પ્રકાશભાઈ વિચારનાં વમળમાં ઘુસવાઈ ગયાં કે આરતી શા માટે એમનાં સસરાનું ઘર છોડીને અહીં આવતી હશે અનેક આંટી ઘૂંટી મનોમંથન બાદ કોઈએ સાથે સમાચાર સાંભળ્યા કે આરતી આવવાની છે પણ શ્વસુરગૃહ છોડીને નહીં પરંતુ......
હવે આગળ....
આરતીના લગ્નને પાંચ પાંચ વર્ષ વિતી ગયા છતાં ખોળો ખાલી. પથ્થર એટલા દેવ કર્યા. દુનિયાના મહેણાંટોણાં તો સહન થાય પોતાના જ પારકાં પણું બતાવે ત્યારે ધૈર્ય ધારવું ખુબ કઠીન થઈ જતું હોય છે.
વિધીની વક્રતા તો સમાનકાલીનતા વિરૂદ્ધ જઈ રહી હોય તેવાં અણસાર વર્તાઈ રહ્યાં હતાં. કલ્પનાને માત્ર બે જ મહિના થયા ત્યાં વિરાજે ડૉક્ટરને પ્રશ્ન કરતો હતો કે બાળક નહીં થાય? અને આજે હેલ્થી આરતીને લગ્નને પાંચ વર્ષ બાદ પણ પારણું ન બંધાયું.
હજાર હાથ વાળો મોડું આપે પણ શ્રેષ્ઠ આપે છે. આખરે આરતીની સાથે સાથે પરિવારના સભ્યોનો પણ અધીરાઈનો અંત આવ્યો. સીમંત વિધિની રસ્મરિવાજ રીતભાત સાથે ઉજવણી કરી પછી આરતી શ્વસુરગૃહ છોડવાની હતી. આ વાતની ખબર પડતાં પ્રકાશભાઇને હરખધેલા થઈ ગયા.
ક્યારેક જિંદગીમાં ઓજાસ પાથરવા કર્મના કોડિયામાં દીપને જલતો રાખવા શ્રધ્ધાનું ઈજન પણ પૂરાય છે.
કલ્પનાનુ જીવનનિર્વાહ ધીમી ગતિએ આગળ ચાલી રહ્યું હતું. વિરાજ પોતાની મેનેજરની નોકરીમાં વ્યસ્ત હતો. પરંતુ સંતુષ્ટ ન હતો. ઔર જ્યાદા ઔર જ્યાદાની લાલચમાં માનવી ક્યારેય ખુશ નથી રહી શકતો.
નાની અમથી ઢીંગલીને નાનું નાનું ફ્રોક પહેરાવીને અંતરા રમી રહી હતી. બાજુમાં નાનો અમથો કાંસકો તેમજ અન્ય રમકડાં અસ્તવ્યસ્ત પડેલા હતા. એટલામાં શાકભાજીની રેંકડીવાળીનો અવાજ સાંભળી કલ્પના શાકભાજી લેવા જતી રહી. પાછળથી અંતરા જ્યાં રમતી હતી ત્યાં બાજુમાં જ કલ્પનાનો મોબાઈલ રણક્યો. અંતરા ઉભી થઇ લગભગ દોડીને મોબાઈલ હાથમાં લઈને ઉપાડ્યા વગર જ પોતાના કાને મૂકી કાલીઘેલી ભાષામાં હા...હાઓ...હાઓ..... બોલતી કલ્પના હતી તે દિશા તરફ નાની ડગલી ભરતી તેમને સામે ઈશારાથી હાથ હલાવી સમજાવતી હતી કે મોબાઇલ કોલ આવ્યો છે. તુરંત જ કલ્પના અંદર આવીને મોબાઈલ હાથમાં લઈ સ્ક્રીન ઉપર જોયું તો ઓફિસ લખ્યું હતું.
'હેલ્લો કોણ '
સામે છેડે થી ઘોઘરા અવાજે કોઈ પુરુષ બોલ્યો. ' હું મહેશભાઈ. આજે વિરાજ ઓફિસે કેમ નથી આવ્યો ?
તબિયત બબિયત તો હારી સેને.'
કલ્પના થોથરાતી થોથરાતી બોલી 'હ... હાં... હાં..પણ તે ઘરે નથી.
કલ્પનાએ આજ દિવસ સુધી કોઈ અજાણ્યા પુરૂષ સાથે વાત નથી કરી તો થોડી ગભરાઈ ગઈ.
ઓફિસે નથી આવ્યા ?'
