દ્રશ્ય ૨૨ -
બધા ઊઠી ને જોવે છે તો તે શ્રુતિ ની પત્થર થી ચમકતી ગુફા માં હતા. અને એમની સામે અગ્નિ ઊભી હતી. એમને જોોઈ ને ભયાનક સ્મિત આપે છે.
અગ્નિ ની સ્મિત જોઈ ને બધા ના ગળા સુકાઈ જાય છે અને તે નીલ અને શ્રુતિ ને પાછળ છુપાઇ જાય છે. અગ્નિ ને સામે તલવાર કરી નીલ અને શ્રુતિ ઊભા થયી જાય છે. અગ્નિ કઈ પણ બોલ્યા વિના ત્યાં ઊભી ઊભી નીલ અને શ્રુતિ ને પોતાની માથું હલાવી ને ભયાનક નજરથી જોઈ કઈક વિચારતી હતી. ધીમે થી નીલ અને શ્રુતિ ની નજીક જાય છે નીલ તલવાર થી એની હાથ પર વાર કરે છે. એના હાથ માંથી લાવા નીચે પડે છે અને ત્યાજ પત્થર બની જાય છે બીજી ક્ષણે તેનો હાથ જાતેજ ઠીક થયી જાય છે. નીલ આ જોઈ ને ચોંકી જાય છે એની પછી નીલ અને શ્રુતિ એક સાથે તલવાર બાજી ની કળા બતાવતા અગ્નિની પર વાર કરવાનુ શરૂ કરે છે. એના બદલામાં અગ્નિ માત્ર એમના વાર ને સહન કરી ને હસતી રહે છે. અગ્નિ ના શરીર માંથી નીકળેલા લાવા થી નાના પત્થરો અગ્નિની ની આજુ બાજુ હોય છે. નીલ શ્રુતિ ને હાથ બતાવી ને અગ્નિ ને વાર કરવાનુ ના પડે છે.
અગ્નિ ના હાથ પગ કમર અને ચેહરા પર બસ તલવાર ના નિશાન હોય છે જે જોઈ ને બીજા બધા ના તો ડરી ગયા હતા પણ અગ્નિ ના ચેહરા પર કોય પ્રકાર નો ડર ના હતો તે ખુશ હતી. તે ઘણા વરસો પછી બહાર આવી હતી માટે કોય પણ વ્યક્તિ કે તલવાર તેની ખુશી ને ઓછી નઈ કરી શકે તેવું તેનું માનવું હતું. નીલ અગ્નિ ના સામે જઈ ને બોલે છે " શું કરવા માગે છે તું." અગ્નિ એના શરીર પર ના ઘા ને ઠીક કરી ને કહે છે " કઈ નઈ હું તો બસ મારી ખુશી તમારી સાથે માણવા માગું છું." એવું બોલી ને તે નીલ ને એના બીજા પત્થર ના ગુલામો ની જેમ પત્થર ની બનાવે છે. શ્રુતિ આ જોઈ ને ડરી જાય છે અને બાકી ના બધા ને ત્યાંથી ભાગી જવાનું કહેવા લાગે છે. નીલ ની આવી પરિસ્થિતિ જોઈ ને કોય વ્યક્તિ ત્યાં થી ભાગી જવા તૈયાર થતું નથી. માટે અંતે પોતાની શક્તિ નો ઉપયોગ કરી ને શ્રુતિ બધા ને ત્યાંથી પકડી ને નીલ ની ગુફા માં લઈ ને આવે છે.
" શ્રુતિ નીલ નું શું થશે તેને કેવી રીતે બચાવિશું." માહી રડતા રડતા બોલે છે.
" હું નથી જાણતી. આપડે અહીંયા સફે છીએ પણ નીલ ની મદદ કરવી પડશે હું એકલી એને રોકી નઈ શકું. તમારી શક્તિઓ હજુ જાગૃત થયી નથી."શ્રુતિ ચિંતા માં આવી જાય છે.
