Paheli Mulakat Varsadma - 1 in Gujarati Love Stories by Heer books and stories PDF | પહેલી મુલાકાત વરસાદમાં.... - .(ભાગ 1)

The Author
Featured Books
  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

  • ઉર્મિલા - ભાગ 10

    દરવાજા પર પ્રાચીન ભાષામાં ખોદાયેલા શબ્દો "મૂકી દેવું એ જ મુક...

  • આસપાસની વાતો ખાસ - 11

    10. હિતેચ્છુ “અરે સાહેબ,  હું તો તમારો  મિત્ર અને હિતેચ્છુ છ...

  • છેલ્લો દિવસ

    અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે આજે વર્ષનો છેલ્લો દિવસ છે. આવતીકાલ...

Categories
Share

પહેલી મુલાકાત વરસાદમાં.... - .(ભાગ 1)

" આઈ હેટ યુ આદિ..." પ્રિયા એટલું બોલીને ત્યાંથી ચાલી ગઈ...

આદિ ગ્રીની ગાર્ડનમાં વરસાદ માં ત્યાં જ ઊભો રહી ગયો ...

આદિ સોફ્ટવેર કંપની માં જોબ કરતો હતો...આદિને ખાવાનો ખૂબ જ શોખ હતો પરંતુ એની ગર્લફ્રેન્ડ ના કહેવાથી એ ડાયટીંગ ઉપર રહેતો હતો ...જેના કારણે એની બોડી પરફેક્ટ હતી...આદિ પ્રિયા ના પ્રેમ ની પાછળ ગાંડો હતો ...પ્રેમ ની પાછળ કે પ્રિયા ના રૂપ ની પાછળ કહીએ એમા કંઈ વધારે ફેરફાર ન કહેવાય...

પ્રિયા આદિ ની કોલેજ સમયમાં બનેલી ગર્લફ્રેન્ડ હતી...

પ્રિયા ને એની સુંદરતા ઉપર ખૂબ જ ઘમંડ હતો...રોજેરોજ યોગા કરીને બનાવેલો એનો શરીર નો બાંધો એવો હતો જે આજકાલની છોકરીઓનું સપનું છે...ખૂબ જ રૂપાળી ...એક બાજુથી જોઈએ તો હિરોઇન મટીરીયલ હતી પ્રિયા...

પ્રિયા આદિ ને પસંદ કરતી હતી ...કેમ કે આદિ કોલેજ નો હીરો હતો...

બંને સાથે ખૂબ સારા દેખાતા હતા પરંતુ બંનેના વિચારો પૂર્વ પશ્ચિમ જેટલા અલગ હતા...

આજે એ બંનેના સબંધ ને ત્રણ વર્ષ થઈ ગયા હતા...

આદિ એના સબંધ ને ખૂબ સાચવવાનો પ્રયત્ન કરતો હતો...એને એવું લાગતું હતું કે પ્રિયા જેવી સુંદર બીજી છોકરી એને નહિ મળે...

પ્રિયા એના સબંધ ને કહેવા પુરતો રાખતી ...એને ખબર હતી એ ખૂબ જ સુંદર છે એટલે એને કોઈક ને કોઈક મળી જ જશે...

આજે પ્રિયા પાંચ વાગ્યાથી આદિની રાહ જોઈ રહી હતી...આદિ સાત વાગ્યે આવ્યો હતો...બસ એના કારણે આજે પ્રિયા ખૂબ જ ગુસ્સે હતી...

પાંચ વાગ્યા ત્યારે ...

પ્રિયા એ આદિ ને પાંચ વાગ્યે પહોંચવાનું કહ્યું હતું...

ગ્રીની ગાર્ડન નો એક ખૂણો પ્રિયા એ એના નામે કરી લીધો હતો ...જ્યાં ખૂબ જ શાંતિ છવાયેલી રહેતી હતી...

ગાર્ડન ના આ એક ખૂણામાં ફુગ્ગા નો વરસાદ થયો હોય એ રીતે વધારે પડતા ફુગ્ગા ગોઠવી દીધા હતા ...બાંકડા ઉપર કેક ગોઠવી દીધી હતી...કેક ની આજુબાજુ ગુલાબના ફૂલ ની પાંદડી વેરી દેવામાં આવી હતી...

આ બધુ તૈયાર કરવામાં પ્રિયા ને વધારે સમય લાગ્યો ન હતો...ત્રીસ મિનિટ માં બધું તૈયાર કરીને પ્રિયા આદિની રાહ જોઈ રહી હતી...

છ વાગી ગયા હતા...પ્રિયા એ આદિને ફોન કર્યો પરંતુ સામેના છેડેથી કોઇએ ફોન ન ઉઠાવ્યો...

સાત વાગવા માં દસ મિનિટ ની વાર હતી...પ્રિયા ખૂબ જ ગુસ્સા માં આવી ગઈ હતી ...આદિ હજુ આવ્યો ન હતો ... પ્રિયા એ બધા ફુગ્ગા ફોડી નાખ્યાં...વરસાદ ચાલુ થઈ ગયો હતો...પ્રિયા છેલ્લો ફુગ્ગો ફોડી રહી હતી ત્યાં એની પાછળ આદિ આવ્યો અને બોલ્યો...

"અરે અરે ફુગ્ગા કેમ ફોડી નાખ્યા તે..."

