Rah : Waiting for love - 3 in Gujarati Fiction Stories by Hemani Patel books and stories PDF | રાહ : એક અનોખા પ્રેમની સફર - 3

Featured Books
Categories
Share

રાહ : એક અનોખા પ્રેમની સફર - 3

રીયા,તનુ અને પ્રાચી વાતો કરતાં હતાં ત્યાં થોડીવારમાં રાહી અને તાશા આવ્યા.

તાશા એ બ્લેક ગોઠણ સુધીનું વનપીસ પહેર્યું હતું.રાહીના આવતાં જ બધાંની નજર એના પર અટકી ગઈ.લાલ ગોઠણ સુધીનું પાર્ટીવેર ગાઉન,હાથમાં વાઈટ બ્રેસલેટ,એક હાથમાં કેનોનની વોચ.ગળામાં મોતીનું નેકલેસ,ખુલ્લા સીધાં વાળ,રેડ હિલ્સ.આજે આલિયા ભટ્ટથી કમ નહોતી લાગી રહી રાહી.છોકરીઓને તો ઈર્ષ્યા થવા લાગી કે કોઈ આટલું સુંદર કેવી રીતે હોઈ શકે.

હયાન જે છોકરીઓથી દૂર રહેવા માંગતો હતો એ પણ આજે તો રાહી પર ફિદા થઈ ગયો હતો.રાહી અને તાશા હયાનની આગળથી નીકળ્યા.તાશા તો હયાનને જોઈ જ રહી હતી પણ રાહીએ એકવાર પણ હયાન પર નજર નહોતી નાખી.

જેનાં પર આખી કોલેજની છોકરીઓ ફિદા હતી એનાં પર રાહીએ એકવાર પણ નજર કરી નહીં.હયાનને બહુ નવાઈ લાગી કે કોઈ આવું કેવી રીતે હોઈ શકે?હયાને રાહીનું ધ્યાન ખેંચવા એનાં મિત્રો જોડે થોડી મસ્તી કરી પણ એની સામે જોવે એ રાહી શાની.

"હેલો ફ્રેન્ડસ્ , વેલકમ ટુ ફ્રેશર પાર્ટી 2019."રાઘવ બોલ્યો.

"ચાલો એક ડાન્સ થઈ જાય.સોંગ ચાલુ કરો."રાઘવ બોલ્યો. ડી.જે.એ સોંગ ચાલુ કર્યું.

पान में पुदीना देखा, नाक का नगीना देखा
चिकनी चमेली देखा, चिकना कमीना देखा
चाँद ने चीटर होके चीट किया तो
सारे तारे बोले गिल्ली गिल्ली अखा

पा परा परा ….
मेरी बात, तेरी बात, ज़्यादा बातें बुरी बात
थाली में कटोरा लेके, आलू भात, मुरी भात
मेरे पीछे किसी ने रिपीट किया तो
साला मैंने तेरे मुंह पे मारा मुक्का

इसपे भूत कोई चढ़ा है, ठहरना जाना ना
अब तो क्या बुरा क्या भला है
फ़रक पहचाने ना
ज़िद्द पकड़ के खड़ा है कमबख्त
छोड़ना जाने ना
[बदतमीज़ दिल…बदतमीज़ दिल…
बदतमीज़ दिल…माने ना…माने ना]x2

ये जो हाल है, सवाल है, कमाल है
जाने ना जाने ना
बदतमीज़ दिल…बदतमीज़ दिल…
बदतमीज़ दिल …माने ना…
हवा में हवा ना देखा, धिमका फलाना देखा
सींग का सिंघारा खाके, शेर का गुर्राना देखा
पूरी दुनिया का गोल गोल चक्कर लेके
मैंने दुनिया को मारा धक्का

पा पारा पारा …
हे बॉलीवुड हॉलीवुड वेरी वेरी जॉली गुड
राई के पहाड़ पर तीन फुट लिलिपुट
मेरे पीछे किसी ने रिपीट किया तो
साला मैंने तेरे मुंह पे मारा मुक्का
अयाशी के ओवन वे से खुदको
मोड़ना जाने ना, कंबल बेवजह शर्म का
ओढ़ना जाने ना
ज़िद्द पकड़ के खड़ा है कमबख्त
छोड़ना जाने ना…
[बदतमीज़ दिल…बदतमीज़ दिल…
बदतमीज़ दिल…माने ना…माने ना]x2

બધાં મોજમાં આવીને ડાન્સ કરતાં હતાં.રીયા એક બે વાર તો હયાન સાથે આવીને જાણી જોઈને ટકરાઈ.હયાનને એમ કે થતું હશે આવું એટલે એણે બહુ ધ્યાન આપ્યું નહીં પણ અહીંયા રિયાના મનમાં તો બીજું જ ચાલતું હતું.

