Badlo - 13 in Gujarati Thriller by Heer books and stories PDF | બદલો - (ભાગ 13)

The Author
Featured Books
Categories
Share

બદલો - (ભાગ 13)

હોસ્પિટલ પહોંચીને બાળકીનું ચેકઅપ કરીને દવા લઈને બહાર આવ્યા ત્યારે પણ શૈલેષ એ ઘરે મૂકવા જવા માટે કહ્યું....
સ્ત્રીએ આજુબાજુ નજર કરીને જોયું પરંતુ ભરબપોર ના તડકા માં કોઈ દેખાયું નહિ અને રિક્ષા પણ નહોતી જેથી એણે હા પાડી દીધી અને શૈલેષ ની ગાડી માં ગોઠવાઈ ગઈ...
શૈલેષ વારંવાર એ સ્ત્રીને જોઈ રહ્યો હતો એ એની બાળકી ને રમાડી રહી હતી...ગોરી ચામડી ઉપર લાલ સાડી માં વીંટળાયેલી એ સ્ત્રી ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી...એના શણગાર થી દેખાઈ આવતું હતું કે એ કોઈ ગરીબ સ્ત્રી હતી...
એના કહ્યા મુજબ એના ઘર તરફ ગાડી ચલાવીને સ્ત્રી ની ઘરે પહોંચ્યા... ત્યાં એનો પતિ દારૂ ના નશા માં ઘર ની બહાર પડ્યો હતો ...
શૈલેષ એ એને ઊભો કરીને ખભે ટીંગાટોળી કરીને નાનકડા ઘરની અંદર લઇ ગયો...ઘર એટલું નાનુ હતું કે શૈલેષ ને થોડું વાંકું વળીને ચાલવું પડતું હતું...

શૈલેષ ને શ્વાસ લેવા માં તકલીફ થઈ રહી હતી જેથી એ ઘરની બહાર આવી ગયો..
એ સ્ત્રી બાળકીને ફાટેલી ગોદડી માં સુવડાવી ને બહાર આવી અને શૈલેષ ને આભાર વ્યક્ત કરી રહી હતી...

એ સ્ત્રીના હાથ ઉપર હાથ મૂકીને શૈલેષ એ કહ્યું...
"તું આવા માણસ ની સાથે શું કામ રહે છે જેને તારી કે તારી બાળકીની કોઈ કાળજી નથી..."
"શું કરું જેની સાથે લગ્ન કર્યા હોય એની સાથે આખુ જીવન જીવવું પડે છે...પછી પરિસ્થિતિ ગમે એવી હોય માણસ ગમે એવો બદલાઈ જાય એમાં કંઈ ન થઈ શકે...એક લગ્ન નામનો શબ્દ એ બે માણસ ને બાંધી રાખે છે..." બોલતા બોલતા સ્ત્રી ની આંખોમાં આંસુ તોળાઈ રહ્યા હતા...
શૈલેષ એ વળતા ઉતર આપતા કહ્યું..
" તમે જે માણસ સાથે લગ્ન કર્યા હોય એ માણસમાં માણસાઈ જેવું કે એક પતિ ધર્મ નિભાવતો જ ન રહે તો લગ્ન નું મહત્વ પણ મટી જાય છે...તને એ માણસ સાથે રહેવામાં કે જીવન ગુજારવામાં મુશ્કેલી આવી રહી હોય તો તું એનાથી છૂટી શકે છે , આ લગ્ન જીવનથી કે આ માણસ થી મુક્ત થઈ શકે છે..."
શૈલેષ ના શબ્દો સાંભળી જાણે સ્ત્રી ને થોડી રાહત થઈ રહી હતી...
"તું તારું અને તારી દીકરી નું જીવન બદલવા માંગતી હોય તો હું તારી મદદ કરીશ ..." શૈલેષ પૂરેપૂરો સધિયારો આપ્યો..

થોડી વાતચીત કર્યા બાદ શૈલેષ ત્યાંથી રવાના થઈ રહ્યો હતો ગાડી ઘરથી થોડી દૂર હતી ગાડી પાસે પહોંચતા એણે વળીને સ્ત્રી ને નામ પૂછ્યું..
"સંગીતા..."
"શું..?"... શૈલેષ ને નામ ન સંભળાતા કાન પાછળ હાથ રાખીને ફરી પૂછ્યું...
"સં..ગીતા..." પેલી સ્ત્રીએ ખૂબ જોરથી બૂમ પાડી..
શૈલેષ એ નામ સાંભળી લીધું છે એવું કહેવા હાથ નો અંગુઠો બતાવી સ્માઇલ કરીને ગાડીમાં બેસીને નીકળી ગયો..
"ગીતા..." ગાડી ચલાવતા ચલાવતા શૈલેષ વારંવાર એ નામ ઉચ્ચારી રહ્યો હતો..અને સ્માઇલ કરી રહ્યો હતો...
શૈલેષ એ સંગીતા ની જગ્યાએ ગીતા સાંભળ્યું હતું...શૈલેષ સંગીતા ને મળીને ખૂબ ખુશ હતો..એ એની મદદ કરવા માંગતો હતો...અત્યાર સુધી જેટલી છોકરીઓ સાથે અફેર કર્યા હતા એની સુંદરતા ની સામે સંગીતા નો પહેલો નંબર આવતો હતો પરંતુ શૈલેષ સંગીતા ને એ નજર થી ન જોવાને બદલે એના માટે અલગ જ લાગણી ,અલગ સમ્માન જાગી રહ્યો હતો...

