એક પૂનમની રાત
પ્રકરણ-42
સિધ્ધાર્થ અને વિક્રમસિહજી બંન્ને વાવ આવી ગયેલાં. ત્યાં બધાની સાથે વાતો અને પૂછપચ્છ થઇ રહી હતી અને ત્યાંજ વ્યોમાની ચીસ સંભળાય છે બધીં નજર એ તરફ જાય છે દેવાંશ દોડીને એની પાસે જાય છે અને પૂછે છે વ્યોમા કેમ શું થયું ? કેમ ચીસ પાડી ? કંઇ જોયું ?
વ્યોમાએ કહ્યું તમે લોકો વાતોમાં છો પણ મારી નજર બળેલા સર્પ નાગ તરફ પડી જુઓ અત્યારે ત્યાં કશુ નથી એ લોકોને મેં વાવની પાછળ તરફ જતાં જોયાં.
દેવાંશે કહ્યું એ તો બળી ગયેલાં કેવી રીતે જાય ? પણ એની નજર પડતાં નાગ સર્પ જયાં બળી મરેલાં હતાં એ જગ્યાએ કશુંજ નહોતું એને પણ આષ્ચર્ય થયુ એણે કમલજીત સરને કહ્યું સર આ તમારી સામેજ પુરાવો આપણે આવ્યાં ત્યારે નાગ-સર્પ બળેલાં હતાં અત્યારે ત્યાં કશુ નથી આ કોઇ અગમ્ય ઘટના છે મેં તમને કહેલુ કે અમને ઘણાં ડરાવણાં અનુભવ થયાં છે આ તમારી નજર સામે છે.
સિધ્ધાર્થ સરે કહ્યું અમે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે. અમે આવ્યા છીએ એની પાછળજ એ લોકો આવવા નીકળ્યાં છે લાશને અમે તપાસ માટે મોકલીશું પછી નક્કી કરીએ કે શું કરવું છે ? આનું રહસ્ય અકબંધ છે પણ જાણવું તો પડશે.
ત્યાંજ એમ્બ્યુલન્સ આવી ગઇ અને એં માણસોએ ફોલ્ડીંગ સ્ટ્રેચરમાં લાશ મૂકીને ગાડીમાં લઇ આવ્યાં. સિધ્ધાર્થ સરે કહ્યું તમે તપાસ માટે લઇ જાવ પછી હું ડોક્ટર સાથે વાત કરી લઊં છું એનું પોસ્ટમોર્ટમ કરીને અમને રીપોર્ટ આપો.
કમલજીત સર બધુ જોયાં કરતાં હતાં એમણે કહ્યું સર અહી બધુ જોવાઇ ગયુ છે અમે પણ પોલીસ સ્ટેશન આવીએ છીએ આનો ભેદ ઉકેલવો પડશે. તપાસ કરાવીને બધુ જાણી લેવું પડશે.
સિધ્ધાર્થ અને વિક્રમસિંહજીએ બધુ નિરીક્ષણ કર્યું. ડેડ બોડી એમ્બ્યુલન્સમાં લઇને નીકળી ગયાં અને એ વ્યોમા પાસે આવ્યાં. વિક્રમસિંહજીએ પૂછ્યું કેમ છે બેટા ? તમે લોકો તો વાવ પર પહેલાં આવી ગયાં છો એટલે બધી ખબર હશે ને કંઇ નહીં. હવે આપણે અહીંથી પોલીસસ્ટેશન જઇએ. સિધ્ધાર્થે કહ્યું પોલીસ સ્ટેશન જઇએ પછી વાત કરીશું. બપોર વીતી ગઇ હવે સાંજ થવા આવી છે બધાં અહીંથી નીકળો.
કમલજીત સરે કહ્યું વિક્રમસર દેવાંશ અને વ્યોમાએ મેં 4 દિવસ બ્રેક લેવા કહ્યું છે એ લોકો માનસિક રીતે ડીસ્ટર્બ છે. અને અહીંનું રહસ્ય બધાં આગળનાં અને આજનાં ફોટાં વીડીયો જોઇને રહસ્ય ઉકેલવા પ્રયત્ન કરીએ. પછી અનિકેતને કહ્યું ચલો આપણે અહીંથી નીકળીએ સર પણ પોલીસસ્ટેશન પાછા જાય છે. અનિકેત અને કલમજીતસર એમની જીપમાં પોલીસસ્ટેશન જવા નીકળી ગયાં.
