Pratyancha - 11 in Gujarati Fiction Stories by DR KINJAL KAPADIYA books and stories PDF | પ્રત્યંચા - 11

Featured Books
Categories
Share

પ્રત્યંચા - 11

પાખી જેવો પ્રહરના ઘરનો દરવાજો ખુલ્યો, એ તરત જ પ્રહરના રૂમમા પહોંચી ગઈ. પાખી પ્રહર અને પ્રહરનો રૂમ જોઈ સ્તબ્ધ થઈ ગઈ. પ્રહરના રૂમની બધી કાચની વસ્તુઓ તૂટીને વિખરાયેલી પડી હતી. રૂમ અસ્તવ્યસ્ત થઈ ગયો હતો. પ્રહર એક ખૂણામા દીવાલના ટેકે માથે હાથ દઈ બેઠો બેઠો રડતો હતો. પાખી પ્રહર પાસે દોડી ગઈ. પ્રહરની બાજુમા આવી બેસી, પ્રહર શુ થયુ ? આંટી અંકલ ક્યાં છે ? પાખી.....તું.. તું આવી.. એમ કહી . પ્રહરે પાખીના ખભા પર માથું મૂકી રડવાનું ચાલુ કરી દીધુ. સાડત્રીસ વર્ષનો પ્રહર સાત વર્ષના બાળક જેમ રડવા લાગ્યો. એ બાળક જેનું કોઈ મનગમતું કોઈ રમકડું એના જ હાથે તૂટી ગયું હોય અને કોઈ સરખું કરી શકે એમ ના હોય. એ મન મૂકી રડ્યો. પાખીથી પ્રહરની વેદના સહન નહોતી થતી. પણ હાલ પ્રહરને રડવા દેવો જોઈએ એમ વિચારી એ ચૂપ રહી. એ ધૈર્ય રાખી બેઠી હતી. પ્રહર થોડી વાર પછી સ્વસ્થ થયો. એને પાખી સામે જોયુ કહયું, પાખી અમારા મેરેજ વિશે જે પ્રત્યંચાએ લખ્યું છે એ વાંચ. પાખીએ ડાયરી સામે જોયુ. એને ડાયરી પોતાના હાથમા લીધી. પ્રત્યંચાની સચ્ચાઈ જાણ્યા પછી પાખીના હાથમાંથી ડાયરી પડી ગઈ.
એ પ્રહર સામે જોઈ કહેવા લાગી. એક ઉછાળતી, કૂદતી એ છોકરી કઈ રીતે સહન કરી શકી હશે ? નાની એવી બાલ એ, એની ઉમર પણ ક્યાં હતી આ બધું સહન કરવાની ? શુ વીતી હશે એના માસૂમ દિલ પર ? જેને પ્રેમ કર્યો, જેની સાથે લગ્ન થયા. એને લઈને એના કેટલાય સપના હશે. એક રાતમા બધું બદલાઈ ગયું. હિયાને એની ઝીંદગી નર્ક કરી દીધી. એક સ્ત્રી માટે કેટલું અઘરું હોય જેને પ્રેમ કર્યો હોય, આખી ઝીંદગી જ નહી સાત જન્મ સુધી જેની જોડે જીવવાના સપના જોયા હોય. કોઈ આવીને એક જ મિનિટમા આમ બધું જ ચકનાચૂર કરી દે. અને છતા એને બોલ્યા વગર બધું જ પોતાના મનમા દફન કરીને જીવવું પડે. કેમ??.... સમાજ..!!.. લોકો..!! શુ કહેશે... બદનામીના ડરના લીધે એક અસહ્ય પીડાનો મોજો પોતાની અંદર દફન કરીને રાખવાનો. કેટલીય એવી છોકરીઓ હશે જે પ્રત્યંચાની જેમ ચુપચાપ આવા અત્યચાર સહેતી હશે. ??? કોઈ મરજીથી તો કોઈ બળજબરીથી પોતાનો પ્રેમ ભૂલી બીજા પુરુષની શરણ સ્વીકારતી હશે. માત્ર ને માત્ર કહેવાતા આ સમાજના ડરથી. પાખી... તારી વાત એકદમ સાચી છે. મારૂં હૃદય કંપી ઉઠે છે, જયારે કલ્પના કરૂં છુ કે પ્રત્યંચાએ કઈ રીતે સહન કર્યુ હશે આ બધું ? અને મારી જાત પર ગુસ્સો આવે છે મને.. શુ જરૂર હતી એ દિવસે હોસ્પિટલ જવાની.? બીજા કોઈ ડૉક્ટરને મોકલી શકતો હતો ને. હવે શુ પ્રહર ? તું ગમે તે કરે પણ ભૂલ તો તારી જ છે. તારા માટે પ્રત્યંચાએ હિયાનનો એટલો ત્રાસ સહન કર્યો. અને મને તો લાગે છે કે કદાચ આ જ માટે પ્રત્યંચાએ હિયાનને મારી નાખ્યો હોય. બીજા ઘરના લોકોને કેમ માર્યા એ ખબર નથી. પણ હિયાનને મારવામાં પ્રત્યંચાનો હાથ હોઈ શકે. ના... પાખી હજી આપણે કોઈ નિર્ણય ના લઈ શકીએ. ડાયરી હજી ચાલુ થઈ છે ત્યાં જ આપણે ફેંસલો