દિવસ ના એક બે કલાક કાઢીને એ સંગીતા ના ઘરે જતો અને એની મદદ કરતો..
એની ઓફિસ માં સંગીતા ના પતિ ને પ્યુન તરીકે ને નોકરી અપાવી દીધી હતી...સંગીતા અને એની દીકરી સ્નેહા માટે કંઇક ને કંઇક ભેટ લઈને જતો...

એક મહિના જેવો સમય થઈ ગયો હતો ...સંગીતા અને શૈલેષ વચ્ચે ઘણો એવો સારો મિત્ર જેવો સબંધ થઈ ગયો હતો..

સંગીતા બહાર શાકભાજી લેવા માટે આવી હતી...ઘર તરફ વળતી વખતે ખૂબ જ વરસાદ આવી રહ્યો હતો સંગીતા છત્રી લીધા વગર જ આવી હતી જેથી એ કોઈ ઝાડ નીચે ઉભી રહી ને વરસાદ બંધ થવાની રાહ જોવા લાગી...શાકમાર્કેટ ઘરથી થોડું દૂર હતું શૈલેષ એ ખૂબ કહ્યું એની ગાડીમાં જવા માટે પરંતુ એક ગરીબ ઘરની સ્ત્રી અમીર ની ગાડીમાંથી ઉતરીને શાક લેવા જાય એ સારું નો લાગે ...તમે થોડી વાર સ્નેહા પાસે બેસો હું હમણાં જ આવી...એવું કહીને સંગીતા આવી હતી અત્યારે એને પોતાની વાત ઉપર જ પછતાવો થઈ રહ્યો હતો...થોડા સમય માં જ સ્નેહા ના પપ્પા ઘરે આવી જશે અને એની માટે રસોઈ તૈયાર પણ કરવાની છે...
સંગીતા ખૂબ પરેશાન હતી...

શૈલેષ સ્નેહા ને રમાડી રહ્યો હતો...એવામાં એના ફોનમાં રીંગ વાગી ...ફોન ઉપર વાત કરતા શૈલેષ ને જાણ થઈ સુનિતા ની ડિલિવરી થઈ ચૂકી હતી એ એના બાળક ને મળવા ખૂબ જ તરસી રહ્યો હતો...એ તરત જ ઊભો થઈને અહીંથી નીકળવા માંગતો હતો પરંતુ સ્નેહા એકલી હતી સંગીતા હજુ આવી ન હતી જેથી શૈલેષ ને થોડી ચિંતા થઈ...સ્નેહા ને સુવડાવી બહાર આવીને જોયું તો વરસાદ પડી રહ્યો હતો અને ખૂબ પવન હતો જેની થોડીક પણ જાણ ઘરની અંદર થઈ નહોતી...
અંદર આવીને ગાડી ની ચાવી લીધી સ્નેહા ને સરખી સુવડાવી એની આજુબાજુ થોડી વસ્તુ ગોઠવી જેથી સ્નેહા બહાર ન નીકળી જાય , ઘરને તાળું મારીને બહાર આવ્યો ત્યાં સ્નેહા ના પપ્પાને આવતા જોઇને થોડી શાંતિ થઈ ...સંગીતા ને લઈને આવું એવું કહીને ચાવી એના હાથમાં આપીને ગાડી લઈને શૈલેષ એ ગાડી શાકમાર્કેટ તરફ વાળી..

થોડે દુર જતાં એક ઝાડ નીચે સંગીતા ને જોઇને શૈલેષ એ અચાનક બ્રેક મારી...
સંગીતા શાક ભરેલી થેલી લઈને ઉભી હતી...એનું શરીર વરસાદના કારણે આછું ભીંજાયેલુ હતું... પવનના કારણે એની આછા ગુલાબી રંગની સાડી ઉડી રહી હતી જેનાથી એના સફેદ બ્લાઉઝ ની નીચેની એની પાતળી કમર સીધી દેખાઈ આવતી હતી...વરસાદ ના કારણે ભીંજાયેલા વાળ એના ગાલ ઉપર અને ગળા ઉપર ચીપકી ગયા હતા..કોઈ પણ પ્રકારના મેકઅપ વગર પણ સંગીતા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી...શૈલેષ એટલું જીણવટ થી જોઈ રહ્યો હતો કે એના કપાળ ઉપર ની નાની લાલ બિંદી થોડી ત્રાસી થઈ ગઈ હતી એ પણ એને દેખાઈ ગયું હતું...
" વોટ અ બ્યુટી..." અનાયાસે શૈલેષ ના મોઢેથી શબ્દો સરી પડ્યા...
અચાનક ભાન માં આવતા ગાડી થોડી આગળ લઈને ઝાડ પાસે થોભાવી અને અડધો બહાર નીકળીને સંગીતા ને બોલાવી...
"ગીતા.."
સંગીતા નું ધ્યાન આવતા એ દોડીને ગાડી તરફ આવી અને ગાડીમાં બેસી ગઈ...
સંગીતા ગાડીમાં બેઠી ત્યાં સુધી શૈલેષ એને જોઈ રહ્યો ...
"સ્નેહા...?" સ્નેહા ઘરે એકલી હશે એવું વિચારીને સંગીતા એ પૂછ્યું...
"એના પપ્પા આવી ગયા છે ..એટલે હું તને લેવા આવ્યો..."
સંગીતા ના મોઢામાંથી હાશકારો છૂટી ગયો ...

