Love Bichans - 16 in Gujarati Love Stories by Tinu Rathod _તમન્ના_ books and stories PDF | લવ બાયચાન્સ - 16

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

લવ બાયચાન્સ - 16

( મિત્રો આપણે આગળના ભાગમાં જાણ્યુ કે અરમાન ઝંખના સાથે મેરેજ કરવા માંગે છે. ઝંખના એની પ્રેગ્નન્સી અને અરમાન વિશે એની મમ્મીને કહે છે. એની મમ્મી એને અરમાન સાથે મેરેજ કરવા સમજાવે છે. મમ્મીના સમજાવવાથી અને બાળકના ભવિષ્ય માટે થઈને ઝંખના અરમાન સાથે મેરેજ કરવા તૈયાર થાય છે. પણ એ પહેલા અરમાન સાથે થોડી વાતચીત કરીને બધુ ક્લીયર કરવા માંગે છે. અને એના માટે એ અરમાનને કૉફીશૉપ પર મળવાનુ કહે છે. હવે આગળ જોઈશું શું થાય છે. )


સવારે લગભગ છ વાગ્યાની આસપાસ ઝંખનાના મોબાઈલમાં મેસેજ નોટિફિકેશન આવે છે. આ સવાર સવારમાં કોણ નવરુ પડી ગયુ એમ વિચારતા એ મોબાઈલ હાથમાં લે છે અને જુએ છે તો અરમાન ના મેસેજ આવેલા હોય છે.


Hii..


Good morning..


How are you..?


તે મને કેટલા વાગ્યે મળવાનુ છે એ તો કહ્યુ જ નહી..!


અરમાનના મેસેજ વાંચીને ઝંખના એને સામેથી મેસેજ કરે છે.


Good morning..


આટલા સવાર સવારમાં તો કોણ મેસેજ કરે યાર..!


હા હું તને સમય કહેવાનુ તો ભૂલી જ ગઈ હતી. આપણે લંચ ટાઈમમા એક વાગ્યે મળીશું.


ઝંખનાના મેસેજ સેન્ડ કરતા જ એના મેસેજમાં બ્લુ ટીક દેખાય છે. અને સાથે સાથે ટાઈપિંગ પણ દેખાય છે.


થોડીવાર જ વારમાં ફરીથી અરમાન નો મેસેજ આવે છે.


Great.. તો લંચ ટાઈમમાં મળીએ..


I hope કે તુ કોઈ સારા ન્યુઝ આપશે.


મેસેજ વાંચી ઝંખના રિપ્લાય કરે છે.


તુ ફોન હાથમાં લઈને બેઠો હતો કે શું ?


અરમાન રિપ્લાય આપે છે.


હા.. તારા મેસેજની જ રાહ જોતો હતો. Infact મને તો આખી રાત ઊંઘ જ ના આવી. બસ એ જ વિચાર આવ્યા કરતા હતા કે તુ શું નિર્ણય લેશે..


ઝંખના રિપ્લાય કરે છે..


અરે તુ પાગલ થઈ ગયો છે કે શું..!!


આટલુ બધુ ટેન્શન તો હું નથી લેતી..


અરમાન લખે છે.


હા તને થોડી ટેન્શન હોય..


ઝંખના ફરી રિપ્લાય આપે છે.


સારુ ચાલ બીજી વાતો મળીને કરીશું. અત્યારે તો ઑફિસ પણ જવાનુ છે.


અરમાન મેસેજ કરે છે.


સારુ બીજી વાતો પછી.. bye.. see you soon..


Bye.. bye.. ઝંખના લખે છે.


બંને એકબીજા સાથે મેસેજથી વાત કરીને રિલેક્સ થાય છે. અરમાન મનમાં વિચારે છે. ઝંખનાએ સારી રીતે વાત કરી એટલે એણે કંઈક સારુ જ વિચાર્યુ હશે. ઓ ભગવાનજી please ઝંખના મારી સાથે મેરેજ કરવા માની જાય.. અને એ પણ ફ્રેશ થવા ચાલ્યો જાય છે.


