Daityaadhipati - 24 in Gujarati Fiction Stories by અક્ષર પુજારા books and stories PDF | દૈત્યાધિપતિ - ૨૪

Featured Books
Categories
Share

દૈત્યાધિપતિ - ૨૪

સાધના રાઠવા દરવાજા પર ઊભી હતી. અંદર બધા ગેસ્ટ હતા. ગીતાંજલિ ઘરની અંદર હવન કુંડ સામે બેસી હતી. સાધના સ્મિતાની રાહ જોઈ રહી હતી. એક લાલ કલરની ગાડી (અમેયની જીપ ન હતી) દરવાજા સામે ઊભી રહી. એમાંથી અમેય નીકળ્યો, પછી સ્મિતા. સાધના ના મનમાં પ્રશ્ન ચિન્હોનું વાદળું વરસી રહ્યું હતું: આ શું?

પણ એ લોકોના મોઢા જોતાં સાધના એ મૌન ધાર્યુ. ઘરના દરવાજે ઘણા બુટ અને સેન્ડલ હતા, પગ લૂછણયા પર પણ હતા. અંદર આવતા જો કોઈ જોવે તો સફેદ દીવાલોની મધ્યે એક હવન ચાલતો જોશે. સાથે ડાબી બાજુની બારી ખુલ્લી હતી. હવનના ધુમાડા ચારે કોર હતા. સાથે જમણી બાજુ ઘણા લોકો ડાઈનિંગ ટેબલ પાસે બેસ્યા હતા. સાધના ગીતાંજલિની બાજુમાં જઈ બેસી. અમેય તેમની પાછળ બેસ્યો. પછી સ્મિતા કશુંક બોલી.. અને ગીતાંજલિ હસવા લાગી. પ્રતિક બારી બાજુ બેસ્યો હતો. તેની આંખો ક્યાંક ફરતી હતી.

ડાઈનિંગ ટેબલ આગળ લોકોના અવાજ આવી રહ્યા હતા. સાથે ઘણા લોકો પાણી પીવા તથા રજા લેવા ઊભા થઈ રહ્યા હતા. મીનાક્ષ ચૌહાણ અને નૂરા જરીવાલા ગીતાંજલિના બિઝનસ પાર્ટનર હતા. તેઓ બારી બાજુ સંકોચાઈને બેસ્યા હતા.

‘તમને મોડુ કેમ થયું?’ સાધનાએ પૂછ્યું.

‘રસ્તામાં ગાડી ખરાબ થઈ ગઈ. અમેયના ઘરેથી બીજી મંગાવી.’

ત્યાં અમેયને એક ફોન આવ્યો.

તે ફોન લઈ જલ્દીમાં બહાર જતો રહ્યો. સ્મિતાની આંખો તેની પર હતી. સાધના જાણતી હતી કે આ વાતનું રહસ્ય કઈક જુદું જ છે.

દસ મિનિટ બાદ હવનને વિરામ અપાયો. ગીતાંજલિ ઊભી થઈ, પછી જમણવાર ચાલુ થયો.

હિમાચલમાં શત પ્રતિશત ગુજરાતી ભોજન તો ન જ મળતું, પણ જુદા જુદા પ્રાંતોની, રાજ્યોની અનેક થાળીઓ પીરસવામાં આવી. ભોજન તે બાજુમાં આવેલા ‘ઇર રીયલ રેસ્ટોર’માં હતું. આ સમયે સાધના એટલી બીઝી હતી કે તેણે સ્મિતા સાથે વાત જ ન કરી. પછી જ્યારે મહેમાનો જતાં રહ્યા ત્યારે ગીતાંજલિના નવા ઘરે, જ્યાં સ્મિતા અને ગીતાંજલિ મીનાક્ષ સાથે વાત કરી રહ્યા હતા, ત્યાં સાધના એ કહ્યું, ‘આ ગાડી કોની છે?’

‘અમેયના મિત્રની. ઘરનો ફોન ન હતો લાગતો.’

‘તમે જો થોડાક વહેલા આવ્યા હોત તો તમને ખૂબ જ ગમેત. શશીકલા આંટી દરવાજે આવતા જ પડી ગયા. અને એમનું મોઢું ચપ્પલ ઉપર..’

આમ ગીતાંજલિ બોલી.

અમેય અને પ્રતિક બાજુમાં જ ઊભા કંઈક વાત કરી રહ્યા હતા. નૂરાને જોતાં લાગતું કે તેણે ઊંઘ આવતી હતી.

સ્મિતા તેનું માથું ખંજવાળતી હતી. “આજે પેહલો દિવસ.” તેવું સ્મિતા એ વિચાર્યુ.

બાજુમાં અમેયની નજર સ્મિતા પર પડી: સ્મિતાએ તેની ડાબી આંખ બંધ કરી, પછી પાછી ખોલી.

અમેય એ હાથ હલાવ્યો.

સ્મિતા આનો મતલબ સમજી ગઈ. પણ સ્મિતા કશું બોલી નહીં.

સાધનાની આંખો એ પણ આ જોયું. સાધના ને લાગ્યું હતું કે સ્મિતા એ તથા અમેયએ ગીતાંજલિ માટે કશુંક વિચારીને રાખ્યું હશે. તેઓ ઘરે આવી ગયા હશે. પછી કોઈ સરપ્રાઇજ વિચારી અમેયના મિત્રની ગાડીમાં અહીં આવ્યા હશે. કદાચ તે સરપ્રાઇજ ઘરે હશે. શું ખબર તે શું હશે? પણ એક વાતની તેણે નક્કી જાણ ન હતી. તેજે વિચારી રહી હતી તે ખોટ્ટુ હતું. અંધારામાં તીર ચલવવા માફક.

સુધાને આ વાતની જાણ ન હતી. સુધાતે અંહી હતીજ નહીં, તો તેણે ખબર કઇ રીતે હોય! તે તો મનસ્કારા સાથે બેસી હતી.

ત્રિયતનુ ચાર મિનિટ પહેલા ગયો. હાલ તો મનસ્કારા સાથે સુધા એકલી હતી. તે મનસ્કારાંને જોઈ રહી હતી.

મનસ્કારા, અને આ વાત હકીકત છે, માનસિક રીતે અસ્વસ્થ હતી. તે પાગલ હતી.