' ના એટલે જ તમને ફોન લગાયો'
મોબાઈલ કટ કરી નીચે મૂકી્ કલ્પનાનુ મન ચગડોળે ચડયું અવનવા વિચાર કરવા લાગી. પોતાની જાત સાથે વાતો કરતા કરતા. સવારનાં ગયા છે કંઈક એક્સીડન્ટ તો... વિચારને ખંખેરી ના ના એવું તે કંઈ નહીં હોય તુરંત જ બીજો વિચાર કંયાક કોઈ ઉપાડી તો નહીં ગયું હોય ને. કંયા ગયા હશે બબડતી બબડતી અંતરાના રમકડાં ગોઠવવાં લાગી એટલામાં વિરાજનો કોલ આવ્યો.
ફોન રિસીવ કરી
'કંયા ?
કેમ ઓફિસ પર નથી ગયા?
કંઈ થયું તો નથીને?
અત્યારે જ્યાં હોય ત્યાંથી ઘરે આવો.
ઓફિસે ન જવાના હોય તો કહીને જવાય'. કલ્પના સીધી વરસી પડી
વિરાજનો તો બોલવાનો સમય જ ન આપ્યો.
પેલા સાંભળ તો ખરી હું બહાર ગામ છું. કોઈનો પણ ફોન આવે તો કહી દેજે કે વિરાજ ઘરે નથી.
અને તને પૂછે કે લક્ષ્મણ છે ?
તો નથી એવું કહી દેજે.
' વિરાજ અટ્ટહાસ્ય કરતા બોલ્યો.
પણ આ લક્ષ્મણ કોણ છે?
કલ્પનાએ વ્યાકુળતાથી પુછ્યું.
હું અત્યારે કંઈ જ કહી શકું એવી હાલતમાં નથી. તું શાંતી રાખજે ઉપાધી ન કરતી હું એક બે દિવસમાં આવી જઈશ. આને અંતરાનુ ધ્યાન રાખજે. આટલું બોલી ફોન કટ કર્યો વિરાજે.
ઘરકામ આટોપી હજુ તો જમવા બેસવાની તૈયારી કરી રહી હતી ત્યાં જ ફોનની ઘંટડી વાગી. ફોન રીસિવ કર્યો. સામે છેડેથી કોઈ ધમકાવતુ હોય એવાં અવાજે બોલ્યું લક્ષ્મણ કંયા છે ફટાફટ ફોન આપો એમને
' તમે કોણ
કોનું કામ છે?'
કલ્પના થોડાં ઉંચા અવાજે બોલી.
લક્ષમણ ક્યાં છે ? પેલો માણસ વધારે જોરથી કલ્પનાનો અવાજ દબાવવા બોલ્યો.
ઘરે નથી... કલ્પનાએ શાંતિથી જવાબ આપ્યો.
'આવેને એટલે કેજો બોસ યાદ કરે છે'. પેલો માણસ ફીક્કું બોલ્યો.
કલ્પનાએ તુરંત જ વિરાજને કોલ કર્યો અને કહ્યું કોઈ બોસ કરીને ભાઈનો ફોન આવ્યો હતો. એમને શું કામ છે તમારું? મારી પાસે આવું જુઠ્ઠ કેમ બોલાવો છો.? તમારો નંબર આપી દઉં છું મારે કોઈ ઝંઝટમાં નથી પડવું.
'ના...ના... ભૂલથી પણ મારા વિશે કંઈ જ ન કેતી. હું એક બે દિવસમાં આવી બધું થાળે પાડી દેશ'. વિરાજે ઉતાવળું બોલી ફોન કટ કર્યો.
કલ્પના વિચાર કરવા લાગી કંઈક તો ખીચડી રંધાય રહી છે. વિરાજનું આમ અચાનક ઓફિસે ન જવું. અચાનક બહાર ગામ જવું. અને ઉપર થી આ અજાણ્યા બોસ, બોસ કહીને ફોન આવવો. મારે શું કરવું જોઈએ મારા પપ્પાને, સાસુ સસરાને ફોન કરી જણાવી દેવું જોઈએ. એટલામાં અંતરાએ કલ્પનાની સાડીનો પલ્લુ ખેંચ્યો.
કલ્પના વિચારોના વમળ માંથી બહાર આવી ને અંતરાને તેડીને પારણાંમાં સુવડાવી. ત્યાં ફરીથી ફોન રણક્યો. ફોનની સ્ક્રીન પર નંબર જોઈ એકદમ ગભરાઈ ગઈ. જાણે ધબકાર ચૂકી ગઇ શ્વાસોશ્વાસની ક્રિયામાં થોડી ઝડપ વધી ગઈ.
ક્રમશઃ