* * * * *


બપોરે અરમાન સાડા બારનો એ કેફેમાં પહોંચી જાય છે. અને ઝંખનાની રાહ જુએ છે. બરાબર એક ને પાંચે ઝંખના કેફેમાં પ્રવેશે છે. અરમાનની નજર એની ઉપર જાય છે. એ હાથ ઉપર કરતો જોરથી ઝંખના એમ ચિલ્લાય છે. એના આમ જોરથી ચિલ્લાવાથી બધાની નજર એના પર પડે છે. અને અરમાનની નજરનો પીછો કરતા બધા ઝંખના તરફ જુએ છે. ઝંખના ઓઝપાઇ જાય છે. એ ભોંઠપ અનુભવતી નજર નીચી કરી જલ્દીથી અરમાન બેસેલો હોય એ ટેબલ પર આવીને બેસી જાય છે. ઝંખનાને જોઈને એની આંખોમા ચમક આવી જાય છે.


અરમાન : ક્યારનો તારી રાહ જોઉ છું. કેટલુ મોડું કર્યુ તે.


ઝંખના : O hello.. જરા ધડિયાળમાં જો પછી કહે કે કેટલુ મોડુ થયુ છે. મે તને એક વાગે મળવા કહ્યુ હતુ. અને અત્યારે એક ને પાંચ થઈ છે. તો હું ખાલી પાંચ જ મીનીટ લેટ છું સમજ્યો.


અરમાન : માથુ ખંજવાળતા ખંજવાળતા હસીને કહે છે. હા.. મે જ થોડો વહેલો આવી ગયો હતો. પણ શું કરુ મારાથી રેહવાતુ જ નોહતુ. સારુ પેહલા એ કહે શું ખાવુ છે.


ઝંખના : હમ્મ.. મારે વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ ખાવુ છે. અને કેપેચીનો..


અરમાન : સારુ તુ જે ખાશે હું પણ એ જ ખાઈશ.. અને એ બંને માટે સેન્ડવીચ અને કેપેચીનો ઑર્ડર કરે છે.


ઑર્ડરની રાહ જોતા જોતા બંને વાતોએ વળગે છે.


અરમાન : બોલને ઝંખના તારી મમ્મી સાથે વાત કરી ? એમણે શું કહ્યુ. તારા પર ગુસ્સે તો નથી થયા ને.. ? પછી તે શું નક્કી કર્યુ.. ?


ઝંખના : અરે અરે એક સાથે કેટલા સવાલ.. ! જરા શાંતિ રાખ તારા બધા સવાલોના જવાબ આપીશ. હા મે મમ્મી સાથે વાત કરી. તેઓ ગુસ્સે ઓછા અને દુઃખી વધારે થયા છે. એમને મારા પર પૂરો વિશ્વાસ હતો અને મે એ વિશ્વાસ તોડ્યો. ( કેહતા કેહતા ઝંખનાની આંખોમા આંસુ આવી જાય છે. અરમાન એના હાથ પર હાથ રાખે છે. અને આંખના ઈશારાથી જ એ એની સાથે છે એમ કહે છે. )


અરમાન : તો તારી મમ્મીએ શું કહ્યુ ?


ઝંખના : મમ્મી તો પેહલેથી મેરેજ કરવા માટે પાછળ પડી હતી. હવે તો એમને એક પાક્કુ કારણ મળી ગયુ છે તો એ તો મેરેજ કરવા માટે વધારે insists કરે છે.


અરમાન : શું તેઓ તને મેરેજ કરવાનુ કહે છે..? કોની સાથે ??


ઝંખના : ( આંખો પહોળી કરીને ) આ કેવો સવાલ છે ofcourse તારી સાથે જ તો.. મારી મમ્મી પણ નૈતિક મૂલ્યોમાં માને છે. પોતાની દિકરીની ભૂલને છાવરવા બીજા કોઈને દગો આપવો એ એમને કોઈ કાળે સ્વીકાર્ય ના હોય.. એ તો તને મળીને તને મારી સાથે મેરેજ કરવા માટે વિનંતી કરવાની હતી. પણ જ્યારે મે કહ્યુ કે તુ પણ મારી સાથે મેરેજ કરવા માંગે છે. ત્યારે તેઓ ખૂબ ખુશ થયા.


