આઇ હેટ યુ
પ્રકરણ-51
રાજ એની મંમી સાથે ઓનલાઇન વાત કરી રહેલો અને ત્યાંજ પાછળ પાપાને જોયાં. એનાં પાપા ઊંઘવા જવાની તૈયારી કરતાં હોય એવું લાગ્યું. એણે જોયું કે પાપા થાકેલાં હતાં એનાં પાપાએ કહ્યું રાજ બેટા કેમ છે ? હું તારી સાથે કાલે વાત કરીશ આજે મને ખૂબ કામ પહોચ્યું છે તું મંમી સાથે વાત કર ઓકે બાય બેટા ટેક કેર... એમ કહી સૂવા જતા રહ્યાં.
રાજે એની મંમીને પૂછ્યું પાપા કેમ આટલાં થાકેલા છે ? એમની તબીયત તો સારી છે ને ? મંમીએ કહ્યું છેલ્લા અઠવાડીયાથી ટેન્શનમાં ફરે છે કોઇ અટપટો કેસ છે પોલીટીશયનનો એમાં સ્ટ્રેસમાં ફરે છે આજે ચૂકાદો આવી જવાનો હતો ખબર નથી મને શું થયું એમનું BP પણ ઉતરચઢ થાય છે આજે થોડાં રીલેક્ષ લાગે છે. કદાચજ કેસ જીતી ગયાં લાગે છે એ કાલે તારી સાથે વાત કરશે. રાજે કહ્યું ઓહ.. એમને કહે કે પ્રોફેશનલ રહે લાગણીથી કેસ સાથે જોડવાની જરૂર નથી આમતો પાકા પ્રોફેશનલ છે એમને ક્યાં લાગણી સ્પર્શે છે ? પછી શેનું ટેન્શન રાખે છે.
રાજની મંમીએ એમનાં બેડરૂમ તરફ જોયું દરવાજો બંધ છે જોઇને કહ્યું એમને લાગણી જેવું ક્યાં કંઇ છે ? આ કેસ એમનાં માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો એનું ટેન્શન હતું પણ મને ખબર છે એ જીતી ગયાં છે કાલે વાધ જેવા થઇને ફરશે.
રાજને હસુ આવી ગયું હાં મંમી તું તો પપ્પાને મારાં કરતાં પણ વધારે ઓળખે. મંમીએ કહ્યું હું તો ઓળખું ને એમની સાથે રહી છું અને કાયમ એમની... સેવી છે બોલતાં બોલી ગયાં પણ શબ્દ ગળી ગયાં એમનાં ચહેરાં પર સ્પષ્ટ નારાજગી જોવા મળી રાજને. મંમીએ કહ્યું ડો.જયસ્વાલે એમના ના પાડી હતી કે આટલું સ્ટ્રેસ ના લો અને દવાઓ રેગ્યુલર લેજો. પણ માને એવા ક્યાં છે ?
ડૉ.જયસ્વાલનું નામ બોલી મંમી અને રાજે એ વાત પક્ડી લીધી રાજે કહ્યું મંમી ડોક્ટર અંકલ કેમ છે ? મંમી એક વાત પૂછું ? નંદીનીનાં અને એનાં પાપાનાં શું સમાચાર છે ? ડોક્ટર અંકલ એમની ટ્રીટમેન્ટ કરે છે ને ? આ પ્રશ્ન સાંભળી રાજનાં મંમીનાં હાવભાવ બદલાયા.
રાજની મંમીએ ખોટી ખોટી ખાંસી ખાધી અને બોલ્યાં એક મીનીટ બેટા હું પાણી પીને આવું એમ કહી ઉભા થઇને પાણી પીવા જતાં રહ્યાં... રાજ સ્ક્રીન પર જોઇ રહેલો અને એ પાછા આવ્યાં.. રાજે કહ્યું કેમ મંમી શું થયું ? મેં તમને કંઇ પૂછ્યું ડોક્ટર કાકા નંદીનીનાં પાપાની ટ્રીટમેન્ટ કરે છે ને હું એમને કહીને આવેલો... તમે જવાબ કેમ નથી આપતા.