ભેંરોસિહ અને કાર્તિક પણ અમે જઇએ છીએ કહીને નીકળી ગયાં. કાળુભાએ એમનાં ગયાં પછી કહ્યું. સર મને આ બે જણાં ભેદી લાગે છે અમે આવ્યાં છીએ ત્યારથી એ લોકોની ગૂસપૂસ ચાલતી હતી જેવો એ લોકોની નજીક જઊં ચૂપ થઇ જતાં હતાં.
વિક્રમસિહે કહ્યું કાળુભા તમે પણ સ્ટાફ સાથે નીકળો. અમે અને દેવાંશ પોતપોતાની જીપમાં અહીથી નીકળી જઇએ. દેવાંશે વ્યોમાને કહ્યું તને કેવું લાગે છે ? આપણે પોલીસસ્ટેશન જઇને પછી હું તને ઘરે ડ્રોપ કરી દઊં છું.
વ્યોમાએ કહ્યું હું એકદમ ઓકે છું ચલો આપણે પણ નીકળીએ સરે કહ્યું છે તો ત્રણ દિવસનો બ્રેક સાચેજ લઇએ આ થોડાં દિવસમાં કંઇ સમજાય નહીં એવું બની રહું છે.
દેવાંશે કહ્યું ચલો ઠીક છે આપણે નીકળીએ એણે વ્યોમા અને રાધીકાને બેસાડી જીપ સ્ટાર્ટ કરી એની પાછળ સિધ્ધાર્થ અને વિક્રમસિહજી ફોલો કરી રહેલાં.
જીપમાં બેસીને દેવાંશે કહ્યું વ્યોમા તને કેમ છે ? રાધીકાએ કહ્યું એ ઠીક છે ઠીક છે કરે છે પણ એને ઠીક નથી એ ગભરાયેલી છે ભલે કહેતી નથી અને અનિકેત પાસે પણ માહીતી જે છે એ લઇને સિધ્ધાર્થ સરને જણાવી છે.
દેવાંશે કહ્યું શેની માહિતી ? એ શું જાણે છે ? રાધીકાએ કહ્યું હું અને અનિકેત અમારાં પ્રોજેક્ટમાં બીઝી હતાં પણ કાર્તિકે બે ત્રણ વાર અમને ડીસ્ટર્બ કરવા પ્રયત્ન કર્યો છે. એ આજે તારાં અને વ્યોમા માટે બોલ્યો. એને સાચેજ શું તકલીફ છે ખબર નથી પડતી મને લાગે છે કે એ કોઇ કાળુધોળું અને મેલી વિદ્યા કરી રહ્યો છે. એને ડીર્પાર્ટમેન્ટમાં નંબર વન રહેવું છે અને એની ઇર્ષ્યામાં એ કોઇ ગોરખધંધા કરતો લાગે છે એ અને ભેરો સિંહ બન્નેનાં કોઇ ભેધભરમ છે.
સિધ્ધાર્થ અંકલને મેં જ પુરાવો આપેલો એ પુરાવો મને આ રામુએ આપેલો લોહીથી ખરડાયેલો લેડીઝ રૂમાલ અને એ રામુ આજે આવી બદતર હાલતમાં અહીં મળ્યો. એની પાછળનું કારણ પણ મારે જાણવું છે હજી મિલીંદનો કેસ તો ઉકલ્યો નથી અને આ બીજો કેસ બની ગયો. આ રામુએ કેટલી પીડા સહી હશે ? એની સાથે શું બની ગયું એ કેવી રીતે જાણવું ?
વ્યોમાએ કહ્યું આ વાવ પર કેવી રીતે આવ્યો ? દેવાંશ મને તો આ બધાં પાછળ મોટી ગરબડ લાગે છે જે હશે એ હવે સિદ્ધાર્થ સર બધુ ઉકેલશે એમને આપણે મદદ કરીશું.