અરમાન : સાચ્ચે તેઓ આપણા મેરેજ માટે માની ગયા..!! પછી અચકાતા અચકાતા પૂછે છે અને તુ ??


એટલામાં ઓર્ડર આવી જાય છે અને એ બંને ખાવા લાગે છે. ખાવાનુ પતાવીને ઝંખના વાતને આગળ વધારે છે.


ઝંખના : look અરમાન.. તુ મારો સૌથી સારો દોસ્ત છે. સૌથી સારો શું તુ મારો એકમાત્ર દોસ્ત છે. તુ મને ઘણા સમયથી જાણે છે. તુ મારા મનની દરેક વાત સમજે છે. એટલે તને કંઈ વધારે કહેવાનુ નથી બનતુ. તને તો ખબર છે મને પ્રેમ અને મેરેજ જેવા સંબંધો પર બિલકુલ વિશ્વાસ નથી. મે તને મારા દિલની બધી વાત કરી છે. મારે કોઈ પણ દિવસ મેરેજ નોહતા કરવા હતા. પણ હમણાની પરિસ્થિતિ અલગ છે. મને આપણા બાળક વિશે વિચાર આવ્યો. તે જે રીતે કહ્યુ કે જ્યારે આપણે બંને એને મા અને પિતાનો પ્રેમ આપી શકીએ છીએ ત્યારે એને શા માટે પિતાના પ્રેમથી દૂર રાખીએ. અને હું તો મારી રીતે જીવી લઈશ પણ જ્યારે આપણુ બાળક મોટુ થશે અને એને પિતાની કમી મેહસુસ થશે ત્યારે હું એને એક પિતાનો પ્રેમ કેવી રીતે આપી શકીશ. જ્યારે એ બીજા બાળકોને એના પિતા સાથે હસતા રમતા જોશે અને મારી પાસે આવી તારા વિશે સવાલ કરશે ત્યારે હું શું જવાબ આપીશ. હું એને ત્યારે શું જવાબ આપીશ જ્યારે એને એ ખબર પડશે કે મે જ એને એના પિતાના પ્રેમથી દૂર રાખ્યો છે. બસ આ બધુ વિચારીને જ મે એ નિર્ણય લીધો છે કે હું તારી સાથે મેરેજ કરીશ.


અરમાન એનો જવાબ સાંભળી એકદમ ખુશ થઈ જાય છે. અને ખુશીના અતિરેક ઊભો થઈ ઝંખનાને હગ કરે છે અને કહે છે. ઓહ ઝંખના હું કહી નથી શકતો કે હું કેટલો ખુશ છું. Thank you very much.. તારા જીવનમાં મને સામેલ કરવા માટે. પછી એને પરિસ્થિતિનું ભાન થાય છે. અને એ sorry કહી ઝંખનાથી દૂર થાય છે.


ઝંખના : બીજી વાતો સાંજે કરીશું. અત્યારે મારે ઓફિસે જલ્દી પહોચવુ પડશે.


અરમાન : તો શું આપણે સાંજે ફરીથી અહી જ મળીશુ ?


ઝંખના : ( એના જ કપાળ પર હળવી ટપલી મારે છે ) ઓહ આ બધી વાતોમાં તને એ તો કહેવાનુ રહી જ ગયુ કે મમ્મીએ તને આજે ડીનર પર બોલાવ્યો છે. તો આજે તારે મારા ઘરે આવવાનુ છે.


અરમાન : તારી મમ્મીએ બોલાવ્યો છે ? શું એ મને ઠપકો આપશે ?


ઝંખના : ના હવે.. મારા મમ્મી એવા બિલકુલ નથી. એ તો બસ તને મળવા માંગે છે. અને તારી સાથે થોડી વાતચીત કરવા માંગે છે. હું તને એડ્રેસ સેન્ડ કરી દઈશ. તુ સમય પર પહોંચી જજે.


અરમાન : સારુ હું આવી જઈશ.


અને બિલ પે કરી બંને પોતપોતાના રસ્તે ચાલ્યા જાય છે.


* * * * *


વધુ આવતા ભાગમાં..


Tinu Rathod - Tamanna