રાજની મંમીએ કહ્યું બેટા સાચું કહું તારાં ગયાં પછી નથી નંદીનીનો ફોન આવ્યો નથી ડોક્ટર કાકાને મેં કંઇ પૂછ્યું હમણાં તારું ભણવાનું પુરુ થાય એની રાહ જોઊં છું નંદીનીએ તને નહીં મને તો ફોન કરવો જોઇએ ને ? રાજની મંમીએ નંદીની પર દોષ ઢોળ્યો.
રાજે કહ્યું મંમી તમે લોકો એને સમજાવી અને મને ફોન કરવા સંપર્કમાં રહેવા ના પાડી એ અચકાયજ ને ? એનાં પાપાની બિમારી અને એ જોબ કરવાનું કહેતી હતી એ કેવી રીતે સામે રહીને ફોન કરે ? તમે મને શું કહેતાં સમજાવતાં હતાં કે તું નિશ્ચિત રહેજે નંદીની અહીં ઘરે આવતી જતી રહેશે અને એનું ધ્યાન રાખીશું તમે લોકોએ તમારી કીધેલી એક વાત નથી પાળી હવે નંદીની નો દોષ કાઢો છો ?
રાજની મંમીએ કહ્યું છ મહીના થયાં તારા ગયાને એને છ મહિનામાં એક વાર સમચ ના મળ્યો. ? પારકી છોકરીનો પક્ષ લઇને તું મને ટોકી રહ્યો છે આ કેવું ? તને અમારાં માટે લાગણીજ નથી ?
રાજે કહ્યું આમાં ટોકવાની કે લાગણીની ક્યાં વાત રહી ? મેં ભણવામાં ધ્યાન રાખ્યું એનાં માટે મારો સંપર્ક તોડાવ્યો નથી એણે મને એકવાર ફોન કર્યો કે મેં એને કર્યો એ તો મને કેવી રીતે ફોન કરે ? એની પાસે મારો નંબર પણ નથી પણ તમે લોકો એનું જાણો પણ નહીં ? જયસ્વાલ અંકલને તો પૂછવું જોઇએ ને ?
એને કંઇ તકલીફ હશે તો ? તમે નથી કરતાં તો હવે હું તો એને ફોન કરી શકું ને ? હું ફોન કરીને જાણી લઇશ. મંમી બોલ્યા તારે એવું નથી કરવાનું રાજ તમે લોકોએ એકબીજાને પ્રોમીસ આપ્યું છે.
રાજે કહ્યું નાં તમે ના તમારું પ્રોમીસ પાળ્યું આજે છ મહીનાં થઇ ગયાં એ કેવી રીતે જીવતી હશે ? તમને લોકોને લાગણી જેવુંજ નથી ? નંદિનીને તમે ત્રાહીત કીધી પણ તમે મારું કીધેલું કંઇ કર્યું ? તમને ખબર છે હું એની સાથેજ લગ્ન કરવાનો છું બીજે નહીંજ કરું આજે નહીં તો કાલે એજ આ ઘરની વહુ થઇને આવશે. એ આજે પણ ફરીથી સ્પષ્ટ કહું છું.
રાજની મંમી સમસમીને રાજનાં વાકબાણ સાંભળી રહેલાં એમને શું જવાબ આપવો એજ ના સમજાયો. રાજે આગળ કીધું મંમી આ ખોટું થઇ રહ્યું છે અને બીજી વાત કરું અહીં USમાં આવ્યા પછી પણ ફોન પર છેલ્લે વીડીયો કોલમાં મેં એને જોઇ પછી જોઇ નથી સાંભળી નથી અહીં એ દિવસ પછી ગૌરાંગ અંકલે મારો નંબર ચેઇન્જચ કરાવી દીધો બીજો ફોન આપેલો આ બધું એમણે કેમ કર્યું ? મારી જૂના સીમની સર્વિસ બંધ કરાવી દીધી મને ખબર છે પાપાએજ કીધું હશે એમને..