"હાય,મિત્રો સો આપણે કીધું હતું એમ આજે ડાન્સ કોમ્પિટીશન છે એટલે કે એક ગેમ રમવાની છે."અંજલી બોલી.

"ડાન્સ કરવા માટે અહીંયાથી ચીઠ્ઠી નાખવામાં આવશે જેની સાથે તમારું નામ આવે એની સાથે તમારે ડાન્સ કરવાનું રહેશે અને જેની કેમેસ્ટ્રી સૌથી સારી હશે એ વિનર રહેશે.તો ચાલો પાર્ટીની મજા માણીએ."શ્યામ બોલ્યો.

"મારું નામ હયાન જોડે આવે તો આજે મજા આવે."રીયા બોલી.

"હા એનાં જોડે જ આવશે તું જો."તનુ બોલી.

"પ્લીઝ એવરી વન એટેન્શન હીઅર.આ બાઉલમાં ચીઠ્ઠીઓ છે.રાઘવ અને અંજલી એક એક ચીઠ્ઠી ઉપાડશે જેનું નામ આવે એ આગળ આવી જાય."શ્યામ બોલ્યો.

રાઘવ અને અંજલીએ એક એક ચીઠ્ઠી ઉપાડી."તો પહેલું નામ છે પ્રાચી અને ધવલ આગળ આવી જાઓ બંને"શ્યામ બોલ્યો.

બંને આગળ આવી ગયા.બીજી ચીઠ્ઠી ઉપાડી."બીજું નામ છે નિર્વિ અને ધ્યાન જલદી બંને આગળ આવી જાઓ."શ્યામ બોલ્યો.

"ત્રીજું નામ છે તાશા અને દિપમ."શ્યામ બોલ્યો.એ બંને પણ આગળ આવી ગયા."ચોથું નામ છે શ્લોક અને નિયા"શ્યામ બોલ્યો. એ પણ આગળ આવી ગયા.

"પાંચમું નામ છે હયાન અને રાહી."શ્યામ બોલ્યો.હયાન તો મનમાં ખુશ થઈ ગયો.રાહી ના પાડતી હતી પણ તાશા એને ખેંચીને લઈ આવી.આ બાજુ રીયાને બહુ ગુસ્સો આવ્યો કે મારું નામ કેમ ના આવ્યું હયાન જોડે.

પ્રાચી અને તનુ રીયાને સમજાવતા હતા કે આ તો રેન્ડમ છે ગમે તેનું નામ આવે એમાં તું ગુસ્સે ના થઈશ.

"છઠ્ઠા નંબરનું નામ છે રીયા અને રોહન."શ્યામ બોલ્યો. રોહન અને રીયા બંને આગળ આવ્યા.રીયાને રોહન જોડે ડાન્સ નહોતો કરવો પણ આવી.

"તો શરૂ થઈ જાય આજની ડાન્સ કોમ્પિટીશન તૈયાર છો ને બધાં..?"શ્યામ બોલ્યો.

બધાંએ હા પાડી એટલે ડી.જે.ને સોંગ ચાલુ કરવાનું કહ્યું. ડી.જે. એ સોંગ ચાલુ કર્યું.બધાં ડાન્સ કરવા લાગ્યાં. હયાન અને રાહી હજી ઊભાં હતાં.હયાને હાથ લાંબો કર્યો એટલે રાહીએ કમને હાથ આપ્યો.ત્યાં જ સોંગ ચેન્જ થયું.

पल एक पल में ही थम सा गया,
तू हाथ में हाथ जो दे गया,
चलूँ मैं जहां जाए तू दायें मैं,
तेरेपल एक पल में ही थम सा गया,
तू हाथ में हाथ जो दे गया,
चलूँ मैं जहां जाए तू दायें मैं तेरे,
बायें तू हूँ रुत मैं, हवाएं तू साथिया..

બંને ડાન્સ કરવા લાગ્યાં.બંનેની જોડી એક દમ મસ્ત લાગી રહી હતી.આ બાજુ રીયા બંનેને સાથે જોઈને ગુસ્સે થઈ રહી હતી.બીજી છોકરીઓને પણ જલન થવા લાગી કે કેવાં એનાં નસીબ હયાન જોડે ડાન્સ કરવાં મળે છે.

ડાન્સ કરતાં કરતાં રીયાએ રાહીનાં ડ્રેસમાં થોડાં નજીક આવી કટરથી સહેજ ચીરો કર્યો.રાહીનું ધ્યાન નહોતું પણ હયાન જોઈ ગયો એટલે એણે એનું બ્લેઝર કાઢીને રાહીને પહેરાવી દીધું રાહીને ગુસ્સો આવ્યો કે આવું કેમ કર્યું એ ગુસ્સાથી હયાન સામે જોઈ રહી હતી.