શૈલેષ એ ગાડી ઘર તરફ વાળી...

અધવચ્ચે પહોંચતા રસ્તા વચ્ચે ગાડી બંધ થઈ ગઈ...ટ્રાફિક ન થાય એ માટે શૈલેષ એ માંડ માંડ ચાલુ કરી અને થોડે સુધી લઈ ગયો પરંતુ ગાડી બંધ પડી જાશે એવું લાગતાં જ શૈલેષ એ ગાડી સાઈડ માં લઇ લીધી જેથી ટ્રાફિક ન થાય ..
સાઈડ માં આવતા જ ગાડી બંધ પડી ગઈ ફરી ચાલુ જ ન થઈ...

એના ફોનમાં ફોન આવતા શૈલેષ એ ઉઠાવ્યો પરંતુ એ ટ્રાફિક માં છે એવું જણાવીને ફોન કટ કરી નાખ્યો...

" કેટલું મોડું થઈ ગયું છે હવે હું ક્યારે રસોઈ કરીશ..." સંગીતા નું વાક્ય સાંભળીને શૈલેષ હસીને બોલ્યો..
"તને રસોઈ ની પડી છે ઘરે કેમ પહોચશું એ વિચાર...મારી વાઇફ ની ડિલિવરી પણ થઈ ગઈ છે મારે મારા છોકરાને મળવા જવું છે..."
" તમે તમારી પત્ની ને ખૂબ પ્રેમ કરો છો ને ..." સંગીતા એ સીટ ઉપર ટેકો દઈને પૂછ્યું..
શૈલેષ એ પણ સંગીતા ની નજર માં હીરો બનવા માટે કહ્યું..
"હા, હું મારી વાઇફ ને ખૂબ પ્રેમ કરું છું...એ અમારા માટે એનું ઘર પરિવાર છોડીને આવે, જે ક્યારેય એના ઘરે પણ ન કરતી હોય એ બધા કામ બીજાના ઘરે કરવા તૈયાર થઈ જાય ... કેટલું બધું દુઃખ વેઠીને બાળક ને જન્મ આપે અને અમને પપ્પા હોવાનો અધિકાર અપાવે એ તો પ્રેમ ને લાયક જ હોય ને .."
શૈલેષ ના શબ્દો સાંભળીને સંગીતા ની આંખો માં આંસુ આવી ગયા...
" તમારી પત્ની કેટલી ભાગ્યશાળી છે જેને તમે મળ્યા.."
સંગીતા ના ગાલ ઉપર થી આંસુ લૂછીને શૈલેષ એ કહ્યું...
" ભાગ્યશાળી તો તું પણ હોય શકે ગીતા..."
એટલું વહાલ થી બોલાયેલ ગીતા નામ સાંભળીને સંગીતા અંદરથી પૂરેપૂરી ભીંજાય ગઈ હતી...શૈલેષ ના હાથ નો સ્પર્શ એને ઊંડે સુધી થીજવી રહ્યું હતું...
"..બસ તારે એને ઓળખવાની જરૂર છે..." બોલતા બોલતા સંગીતા ના ગાલ અને ગળા ઉપર પાણીથી ચોંટી ગયેલી લટો ધીમે ધીમે કાન પાછળ કરી રહ્યો હતો...
વહાલથી વરસાવતા અચાનક ના આવા સ્પર્શના કારણે સંગીતા ની આંખો બંધ થઈ ગઈ હતી એના ધબકારા ખૂબ વધી ગયા હતા...

આવા વરસાદી મોસમ માં ગાડીની અંદર મળેલ એકલતાના કારણે અને બંધ થઈ ગયેલી સંગીતા ની આંખો ને જોઇને પોતાનો પ્રેમ દેખાડવાની કોઈ તક મળી હોય એ રીતે પોતાના ઉપર રાખેલો કંટ્રોલ દૂર કરીને સંગીતા ના ગળા ઉપરની ભીંજાયેલી લટો ને દૂર કરીને એની સીટ ઉપરથી થોડો ઉંચો થઈને સંગીતાના ગળા ઉપર ,ગાલ ઉપર અને ધીમે ધીમે એના હોઠ ઉપર ચુંબન કરવા લાગ્યો...
સંગીતાના બંને હાથ શૈલેષ ની પીઠ ઉપર ફરવા લાગ્યા...

(ક્રમશઃ)