ગૌરાંગ અંકલ પાપાનાં દૂરનાં કઝીન છે એવું કીધેલું એમનાં કઝીન નથી ફ્રેન્ડ છે આટલું બધું જૂઠાણાનું પાપાએ પ્લાનીંગ કર્યું કેમ ? મને ભણવામાં અગવડના પડે હું મારી કેરીયર બનાવું એમ કહી નંદીની સાથે સંપર્ક સાવ તોડી નાંખ્યો એની પાસે સમ ખવરાવ્યા અને ત્રણ મહીનાં હજી થયાં નથી અને ગૌરાંગ અંકલની દીકરી મીશા મારી સાથે ફ્રેન્ડશીપ કરવા આવી મંમી આ બધું તમારું શું પોલીટીક્સ છે ?
તમે મારાં મુંબઇ આવતાં પહેલાં મારી સાથે નંદીનીનાં ઘરે આવેલા ત્યારે એનાં પેરેન્ટસને શું કીધેલું યાદ કરો નંદિનીની ચિંતા ના કરશો અમે કાળજી લઇશું. અહીં એનાં પાપાની સારવાર કરાવીશું કેટલું બોલેલાં એમાંથી કેટલું પાળ્યું ? મને તો એવું લાગે છે કે આ મારાં મોટાં વકીલ પાપાનું ષડયંત્રજ હતું તમે લોકોએ નંદીની સાથેનો સંબંધ સ્વીકાર્યોજ નહોતો તમે લાગણીશૂન્ય છો પોતાનાં એકનાં એક છોકરા સાથે પણ રમત રમ્યાં છો. નંદિનીનાં સંપર્કમાં હોત તો હું આનાથી સારુ ભણી શક્ત. હું તો ભણીશજ મારી ડીગ્રી લઇશજ. તમારાં પૈસા વેડફીશ નહીં અને તમારે હવે મને પૈસા મોકલવાની પણ જરૂર નથી.
ગૌરાંગ અંકલ ખૂબ સાચવતાં મને છતાં મને ત્યાં ગૂંગળાપણ થતી હતી એટલે મારે જોબ લાગી તરતજ ત્યાંથી શેરીંગમાં રહેવા આવી ગયેલો. મંમી નંદીનીને કંઇ થયું તો હું તમને લોકોને કદી માફ નહીં કરું એમ કહેતાં એ કોલ પરજ રડી પડ્યો.
ક્યારથી રાજને સાંભળી રહેલાં એનાં મંમીએ કહ્યું રાજ તું આવો બળાપો કાઢી અમને અન્યાય કરે છે તારી કેરીયર સ્પોઇલ ના થાય એજ આશય હતો. તારે એ છોકરી જોડે લગ્ન કરવા હશે તો કરાવીશું તારાં પાપનું એવું કહેવું હતું કે ત્યાં US જઇને તારામાંજ ચેઇન્જ આવી જશે. અહીં આ છોકરી રાહ જોતી રહેશે અને તું ત્યાં કોઇ... બંન્નેનાં જીવન બગડે એટલેજ વચ્ચે સમય ગાળો વધારે હતો અને એવું બધુ વિચારીને તારાં પાપાએ સંપર્ક ના રાખવા નંદીનીને સમજાવી હતી.
રાજે કહ્યું મંમી મને બધી સમજ છે લાગણીમાં હું પ્રોફેશન નથી ભેળવતો. પ્રેમ સામે કંઇ ના હોય અને હું નંદીની સિવાય કોઇને ચાહતો નથી ચાહવાનો નથી મને ખબર છે ગૌરાંગ અંકલની દિકરી તાન્યા મારો સંપર્ક કરવા ખૂબ પ્રયત્ન કરે છે પણ મેં એનો નંબર બ્લોક કર્યો છે. એમનું ઘર છોડયા પછી હું એકવાર એમનાં ઘરે નથી ગયો.
અને મંમી પાપાને આ બધુજ ખબર છે એમણે તને બધું કીધુંજ હશે. હું અમેરીકા ભણવા આવ્યો છું સેટલ થવા નહીં મારે ઇન્ડીયામાંજ રહેવું છે . અહીં નહીં.
તમે લોકો સંપર્ક ના કરો તો કંઇ નહીં હું આજેજ નંદીનીને ફોન કરીશ. હું સામેથીજ કરું છું મારી રીતે વાત કરીશ. તમારે હવે કંઇ કરવાની જરૂર નથી મારું ભણતર કે કેરીયર પણ નહીં બગડવા દઊં બાય.. એમ કહીને ફોન કાપી નાંખ્યો...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-52