Avantika - 4 in Gujarati Fiction Stories by Arti Geriya books and stories PDF | અવંતિકા - 4

Featured Books
Categories
Share

અવંતિકા - 4

( અવન્તિ ના સાસરે એના પર ઘણા અત્યાચાર થાઈ છે,પણ પોતાના પપ્પા ને દુઃખ ના પહોંચે એટલે અવન્તિ સહન કર્યે જાય છે,અમિત આમપણ બહાર સારા હોવાનો દેખાવ કરતો એટલે એની વાત કોણ માને?અવન્તિ નો દેર
પણ અવન્તિ પર ખરાબ નજર રાખતો,પણ અમિત તેનો પક્ષ લેવાને બદલે અવન્તિ ને જ મારતો, પોતાની આ દશા ની પાછળ કોણ કોણ છે,એ અવન્તિ એ જાણી લીધું હતું,અને એક દિવસ અવન્તિ કોઈ ને પણ કીધા વગર ઘર થી જતી રહે છે,એ પણ પોતાની દીકરી ધારા ને મૂકી ને પણ ક્યાં...??)

અવન્તિ મોડી રાત સુધી પાછી ના ફરી,ધારા પણ રોઈ રોઈ ને સુઈ ગઈ,અમિત ને તો જાણે કોઈ ફરક જ નહતો પડતો,ના તો અવન્તિ પ્રત્યે,કે ના પોતાની દીકરી પ્રત્યે એને કોઈ લગાવ,એમા પણ એના ઘર ના એને એમ કહી ને ચડાવે કે તને પૂછ્યા વગર જાય જ કેમ?અને હજી સુધી ઘર ની બહાર રખડે છે!આવે એટલે એની ચામડી ઉતેડી નાંખજે!...

આ તરફ અવન્તિ ના પપ્પા ને રાતે ફોન કર્યા બાદ અમિત તો સુઈ ગયો,પણ એના પપ્પા ને ઊંઘ નહતી આવતી,તેને અવન્તિ ની ચિંતા થવા લાગી પડખા ફરી ને માંડ રાત કાઢી,મળસ્કે જરાક આંખ મિચાણી હશે ત્યાં જ ફરી ફોન વાગ્યો

"હેલો પપ્પા જય શ્રી કૃષ્ણ અમિત બોલું છું,અવન્તિ ત્યાં
આવી કે"?

"શુ અવન્તિ આખી રાત ઘરે નથી આવી?અરે રે ક્યાં હશે મારી દીકરી,તમે તપાસ કરી કઇ?નહિ તો પોલીસ માં કમ્પ્લેન કરીએ ચાલો હું આવું છું".

"અરે ના ના પપ્પા હું જાવ છું તમે ઉપાધિ કરો માં અવન્તિ મળી જશે!"

આટલું કહી અમિતે ફોન મૂકી દીધો,પણ અવન્તિ ના પપ્પા નો જીવ તાળવે ચોંટી ગયો..

અમિતે શકયતા હતી એવી દરેક જગ્યા એ તપાસ કરી, પણ અવન્તિ મળી નહિ,હવે તો એના સાસુ સસરા વધુ બોલબોલ કરતા,કેમ કે એક તો બધા કામ ની જવાબદારી ઉપર થી ધારા ને પણ સાચવવાની..

આ તરફ બીજો દિવસ પૂરો થવા આવ્યો પણ અવન્તિ ના કોઈ સમાચાર નહતા,હવે એના પપ્પા ની ધીરજ ખૂટી, અને તે વંશ ને લઈ પોલીસ માં કમ્પ્લેન કરી આવ્યા,એટલે પોલીસ અવન્તિ ના સાસરે આવી પહોંચી,પેલા તો તેના ઘર ના લોકો ની પૂછપરછ કરી,અને પછી આજુબાજુ ના લોકો ની જેમાં તેમણે જાણવા મળ્યું,કે અમિત અને તેના ઘર ના અવન્તિ પર ખૂબ અત્યાચાર કરતા, આ સાંભળી તેના પપ્પા પર તો જાણે આભ તૂટી પડ્યું,અને બધા પાડોશી કહેવા લાગ્યા,કે તમારી દીકરી તો ખૂબ સંસ્કારી હતી,બાકી તો આ બધા રાક્ષસ છે,ત્યારે એમને પોતાની ભૂલ સમજાઈ,તેમને યાદ આવ્યું કે કેવી રીતે અવન્તિ તેમની સામે હાથ જોડી ને કહેતી હતી,કે એ નિર્દોષ છે,અને પોતે સમજી ન શક્યા,એક માં વિનાની દીકરી ને દુભાવ્યા નો એહસાસ એમને થયો,અને મન માં જ પોતાને કોષવા લાગ્યા..

હવે પોલીસ ના લગભગ રોજ અમિત ના ઘરે ચક્કર ચાલુ થઈ ગયા,એટલે તેના ઘર માં ધારા ને પણ સારી રીતે
સાચવાતી,પણ હજી અવન્તિ ની ક્યાંય ભાળ નહતી મળી,હવે આસપાસ ના લોકો પણ આ બધા થી નફરત કરવા લાગ્યા હતા,અને હવે તો અવન્તિ ના પપ્પા સામે પણ અમિત નો અસલી ચેહરો આવી ગયો હયો,એટલે તે પણ તેમને બીજા કેસ માં ફસાવવા માંગતા હતા..

એક દિવસ ધારા ઘોડિયા માં સુતી સૂતી રોતી હતી,તેના દાદી બહુ ગુસ્સા માં હતા,અને તેમને જોર થી હીંચકો નાખ્યો,અને બડબડ કરવા લાગ્યા કે તારી મા તને અમારા માથે થોપી ને કોણ જાણે ક્યાં જલસા કરવા ગઈ!અને જેવું એમને ઘોડિયા તરફ જોયું તો ધારા સાવ શાંતિ થી સુઈ ગઈ હતી,અને ઘોડિયું આપમેળે ધીમે ધીમે ચાલતું હતું,તેમને થયું હશે...

થોડા દિવસ પછી એકવાર અવન્તિ ના સાસુ ઘર સાફ કરતા હતા,જેવું એમને ઘર ચોખ્ખું કર્યું એ સાથે બીજી જ ક્ષણે ત્યાં ખૂબ કચરો થઈ ગ્યો,તેમને ફરી વાળ્યું અને ફરી એટલો જ કચરો,તેમને થયું બહાર હવા એટલી નથી અને ઘર માં પણ કોઈ નથી તો આ કરે છે કોણ?

શુ અવન્તિ તેના બાળક ને ન્યાય અપાવશે,અને તેનો ગુમ થવા પાછળ કોનો હાથ છે,એ સાબિત થશે??જાણવા માટે વાંચતા રહો આગળ નો ભાગ...


✍️ આરતી ગેરિયા.....