દેવાંશે વાત બદલવા કહ્યું વ્યોમા અઠવાડીયા પછી નવરાત્રી છે અને આપણે અત્યાર સુધી એનાં અંગે નથી વિચાર્યુ નથી ટ્રેડીશનલ ડ્રેસ હજી ખરીદયાં.
આપણે સાચેજ 3 દિવસનો બ્રેક લઇએ અને બ્રેકમાં સાથે મળીને રહસ્ય જાણવા પ્રયત્ન કરીએ મને એ પણ પ્રશ્ન થાય છે કે કાર્તિક અચાનક સેન્ટ્રલ લાઇબ્રેરી વારે વારે કેમ જાય છે ? કંઇક તો ચક્કર છે. બધાં પોલીસ સ્ટેશન પહોચ્યાં. સિધ્ધાર્થ અને વિક્રમસિહજી એમની ચેમ્બરમાં ગયાં. કાળુભાએ બાકીનાં બધાને બહારનાં હોલમાં બેસાડ્યાં. બધા માટે ચાપાણીની વ્યવસ્થા કરાવી.
થોડીવારમાં પ્યુન આવીને કમલજીતસરને વિક્રમસિહજીની ચેમ્બરમાં લઇ ગયો. વિક્રમસિહજીએ કહ્યું આવો કમલજીત બેસો. કમલજીત બેઠાં અને બોલ્યાં અમારો સ્ટાફ પૌરાણીક ઇમારતોનાં અભ્યાસને બદલે ગુન્હાશોધક મંડળી હોય એવાં કામ કરે છે આ બધી વાતો અમારાં જાસૂસ હોય એવાં કામ કરે છે આ બધી વાતો અમારાં વિષય બહારની છે વળી દેવાંશનાં કહેવાં પ્રમાણે એ લોકોને કંઇક વિચિત્ર અનુભવ થયા છે એવું કહે છે.
સિધ્ધાર્થે કમલજીતની સામે જોઇને કહ્યું તમારી વાત સાચી છે પણ એ લોકો રાઇટ ટ્રેક પર છે. તમારાં કામ કરવા જતાંજ આવાં અગમ્ય અનુભવ થયાં છે એ લોકો વાવ અમને સાથે રાખીને ગયેલાં છે પણ મને લાગે છે આ કોઇ મોટું ષડયંત્ર છે.
વિક્રમસિહજીએ કહ્યું નવરાત્રીનાં આડે થોડાંકજ દિવસો રહ્યાં છે અમે એનાં બંદોબસ્તનાં આયોજનમાં બીઝી હતાં. પણ હવે આ પહેલું ઉકેલવું પડશે.
સિધ્ધાર્થે કહ્યું સર આપણે બધાનાં મંતવ્ય અને જાણકારી આપણે જાણી લેવી જોઇએ બધાનાં બયાન રેકર્ડમાં લઇ લઇએ પછી કંઇ રસ્તો સુઝશે હું પેલાં રામુ નોકરનાં પોસ્ટમોર્ટમની રાહ જોઊં છું મોડામાં મોડું કાલે આવી જશે.
સિધ્ધાર્થે પ્યુનને કહ્યું બહારથી કાર્તિક અને ભેરોસિહને બોલાવો અને પછી કમલજીતને કહ્યું પ્લીઝ તમે હોલમાં બેસો જરૂર પડે બોલાવીશ અને કમલજીત બહાર નીકળ્યાં.
કાર્તિક અને ભેરોસિંહ વિક્રમસિહની ચેમ્બરમાં આવ્યાં. વિક્રમસિહ અને સિદ્ધાર્થ બંન્નેની સામે જોયું અને પૂછ્યું તમે શું માર્ક કર્યુ છે ? તમે તમારાં નિવેદન નોંધાવી લો પછી જરૂર પડે પાછાં બોલાવીશું અને કાર્તિકની નજર ઊંચી ચઢી ગઇ અને.....
વધુ આવતા અંકે - પ્રકરણ - 43