હયાને ધીમે રહીને કાનમાં કીધું કે આવું થયું છે માટે મેં આમ કર્યું તને કોઈ પ્રોબ્લેમ થયો હોય તો સોરી મારો બીજો કોઈ ઈન્ટેન્સન નહોતો.રાહીને પસ્તાવો થયો એટલે એણે હયાનની માફી માંગી.હયાન હસતાં હસતાં નો પ્રોબ્લેમ એમ બોલ્યો.બંને ડાન્સમાં મશગુલ બની ગયા.

ડાન્સ પત્યો એટલે તાશા અને રાહી એકબાજુ ઊભાં હતાં.

"એ છોકરી સાંભળી લે આ જ પછી મારા હયાનની આજુબાજુ પણ ફરકતી નહીં,નહીં તો તારી ખેર નથી."રીયા રાહી પાસે આવીને બોલી.

"હું અહીંયા કોઈ બોયફ્રેન્ડ બનાવવા નથી આવી અને મને કોઈ શોખ પણ નથી.હું અહીંયા ભણવા માટે આવી છું. મને ફરીવાર કહેવા ના આવતી ના તો હું એને ઓળખું છું ના એ મને."રાહીએ ગુસ્સામાં કીધું.

"તું મને ઓળખતી નથી હું કોણ છું મારી સાથે આ રીતે વાત કરવાનું પરીણામ શું આવશે એની ખબર નથી તને."રીયા ગુસ્સે થઈને બોલી.

"અત્યારે મારે જવું છે તારી જોડે તો હું પછી વાત કરીશ."એમ કહી રીયા પ્રાચી અને તનુ જોડે પાછી જતી રહી.

"હાય એવરીવન એટેન્શન હિઅર."રાઘવ બોલ્યો.

"હવે વારો છે મિસ અને મિસ્ટર ફ્રેશર કોણ બન્યું છે એ જાણવાનો તો આજના મિસ અને મિસ્ટર ફ્રેશર કોણ છે?જાણવા માટે આતુર છો તમે બધાં?"રાઘવે પૂછ્યું.

બધાંએ હા કહ્યું."તો આજના મિસ્ટર ફ્રેશર છે હયાન મહેરા અને મિસ ફ્રેશર છે રાહી મલ્હોત્રા."અંજલી બોલી.

બધાંએ તાળીઓ પાડી.હયાનનું ગ્રુપ તો બૂમો પાડવા લાગ્યું.બંનેને સ્ટેજ પર બોલાવી મિસ અને મિસ્ટર ફ્રેશરનો તાજ પહેરાવવામાં આવ્યો.

"આ રાહીને તો હવે હું નહીં છોડુ."રીયા ગુસ્સામાં બોલી અને પગ પછાડતી ત્યાંથી જતી રહી.પ્રાચી અને તનુ એની પાછળ ગયાં.

રાહી આજે બહુ ખુશ હતી કેમ કે મિસ ફ્રેશર જો બની હતી.તાશા અને રાહી બંને જમ્યાં પછી ઘરે જવા નીકળ્યા.

પાર્કિંગમાં સ્કૂટી લેવા માટે ગયાં ત્યાં રીયા,પ્રાચી અને તનુ ઊભાં હતાં.

"આજે તો તું મારાથી જીતી ગઈ પણ હવે આગળ કેવી રીતે જીતીશ?"રીયા બોલી.

"મારે તારાથી જીતવું પણ નથી,ચાલ તાશા."રાહી બોલી.

તાશાએ સ્કૂટી કાઢી અને રાહી બેસી ગઈ.તાશા એ સ્કૂટી જવા દીધી."યાર આ રીયા કેમ તારાં પાછળ પડી ગઈ છે એ તને કંઈ નુકસાન કરશે તો?"તાશા એ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

"જે થશે એ જોયું જશે અને આમ પણ એને લાગે છે એવું કંઈ નથી તું ચિંતા ના કર."રાહી બોલી.



રીયા શું નવું તોફાન લાવશે રાહી માટે ? હયાનને રાહી માટે લાગણી બંધાઈ રહી છે કે નહીં ? રાહી રીયાના આ ગુસ્સાથી બચી શકશે કે નહીં ?

જાણવાં માટે વાંચતા રહો આગળ....આપના અમૂલ્ય પ્રતિભાવની રાહમાં...કોઈ ભૂલચૂક હોય તો પણ જણાવશો હું એને જરૂર સુધારીશ...🙏🙏🙏

Next part will be published soon...