુ ગામના નીકળતા સૌ કોઈ હર્ષ ને જોઈને ત્યાં ચા પીવા ઊભા રહી જતા પહેલા તો સૌ કોઈને આ છોકરો બેશરમ લાગેલો પરંતુ જેમ-જેમ દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ આ છોકરાની માસુમિયત બધાને સમજમાં આવવા લાગી ગામમાં સૌ કોઈ તો પ્રેમને તુચ્છ સમજતા હોતા નથી આથી આ છોકરાની મહેનત જોઈને સૌ કોઈને તેના પ્રેમ ઉપર ભરોસો આવવા લાગ્યો તેની વાત સાચી લાગવા લાગી આ પ્રશંસા રાજીવ અને પરિવારના કાનોમાં પણ પહોંચી
       
       મીરા તો આ વાત તદ્દન સ્વીકારી કરી શકે તેમ ન હતી આ છોકરા ને કારણે તેને ગામમાં પોતાનો ફજેતો થતો હોય તેમ લાગવા લાગ્યું તેણે કરેલી ઋચાની નિંદા ક્યાંક ખોટી સાબિત થઈ રહી હતી જેનું શ્રેય હર્ષે કરેલી મહેનતને જતું હતું રુચા ને આ વાતથી ઘણી રાહત થઇ હતી પરંતુ હર્ષ તેની માટે ચાની ટપરી એ કામ કરતો જોઈને તેને ઘણું દુઃખ પણ થતું કે તેની માટે તે ચાની કીટલી ઉપાડવા લાગ્યો છે પરંતુ આ સમય દરમિયાન બંને એક જ ગામમાં હોવા છતાં પણ એકબીજા ને મળ્યા ન હતા બંને પોતપોતાના રોજિંદા કામોમાં ઢળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ અત્યાર સુધી શાંતિથી બેઠેલા રાજીવ ના મોઢા હલકુ સ્મિત છવાયેલું હતું.