આદિ જાણતો હતો એ સમય પર આવ્યો ન હતો ... દસ પંદર મિનિટ મોડું થયું હોય તો પણ એ પ્રિયા ને સમજાવી લે...પણ આ મોડું થોડું વધારે જ હતું...

" મને ખબર છે તારે મારાથી પણ વધારે મહત્વ ની મીટીંગ હતી ....એટલે તો આજે આ બધી તૈયારી કરવા હું તૈયાર થઈ ગઈ ...પરંતુ આજે તો સમય કાઢી શકે ને તું...ટુડે ઇઝ માય બર્થડે...આજે આખો દિવસ સાથે રહેવાનું હતું પણ તારી પાસે સમય ન હતો એટલે બપોર પછી સાથે રહેવાનું નક્કી કર્યું ...પણ તારી પાસે તો ટાઇમ જ નથી ને મારા માટે...એક ફોન કે મેસેજ તો તારે કરવો જોઈએ ને..." એક જ શ્વાસ મા પ્રિયા બોલી ગઈ...

"સોરી...મને ધ્યાન જ ન રહ્યું..." આદિ શું બોલતો હતો એની જાણ એને પણ ન હતી..

" સોરી માય ફૂટ..." પ્રિયા બોલી અને છેલ્લો ફુગ્ગો પણ ફોડી નાખ્યો..

આદિ કંઈ બોલ્યા વગર ત્યાં જ ઊભો રહ્યો...

કેક ને જોઈને આદિ ને થોડું હસુ આવ્યું વરસાદ ના કારણે કેક ની ખીર બની ગઈ હતી...

"આટલું બધું થઈ ગયું તો પણ તું હજી હસે જ છે...આજ પછી મને ક્યારેય હવે નહિ મળતો..." પ્રિયા એનું પર્સ લેતા લેતા બોલી રહી હતી..

"આ મારી જીવનની પહેલી ભૂલ હતી કે મે તને પસંદ કર્યો..."

આદિ ને કંઈ સમજાતું ન હતું એ શું બોલે ... એને સોરી સિવાય બીજું કંઈ યાદ આવતું જ ન હતું...અને એક બાજુ કેક ને જોઈને હસુ આવી રહ્યું હતું...

" આઈ હેટ યુ આદિ...." પ્રિયા એટલું બોલીને ત્યાંથી ચાલી ગઈ...

આદિ ગ્રીની ગાર્ડનમાં વરસતા વરસાદ માં ત્યાં જ ઊભો હતો ....આદિને વરસાદ ખૂબ જ પસંદ હતો પંરતુ વરસાદ માં વધારે ભીંજાઈ જવાથી એને છીંક ચાલુ થઈ જતી હતી...

એ ત્યાં આવેલા વૃક્ષ નીચે જ ઊભો રહી ગયો અને એના દોસ્ત વરુણ ને ફોન કર્યો ...

વરુણ આદિનો દોસ્ત હતો ... એ આદિ ની સાથે રહેતો હતો...આદિ અને વરુણ નો પરિવાર અમદાવાદમાં રહેતો હતો... એ બંને સાથે અહીં કોલેજ અને જોબ માટે રહેતા હતા...

વરુણ પાંચ ફૂટ કરતા થોડોક જ એવો ઊંચો અને પાતળો હતો...એના વાળ ખૂબ જ મોટા હતા જેના કારણે એનું મોઢું નાનું એવું દેખાતું હતું...વરુણ નો સ્વભાવ ખૂબ જ સરળ હતો ...બધાની મદદ કરવામાં વરુણ પહેલા હાજર થાય...પરંતુ જ્યારે વરુણ ગીત સાંભળતો હોય ત્યારે એ એની ધૂન માં જ રહેતો...
_________________________________________

બે - ત્રણ દિવસ પછી...

આદીએ ચેક કર્યું એના ફોન માં પ્રિયા એ એને બધી એપ્લિકેશન માં બ્લોક કરી દીધો હતો...

આદિ એ વરુણ ના ફોનમાંથી પ્રિયા ને ફોન કર્યો પરંતુ પ્રિયા એ કોઈ જવાબ ન આપ્યો...

આદિ પ્રિયા ના ઘરે જઈ શકે એમ ન હતો...આ બંનેના સબંધ ની કોઈને જાણ ન હતી...

છેલ્લે કોઈ રસ્તો ન મળતા...આદિ એ જૂના જમાના ની જેમ પ્રિયા ને પત્ર લખવાનું વિચાર્યું...

આદિએ પ્રિયા ને સોરી કહેવા માટે પત્ર લખ્યો...

એટલી જ વારમાં આદિ ના ફોનમાં ફોન આવ્યો આદિ વાત કરવા માટે બહાર ગયો ...આદીને અચાનક ઓફિસ ના કામ ના કારણે ઓફિસ માટે નીકળવાનું હતું...

આદિ એ વરુણ ને બાકીનો પત્ર પૂરો કરવાનું કહ્યું અને સરનામું સમજાવી દીધું એ બધું લખવાનું કહીને ઓફિસ માટે રવાના થયો...

વરુણ એની સંગીતની ધૂન માં હતો...પત્ર જ્યાં સુધી લખાયો હતો ત્યાં સુધી એમ જ છોડીને સરનામું લખી નાખ્યું...