ના લઈ શકીએ. પૂરું વાંચવું પડશે. પ્રહર જા તું પહેલા ફ્રેશ થઈ જા. બ્રેકફાસ્ટનો ટાઈમ તો જતો રહયો. લંચ કરી લઈએ. પછી આપણે વાંચીએ. આંટી ક્યાં છે ? હું એમને જઈ મળી આવું. અરે, પાખી નથી મોમ અહીં. મોમ ડેડ બંને આઉટ ઓફ સ્ટેશન છે. તું નીચે માસીને રૂમ સાફ કરવાનું કહી દે. હું આવું ફ્રેશ થઈને . ગુડ પ્રહર, હવે હિમ્મત ના હારતો. કેમ કે જંગ હવે તારે લડવાની છે. પ્રત્યંચા માટે. પ્રેમમા એને બલિદાન આપી દીધું પોતાના અસ્તિત્વનું. તારે તારો પ્રેમ સાબિત કરવા એનું અસ્તિત્વ ફરી ઉભું કરવું પડશે. હા પાખી, આઈ પ્રોમીસ યુ !.
પ્રહર, આવી ગયો ?? તું તો જલ્દી આવી ગયો. ટાઈમ તો તમને છોકરીઓને લાગે અમને નહી. ઓહ.. પ્રહર.! પ્રહર અંદરથી પુરેપુરો હચમચી ગયો હતો. સ્ટ્રોંગ બનવાનો દેખાવો કરવા સિવાય એની પાસે કોઈ ઉપાય નહોતો. પાખી, ચાલ લંચ માટે જઈએ. પ્રહર હોસ્પિટલ નથી જવાનું? ના સ્ટાફ સંભાળી લેશે. એક વાર ભૂલ કરી બીજી વાર નહી કરૂં. સમય બહુ ઓછો છે આપણી પાસે. જલ્દીથી ડાયરી વાંચવી પડશે. અને પ્રત્યંચાને કઈ રીતે બચાવી શકાય એ જાણવું પડશે. પહેલી વાર પ્રહરે હોસ્પિટલમા એક વીકની રજા લીધી. પાખી અને પ્રહર લંચ કરી પાછા પ્રહરના ઘરે આવ્યા. પાખી તારો ફોનમા ક્યારની રિંગ વાગે છે. જો તો કોણ છે ? પ્રયાગ હશે. હું પછી વાત કરી લઈશ. ચાલ, ડાયરી વાંચીએ. પાખી તું જ વાંચી સંભળાવીશ પ્લીઝ. મારામા હિમ્મત નથી. ઓકે પ્રહર. પ્રહર તમારી હાલત શુ હશે એ હું કલ્પના પણ નથી કરી શકતી. હું તમારી ગુનેગાર છુ. આ જન્મે તો સજા મળી ગઈ તમારાથી દૂર થઈને. પ્રહર બીજા દિવસે હિયાન મને એના ઘરે લઈ ગયો હતો.તમે જેવો ફોન કર્યો કે તમારે હજી વાર લાગે એમ છે. એને તરત એ મોકાનો ફાયદો ઉઠાવ્યો. અને મને એની સાથે લઈ ગયો. હું પણ લાચાર હતી, મારો ગુરૂર, મારી અક્કડ, મારી તાકાત બધું કચડાઈ ગયું હતુ. હવે એક કચપૂતલી હતી હું હિયાનની. હિયાને મને તમને મળવાની છૂટ તો આપી. તમારી સાથે રહેવાની પણ હા કહી. એક શરત ઉપર, ક્યારેય સમાજમા હું તમારી પત્ની તરીકે ના ઓળખાવી જોઈએ. કેમ કે જાણતો હતો મહેતા કુટુંબની હું વહુ બની જાઉં તો એ મારો વાળ પણ વાંકો ના કરી શકે. મને પણ એજ હતુ કે એક વાર આપણે છુપાઈને લગ્ન કરી લઈએ. તમારી જોડે હું જોડાઈ જાઉં. પછી બધાને મનાવી સામાજિક રીતે લગ્ન કરીશુ. હિયાનને ના ખબર પડે એ માટે તો મે તમને લગ્ન માટે મજબુર કર્યા. પણ હિયાને એના પત્તા ફેંક્યા અને હું જીતેલી બાઝી હારી ગઈ. હિયાને મારી સાથે એક ડીલ કરી. એ જયારે બોલાવે ત્યારે મારે એની શરણ સ્વીકારવાની. જયારે હું ના પાડીશ ત્યારે એ તમને મારી નાખશે. હું તમને કહેવા ઇચ્છતી હતી બધું પણ હિયાનનો ખોફ એટલો બધો હતો હું કહી ના શકી.
પ્રહર, એક ડર સાથે આટલા બધા વર્ષ પ્રત્યંચાએ વિતાવ્યા. હાલ હિયાન નથી પણ એ જેલમા છે. મને લાગે છે આપણે પ્રત્યંચાને મળવા જવું જોઇએ. ખાસ તારે. એ કંઈ ભલે ના બોલે પણ તારે એની હિમ્મત બનવા જવું પડશે. હા પાખી, હું જઈશ. પણ પહેલા ડાયરી વાંચીને.
પ્રત્યંચા વિશે જાણ્યા પછી શુ પ્રહર પ્રત્યંચાનો સામનો કરી શકશે ?? જાણો આવતા અંકે...