બીજી બાજુ અગ્નિ નીલ ને પત્થર ની બનેલી જોઈ ને ખુશ થાય છે અને તે પોતે નીલ ની ગુફા માં જઈ શકે તેમ નથી માટે બધા ને ત્યાંથી લાવા માટે તે સંજય, સૂરજ, સુભ, ગોપી અને રિયાંશા ને મોકલે છે તેમનું શરીર પત્થર નું હતું જેની સાથે એમને પત્થર જેવી શક્તિઓ પણ મળી હતી તે બળવાન હતા. જેમ પત્થર પર વાર કરવાથી પત્થર ને કોય નુકશાન ના થાય એવું એમનું શરીર બની ગયું હતું તે જાણે કોય પત્થર ની મહા બળવાન કતપૂટડી હોય જે માત્ર અગ્નિ ના આપેલા કામ કરવા બન્યા હોય. અગ્નિ ની આજ્ઞા થી તે નીલ ની ગુફા માં આવે છે. ચિંતા થી મુક્ત બધા ત્યાં નીચે બેસી ને નીલ ને યાદ કરતા હતા ને અચાનક કોય વ્યક્તિ નો આવવાનો અવાજ સાંભળી ને શ્રુતિ જોવા માટે જાય છે. તેની સામે બધા ને જોઈ ને શ્રુતિ બૂમ પાડી ને બાકી માં લોકો ને ચેતવણી આપે છે અને તે પાંચ લોકો ને રોકવા નો પ્રયત્ન કરે છે. સામે સંજય શ્રુતિ ને પકડી ને ગોપી, સૂરજ, સૂર્ભ, રિયંશા ને કેવિન, અંજલિ, માહી, દેવ, ને પકડવા માટે મોકલે છે. શ્રુતિ નો અવાજ સાંભળી ને બધા પોતાને બચાવવા જુદી જુદી જગ્યા પર સંતાઈ જાય છે.
સંજય પર શ્રુતિ પોતાની તલવાર થી વાર કરે છે પણ સંજય નું શરીર પત્થર નું બનેલુ હોવાના કારણે તેને કઈ થતું નથી સંજય પત્થર ના હાથ થી એની તલવાર પકડી ને તેને ઉઠાવી દૂર નાખી દે છે અને તેની તલવાર પણ દૂર પડી જાય છે. શ્રુતિ પોતાના હાથ માંથી આગ ની લેપ્ટો સંજય પર ફેકે છે અને સંજય તેની સામે આગ માંથી પસાર થઇ ને એના હાથ ને પકડી લેછે. જેના કારણે તે પોતાની આગની શક્તિ નો ઉપયોગ કરી શકતી નથી. સંજય તેના હાથ ને પકડી ને તેને ખેચી ને ગુફા ની એક બાજુ દિવાલ પર પત્થર માં પૂરી દે છે. પત્થર થી તેના ચેહરા સિવાય નું શરીર કેદ હોય છે.
કેવિન ત્યાં થી બચી ને પાણી ની દીવાલ માં પોતાનો શ્વાસ રોકી ને સંતાઈ જાય છે તેને ત્યાં સંતાતા ગોપી જોઈ લે છે તે પાણી ની દીવાલ આગળ આવી ને ઉભી થાય જાય છે તેને જોઈ ને કેવિન ડરના કારણે શ્વાસ છોડી દે છે જેના કારણે તેને ત્યાંથી બહાર આવવું પડે છે તે જેવો પાણી ની બહાર આવે છે ગોપી તેને ગળા થી પકડી ને નીચે માટી માં ઘસેડતી ત્યાંથી બહાર લાવા નો પ્રયત્ન કરે છે. કેવિન ત્યાં માટી માં જ ગાયબ થઈ જાય છે. ગોપી ના હાથ માં માત્ર રેત હોય છે.